અરે વાહ..
આજ ખુબ મસ્ત ઉગી છે ને કંઈ..!
સઘળી યાદો ઉદાસી ગમગીની
ને જાણે હવા કરી..
આજ અદકેરો સુરજ દીસ્યો છે..!
નિર્વિકાર નિર્મળ નિર્દોષ નિર્વેદ
પવન ની લહેરખી
જાણે કહી રહી છે
જો..
જિંદગી તો તારી રાહ જુવે છે
માયુસી શાને..?
ભૂતકાળ ને વાગોળી..
શું વળવાનું છે..?
જો નવી દિશા નવા આયામ
નવા વિચાર નવા પ્રયાસ
સૌને તારા સ્પર્શ ની ઘેલછા છે..!
આગોશ માં ભરી લે એને
સામે તારી બંદગી ઉભી છે…!
બસ દિલ ખોલી નજરો મિલાવી
શ્વાસ ના સ્પંદન થી કહી દે…
ઝીંદગી… બસ હું આવું છું…:):):)
વેઇટ ફોર મી…!!!