એક વાત પુછુ..??
તારી આ વાત જ નથી ગમતી..! આમ શું વારે વારે પરમીશન લઈશ…?! ચલ બોલ..!
સાંજે ફરવા જઈશું..?
કેમ? ક્યાં?
વરલી સી ફેસ.. ચોપાટી.. બસ દરિયાના મોજા જોઈશું.. કૈંક ચટપટુ પેટ માં પધરાવશું.. થોડી મસ્તી, થોડી ગમ્મત, થોડી આઝાદી થી ખુલ્લા મને વાતો.. બસ.. બીજું શું..?!
હમમમ તે સીધે સીધું બોલ ને… ડેટ ઓફરે (ઓફર કરે) છે..!
એમ નહિ યાર..! ને હા, કદાચ એમ જ હોય તો પણ શું…??!!!… ખુશ…! હવે બોલ આવીશ..?
હમમ.. એ તો લાગ્યું જ મને… જોકે…..વિચારવું પડશે..!
લોલ.. છોકરીઓ ક્યારથી વિચારતી થઇ ગઈ….??!!… વાહ…! હવે બોલને યાર.. તું ના પાડે તો પછી બીજો પ્રોગ્રામ સેટ્વો (બનાવવો) પડશે ને..!!
એ.. બહુ સારું હોં..! (નોર્મલ કરતા ૮ થી ૧૦ ડેસીબલ ઊંચા તળપદી ઓરીજીનલ કાઠીયાવાડી અવાજે બોલાયેલો લેહ્કો.. એ બહુ સારું હોં….!! છોકરી જ એવી સર્વગુણ સંપન્ન છે ને.. કે.. અવાજ પણ….!) કીધું ને વિચારવા દે…! ઓકે ચલ ઈટી (જમી) ને કહીશ બસ..!
તું યાર, આમ સસ્પેન્સ કેમ રાખે છે..??
એજ તો મજા છે ને..! પછી તને પણ જો.. કેવી તાલાવેલી હશે..!!
એટલીય નહિ હોં… !… આ તો તું આટલાં દિવસો થી અહી છું..! ઘર તો એવું સજાવ્યું કે.. જાણે પોતાનું જ ના હોય..! એટલે થયું.. ઘરના સદસ્ય પણ ટ્રીટ ના હકદાર ખરા ને..! બાકી જો તમને જ કોઈ પડી ના હોય તો મારે શાને તસ્દી લેવી પડે..!!
બહુ સારું હોં…! આજે સવારથી કોઈ મીટ્યું (મળ્યું) લાગતું નથી ખેંચવા માટે..! અને દિવસો નહિ.. મહિના થી.. મારી પાસે ડેટ્યુ (ડેટનું કાઠીયાવાડી ઉચ્ચારણ..!) સાથે રાય્ટેલું (લખેલું) છે..!
તો સીધે સીધું બોલ ને.. આવીશ ને..?!!
ઓકે બાબા… ચલ આવીશ બસ.. હવે ઈટી લઈએ..?? મારે પછી સીટી માં જવું છે.. લેમ્પ્સની ડીઝાઈન દુકાનવાળાએ બદલી નાખી છે..! મને જે ગમી એ આ નથી.. એટલે..!
ઓકે મેમ.. જેવી આપની મરજી.. ૧૨ વાગે પણ જમવા માટે ઉતાવળી શકો..! આઈ એમ ટોટલી સરન્ડર્ડ..! આપનું જ હોમ છે..!
વ્હોટ એવર..! હાસ્તો અહી છું ત્યાં સુધી મારું જ્જ્જ્જ..! મામી એ મને પુરતી છૂટ આપેલી છે.. સો.. ડોન્ટ ડીસ્ટર્બ અસ..!
મારા સાજા થયા પછીના વીકે મીષાનું મારા ઘરમાં.. “રંગ રોગન” શરુ થઇ ગયું..! એ અને મામી (ત્યાં જામનગર બેઠા બેઠા એને દોરીસંચાર કરી રહ્યા.. અને આ મેડમ… ને તો જાણે કે છુટો દોર મળી ગયો..! જોકે સારુજ હતું.. એક રીતે.. આખરે તો ઘર મીષાનું જ બનવાનું હતું ને..! એટલે અત્યારથી એની જ પસંદ ફાઈનલ ગણાય એજ સારું..!
મામી પણ એની રજેરજની માહિતી મારી પાસેથી લઇ લેતા.. અને મને થોડી દોરવણી આપતા આગળ શું કરવું..!..સમજો ને એક મીડીએટરની ગરજ સારી રહ્યા..! વચ્ચે વચ્ચે મારો જુસ્સો પણ વધારતા, પ્રપોઝલ માટે..! શાબ્દિક કબુલાતને જે અવકાશ બચ્યો હતો..એ હવે એનકેશ કરવાનો હતો…કોઈ પણ ભોગે..!
આ બાજુ મેડમ મીષા…. ઘણી ખરી વાતો તો એ એમજ ઉપાલંભ માં લઇ લેતી..! પણ વધુ તો શું કહું….. ક્યારેક… મારા ફલર્ટ પર રિસ્પોન્સ પણ આપી દેતી…… શરમાઈ ને..! છેલ્લા ત્રણેક માસથી એની અવરજવર મારા ઘરમાં હતી..! કેટલાય પ્રસંગો બન્યા હશે જયારે અમે… એકલા પડ્યા હોઈશું…!
અને હું – નામે ડફોળ… હજીય એ ત્રણ શબ્દો એને કહી નોહ્તો શક્યો..! (જોઈ લો….. પ્રેમ કેટલો “અઘરો” છે..!) અને આજે પણ સાંજે એ દિશામાજ પ્રયત્ન…! હે ભગવાન… પ્લીઝ હેલ્પ મી…!! (આખરે પ્રેમ હોય કે પરીક્ષા… ભગવાન જ યાદ આવવાના…!)
& ફાઈનલી….અમે સાંજે નીકળ્યા.. જિંદગીની પહેલી “ઓફિશિઅલ ડેટ” પર..! એક જ ઘરમાંથી…! બંને સાથેજ..! મારું ડ્રાઈવિંગ તો સદંતર બંધ કરાવી દીધું છે સૌએ ભેગા મળી..! આજેય મીષા જ ડ્રાઈવ કરવાની હતી..
“ઓકે બોલ ક્યાં જઈશું..?” સીટ બેલ્ટ બાંધતા મેડમ બોલ્યા..
તને ગમે ત્યાં… આફ્ટર ઓલ યુ આર ઓન ડ્રાઈવિંગ સીટ..!
એ બહુ સારું હોં..! ઓકે ચાલો હુજ ક્યાંક લઇ જાઉં..! btw એક વાત ક્લીયર કરું..? બહાર તમારે જવું હતું… નોટ મી..! અને સાચી વાત તો એ હતી કે તમારે “મને” બહાર લઇ જવી હતી…!! અને હવે પ્લેસ મારે નક્કી કરવાનું…??!!
(ટોન્ટીન્ગ માં તો ગર્લ્સને કોઈ ના પહોંચે દોસ્તો..!)
સોરી મારી માં… લઇ લે.. બીચ તરફ…! રસ્તો યાદ છે કે બતાવું..?!
હમમ નાઈસ ચોઈસ..!..રસ્તો તો ખબર છે.. બાકી મને ક્યાં લઇ જવાનો હતો.. એજ કન્ફર્મ કરવું તું..! & તે ના કીધું હોત તોય હું ત્યાજ લેવાની હતી..!
અને આવીજ અલક મલકની થોડી મસ્તી થોડી કટાક્ષ ભરી વાતો કરતા અમે નીકળ્યા..! બીચ તરફ..
સાચું પૂછો તો એના ય દિલમાં ઘોડાપુર જ હતું વિચારોનું..! મને ઇન્કારનો ડર લાગી રહ્યો હતો અને એને..ઈકરાર નો ભય સતાવી રહ્યો હતો..! ભલે મહદ અંશે… એક મેક ને પસંદ કરી ચુક્યા હતા.. છતાંય એક સ્ત્રી સહજ શર્માશ…… કોણ જાણે ક્યાં થી ઉતરી આવતી મેડમ મીષા માં…! આમ તો એટલી ફાસ્ટ હતી કે ઈચ્છત તો એજ સામેથી પ્રપોઝ કરી નાખે..! એનાજ શબ્દો જે પાછળ થી સંભાળવા મળ્યા એજ શબ્દશ: અત્યારે આ લખાય છે ત્યારે યાદ આવી ગયા..!
“””પ્રેમ ની અનુભૂતિ થવી એ એક દૈવી બાબત છે. અને તેની અભિવ્યક્તિ કરવી એ એક કળા છે..!! જયારે જયારે તું મને ત્રાંસી આંખે જોતો ત્યારે મારા મનમાં થતું….. કે બસ….. દોડી આવું અને સમાઈ જાઉં તારી બાહોમાં.. એટલાન્ટીકને મળવા ગાંડીતુર બનેલી એમેઝોન ની જેમ…!! પણ શું થાય જેમ તું ઇનકાર થી ડરે છે તેમ હું ઈકરાર થી ડરું છું.. મારી દુનિયા તારીજ આસ પાસ ગૂંથાઈ ગઈ હતી..! તારો પ્રેમ મારું કેન્દ્રબિંદુ અને તારો વિશ્વાસ મારો પરિઘ….! મારું તો સમસ્ત જીવન તારી જ આસ પાસ ચકરાવો લીધા કરે છે..!”””
અને હું… ગોવિંદા કદાચ મને મળ્યો હોત તો એની ન.૧ સીરીઝ ની એક વધુ ફિલ્મ ઉતારી દીધી હોત…. જેનું નામ હોત… “ડફોળ ન.૧”..! અહી પણ એજ આડી અવળી વાતો જ કરી શક્યો… એકાદ પ્લેટ પાણી પૂરી, કુલ્ફી, થોડી વાતો અને જાજા કટાક્ષો..! મીષાને છોડી મનમોહનસિંગના મૌનને અને પ્રણય છોડી પ્રણવના રાષ્ટ્રપતિ બનવાને ચરચ્યું..! બીચ પર કોઈ વ્યક્તિ… એની પ્રથમ ડેટ પર આવી વાતો કરતુ હશે..?! (મને શું ખબર.. હું થોડો ડેટિંગ પ્રોફેશનલ હતો….[ 😛 ]
બિચારી શું સમજતી હશે મારા વિષે..!! એના વર્તનમાં પણ હવે એક છુપો અણગમો ઉપસી આવ્યો હતો.. વિચારતી હશે…” આ ડફોળ મારા જ લમણે લખાયો છે કે શું..?! એક છોકરી એની સાથે છે અને એ પાણીપુરી અને કુલ્ફી માં ટાઈમ બગાડે છે…આનું કૈંક તો કરવું પડશે..!”
અને એ સમય પણ જલ્દી આવી ચડ્યો જયારે… એક વાર અચાનક એનો કોલ આવ્યો….”સવારે ૬ વાગે સ્ટેશને આવી જજે… મને લેવા..”
ઓ મિઝ.. તમે આટલા વહેલા છેક અહી..??!! આ મુંબઈ છે… ૬ વાગે અહી આવવા તારે ૪ વાગે ઘેરથી નીકળવું પડશે..!
સો વ્હોટ..! તું આવે છે કે નહિ એમ બોલ ને..?
ઓકે મારી માં… આવી જઈશ બસ્સ..! પણ કામ શું છે એ તો બોલ..? ફ્લેટ તો ઓલમોસ્ટ રેડી થઇ ગયો છે ને..?!
વ્હોટ એવર…! તારી મામી સાચું જ ઉચ્ચારણ કરે છે તારા વિષે… mr . ડફોળ… ફ્લેટ સિવાય પણ ઘણા કામ હોઈ શકે… બસ એ માટે જ આવું છું… આવી જજે પાછો.. સવારે તને છૂટ છે કાર ચલાવવાની..!
ફોન કટ……… અને સવારે ૫ નું એલાર્મ મૂકી….. નીંદર રાણીને હવાલે… (સુવું જરૂરી હતું..! સ્વપ્ન માં મીષા આવવાની હતી ને…!)
ક્રમશ:
કથાબીજ : મીષા અહેસીમ
~એજ તન્મય..!