YOU HAVE TO COME DEAR……. Yes, defiantly I will come

રાત્રે ૧.૫૦ વાગે મેડમ નો SMS … ‘open your inbox ‘……… અને સીધોજ ભાગ્યો લેપ્પી પાસે.. ધડકતા હૈયે ઓપન કર્યું.. આજે આને ખૂલવામાં કોણ જાણે કેમ વધારે વાર લાગી રહી હતી! લેપટોપ પણ દુશ્મન.. ઓફ્ફ્ફફ્ફ…. [ [:(] ] આશરે ૭૪ સેકંડ પછી ચાલુ થયું! સીધોજ મેલ ઓપન કર્યો અને…………..
———————————————————————————————————————————

From: Tanvi Jain <tanvi.jain@yahoo.co.in>
To: Tanvay Shah <tanvay.shah@rocketmail.com>
Sent: Saturday , 21 April 2012 1.32 AM

Subject: Yes, defiantly I will come

ઓયે હોયે…. શું વાત છે… આજે મેલ પર..! What a pleasant surprise …………!

સૌથી પહેલા તો Thanks…!!! હવે આ Mailbox પણ ખોલવાની મજા આવશે…!! આ એકજ જગ્યા એવી હતી જ્યાં તારો પડછાયો નોહ્તો.. આજે અહી પણ તું દેખાઈ ગયો!.. ફોન, SMS, ચેટબોક્સ, ફેસબુક, ટ્વીટર અને આજે મેલ માં!

તું ય surprise આપવામાં પાવરધો બની ગ્યો!.. ચલ.. કૈંક તો અસર આવી મારી! અને એટલેજ મેં ય Mail જ કરવાનું વિચાર્યું! શું છે કે કોઈકે (કદાચ તેં જ)કહ્યું હતું મને ‘સવાલ જે રીતે પુછાયો હોય, એજ ભાષા માં જવાબ આપવા આવે તો વધારે Effected લાગે છે…. ખરું ને…!!!

ખબર અંતર તે પૂછ્યા નથી પણ કહી દઉં.. All is well! બધુજ જેમ હોવું જોઈએ એમજ છે. બેંક, ઘર, ઝાડ, પાંદડા, પશુ, પક્ષીઓ બધુજ! કોઈ ને કોઈ જ તકલીફ નથી, સિવાય હું! અહી સૌ કોઈને મારીજ ફિકર છે! તન્વીમેમ, તન્વીજી કરતા થાકતું નથી કોઈ, ભલે પછી એ સામાન્ય FOS હોય કે સુપર બોસ..રાજન સાવંત!

હા, તને વાત કરવી જ રહી ગઈ છે, રાજનનું સ્ટ્રક્ચર એપ્રિલ માં જ ચેન્જ થયું છે! વિથ ઈમીડીયેટ ઈફેક્ટ..! નાઉ હી ઈઝ માય સુપર બોસ! MBA માં મારા સીનીયર હતા! ૨.૫ વર્ષ આગળ! એમનું લાસ્ટ અને મારું ફર્સ્ટ સેમિસ્ટર જોડે જ હતું! એ વખતે ૬ માસ દરમ્યાન એમણે મને ઘણી હેલ્પ કરી હતી, કેમ્પસ અને કોલેજ સમજવામાં! તને તો ખબર છેજ ને.. અમદાવાદ થી મુંબઈ.. હાયર એજ્યુકેશન( MBA ) ત્યાંથી કર્યું હતું!

તને તો ખબર જ છે ને… જેટલું વધુ ધ્યાન આપો એટલુજ વધુ ખુંમ્પ્તા જાઓ! એટલેજ તો કીધું હતું.. કદાચ નહી અવાય..! રાજન અત્યારે ઘણું રાહતનું કામ કરી રહ્યો છે મારા માટે! દરેક નાનામાં નાની જરૂરિયાતો, તકલીફો, પ્રોબ્લેમ્સ બધું જ શેર કરી શકું છું એની સાથે! સાચો મિત્ર બનીને જોડે ઉભો છે મારી!

સોરી યાર, મેલ છે એટલેજ થોડી પ્રોફેશનલ થઇ ગઈ… [ 😛 ] ચલ હવે આપણી વાત…. છત્રી… હ્મ્મ્મમ્મ્મ જનાબની નજરો પણ તેઝ બનતી જાય છે! ગીરીશ પાછો આવી ગયો એમને..!! (આપણા દિવસો ક્યારે આવશે, પેલો ભાગીને લગ્ન કરી, પાછોય આવી ગ્યો..!) અને ભગ્ગું (ભગવાન) જોડે હમણાં નું સેટિંગ બગડી ગયું છે! કૈંક આપે છે તો કૈંક લઇ લે છે. નહી તો વરસાદ કંઈ મારા કહેવાથી જો આવવાનો હોત તો સુરતમાં વધુ એક વખત પુર તો નિશ્ચિત હોત!

તને શું કહું,, આંખો એટલી રડી છે કે હવે તો લોકોના નળમાં આવતું તાપીનું પાણી પણ ખરું થઇ ગયું છે! કેવી રીતે વીતે છે વખત શું ખબર તને! એક એક ક્ષણ એક એક યુગ સમી લાગે છે. તને શું લાગે છે અહી એકલી ઘર પરિવાર થી, તારાથી દુર મોજ મસ્તી કરું છું..?? અને જીવતી લાશને તે વળી અરમાનો કેવા?? છેલ્લે જયારે તને મળી, એ પછી ક્યારેય લીપ્સ્ટીક સુદ્ધા લગાવી નથી! અને તું ઓળખાણની વાત કરે છે! અરે ડફર… મારું વજન ૫૯ નું ૫૩ થઇ ગયું છે….. તું ઓળખી શકે છે ને!

ઇન શોર્ટ.. નથી જીવતું ડીયર તારા વગર! એટલેજ કદાચ કામ પ્રત્યે વધુ ધ્યાન અપાઈ જાય છે! માઈન્ડને ડાઈવર્ટ કરવું પડ્યું છે! હવે વિકએન્ડમાં રાજન સાથે જ પુના અને નાસિકની ઓફિસિયલ બીસનેસ ટ્રીપ ફિક્સ કરી છે!

પણ યાર, જોરદાર,,, તારી આ ફિલ્મી અંદાઝવાળી પ્રેમની ગુહાર સાંભળી (વાંચીને) હું તો પીગળી થઇ ગઈ! હવે તો ચોકસ્સ આવવું જ પડશે! દુનિયા જાય ભાડ માં…! સંડેનો Program ફાઈનલ..!!!

Wait for me… I will come for you only….. & than have lots of fun together!!!

હું તો તારીજ છું ને.. છતાય લે લખી દઉં..

Yours only…તન્વી… [ 🙂 ]

———- Forwarded message ———-
From: Tanvay Shah <tanvay.shah@rocketmail.com>
To: Tanvi Jain <tanvi.jain@yahoo.co.in >
Sent: Friday, 20 April 2012 11.26 AM
Subject: YOU HAVE TO COME DEAR

જોયુંને.. તને કહ્યું હતું…… યુ હેવ ટુ કમ તન્વી….!!!…… યુ હેવ ટુ કમ….

તારા એક sms ‘ I CANT COME THIS WEEKEND.. SORRYYYYYYY… PLIZZZZZZZ TRY TO UNDERSTAND….[ 😦 ]’ પરતો એટલું હદય ભરાઈ આવ્યું કે મૌસમ પણ રડવા લાગી! તારા પ્લીઝ માં ૭ વાર Z અને સોરી માં ૭ વાર Y ને હું તો સમજી જઈશ.. પણ આ મૌસમને કોણ સમજાવશે!

જોકે તને વધુ ફર્ક નહી જ પડે..! આમ પણ તું “છત્રી” વિના ક્યાં બહાર નીકળે છે! પણ જો યાર..ગઈ કાલે તારા SMS પછી જ વરસાદ ચાલુ થયો છે… અવિરત, અનરાધાર ભર ઉનાળે!

કૈંક તો હશે જ ને.. નહીતર આટલું ટાઈમ પરફેક્શન તો નાં જ આવે! ખબર નથી પડી રહી શું હશે..! પરંતુ અત્યાર સુધી એણે જ મને સાથ આપ્યો છે ને.. તારા વિરહમાં કે મિલનમાં! બાકી આ કેરીની સીઝનમાં મારે ગીરીશને રસની જગ્યાએ આદુમરચા થી ભરપુર ગુજરાતના દાળવડાનો ઓર્ડર તો નાં જ કરવો પડત..!

૧૫ દિવસના વહાણાં વીતી ચુક્યા છે તને જોયાને! જાણે એક યુગ વીતી ગયો… અને હવે વધુ ૭ દિવસનું એક્સ્ટેન્શન મારે કઈ રીતે સહન કરવું…?? જરા વિચાર તો કર.. આમ ને આમ તો અર્ધો થઇ જઈશ.. પછી તું ય કદાચ ઓળખી નહી શકે!

કેટ કેટલા પ્લાનિંગ કરી રાખ્યા છે..! સંડે તું આવશે અને ફૂલ ડે મસ્તી અને ધમાલ અને………… બપોરે PVR માં હાઉસ ફૂલ ૨ ને ન્યાય આપી, સાંજે કોફીશોપ માં ગોષ્ઠી… થોડી નોટી હરકતો એકાંતમાં..! અને પછી ફ્લોરીયા માં ડીનર અને આખરે અશર્ફીની કુલ્ફી..! અને તારા SMS એ તો આખા પ્લાનીગ પર આજે વરસે છે એવું ઠંડુ પાણી રેડી દીધું.. [ 😦 ]

બટ આઈ નો,, મારો આ મેલ વાંચી તારું હદય પણ ઉછળવા લાગશે એ મિલનની ઘડીઓ એનકેશ કરવા! મને ખબર છે તું સરપ્રાઈઝ માં માહેર છે! પણ માય ડીયર તન્વી…. એટલા બધા સરપ્રાઈઝ પણ ના આપ કે પછી આખી ઝીંદગી સરપ્રાઈઝ થઇ ને રહી જાય…!!

મેલ છે એટલે લખવું પડશે ને…!!

યોંર્સ ઓન્લી…

~એજ..તન્મય…!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s