I LOVE YOU…!!!
અમને મળ્યાને હજી અર્ધો કલાક થયો હશે, અને આ ત્રણ શબ્દો.. લગભગ દસેક વાર એના મોઢે સરી ચુક્યા હતા. આજે એણેય મૌનની પરિભાષા અપનાવી હતી. કાયમી રીતે શોર્ટ નોટ જેવા લાંબા લચક સવાલોનું સુકાન આજે મેં સંભાળ્યું હતું અને એકાક્ષરી કે ટૂંક માં જવાબો આપવાનું એણે! વધુ બોલતી નોહતી છતાં જવાબોને અંતે એક લાગણીસભર…LOVE YOU અચૂક આપતી.
યસ,, આજે અમે ચારેક દિવસના અંતરાલ પછી મળ્યા હતા. એક પ્રી પ્લાન્ડ ઓફીસીઅલ ડેટ પર…એક જ શહેરમાં હતા ત્યારે ૫, ૧૦ મિનીટની ઉડતી મુલાકાત માટે પણ ટાઈમ સ્પેન્ડ કરી લેતા…..ઓલમોસ્ટ રોજ. એના સુરત શિફ્ટ થયા બાદ એ સિલસિલો ફોન અને sms સુધીજ સીમિત રહી ચુક્યો હતો. આજે અમે બકાયદા પ્લાન સાથે મળ્યા હતા, ટાઈમ, પ્લેસ અને ડ્રેસ કોડ ફિક્સ કરીને.
એની બોડી લેન્ગવેજ, ડ્રેસિંગ સેન્સ દરેક માં એક અછોતરી મેચ્યોરીટી છલકાઈ રહી હતી. એનો (મારો પણ! સૌથી પ્રિય એવો પ્લેન બ્લેક અનારકલી મરૂન બોર્ડર, સાથે વ્હાઈટ ગોલ્ડ ચેઈન, એમાં મારું ગીફ્ટ કરેલું ડાયમંડ પેનડેંટ, એક હાથે બ્રેસલેટને બીજા માં ટાઈટન રાગા, પગમાં ૨.૫ ઇંચની હાઈ હિલ.. વાહ.. વૈભવી સાદગી સાથે સુંદરતાનો સમન્વય સાક્ષાત મારી સામે હતો. બ્લેક ડ્રેસ એના કંઠને વધારે હાઈલાઈટ કરી રહ્યો હતો. હું બોરોસીલ પાઈપ ગ્લાસ વડે પિવાયેલા પાણીની એક એક ધાર જોઈ શકતો, લગભગ ૧૭૬ ml પાણી અંદર ઉતર્યું હતું.. આઈ બ્રો, આઈ લાઈનર્સ, મસ્કરા, હોઠ પર ડલફીનીશ લીપસ્ટીક, લીપ લાઈનર્સ,,, વાહ.. શું લાગી રહી હતી. સ્થળ સમયનું ભાનના હોત તો……………..
હા.. આજે હું પણ પ્રીપ્લાન્ડ હતો એટલે તૈયારી સાથે ગયો હતો. નક્કી જ હતું બસ આજે તો મન ભરી માણવી છે, પીવી છે, જોવી છે, કેટ કેટલી વાતો કરવાની બાકી છે, ૪ દિવસ… ૯૬ કલ્લાકના હિસાબો લેવા છે, આપવા છે, એના અનુભવો, અલગ શહેર, પરિવાર થી દુર, નવો માહોલ, નવી જગ્યા, નવા લોકો, નવા વિચારો, બધુજ સાંભળવું છે.
અને આ,,, આજે રહસ્યમય વર્તાવ કરી રહી હતી.. એટલી મૌન હતી કે અમારો ઓર્ડર (રેગ્યુલર ટી & કોલ્ડ કોફી) પણ વિકાસ (વેટર) સામેથી પુછી ગયો હતો. એક જ રટણ…. I LOVE YOU …. સાથે વારે વારે આંખના ખૂણા સાફ કરતી.. પુછ્યું તો કહે,, “અહી આવતા પહેલા “કૈંક” પડ્યું છે આંખ માં..” બોલો ચિલ્ડ એસી કારમાં અને કોફી શોપના ડસ્ટ ફ્રી એટ્મોસ્ફીયરમાં પણ મેડમની આંખોમાં “કૈંક” પડ્યું હતું..
હવે મારી ધીરજનો અંત આવી રહ્યો હતો એટલે મેં જ એટેક કરતા સીધો જ એનો હાથ પકડી (પહેલીવાર) એકી શ્વાસે બોલી ગયો.. બધીજ વ્યથા, સવાલો, જવાબો, બનાવો, ઘટનો, સવા ચાર મહિનાના રીલેશન વચ્ચે કહેવાની રહીગયેલી વાતો આજે કોણ જાણે કેમ કહેવાઈ ગઈ… વિકાસ પણ આશ્ચર્ય સાથે જોઈ જ રહ્યો હતો ઓર્ડર પકડીને. એ અમને ખલેલના પડે એજ રીતે સર્વ કરતો. બિચારાને ઓર્ડર પણ પાછો લઇ જવો પડ્યો.. ટી ઠંડી થઇ ગઈ અને કોલ્ડ કોફી ગરમ… વાતચીતનો અંતરાલ પડે એની રાહ જોવા માં..
છતાય એ કઈ બોલી નહી એટલે…. એક છેલ્લો સવાલ પૂછી લીધો… “ડીઅર.. કૈંક તો બોલ..?!”
અને એના કંપતા હોઠ ધ્રુજતા સ્વરે એટલુ જ ફફડી શક્યાં….
I LOVE YOU ….!
ઓફ્ફ્ફફ્ફ……
~એજ..તન્મય..!