ફ્રેન્ડશીપ…..!

Image

કોઈક ની સાથે વાત કરવા માટે સૌથી મહત્વ નું પરિબળ શું હોઈ શકે? કદાચ વિષય, ખરું ને! વિષય વગર ભાષણ આપી શકાય વાત ના થાય! (હું નથી કરતો, મારાથી નથી થતી…:પી) પણ અકારણ, અનાયાસે, કોઈક ની સાથે એટલી લાંબી વાતચીત ૮૨૨૪ વાર! અને એ પણ એકાદ વિક માં! શું હોઈ શકે? પ્રેમ તો ડેમ શ્યોર નથી જ કારણકે બંને મેચ્યોર છીએ અને પોત પોતા ની જિંદગી સાથે ખુશ પણ!

તો શું?
કદાચ એ છે મિત્રતા! પોતાની પ્રેયસી કે જીવનસંગીની (હા, મારા માટે એ બંને ભિન્ન છે!) પણ કદાચ જે વાતો નથી જાણતી હોતી. એ એને બે ધડક કહી શકાય છે! એને પ્રેમ કરી શકાય, એની પર ગુસ્સે થઇ શકાય, એને છંછેડી શકાય, એની સાથી ગેલ કરી શકાય, એને બોર કરી શકાય, હા, એ મિત્ર જ હોઈ શકે!Image

બાળપણ માં જયારે સાઇકલ ની હવા નીકળી જતી ત્યારે એજ ધક્કો મારતો! સ્કુલે થી ભાગી જવું હોય ત્યારે ત્રીજે માળે થી એજ દફતર ના કેચ પકડતો, ભલે પછી મારે એને આયોડેક્સ લગાવી આપવો પડે! ટિન એજર થયા ત્યારે તમારા પ્રેમ પત્રો (હવે જમાનો sms નો આવ્યો બાકી ) કોણ પહોંચાડતું? નોરતા માં કોઈક નું સ્કુટર ચોરી ગરબે ઘુમવા જઈએ ને પાછા ફરતા પકડાઈ જઈએ ત્યારે સોટી નો પહેલો માર એની જ પીઠ પર પડતો ને!

કેવો યાદ છે નઈ હજીય નખશીખ. એક એક પ્રસંગો, અવસરો, સારા નરસા આજે પણ જુના આલ્બમ ફંફોસતા એજ આપણી પડખે એજ દેખાય છે ભાઈ! ના જાણે ક્યાં ખોવાઈ ગયો હવે સંસાર માં..:( જોયું હજીય એને યાદ કરતા જ પાણી વહી આવ્યા! (વધારે કઈ લખવું એ આંસુઓ નું અપમાન જેવું લાગ્યું એટલે ટૂંકાવી દીધું!) આફ્ટર ઓલ ફ્રેન્ડશીપ નું રહસ્ય છે ને.. “સારું સાંભળતા શીખો!”

Imageઅને! આજે ક્યાંકથી એવી જ ફીલિંગ ઉભરી આવી છે ચેટ બોક્ષ ના આંકડા જોઈ! બસ સ્ક્રોલ કરતા કરતા જાણે મળી આવ્યા મને આજે એજ દોસ્ત જેને લગભગ ૯૦% વાતો તો જણાવી દીધી છે. (જે કહેવા જેવી ના હોય એ પણ) થોડી ઘણી છૂટ પણ લેવાઈ જાય છે અને ધીંગા મસ્તીય રોજે રોજ! સાલું ફેસબુક પહેલાતો ક્યારેય આટલું નોહ્તું ગમતું?!

શું એક સ્ત્રી અને પુરુષ વચ્ચે એક જ સંબંધ હોઈ શકે? હા… હોઈ શકે…! હું જીવું છું, અનુભવું છું એ સંબંધ ને.
કદાચ આપણો સમાજ હજીય એટલોજ સંકુચિત હશે પણ હું બિરદાવું છું એમની મિત્રતા, એમની નિર્દોષતા, એમના સ્વભાવ ને! ફ્રેન્ડશીપ નો વણલખ્યો નિયમ છે ને. ” ફ્રેન્ડ જોઈતો હોય તો પહેલા મિત્ર બનો!” લો બની ગયા અમે પણ તમારા!……. દોસ્ત!Image

“ફ્રેન્ડશીપ અ સિંગલ સોલ લીવ્સ ઇન ટુ બોડીઝ”
હેટ્સ ઓફ મેમ!
હવે તો ચા પાણી નઈ હવે તો સીધા લંચ માટે જ મળીશું!…………….=ને!

~એજ…તન્મય..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s