તારા મૈત્રક પાર્ટ -૧

રવિવારે સવારના ૭ વાગ્યે તૈયાર થયો, આજે મારે એક I .T . Eng .ને મળવા જવાનું હતું. ચાવી લઇ, ડ્રાઈવ કરી, મુબઈની FM સાંભળતો હાઈવે પર જઈ રહ્યો હતો. આમ તો મારી એકધારી ઘરેડ જેવી જીંદગી માં આ એક સારું મનોરંજન હતું. લગભગ બે કલાકનું ડ્રાઈવ! મુંબઈથી દુર પરાંમાં એ રહેતો હતો.

મારી અને એની આ પ્રથમ મુલાકાત. એ મારા ૧૪ વર્ષ જુના મિત્ર gomzy નો ખાસ મિત્ર હતો. gomzy એ તે નું સ્ટ્રોંગ recommendation કર્યું હતું.

લગભગ નવે વાગ્યે ત્યાં પહોચ્યો સરસ નાનું પણ સુંદર ટાઊન હતું. વોચમેનને એન્ટ્રી કરાવી હું અંદર ડ્રાઈવ કરી ગયો પાર્કિંગ પ્લોટ માં પાર્ક કરી તેને ફોન જોડ્યો. “હું જરા બહાર છું આપ ઘરે પહોચો, હું ૧૦એક મિનીટમાં આવી જઈશ”

મેં ઘર શોધી બેલ માર્યો. અને સામે થી એક ઉંચી, પાતળી, તેઝ્તર્રાર આંખો વાળી છોકરી એ દરવાજો ખોલ્યો. તેના વાળનો અંબોડો વિખરાયેલો હતો. કપાળે પરસેવાના બિંદુ ચમકતા હતા.એક હાથ માં ઝાડુ અને મોઢા પર સફેદ રૂમાલ! વાહ..! ઝાંસીની રાણીનો ઘરેલું અવતાર..!

દરવાજો ખોલી રૂમાલ હટાવી બોલી “કોનું કામ છે ? જાણે ચુમ્બક હતી તેની આંખો! હું તેના ચહેરાને જોઈ રહ્યો, ગજબનું ખેચાણ..!

મેં કહ્યું “લક્ષ્ય”. હા પણ તે અત્યારે ઘરે નથી”!!!!! મેં કહ્યું “હા એ બહાર છે અને દસ મિનીટ માં આવે છે.”

જો આપ ને ખોટું ના લાગે તો ૨ મિનીટ બહાર ઊભા રહેશો ??? હું જરા પંખો સાફ કરું છું અને તેનો કચરો અહી તહી પડ્યો છે..???

મેં હા કહી તેને દરવાજો બંધ કર્યો. ૫.૮ ની ઊચાઇ, તન્વીશ્યામાના સાક્ષાત અવતાર જેવી “કોણ હશે આ?”…… ત્યાજ મારી સામે એ આવી ગઈ..!

“આવો. બેસો..” તેના લાંબા કાળા વાળને જોઈ રહ્યો! (લગભગ સવા બે ફૂટ ના…! મે તો મનોમન માપી પણ લીધા) how could she manage this..!! મુંબઈ માં તો સ્ત્રીઓ પોની ટેઈલ થી જ આગલા વધતી નથી!

સુંદર ઘર, ટેબલ પર સજાવેલા ગુલાબી ફૂલો, અને એથીય વધુ સુંદર હતી તે છોકરી! સુખડની અગરબતીની સુગંધ થી મારું મન પ્રાશ્ચન થયી ગયું. ત્યાં રણકતી પાયલે પાણી લઇ આવી! કાચના ગ્લાસ માંથી પાણી પી રહ્યો કે પછી એને…. નક્કી ના કરી શક્યો!

તેને રાઉન્ડ ટેબલ પર પડેલા ગુજરાતી અને અગ્રેજી news પેપર મારી સામે રાખ્યા, TV ઓન કરી, રીમોટ મારી સામે ધાર્યું. પાણીનો ગ્લાસ લઇ અદર જતી રહી.

ઘરમાં બીજું કોઈ નોહ્તું કદાચ! કેટલી સાદી છતાં સુંદર લાગે છે! આછા ગુલાબી કિનારીવાળો સફેદ ડ્રેસ સાથે પાયલનો રણકાર! ઓફ્ફફ્ફ્ફફ્ફ્ફ્ફ…! શું છે એનામાં કે જે હું એની બાજુ ખેચાઇ રહ્યો છું..??

ત્યાં જ સામેની ટેક્શ્ચાર વોલ પર દોરેલા ચીત્ર યે દયાન ખેચ્યું. બેકગ્રાઉન્ડ માં કૃષ્ણ વાસળી વગાડતા ને ફ્રન્ટમાં રાધા સિતાર લઇને સુરો માં મગ્ન! અ ગ્રેટ સ્કેચ વિથ પેન્સિલ!

ત્યાં એ પછી આવી “ચાહ કે કોફી ?? ” દીવાલ પરજ નજર ટેકવી મેં પૂછ્યું “ક્યાંથી લીધું આ ચિત્ર..??”

થોડું મલકાઈ તે બોલી “ગમ્યું.??”

હાસ્તો.. ઘણુંજ.. પણ લીધું ક્યાંથી..??

મારા મનથી..!!

એટલે..?? (હવે એ થોડી રહસ્યમય પણ લાગી!)

એટલે એમ કે એ મેજ બનાવ્યું છે..!!

હૂતો જાણે સ્તબ્ધ બની ગયો! અમેઝિંગ યાર..! ઇટ્સ ટુ બ્યુટીફૂલ..!

ફરીથી એણે પૂછ્યું “ચાહ કે કોફી.”

થોડો વિવેક કરતા કહ્યું “લક્ષ્ય આવે પછી લઈશું”

“તે આવશે ત્યારે બીજી વાર લેજો” કોઈ ચાર્જ નહિ લાગે!

“કોફી ” હસીને ઉતર વાળ્યો!

તે રસોડા ભણી ગઈ અને થોડીવારે બિસ્કીટ અને કોફી આવ્યા. હું TVની ખાલી ચેનલો ફેરવતો મનમાં તેના આર્ટ વિશે વિચારતો, ત્યાં એક ૬ ફૂટનો, ગોરો, મજબુત બાંધાવાળો છોકરો અંદર આવ્યો. પગ ના kitto ઉતારી મારી બાજુ ફરી ને બોલ્યો હું “લક્ષ્ય”

હું ઊભો થયો હાથ લંબાવી શેકહેન્ડ કરતા કહ્યું “વ્યોમ..!”

ત્યાં પાછળ એક સાક્ષાત દેવી અન્નપુર્ણા જેવા આંટી અને પડછંદ કુટુંબના મોભી જેવા અંકલ આવ્યા. લક્ષ્યે પરિચય કરાવ્યો.મેં નમીને પ્રણામ કર્યાં. ત્યાં તે પણ આવી અને લક્ષ્ય બોલ્યો, “આ મારી sis મીષા….”

તેણે મલકાઈ “હેલો” કર્યું..! અને બોલી.. “વાહ..! વ્યોમ અને મીષા… આકાશ અને નદી.. હમમમ..!!! તમારી સાથે જામશે..!!”

“ચલ જા હવે, અમને કામ કરવા દે..!! ખુબ બોલે છે, ડોન્ટ માઈન્ડ..” લક્ષ્યે એનો સ્વભાવ વર્ણવતા કીધું.. અને એ હસીને ચાલી નીકળી..!

મીષાને જતી જોઈ, મેં લક્ષ્ય તરફ લક્ષ કેન્દ્રિત કર્યું, “હું એક Aeronautical engineer છું અને મને થોડી સમજ સોફ્ટવેરની જોઈએ છે. Gomzy હોત અને તેનું ટ્રાન્સફરના થયું હોત તો એજ શીખવાડી દેત. અને પછી તમારો રેફ્રસ્ન્સ આપી કહ્યું કે આવવા જવા સિવાય મને બીજી કોઈ તકલીફ નહિ પડે!”

લક્ષ્ય જોડે થોડી ઓપચારિક વાતો પછી તે મને તેના બેડરૂમ તરફ લઇ ગયો. “મેં એક નાનકડો સર્વેર રૂમ બનાવ્યો છે.”

તેની સાથે તેણે મને જોઈતી માહિતી સમજાવવા માંડ્યું. વચ્ચે કોફી અને નાસ્તાને ન્યાય આપી પૂરું કરતા સવા કલાક થઇ ગયો ૧૧.૧૫ થયા ઘડિયાળ જોઈ હું ઊઠ્યો અને કહ્યું. “બીજું મોડ્યુલ નેક્સ્ટ ટાઈમ” આકાશમાં પ્લેન ઉડાવવા કરતા મને જમીન પર કાર ડ્રાઈવ કરવામાં વધુ તકલીફ પડે છે! ટ્રાફિક થઇ જશે તો મને ફાવશે નહિ!”

જતા જતા એક નજર અદર તરફ નાખી જો એકવાર મીષા જોવા મળે તો…………….પણ તે ત્યાં નહોતી.. આંટી આવજો કેહવા આવ્યા પણ તે ના દેખાઈ હું પાછળ વળી જોતો રહ્યો! ……કાર ચાલુ કરી તેની બારી પાસેથી લીધી ત્યારે તે અને લક્ષ્ય ત્યાં મારી વાટ જોઈ રહ્યા હતા! “બાય” કહેવા માટે ને હું પ્રસન્નચિત્તે ટાઉનની બહાર નીકળ્યો…!

મીષાના, તેના વાળના, તેના ડ્રોઈંગ ના, તેની એક એક હરકતોના, અદાઓ ના, બસ તેના જ વિચારો કરતો આ વખતે FM ચાલુ કરવાનું યાદ જ ના આવ્યું…….!!! પહેલીજ મુલાકાત મેં તેને મારા દિલોદિમાગ પર એક ઘેરી અસર છોડી હતી! કદાચ તેને હવે ભુલાશે નહિ! મોડ્યુલ સમજાય કે ના સમજાય…. મીષાને તો સમજવી જ પડશે..!!!

ક્રમશ:
કથાબીજ : મીષા અહેસીમ..
~એજ.તન્મય..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s