વિકલા (વિકાસ) ના તો હોશ જ ઉડી ગયા.. ગાર્ગીએ આવીને સીધું જ તીર છોડ્યું બિચારાના દિલ માં એવું ભોંકાઈ ગયું. કઈ બોલી ના શક્યો.!
ગાર્ગી અને વિકાસ બંને એન્જીનીયરીંગ કોલેજ માં છેલ્લા વર્ષ માં સાથે હતા. ગાર્ગી પડોશ ના રામપુરા ગામના મુખી ની એક ની એક છોકરી. અલ્હડ અલબેલી હસતી ખેલતી ટીપીકલ નટખટ જસ્ટ લાઇક કોલેજ ક્વીન. વિકાસ. ધીર ગંભીર પ્રકૃતિનો સ્કોલર વિદ્યાર્થી. આર્થીક સ્થિતિ સારી નોહતી પણ સ્કોલરશીપ ના જોરે એટલે સુધી પહોંચ…્યો હતો. ગાર્ગી ને વિકાસ જોડે બનતું એનું એક આ પણ કારણ હતું. એ વિકલા નો ઉપયોગ નોટ્સ માટે કરતી ને પેલો બસ એની પાછળ ખર્ચાયે જતો હતો..!
પણ કેમ..?? વિકલો માંડ માંડ બોલ્યો..!
ગાર્ગી : “બસ ફોન આવ્યો છે યાર જવું પડશે.! પણ તું નોટ્સ બનાવી રાખજે હો.! હું આવી ને રીફર કરી લઈશ.”
ઓક્કે.. ફોન કરીશ કે..?
હા ભાઈ હા.. કેમ ની..
પણ બસ.. બંને ના આ છેલ્લા સંવાદ હતા. ના તો ગાર્ગી પછી આવી કે ના કોઈ ખબર. બસ એટલી જાણકારી આવી કે એના લગ્ન થઇ ગયા અને એ રાજકોટ વસી ગઈ છે.!
વિકાસ ને તો હતુજ કે એને કોઈ જ લાગણી ની હોય. પ્રેમ હતો પણ એકતરફી હતો. સામે ના છેડે તો નેટવર્ક જ ક્યાં મળતું હતું. જેમ તેમ કરી અભ્યાસ માં ડૂબી ગયો અને કોણ જાણે કેમ પણ એક જુનુન ઉતરી આવ્યું. જાણે તોફાન પહેલાની શાંતિ.! વિકલો. આખા સ્ટેટ માં ફર્સ્ટ આવ્યો. પછી તો સિદ્ધી ના સોપાન સર કરવામાં એવો તો ડૂબી ગયો. કે લગ્ન વિષે વિચારતો પણ નોહ્તો.! ગાર્ગી ના ચેપ્ટર ને લગભગ ૭ વર્ષ પછી પણ એ ભૂલ્યો નોહ્તો. અને અનમેરીડ વિકાસ એની સાબિતી હતો.!
અનાયાસે એને એક વાર રાજકોટ જવાનું થયું.
ભીડ માં એની કાર ફસાઈ ગઈ અને.. બસ સામે નજર કરી ને…… અચાનક ચીસ પડી ઉઠ્યો.. ગાર્ગી…!?! કાર માંથી રીતસરની દોટ મૂકી ગાર્ગી હતી એ દિશા માં. અને.. બંને ની આંખો માં ભૂતકાળ જીવી ઉઠ્યો.. આજે પણ એ કઈ ના બોલી શક્યો.. શરૂવાત ગાર્ગીએ જ કરવી પડી.!
વિકલાં તું અહી ક્યાંથી..??
હવે વિકાસ માં ધરબી રહેલું જુનુન બહાર આવવા લાગ્યું.. : કેમ.? તું ખોવાઈ ગઈ હતી..! અને આ સવાલ મારો હોવો જોઈએ.! ગાર્ગીએ હસી ને એને ઘેર આવવા કહ્યું.. થોડી આનાકાની બાદ એ સંમત થયો અને બંને સાથે જ ગયા.
થોડા ફ્રેશ થયા પછી ગાર્ગીએ વાત માંડી. : સાચું કહું તો મને પણ ખબર ના પડી. અને મારી જિંદગી એક ફિલ્મી અંદાઝ માં બદલાતી ચાલી. કોલેજ થી આવ્યા પછી ૧૮ માં દિવસે જ મારા લગ્ન હતા. પણ એ ૧૭ દિવસ માં મને અહેસાસ થઇ ગયો હતો. કે વિકલો મારા માટે નોટ્સ માટે નું સાધન મટી કૈક વિશેષ થઇ ગયો હતો. કૈક હતું જે મને આટ આટલા લોકો સગા પ્રસંગો વચ્ચે પણ એકાંત માં કોરી જતું. હા વિકાસ. તું મારા માટે મિત્ર થી વધુ બની ચુક્યો હતો.! પણ હવે એ અહેસાસ ને મન માં જ ધરબી લગ્ન કરી નાખ્યા. તકલીફ તો નોહતી. ચિરાગ ખુબ પ્રેમ કરતા. અને ત્રણેક વર્ષ પછી દુનિયા ની સૌથી મોટી ખુશી પણ મળી ગઈ હતી.. બિલકુલ ચિરાગ ની પ્રતિકૃતિ ચીરંગી..! એ આવતા જ હશે હવે.. ટાઇમ થઇ ગયો છે.. એ ચીરંગી ને લઇ આવતા જ હશે.”
શું બોલશે હવે વિકાસ.? સાલું અત્યાર સુધી તો લાગતું એકતરફી પ્રેમ હતો. પણ નાં આતો બંને તરફ આગ હતી. સાલું હવે કયા બળે જીવવું.? અત્યારસુધી તો એ નફરત પર નભતો. હવે કશુજ બોલ્યા વિના.. અરે..એને તો ગાર્ગીને કીધું પણ ની એની લાગણી વિષે. બસ પીઠ ફેરવી એ ત્યાંથી નીકળી આવ્યો.. અને ગાર્ગી બસ વિકાસ ને જતા જોતી જ રહી…:(
કેટલી પ્રેમ કહાની શરુ થયા પહેલા જ બાળમરણ પામતી હશે..? બસ એક માત્ર એકરાર ના કરી શકવાના કારણે..??
~એજ..તન્મય..!
ખુબ જ સાચી વાત કહી , ઈશ્ક હૈ તો ઈશ્ક કા ઈકરાર હોના ચાહિયે ! મસ્ત લખી છે સ્ટોરી ! સ્પર્શી જાય એવી ! આજ વિષય પરની મારી એક વાર્તા ની લિંક મુકું છું , કદાચ તમને રસ પડે …. http://yuvrajjadeja.wordpress.com/2012/10/12/એની-હથેળીનો-સ્પર્શ/
sure bhai hal to nahi pn time mle thi chokkas vanchish )