ગુજરાતી… મારી માતૃભાષા…!

આ ગુજરાતી ભાષા જેવી સરળતા

બીજે ક્યાક જો જોવા મળે તો

તમે નવી શોધ કરી છે, એમ માનજો.

~ ફાધર વોલેસ..

.

જે જન્મતાં આશિષ ‘હેમચન્દ્ર’ની પામી,

વિરાગી જિન સાધુઓ તણી,

જેને તપસ્યા ગળથૂથીમાં મળી,

રસપ્રભા ‘ભાલણ’ થી લહી જે,

નાચી અભંગે ‘નરસિંહ’- ‘મીરાં’,

‘અખા’ તણે નાદ ચડી ઉમંગે,

આયુષ્મતી લાડકી ‘પ્રેમભટ્ટ’ની,

દ્રઢાયુ ‘ગોવર્ધન’થી બની જે,

અર્ચેલ ‘કાન્તે’ ‘દલપત્તપુત્રે’ ,

તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા,

‘ગાંધી’ મુખે વિશ્વમાંગલ્યધાત્રી.

 

~ઉમાશંકર જોશી…..!!!

 

મિત્રો હવે આનાથી વિશેષ મારે કઈ લખવાની જરૂર છે..??

ધન્ય ધરા ગુજરાતની અસ્મિતા…

મારી માતૃભાષા..

ગુજરાતી ને કોટી કોટી વંદન….!!

 

સૌજન્ય સ્ત્રોત..

http://sureshbjani.wordpress.com/gujaraati/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s