હાય.. હાઉ આર યુ.. જોકે પૂછવું નેસેસરી નોહ્તું.. આઈ નો… તું f9 જ હોવાની… બટ શું છે કે ટોકની શરૂવાત તો કરવી પડે ને.. એટલે લખ્યું ..
ઘણા દિવસોથી કેટલીક વાતો સર્ક્યુલેટીંગ કરતી હતી હાર્ટમાં.. કહેવાની જીગર નો”તી ચાલતી..એટલે આ લેટર રાઈટીંગનું વેન્ચર ખેડવું પડ્યું છે. MOU સાઈન કર્યા વગર.
આપણે ફસ્ટ વાર જયારે અમસ્તી કોફી પીવા ગયા ત્યારે હોટ કોફી સર્વ કરતી વખતે તારો ક્રિસ્ટલ ક્લીયર ફેસ જોઈ લાગેલું કે આજે તો ૧૦૦% મુન પણ બર્ન થવાનો જેલીસીમાં. રાત્રે જોયું તો સાચે જ એના બલેક સ્પોટ વધી ગયેલા. અને કોફી. ..યાર શું કહું. લાઈફમાં ફસ્ટ વાર આટલી સ્વીટ લાગેલી. રીઅલી. એનુ કેલીબર બીવરેજમાં પલટાઈ ગયેલું અને જાણે કે લીકર જેવો કેફ ચડેલો.
તું જયારે મોડા પડવાની કમ્પ્લેન કરે છે ત્યારે તારા સ્વીટ ફેસના એક્સપ્રેશન વાંચવામાં એટલો તો ક્રેઝી બની જાઉં છું.. કાન્ટ ટેલ .. તારા ડ્રીમમાં લટાર મારતો ટાયડ બની ક્યારે બ્લેન્કેટમાં પોઢી જાઉં છું.. ડોન્ટ નો..!
બસ એક વાર મારા હાર્ટના બ્લેન્ક કેનવાસ પર તારું નામ કોતરી દે પછી જો. મુન-સ્ટાર લાવી દેવાની ફેન્ટસીમાં નહી.. બટ રીઅલમાં તારા પેરેન્ટ્સ સામે તારી સાથે ડાન્સ કરવા રેડી છું. પછી ભલે તારા ડેડ મને ડેન્ટીસ્ટ પાસે મોકલે…. આઈ ડોન્ટ કેર. મારો પ્રેમ તો મેરીડ ઇન્ડિયન વુમન ના વેઇટ ની જેમ વધતો જ રહેવાનો…:P એમાં કોઈ દિવસ દીક્રીઝ થવાનો ક્વેશ્યન આવશે નહિ.
આપણું મિલન એવી રીતે ઉજવીશું જાણે.. ફૂલ વર્લ્ડ તાજા ખેડેલા ફિલ્ડની કલે વડે બ્લેક ફોરેસ્ટ કેકની પાર્ટી માણશે..! જો કન્ફર્મ કરી દઉં કોઈ કેલીમીટી નહિ આવે તો તારા દિલના કિંગડમનો ક્લેફ તો હું જ બનીશ.
બસ ગોડને એટલી પ્રે કરીશ.. કે મારી હોપ કોલેપ્સના થવા દેતો… નહીતર હું કઈ ફીનીક્સ નથી કે ફરીથી બેઠું થઇ જઈશ..:(
બસ એ જ ..ઓન્લી યોર્સ … લવેબલ …:)
~એજ તન્મય..!