શનીવાર બપોરનો એક દોઢનો સમય કાગળ પેન કઈ કઈ લખવા બેઠો,,,, પણ બસ ખંજન જ દેખાઈ રહી હતી કાગળ પર, શબ્દોનેય બહારની ૪૦+ ડીગ્રી ગરમી નડી રહી હોય એમ બાષ્પીભવન થતું હતું! બહારની ગરમી જાણે અંદર પણ વર્તાઈ રહી હતી. સુસ્તી અને એકાદ ડીગ્રી તાવ પણ હશે..[ 😦 ]
ત્યાં જ મારી કવિતા (ખંજન) બારણેથી ડોકાઈ,, “બપોરે ૩ થી ૬ મોક્ષમાં પિક્ચર જોવા જઈએ છે બીજું કામના હોય તો આવીશ અમારી જોડે??”
મેં અચાનક આવી પડેલા બોલને કેચ કરતા ટૂંકાક્ષરી જવાબ વાળ્યો,,,,,”હા!” (આમેય ખંજુને ના કહેવાનું મારામાં ક્યાં ગજું હતું!) જવાબ સાંભળી તરતજ પાછુવળી જોયા વગર બોલતી ગઈ… “તો અઢી વાગ્યે તૈયાર રહેજે!”
હું એને જતી જોઈ વિચારતો રહ્યો. થોડીવારે તંદ્રા તૂટી ત્યારે થયું કે કેવી રીતે જશું એ તો પૂછ્યું જ નહી!?
મેં તેને ફોન કર્યો,,, ‘કાશ ફોનની જેમ દિલ પણ એની સાથે જોડાઈ જાય તો કેવું…!!!’ વિચારો સચિનની કરિયરની જેમ ચાલી રહ્યા હતા અને…”તારી ટીકીટ આવી ગઈ છે,,,, હવે ના આવવાનું કોઈ બહાનું ચાલશે નહિ..!!!” (ભૂતકાળના અનુભવો પછી એ આજ રીતે ઓર્ડર કરતી..!! હા કહી ના પડવી મારી જૂની આદત એ જાણતી હતી..!!)
થોડું મલકાઈ કપાળે ટપલી વાગી ગઈ..! અને બોલ્યો “મને બોલવા તો દે મારી માં.! એ પૂછવા ફોન કર્યો છે કે કેવી રીતે જાશું અને કોણ કોણ છે?!”
“હું અને મારી ફ્રેન્ડ એકટીવા પર જશું તું તારી રીતે આવી જજે.” ફરી કટ..! કદાચ એ આગળ સાંભળવા જ નોહતી માંગતી!
પછી SMS કર્યો.. ‘સોરી, મને એમ કે એકલરામ તન્મયજીએ “નાં” પાઠવવા ફોન કર્યો છે..’ કેવો ટોણો માર્યો..! વાહ..! આ લાઈફમાં આવી જાય તો મને સુધારી નાખે..!! વિચારતો વિચારતો SMS ફરીથી વાંચી ગયો..! (જાણે ખંજુને જ વાંચતો હોઉં એવી ફીલિંગ સાથે..!)
થોડી સુસ્તી હજીય વર્તાઈ રહી હતી (એ આવી મુલાકાત લઇ ગઈ તો પણ!) છતાં તૈયાર થવા ઉભો થયો.
અઢી વાગ્યે મોક્ષ પર પહોંચ્યો, મેડમ દેખાયા નહી એટલે ફોન કરવાજ કરતો ત્યાં ગુલાબી સલવાર કુર્તા માં સજ્જ બ્લેક એકટીવા પર સવાર થઈ ડોકાયા! કવિતા આજે ગઝલ લાગી રહી હતી! દુર થઈ ઈશારો કરી પાસે બોલાવ્યો અને ‘હુકમ મેરે આકા’ ની અદા માં હું ત્યાં ગયો!
ટીકીટ હાથમાં પકડાવી અંદર જવા ઈશારો કર્યો, (એ મારી સાથે હતી કે નહી) જોયું તો આખું લશ્કર હતું! પોળના દોસ્તો પણ હતા.. સૌ ની સાથે હું પણ જોડાયો!
‘એ મારી સાથે કેમ ના આવી, એ બાજુમાં કેન ના બેઠી, એકલી ફિલ્મ જોવા કેમના લાવી??!!’ એક બાજુ ફિલ્મ ચાલુ થઇ અને આ બાજુ દિમાગમાં સેહવાગની ૨૦૦+ રન વખતે બોલરોની થઇ એમ વિચારોની ધોલાઈ શરુ ! એની સામે જોયું તો એક રસ થઇ ફિલ્મ માણી રહી હતી.. જાણે દ્રવિડની ક્લાસિકલ ઇનિંગના ચાલતી હોય… [ 😦 ] મારી સાથે તો વાત પણ નોહતી કરવી તો મને જોડે કેમ લાવી, ધૂળ ફાકવા..??!!
અચાનક મેડમની કૃપા દ્રષ્ટી પડી અને અમારી આંખો પણ મળી! કોણ જાણે શું થયું, અચાનક મારી બાજુમાંજ આવી ગઈ! હિરેનીયાને હડસેલી! (કદાચ મારા વિચારો સાંભળી ગઈ લાગે છે!)
કેમ સારું નથી..??
શું..??
વેરી ફની.. હવે ફિલ્મ જોવા આવ્યા છીએ તો એજ પુછીશને..!!
ફિલ્મ જુવે છે કોણ..!! માથું દુખે છે અને સુસ્તી પણ છે એટલે મુડ નથી બસ..
એને મારો હાથ તપાસ્યો અને બોલી..”ઓહ્હ.. તું તો મોક્ષના એસી માંય ગરમ છું..! ગાંડા પહેલાના કહેવાય..??!!
મેં એને ઈશારો કરી ચુપ રહેવા કહ્યું
પણ તને તો તાવ છે તનુ..!!?? વ્યાકુળ સ્વરે મેડમ ઉવાચ..
હા, સવારથીજ હતો, ખંજુ મેડમને ના કહું તો ખોટું લાગી જાય ને, એટલે હું રેડી થયો આવવા!
હવે એ બસ… મારી સાથે જ હતી,, ઈન્ટરવલ માં સૌ બહાર ગયા તો પણ ..!(હીનાને કૈંક લાવવા માટે કીધું અને પછી આવી ગઈ!) હવે મને કૈંક લાગી રહ્યું હતું એના વર્તન માં! એ મિત્ર થઈ કદાચ વધારે મારી સંભાળ લઇ રહી હતી! બીજું કઈ પણ હશે માત્ર દોસ્તી તો નથીજ. મન એટલીસ્ટ એક તારણ પર તો આવીજ ગયું!
ફિલ્મ પતી, અને સૌ નાસ્તો કરવા ફૂડ કોર્ટ તરફ વળી રહ્યા હતા અને મેડમ નું ફરમાન છુટ્યું.. “તન્મય ને તાવ છે, હું એને લઇ ઘરે જઈ રહી છું, નાસ્તા ની ઈચ્છા નથી… અને હીના તું દીક્ષા સાથે આવી જજે..!” (એ અને હીના સાથે આવ્યા હતા)
સી યુ લેટર…….ની આપ લે કરી અમે છુટા પડ્યા સૌથી, ખંજુ એકટીવા છેક પાર્કિંગ પ્લોટ થઈ સીડી સુધી લઇ આવી! જેથી મારે ચાલવુંના પડે! ઈશારા થઈ બેસવા કહ્યું અને બંદા ગોઠવાઈ ગયા! (છોકરીની પાછળ ઘણા ઓછાને બેસવા મળતું હોય છે!)
ખંજુની પાછળ બેસી એના એસી માં સહેજ ભેજવાળા થયેલા એના વાળની ભીની સુગંધ મારા શ્વાસમાં અનુભવી રહ્યો, એની મરોડદાર ગરદનને જોઈ મોરને કલ્પી રહ્યો, એનો દુપટ્ટો જાણે અમને સમાવી લેવા થનગનતો હોય એમ હવામાં ખુલ્લા મને ઉડવા લાગ્યો!
કોણ જાણે ક્યાંથી હિમત આવી ગઈ,, અને આરપારની વાત કરી લેવાનો નિર્ણય કરી, ઘરની વિરુદ્ધ દિશામાં, ચ્હાની ટપરી પર એકટીવા રોકાવી દીધું! (એક પણ શબ્દ બોલ્યા વગર મને અનુસરતી રહી!)
બંને દાખલ થયાં અને ટેણીએ આવી, ટેબલ પર પાણીનો જગ મુક્યો અને પંખો ચાલુ કર્યો, મેં બે ચ્હાનો ઓર્ડર આપ્યો!
પ્રશ્નાર્થ ચિન્હ સાથે એને મારી સામે જોયું અને મેં કીધું..: “આઈ નો, તને કોફી પસંદ છે, આજે ચ્હાની અનુભૂતિ પણ કરી લે..!”
એક નાનકડી સ્માઈલ સાથે અનુમતિ આપતા, એ વાંકી વળી એના સલવાર પર લાગેલા દાગને સાફ કરી રહી હતી અને હું યુવીની જેમ છ બોલ માં છ સિક્સ મારવાની હિમત જુટાવા હદય અને હોઠને સ્ટ્રેચ કરી રહ્યો!
ટટ્ટાર થઇ એને સીધોજ મારા હાથ પર એનો હાથ મૂકી પૂછ્યું..”તાવ વધુ છે..??”
અને બસ.. યુવીની બેટિંગ આવી ગઈ! એના હાથ પર બીજો હાથ મુકતા પૂછ્યું.:”ખંજુ એક વાત કહું..??”
ખંજુ જાણે આજ પળની જ રાહ જોતી હોય એમ એટેન્શન માં આવી ગઈ! ચહેરો હલાવી મુક્સંમતી આપી! (એના મન માં તો હતુજ.. આ વેદિયો કવિ, જો આજે નહી બોલે તો ચોક્કસ મારા છોકરાઓને ભાણીયા કહીને જ બોલાવશે! કાલ તો છોકરો જોવા આવાનો છે ઘેર, અને એનેનાં પાડવાના કારણો પાછા ક્યાંથી ગોતવાના… [ 😦 [:(] [:(] ]
“ઘણા સમયથી કહેવું હતું પણ તારી અદાઓ, તારા વ્યક્તિત્વ સામે નાસીપાસ થઇ જતો! આજે તારા કેરીંગ નેચરના દર્શનના થયાં હોત તો કદાચ આજે પણ કહીના શક્યો હોત!…. કેન યુ લીવ વિથ મી..!!??…. મારી જીવનસંગીની બની.. જીવનભર આજ રીતે.. મારી કેર કરીશ..!!??
બસ.. પછી તો ચીર દીર્ધાયું નીરવ શાંતિ વ્યાપી ગઈ!… ચ્હા પીતાં પીતાં એકાદ બે વાર એને બસ મારી સામે જોયું.. મને થયું… તનીયા .. નક્કી કાચું કપાઈ ગ્યું..!.. હવે સુધારવાના રસ્તા વિચરવા માંડો!
ચુપ ચાપ ચ્હાને ન્યાય આપી અમે બહાર આવ્યા,, અને ખંજુ બોલી..” તનુ….. કેન યુ ડ્રાઈવ મી..!!?? જો તું મને દોરી જાય તો હું તોજ.. [ 😛 ]”
ઓયે હોયે…. અપનીતો નીકલ પડી.. સટાક કરી એક્તીવાની ચાવી એના હાથ માંથી પડાવી લીધી.. ” યા, ડીયર,, આઈ ડ્રાઈવ યુ ફ્રોમ નાઉ……ટીલ ફોરેવર..!!” પછીતો એ મને પાછળથી વીંટળાઈ ગઈ,, જુઈની વેલની જેમ..!… અને અમે ચાલી નીકળ્યા જિંદગીની સફર ખેડવા.. એકમેકના સથવારે!

આજે આવાત એટલે યાદ આવી..
કહું છું… આ ડબ્બો તો ઉતારી દ્યો.. (રસોડામાંથી ખંજુનો સાદ આવ્યો.. લગ્ન ને ૭ વર્ષ થયાં હતા છતાં એ એટલીજ કમસીન હતી!.. અને બંદા તો હતાજ દીવાના. પહેલેથી!)
અરે પ્લીઝ તનુ.. આ શું.. ક્યારના ટેબલ પકડી બેઠા છો..?? ડીઅર પ્લીઝ્ઝ.. મારાથી નથી લેવાતો.. તમે આવો ને..!!??”
પહેલા સાદે સાંભળી લઉં તો આ પાછળનો ડીયર વાળો ક્યાંથી સાંભળવા મળે..??!!!
જી મેડમ.. આવીગયા.. ફરમાવો શું હતું..??!
વેરી ફની…!! આ બીજો ડબ્બો… પ્લીઝ્ઝઝ્ઝ્ઝ….
પણ મને શું મળશે..??
અરે..?? મારું કામ છે… અને મારી પાસેથીય વસુલાત..??!! પાગલ જ છું તનુ..!!
હાસ્તો.. પાગલ તો ખરોજ ને.. તારો, તારા પ્રેમનો, ઓકે ચલ ઉતારી દઉં..!!
અને ડબો ઉતારવા કરતા મેં ખંજુને જ ઉઠાવી લીધી..! “જો બંનેની વાત રહી ગઈને..! તારો ડબ્બો પણ ઉતરી ગયો અને મેં તો નાજ ઉતાર્યો..!
વેરી ફની.. હવે મને નીચે કોણ ઉતરશે..??!
નારે,,, એ પાછુ બીજું કામ,,, પહેલા કયો,, શું આપશો પછી વાત..!!
અરે તનુ.. પ્લીઝ્ઝ્ઝ યાર.. ધ્યેયની બસ પણ આવતી હશે..! આજે પાસ્તાની ડીમાંડ કરીને ગયો છે સ્કુલે.. નહી બનેલા હોય તો મારી આવી બનશે.. પ્લીઝ્ઝ્ઝ ઉતારોને..આઉચ.. જો પડી જઈશ ને..??!!
નો……… નો………. નો……….પહેલા કયો શું આપશો………….પછી જ વાત..
બાપ રે.. આજે તો બુરી ફસાણી….. ઓક્કે મારા મોટા ધ્યેય… બોલો શું જોઈએ.. ??!!!
બસ.. આપના કોમલ હાથે બનેલી.. એક મસાલેદાર ચ્હા..!!
ફરીથી એજ નજરો…આશ્ચર્યની.. મને જોતી રહી અને.. વર્ષોનો તકિયા કલમ… ફરીથી ચિપકાવી દીધો… “ચ્હા પીધા વિના..ચ્હાહ ક્યાંથી લાવીશ.!!”
શરમાઈ ગઈ.. એક હળવો મુક્કો મારી.. ભેટી ગઈ…!!!
~એજ..તન્મય..!