સી યુ ટુમોરો…!
આ ત્રણ શબ્દો હતા છેલ્લા જયારે એણે ગઈ કાલે એક ઉડતી મુલાકાત પછી વિદાય લીધી. કોફી શોપ ના ફૂલ સાઈઝ ગ્લાસમાંથી એને જતી જોઈ રહ્યો! કેવી અલ્હડ છે યાર! મસ્ત મૌલા પોતાના માં જ મગ્ન. આમ તો એ જયારે મળે ત્યારે વેલ ડ્રેસ્ડ હોય. ક્યારેક અનારકલી, ક્યારેક જીન્સ ટિ શર્ટ તો ક્યારેક ઓફીસ વેર! પણ આજે તો આવી હતી જસ્ટ ડો. નિધિ બનીને..! કુર્તી અને લેગીઝ.. વાહ..! મસ્ત લાગતી હતી! કારણ પુછ્યું તો કહે….. “તમને નિધિ ની સાદગી ગમે છે ને? ”
આઈ થીંક શી ઈઝ ઓન વે ઓફ લવ! નાના માં નાની વાત …ને એણે એટલી બારીકી થી લીધી હતી! મેં તો બસ અમસ્તું જ કહ્યું હતું અને પછી ખબર પડી ધ્યાન થી જોતા! એને વાળ પણ એની જેમ સેટ કરાવ્યા હતા! સ્ટેપ કટ થોડા આગળ આવે એ રીતે! વાળ એના બટરફ્લાય ને ગાંઠતા નોહતા.. વારે વારે બંધન મુક્ત થઇ એસી ની હવા માં ઉડવા આઝાદ થઇ જતા!
૪.૩૦ નો ટાઈમ અને હોટેલ તો લગભગ ખાલી જ હતી. અને આમ પણ એ અમારું ફેવરીટ પ્લેસ છે મળવા માટે અને ટાઈમ પણ! અ સિમ્પલ મેચ્યોર્ડ રીલેશન માટે આનાથી વધારે સારા સ્થળ અને સમય ક્યાંથી મળે?
વાતો માં તો હું એને પહોંચી નથી વળવાનો. અને એ બખૂબી જાણે છે! એટલે તો કદાચ એવી વાતો જ કરે છે જેમાં વધારે બોલવાનું એને ફાળે જ આવે! અને આમ પણ એ સામે હોય અને….. હું વાતો માં ધ્યાન આપું એટલો તો મુર્ખ નથી યાર! અને કદાચ એટલેજ અહી પણ નહિ લખી શકું! મારૂં વાતો માં ધ્યાન હતું જ નહિ!
બસ અલક મલક ની વાતો કરી એને તો વિદાય લીધી અને કોફી શોપ માં એકલો બેસી એને જતી જોતો રહ્યો. હંમેશ ની આદત મુજબ. (હવે તો વેટર પણ ઓળખી ગયા છે એટલે એના ગયા પછી જ બીલ લાવે છે!)
વાંકી વળી એકટીવા ની ડેકી ખોલી હાથ ના મોજા પેહર્યા. પછી સી ગ્રીન દુપટ્ટો ઓઢી બુકાનીધારી બની ગઈ! આંખો પર પોલોરાઈડ ચડાવ્યા અને કાચી સેકંડ માં તો કોઈક અજાણી યુવતી બની ગઈ! એકટીવાના સાઈડ સ્ટેન્ડ ને પગ થી હલકી ઠોકર આપી, ચાવી ઘુમાવી સ્ટાર્ટ કરવા લાગી. પણ એકટીવા મારું ફ્રેન્ડ બની ગયું ચાલુ જ ના થાય કેમે’ય કરીને! પછી જાણે કૈક યાદ આવ્યું હોય એમ હળવા હાથે કપાળ પર ટપલી મારી! મારી સાથે એને જોતો વેટર પણ હસવા લાગ્યો!
એ એકટીવા ની બેટરી ચાર્જીંગ કરવાના બહાને જ મને મળવા આવી હતી! હવે યાદ આવ્યું લાગે છે. ડબલ સ્ટેન્ડ કરી, કિક મારતાજ એકટીવા સ્ટાર્ટ અને એ ઓગળી ગઈ સિગ્નલ ના ટ્રાફિક ને વટાવી.. [:(]
અત્યાર સુધી મને પણ યાદ ના હતું . એને જોવામાં આંખ મટકું મારવું જ ભુલી ગઈ હતી અનાયાસે એ બીડાઈ અને……. તરત ખુલી પણ ગઈ! થાકી ગઈ હતી છતાં……. કેમ..??
એ સી યુ ટુમોરો કહી ને ગઈ હતી ને….. હજી હમણાં જ પાછી કેમ આવી ગઈ?? પાપણ બંધ થઇ ત્યારે?
“આઈ સી યુ નાઉ, વ્હેન આઈ ક્લોસ્ડ માય આઈઝ!” જવાબ પર હસતા હસતા મેં પણ રેસ્તોરાંત ની વિદાય લીધી!
~એજ… તન્મય..!