મિત્ર..??!!

મિત્ર..??!! કેવો હોય..!!??!! છે ને અઘરો પ્રશ્ન!

કહે છે મિત્રો અને પ્રેમી બનાવાતાં નથી… બની જાય છે! કદાચ સાચું હશે પણ યાર, એ તમને સમજશે જ નહિ તો મિત્ર નહિ ચમચો ગણાશે! તમારી હા માં હા ભણતો, જેમ હલાવીયે એમ હલતો એક સિમ્પલ ચમચો!

ભગવાને આ એકજ રીલેશનમાં આપણી પર થોડી ઉદારતા રાખી છે! બાકીના બધાજ સંબંધો રેડીમેડ મોકલ્યા છે! પતિ-પત્ની એનું ઉત્તમ ઉદાહરણ છે! એ બંને એકબીજાથી વધુ સારા કોઈના મિત્રો નહિ હોઈ શકે..ગેરંટી સાથે કહું છું! અને એટલેજ કદાચ દુનિયાના સૌથી વધારે જોક્સ આ રીલેશન પર લખાયા છે! પતિ—પત્ની! મિત્રતામાં નોકઝોંક નહિ હોય તો શું ભગવાન અને ભક્ત વચ્ચે હશે!??!

વધુના ખેંચતા સીધી સાદી વાત કરી દઉં.. ક્યાંક આપણે જેને મિત્ર ગણતા હોઈએ એની લાઈફમાં જરૂરતથી વધારે ઇન્ટરફીયર તો નથી કરતાને??

સવાલ મેં નહિ તમારી જાતે તમને પૂછ્યો છે બાપુ! અને જવાબ મને નહિ પૂછનાર (તમારી જાત) ને જ આપજો! ફેસબુકના કહેવાતા મિત્ર વર્તુળ માં એકાદ એવો દોસ્ત પણ હશે જેને તમે પત્નીને કહો (ક્યારેક એનાથી પણ વધુ!) એટલી વાતો ખુલ્લા મને જણાવી શકો..?? અને એ પણ એ પૂછે એ પહેલા!!!! કદાચ નહિ હોય!

Image
અને જો હોય તો એને જતનથી સાચવજો બોસ, પણ એનેય સ્પેસ આપજો જેમ એ તમને આપે છે! એની વાત જાણવી હોય તો પ્રયત્ન એવો કરજો જેથી એજ સામેથી એના દિલના દરવાજા ખોલે! બાકી જો તમે CID ના દયાની જેમ પ્રશ્નોની લાત લગાવશો તો એજ પામશો! જે એ દયાને મળે છે! નિષ્પ્રાણ, નિર્જીવ (મૈત્રીની) લાશ!

મિત્રને એક અલગ હ્યુમન બીન તરીકે તો સ્વીકારો??!! એ તમારું પેટ (પાલતું પ્રાણી)  નથી ભાઈ! જેમ કહેશો એમ કરશે! સમજો.. એનેય અલગ વ્યક્તિત્વ, અલગ ઓળખાણ, અલગ પસંદ, અલગ વિચારધારા હોઈ શકે છે ને..!

Image

એટલે પોતાની સમજ એની પર થોપવાની ભૂલ કદાપીના કરતા યારો.. નહિ તો……એય જશે…!!!

થોડું વધારે પર્સનલી થઇ ગયું હોય તો માફ કરજો.. પણ એક મિત્ર પર વીતી છે એટલે એક મિત્ર જ સમજી શકશે!!!!

પ્રેમિકા પણ પોતાની વાત મનાવીને જ જંપે છે,,, જયારે આ મિત્ર છે! એને એટલો ય હક નથી..??!!!!!

~એજ..તન્મય..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s