મને તો યાદ જ નોહ્તું. છેક શુક્રવારે લક્ષ્યનો કોલ આવ્યો ત્યારેજ ધ્યાન આવ્યું! એક્ચુલી કોલ એના મમ્મી નો હતો! રવિવારે મારે તેમની જોડે જમવા ઇન્વાઇટ કરી રહ્યા હતા! મેં થોડી આનાકાની કરી પણ આન્ટીના માન્યા. અને મારે પણ એક જ વાક્યમાં માની જવું પડ્યું..! “મને ખબર છે તું એકલોજ રહે છે, એટલે કમ સે કમ રવિવાર તારે અમારી સાથેજ વિતાવવો પડશે! મને ગોમ્ઝીએ તારા વિષે બધુજ જણાવી દીધું છે!” (મારું ફેમીલી હવે નથી રહ્યું એ કદાચ ગોમ્ઝીએ એમને કહી નાખ્યું હતું.. [ 😦 ]
હેવી ટ્રાફિક ના નડે એટલે હું સવારે જલ્દી જ નીકળી ગયો ત્યાં જવા.. કોલ તો થઇ ગયો હતો એટલે વહેલા જવામાં કોઈ ટેન્શન પણ હતું નહિ! હવે ઔપચારિક કરતા વધુ વિકસી રહ્યા હતા એ ફેમીલી સાથે સંબંધો! એટલે ખાલી હાથે જવું એ કરતા, મિક્ષ ડ્રાય ફ્રુટ આઈસ હલવો (મોહનલાલ નો જ ને!) પેક કરાવી લીધો!
ફરીથી એજ પહેલી મુલાકાતનું દ્રશ્ય વિચારમાં આવ્યું! હસીને ડોરબેલ તો દબાવી.. પણ દિલ માં એક થડકાર આવી ગયો! કોણ જાણે આજે એ શું કરતી હશે..! કદાચ કપડા ધોતી હશે તો! વાહ..! ધોકો લઈને આવશે.. [ :p ] પણ અફસોસ દરવાજે આંટી હતા! અનાયાસેજ ઝુકી જવાયું પગે લાગવા!
આંટીને પેકેટ આપતા કહ્યું “વહેલો તો નથી ને! સંડે છે એટલે કદાચ??!!”
એમણે પાછોતરી નજરે જોઈ, હસ્યાં અને કીધું.. “ના, વધુ નહિ.. બસ કોઈ નાહ્યું નથી! એટલાજ વહેલો છું.!”
ઓહ્હ! એટલે ઘણો વહેલો એમ ને! સોરી આંટી પણ મને ટ્રાફિક થી ઘણો ડર લાગે છે.. તમને કદાચ ખબર નહિ હોય પણ……..
એ મને અધવચ્ચે અટકાવી બોલ્યા, “દીકરા વધુ કૈજ કહેવાની જરૂર નથી! ગોમ્ઝીએ મને બધુજ કહી દીધું છે.. એ ચાર અને હવે તું પાંચમો..! મારે તો હવે બધાજ સરખા છો.. બેસ હું પાણી મોકલવું..” મીષાને બુમ મારી પાણી લાવવા કહ્યું!
વાહ.! મેડમ ઘરેજ હતા! પાણીની રાહ જોતો એણે દોરેલા સ્કેચ માણી રહ્યો અને…. અચાનક જાણે સુગંધનો દરિયો ઉમટી આવ્યો હોય એમ ચારે કોર ખુશ્બુ ફેલાઈ ગઈ! મેડમ મીષા નાહીને સીધાજ આવી રહ્યા હતા! ત્રાંસી આંખે મને જોયો અને સીધી રસોડામાં થી પાણી લેવા ગઈ.
“લ્યો, હવે કોફી તો સૌની સાથે જ મળશે…… ત્યાં સુધી પાણી થી કામ ચલાવો!” બોલી પાણી ધર્યું મારી સામે.. ઓહ્હ..! કાલિદાસની સ્નીઘ સ્નાતા યાદ આવી ગઈ! પાણીના બિંદુઓ ટપકાવતી ભીની ઝુલ્ફો! શરીરથી આવી રહેલી માદક ખુશ્બુ! સિમ્પલ સેમી વ્હાઈટ ડ્રેસ જોડે પ્યોર વ્હાઈટ ટોવેલ! હમમમ..આહ્લાદક દ્રશ્ય.!
“કેમ..?? કોફી પીવી હોય તો શું વાંધો છે..?? ચાર્જ ક્યાં લાગે છે..!” એક વાર એણે કહ્યું હતું! અને એનોજ સવાલ પૂછી લીધો વાત શરુ કરવા!
“વ્હોટ એવર..!.. ઓકે તો ય સૌની સાથેજ મળશે..!” અને જવા માટે એણે પીઠ ફેરવી!
“અરે, એક નાનું કામ છે, કરશો..??” એણે અટકાવતા મેં પૂછ્યું!
“કેમ તમે અહી સૌને ધંધે લગાવવા આવ્યા છો..?? ભાઈ બિચારો સવારથી તમારા માટે ડેટા ભેગો કરી રહ્યો છે! મમ્મી કોણ જાણે શું નું શું બનાવી રહી છે! અને હવે મને પણ.. ઓફ્ફ શું ધાર્યુ છે..તમે..??”
ઓહ્હ. હું તો હેબતાઈ ગયો યાર! અને એક રીતે વાત પણ સાચી હતી. નાહક નું એક આખું ફેમીલી મારા લીધે તકલીફ માં આવી ગયું હતું! સન્ડે પણ એમણે આરામ ના રહ્યો!
“I extremely sorry mem! But I don’t want to hurt you in any way. મારો એવો કોઈજ ઈરાદો નોહ્તો.. પ્લીઝ તમે શાંત થઇ જાઓ. અને સોરી, હવે ક્યારેય તમને પરેશાન કરવા નહિ આવું..” ગળે ડૂમો ભરાઈ ગયો છતાં આટલું બોલી શક્યો!
એક શર્ત પર જવા દઉં!
જી, મંજુર.. તમે જે કહો તે! સોરી ફરીથી..!
ઓફ્ફ્ફફ્ફ.. વ્હોટ એવર.. તમારે ફી તો આપવી જ પડશે!
શું..??
એક હલકું ફૂલકું સ્માઈલ.. “હે હે…. સોરી I m totally kidding…! તમારે શરમાવાની કે ગભરાવવાની જરૂર નથી.. બોલો બિન્દાસ.. શું કામ હતું..??
ના ના ઇટ્સ ઓકે.. તમે કરો તમારું કામ વાંધો નથી..!!
અરે બોલોને.. સોરી બસ.. હવે નહિ ખેંચું વધારે..!!
હમમ.. મને પણ દોરી આપશો..?? મારા ઘરની દીવાલો તો સાવજ સુની છે..!
ઓહ્હ.. પણ હું પ્રોફેશનલ નથી..!
ઓકે… તો ડન.. આજથી ડ્રોઈંગ નેજ પ્રોફેશન બનાવી દો…… હું તમારો પહેલો ક્લાયન્ટ..! ચાલો ફી બોલો!
અરે, ઓકે ચાલો તમે કયો એમ..! અને ફી વિષે પછી વિચારશું.. અને હા, મારે વોલ્સ જોવી પડશે! હું સીધાજ દીવાલ પર ડ્રો કરી દઈશ..!
એઝ યુ વિશ..! પણ ડન હોં.. ફી તો લેવીજ પડશે..!!
“શું ડન થયું બંને વચ્ચે..??” હવે અમારી સાથે લક્ષ્ય પણ જોડાયો!
અરે! મને કોન્ટ્રાક્ટ મળ્યો છે! ડ્રોઈંગ માટેનો! ભાઈ, તમે પ્લીઝ, નાસ્તો કરીને બેસજો હોંકે.. પછી મારે તમને ડીસ્ટર્બ ના કરવા પડે!
ઓક્કે.. અને સૌ ડાઈનીંગ ટેબલ પર નાસ્તાને ન્યાય આપી… હું અને લક્ષ્ય એના બેડરૂમ તરફ વળ્યા..
બપોરના ૧.૪૫! અને એક ટહુકો થયો “જમવા બેસશો..?? કે પછી મોડ્યુલ થી જ પેટ ભરશો બંને જણા..??!!”… મીષા દરવાજે હાથ રાખી પૂછી રહી હતી. યાર..! કોઈ છોકરી આટલી દાદાગીરી કરી શકે..! હું તો માનીજ નોહ્તો શકતો!
“અરે હા ને..! આવીએ છીએ.. !” અને પછી લક્ષ્યે મને ઉદ્દેશી કીધું..”ચલ યાર, નહિ તો આ જીવ ખાઈ જશે..!”
મન માં તો બોલાઈ જવાયું..! “I am ready for that also..!”
આંટી અને મીષા.. બંને ના આગ્રહ થી ચારેક પૂરી તો વધુ ખવાઈ ગઈ હશે! જમીને અમે પાછા ધંધે વળગ્યા. ત્યાંજ જૂની હિન્દી ફિલ્મ ના ગીતની ટયુન વાગી..ગીટાર પર..! “અજીબ દાસ્તાં હૈ યે…!” વાહ..! એક દમ પરફેક્ટ રીતે ખાલી ગીટાર જ સંભળાઈ રહ્યો હતો!
“અરે, બોસ, આ ટયુન મને આપીશ..?? પેન ડ્રાઈવ માં કોપી કરીને..?? મસ્ત છે યાર..!” લક્ષ્યને પુછીજ લીધું..!
“હમમ, પૂછી લેજે એની પાસે કદાચ રેકોર્ડીંગ હોય તો..!!” એમ જ મોડ્યુલ માં ખોવાયોએ એ બોલ્યો!
એટલે??
મારા સવાલ થી જાણે થોડો ભાનમાં આવ્યો અને કીધું..: ઓહ્હ! સોરી.. પણ એ મીષા વગાડી રહી છે! લાઈવ છે દોસ્ત! એટલે કોપી ક્યાંથી કરીશ….!!”
આ છોકરી આટલી પ્રતિભા સંપન્ન ક્યાંથી બની હશે…!! ક્યાય ગેડ બેસતી નોહતી.. લક્ષ્ય કે આંટીને તો કઈ રીતે પૂછવું..?? અને સીધું એને પૂછવામાં ક્યાંક એ ગુસ્સો ના કરી નાખે..!! ઓફ્ફ્ફ્ફ શું કરવું યાર.. કઈ સમજાતું નોહ્તું..!!
સાંજે મારેજ મોડ્યુલ અટકાવવું પડ્યું! “લક્ષ્ય, આપણે હવે અટકાવું પડશે..! હેવી ટ્રાફિક માં પાછા જતા રાત થઇ જાય અને પછી હું ડ્રાઈવના કરી શકું..!!”
“ઓહ્હ! સોરી, પણ હું નેટ અને કમ્પ્યુટર હાથ માં આવે એટલે બસ ખોવાઈજ જાઉં છું..! એ મારું પેશન છે.. એની વે… નેક્સ્ટ સંડે લગભગ પતી જશે …” લક્ષ્ય બોલ્યો અને અમે બહાર આવ્યા..!
“કોફી પીશો કે એમજ ભાગશો..!!” આ છોકરી પાસે જાને વ્યોમ નામનું રમકડું આવી ગયું છે! કોઈજ કસર નથી છોડતી મારી ખેંચવામાં!
“ચાર્જ ના લાગતો હોય તો આપી દો..!!” હું બોલ્યો..
ઓકે, એ ચાર્જ હું ડ્રોઈંગ ની ફી પેટે એડ કરી લઈશ..!
અને કોફી આવી.. ફટાફટ પતાવી હું જવા માટે રેડી થઇ ગયો..
“એક મિનીટ.. વેઇટ કરજો ને.. પ્લીઝ્ઝ..! તમને વાંધો ના હોય તો મને માર્કેટ સુધી ડ્રોપ કરી દેશો..?? તમારા રસ્તામાં જ આવશે ..!” મીષા મને અટકાવતા બોલી..! ઓયે હોયે…. ચાલો એટલી મિનીટ માટે તો એકલી મળશે..!!
“સ્યોર, પણ એક શરતે.. હું તમને પાછા પણ મૂકી જઈશ.. without any charge..!!”
“વ્હોટ એવર.. તો પછી તમારે અહીજ રોકાવું પડશે…! કેમ કે હું રાત પાડી દઈશ શોપિંગ માં……!!!”
આલે ફરીથી પગે કુહાડી મારી દીધી… હવે..??
“જો પાછા ગભરાઈ ગયા ને..! મસ્તી માં કીધું દોસ્ત..!! અને તમારે અહી રોકાવું હોય તો વાંધો નથી મને..!! જમવાનું આમેય મમ્મી બનાવશે અને ભાઈને શીખવવું પડશે.. મારે શું…??!!!!” ઓફ્ફ્ફ્ફ યાર એકે વાતે બંધાતી નથી…!
“ચાલો એ પછી વિચારશું.. અત્યારે તો પ્રયાણ કરીએ.. નહિ તો શોપિંગ પણ રહી જશે તમારી..” વચ્ચે નો રસ્તો કાઢતા બોલ્યો..! અને મીષા રેડી થવા ગઈ જસ્ટ એની ટેગ લાઈન “વ્હોટ એવેર” બોલી….!
સાંજના પાંચેક વાગ્યાનું ખુશનુમા વાતાવરણ.. સાથે ગમતીલી વ્યક્તિ.. fm પર મનગમતું ઓલ્ડી સંગીત, જિંદગી માં પહેલી વાર કોઈ છોકરી.. મારી બાજુમાં બેસી રહી હતી…!!! અને એય મીષા.. જેને સમજવા માટે………………..
ક્રમશ:
કથાબીજ મીષા અહેસીમ..
~એજ..તન્મય..!