ઓફ્ફ્ફ્ફફ્ફ…!!!!…….. હવે..????
છુટા પડ્યા પછી મહામુસીબતે બાંધી રાખેલો લાગણીનો ધોધ ગમે ત્યારે છુટી પડશે! એને કહી તો દીધું….. “યુ હેવ ટુ ગો” …… પણ એ વાતને ત્રણેક કલાક વીત્યા હોવા છતાં હજી એક્સ્પેટ નથી કરી શક્યો, કે એ ૭ દિવસ પછી સાવ અલગ શહેરમાં વસી જશે! અને મારે પહેલાની જેમ કોરાજ પડખા ઘસવા પડશે..[ 😦 ]
દર્દ તો આ પહેલા ય થતું…. એ મળીને વિખુટી પડતી ત્યારે… અને એ દર્દ, એ વેદના, એ તકલીફ માત્ર ને માત્ર એક જ પ્રોમિસ પર સહન થતી……..: “સી યુ ટુમોરો…!!!”……. વાસ…્તવિકતા જ જુવોને,, આજે એય બોલી નોહતી! અને કહે પણ શી રીતે? એ મારી પ્રેયસી છે, ઠાલા વચનો એનેય ક્ષમ્ય નથી બોસ! પાછા વળીને જોવાયું ય નહિ એનાથી!
ઘરે કોલ કરી દીધો, ‘મોડું થશે! “માર્ચ એન્ડીંગ” છે એટલે!’…. ઘરે જવું જ શેના માટે?? ભૂખ, તરસ, ઊંઘ, આરામ બધુજ એ લઇ ગઈ એની સાથે! વસ્ત્રાપુર લેક પર ગયો ને પાસે હતી, બસ એની યાદો, ખાલી દિમાગ, ખોખલું હદય અને ગોલ્ડ્ફ્લેક! સમય અટકી ગયો કે ગોલ્ડ્ફ્લેક વધારે ફાસ્ટ નીકળી, અર્ધા કલાકમાં વધેલી ચારેચાર પતી ગઈ!
‘ખાલી ચણો વાગે ઘણો’ બિલકુલ યથાર્થ લાગ્યું જયારે દિમાગ એની યાદો, એની મુલાકાતો, એની કલ્પના, એની અદા, એના વાણીવર્તન, એની સ્માર્ટનેસ… બસ એને જ …. ફરી ફરીને રીવાઇન્ડ કરવા લાગ્યું!
એક એક સંભારણા, મિલનની પ્રત્યેક ક્ષણો, સ્મુધસિલ્કી વાળના બટરફ્લાયથી લઇ પગની પાનીને સ્પર્શતા હાઈ હિલ્સ…….. બધું જાણે WRITE OFF (જતા) કરેલા એકાઉન્ટ્સની જેમ NPA (નોન પર્ફોમિંગ એસેટ્સ) બની ખડકાતું ગયું હદયના ચારેય ખાના માં! બેંકની જેમ એનું પર્ફોમન્સ પણ ઘટ્યું હોય એમ હાર્ટબીટ્સ સામાન્ય કરતા નીચા થઇ અનુભવાતા જ નથી યાર….[:(]
સ્પર્શના સૌથી વધારે અહોભાગી એવા ટેરવા તો રીતસરના રડવા લાગ્યા, એના આંસુઓ એ સરવાણી બની હથેળી માંજ સાગર બનાવી દીધો! આંગળીઓને એકદમ આટલો દુખાવો કેમ થાય છે?? એક નવો પ્રશ્ન!
“યુ હેવ ટુ ગો..!” દુન્વયી રીતે વ્યહવારુ લાગતો નિર્ણય હવે આત્મિક રીતે તદ્દન વિરોધાભાસી લાગી રહ્યો હતો! કરિયર અને સામાજિક ભવિષ્ય માટે એ કદાચ સાચું હશે.. પણ યાર.. એના ભોગે હવે વર્તમાનને સહન કરવું પડશે એનું શું??? જો તમારે કાલે સવારે હેમખેમ ઉઠી શકો એને માટે પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની હોય ત્યાં એટલું લાંબુ ફ્યુચર પ્લાનિંગ??… સાલી ગેડ બેસતી નોહતી!
બટ આઈ નો….. આ વાત હું એને ક્યારેય નહિ કરી શકું. (અહી પણ મને મારી અલ્પવાચાળ પ્રકૃતિ નડવાની!) ફરીથી કહું છું……. શી ઈઝ “માય” લવ…. એટલે જ એ એક યાયાવર પંખી જેટલી જ મુક્ત છે! એના નિર્ણયો માટે એ સ્વતંત્ર છે. એને મારો સપોર્ટ રેહશે… હમેશા…. અવરોધ નહિ!
આખરે હું પણ એક પ્રેમી છું! અને એટલું તો સમજુ છું લાગણીમાં અધિકારનો નહિ, સમર્પણનો ભાવ હોવો જોઈએ! આજ સવાલ એની સામે હોત…. તો ડેમ શ્યોર એને પણ આજ કર્યું હોત!
બટ યાર.. આ દિલને કોણ સમજાવશે?????? એક જ રટણ લઇ બેઠું છે……….!!
“આઈ કાન્ટ લીવ વિધાઉટ હર……!!!”
~એજ…તન્મય..!