ઓફ્ફ્ફ્ફફ્ફ.. [ 😦 ]
ઓકે.. આર યુ ફ્રી..??
એટલે..??
એટલે એમ કે….. હાથ લંબાવી સાથે આવવાનો ઈશારો કર્યો, એનો હાથ મને સોંપી આંખોથી જ “હા” કહી. એની કારની ચાવી ઉઠાવી એને ય ખેંચી.. એક અધિકાર સાથે! એય મુક સંમતિ સાથે મારી પાછળ ખેંચાઈ, હાથ છોડાવ્યા વગર! (સ્પર્શની અનુભૂતિનો અવસર કોને છોડવો હતો??!!) કોફીશોપથી બહાર નીકળી કારની ડ્રાઈવિંગ સીટ સંભાળતા બેસી જવા કહ્યું. (મારી કાર મેં ત્યાંજ મૂકી રાખી!)
પણ ક્યાં..?? મારી બાજુમાં ગોઠવાતા બોલી.
ભરોસો છે..?? (હવે મારા માં શાહરૂખ ઘુસી ગયો હતો!)
અરે..??.. કનીઝ કે સાથ મલ્લિકાએ સલ્તનત જહન્નમ મેં ભી આને કો તૈયાર હૈ..!!.. ખુશ…???? એક નાનકડી સ્માઈલી જેટલું હસી મેડમ ઉવાચ! (લાડ માં એ મને કનીઝ.. તો પોતાને “રઝીયા સુલતાન” સમજતી જે કદાચ સાચું પણ હતું..!)
અપેક્ષા મુજબનો ઉત્તર સાંભળી થોડો પોરસાયો અને પીકઆવર્સના શહેરી ટ્રાફિકને વીંધી, વીસેક મિનીટની ડ્રાઈવ પછી એસ. જી. હાઈવે પર એક ઓછી અવરજવર વાળા સ્થળ પર જઈ, એન્જીન ઓફ કરી એને બહાર આવવા કહ્યું. (રસ્તામાં સાથે પાણીની બોટલ લઇ લીધી હતી) અત્યાર સુધી એ કૈં જ બોલી નોહતી જયારે મેં સિફત પૂર્વક વાતો ટાળી હતી!
રોડથી સીમ તરફના દરવાજે કારને ટેકે સ્થાન લીધું અને એને બિલકુલ મારી સામે એકાદ ફીટના અંતરે લાવી આંખો પરોવી પૂછ્યું : તન્વી………….. શું થયું..?? બોલ હવે..! કોઈ બીજું સાંભળનાર નથી અહીં..! કહી દે જે બાકી રહ્યું છે,,, બધુજ..! તું એટલી ગુમસુમ રહેવા નથી સર્જાઈ..! તારું મૌન મને પણ અકળાવે છે..! પ્લીઝ્ઝ્ઝ યાર.. [ [:(] ]
એકાદ મિનીટ નિરવ શાંતિ….
અને પછી જાણે લાગણીના ઘોડાપુર માં તણાઈ ગઈ હોય એમ, રીતસરની ઢળી આવી મારા પર! વર્ષો પછી મળ્યા હોઈએ એમ (હા.. કદાચ આરીતે તો હજી પહેલીજ વાર ને!) શ્વાસ લેવો મુશ્કેલ પડે એરીતે મને ભીંસી લીધો! હોઠ હજીય મૌન હતા પણ એની આંખો નઠારી બની ખભે ઢળતાજ વહી નીકળી! હું ય અનાયાસેજ અજાણી ફીલિંગ સાથે ખેંચાયો. મારો એક હાથ એને કમર થી ભીંસી રહ્યો અને બીજો ખુલ્લા વાળમાં પ્રસરી સાંત્વના આપી રહ્યો! આમેય અમારી વચ્ચે હવાને ય આવકાર તો હતો જ નહી…. હવે અવકાશ પણ ના રહ્યો..!!
થોડી આવી ગમતીલી ક્ષણો પછી હોશ માં આવ્યો અને કહ્યું…: તન્વી…….. ઇટ્સ અ પબ્લિક પ્લેસ..!… શબ્દો સાંભળતાજ જાણે તંદ્રા માંથી જાગી હોય એમ… ઝટકા સાથે અળગી થઇ ગઈ. ‘એકાંત માં નારી વધારે એક્સ્પ્રેસીવ હોય છે’,,,,, વાંચેલી વાત ને અમલમાં મૂકી… અને લાગ્યું હા ખરેખર એ આજે “ખુલી” હતી!
હવે એ સામે હતી.. સાથે લાવેલી પાણીની બોટલ થી ફ્રેશ થઇ અને જાણે બોટલ લેવાનો સંદર્ભ સમજી ગઈ હોય એમ લહેકા સાથે…ખામોશ….થોડી રીલેક્સ.
મેં એના કપાળે એક હલકી ફુલ્કી બ્લેસિંગ કિસ આપી અને હરકત પર ઓવારી જતા એક્ષ્પ્રેશન્સ આપતા બાજુમાં આવી, ડાબા ખભે ચહેરો ટેકવી બોલવાનું શરુ કર્યું..:
“તન્મય… આમ તો કશુજ નથી થયું,, અને આમ સમજ તો આખી જિંદગી બદલાઈ ગઈ છે! એકાદ વર્ષની ઓળખાણ અને ચારેક માસના રીલેશન માં ક્યારેય નથી અનુભવી એવી ફીલિંગ્સ આ ૪ દિવસ માં જીવી ચુકી છું! મારી દરેક નાદાની, અલ્હ્ડતા, જીદ મને ખુદને તું કેટલી સાહજિકતા થી સ્વીકારી રહ્યો છે ..!!!!
તારી એ દરેક વાતો, શાલીનતા, સજ્જનતા,,,,,, ડગલે ને પગલે મહેસુસ કર્યો છે તને,,,,,! ડચકા ખાય છે હદય તારા વિના!… આ ચાર દિવસ માં એક પૂર્ણ વાક્ય ડુસકા ભર્યા વગર પૂરી સ્વસ્થતાથી નથી બોલી શકી! દરેક ક્ષણે બસ તનેજ જીવ્યો છે મેં! પછી એ જોઈનીંગ પાર્ટી હોય કે બીઝનેસ મીટીંગ..!
સાચું કહું તો પહેલા મેં માત્ર લવ “કર્યો” હતો! જેને હું એક ખેંચાણ થી વધારે કઈ સમજતી નોહતી,, અને આ ચાર દિવસ માં મેં એને “જીરવ્યો” છે!.. તારા વગર જીવવાનું તો શું… શ્વાસ પણ શક્ય નહી બને મારાથી!
I know now… who are you in my life..?? & dear.. I can’t live without you…!!”
I think now its my turn.. એટલે એનો ચહેરો સહેજ ઉપર કરી,, બંને આંખે કિસ કરી બોલ્યો.. “સોરી ડીઅર..!! આજે વગર વાંકે સૌથી વધારે આને (આંખોને) સહન કરવું પડ્યું છે..!! & યા I also can’t live without you…!!”
હવે એ પુરા રંગમાં હતી!.. એજ જૂની નખરાળી સ્મિત ફરકાવી બોલી… “ohh..! reallyy..?? but dear.. I want that your lips touch me at some special place…[ 😛 ]…!!!…….. ક્યા મલ્લિકાએ ઝન્નત કો કનીઝ કે હોઠો કા જામ નસીબ હોગા…….??!!!
“well in that case….. You have to wait for some more visits like this… [ 😀 ]… કનીઝ અપની હદે જાનતા હૈ..!!”……….. આનાથી વધુ સારો જવાબ એ વખતે ના સુજ્યો..!!
ઓયે હોયે…… તુમ્હારી અદાઓ પર મેં વારી વારી… !!!! ………અને ફરીથી એવુજ હાર્ડ હગ..!!!
સાચેજ યાર…. simply unpredictable.. બિલકુલ પાગલ છે…. સાચવવી ભારે પડવાની…!!!!! એને છાતી સરસી ચાંપી પોતાની સાથે વાત કરતા અનાયાસે ઉપર જોવાઈ ગયું…
આજે ચન્દ્ર પણ મારા ચાંદને ખીલેલો જોઈને… પીળો પડી ગયો હતો…!!!
~એજ..તન્મય..!
khubj saras..
AABHAR DOST
મજા પડી ગઇ ભાઈ…જોરદાર
AABHAR DOST 🙂
વાહ!! વાહ!! ખરેખર આ વાંચી ને એવું લાગ્યું કે જાણે 3D માં હોય!! ડાઈરેક્ટ હાર્ટ ને ટચ થયું! Too Good! keep it up! 🙂
thanks bhai….