“હવે, ડ્રાઈવશો?? ” મીષા કાર માં બેસતા બોલી!
“હેં..???” બિલકુલ બાઉન્સર ગયો! ગેંગાની જેમ પૂછી બેઠો..!
ઉપ્પ્સ..! સોરી, આઈ મીન ચલાવો..! એ મારું ઈંગ્લીશ છે એટલે થોડું આવુજ રહેવાનું..!
“ઓકે, શીખવશો તો એય શીખી જઈશ!” કાર સ્ટાર્ટ કરી કંપાઉંડ માંથી બહાર કાઢી!
વ્હોટ એવર!… કેટલું શીખશો! તમને તો શીખતા ય નથી આવડતું!
“કેમ?! એવું લાગ્યું??”
કાર માર્કેટના રસ્તે દોડી રહી હતી.. બિલકુલ પાસેની સીટમાં મારી ડ્રીમ ગર્લ વાહ..! સમય થંભી જાય તો કેટલું સારું નહિ! ચોકલેટ કુર્તી અને ક્રીમ સ્લેગીઝ..! વાળ માં લુઝ ગાંઠ (ઢીલો અંબોડો!), કાન માં નાન્હા ઇયરીન્ગ્સ અને કોટ માં પાતળી વ્હાઈટ ગોલ્ડ ચૈન સાથે ઓઉરાનું પેનડેંટ! સિમ્પલ અને સોબર..! ગોલ્ડન બ્યુટી જેવી સ્કીન સાથે ધીન્ચાકનું કોન્ટ્રાસ્ટ સેટ થઇ રહ્યું હતું! she is really dream girl! not for me… even for every one..!
ક્યાં ખોવાઈ ગયા..??”
“ક્યાય નહિ, કેમ??”.. સફાળો જાગી ગયો એના ધ્યાન માંથી!
રસ્તે જોઇને ચલાવો નહિ તો અહીજ ઠોકાઈ જશો! છોકરી તો આરામથી પણ જોઈ શકાય…..!!!!
ઓયે હોયે..! ફ્લ્ર્તીંગ…! હમમ.. સારું થયું એને જ શરુ કર્યું.. બાકી હું તો……..”આ છોકરી, થોડી વાર માં અલોપ થઇ જશે ને..!! એટલે જોઉં છું..! પણ તમે કહ્યું નહિ….કેમ?! એવું લાગ્યું??”
“વ્હોટ એવર… આ તમારો ફેવરીટ શબ્દ લાગે છે નહિ… “કેમ”….અને હા,,! શીખવા માટે ધગશ જોઈએ, કમીટમેન્ટ જોઈએ! પણ તમે તો….”
સોરી, ફરીવાર પૂછી રહ્યો છું….!!!!… કેમ..?? એવું લાગ્યું..??
તો શું..?? આવીને ચ્હા નાસ્તો, પછી જમવાનું.. અને હવે ૪.૩૦ એ તો રવાના! એમ તે કઈ મોડ્યુલ થોડી આવડશે..??!!! ભાઈ તો રાતોની રાતો એક પ્રોબ સોલ્વ કરવામાં ખર્ચે છે!
હા યાર, વાત તો સાચી હતી..! ટાઈમ ખુબ બગડતો હતો..! પણ થાય શું..?? રાત્રે લેટ ડ્રાઈવ મારાથી શક્ય ક્યાં હતું! “સોરી, પણ એ વિષયમાં હું આનાથી વધુ ટાઈમ આપી ના શકું! તમને કદાચ ખબર હશે કે નથી….. પણ હું રાત્રે ડ્રાઈવ નહિ જ કરું..!!… [ 😦 ]’
“હા મને ખબર છે,,,” થોડી ત્રાંસી થઇ… મારી બિલકુલ સામે ફેસ રાખીને બોલી.. “પણ, તમે રાત્રે અહીજ રોકાઈ જાવ તો..??……અરે, વેઇટ.. માર્કેટ આવી ગયુ..! તમને આગળ પાર્કિંગ નહિ મળે!”
લ્યો..!!.. માર્કેટ પણ કેટલું જલ્દી આવી ગયું..! “એ શક્ય નથી ને..! રાત્રે કેવી રીતે રોકાઈ શકાય! નાહક ના તમે પાછા વધુ હેરાન થાઓ..!” પાર્ક કરતા બોલ્યો..બંને નીચે ઉતર્યા.. મારે એને “સી ઓફ” કરવાની હતી ને..!! દિલ થી તો ઈચ્છા હતી જ કે રોકાઈ જવું.. એક કાંકરે બે પક્ષી..! પણ બીજીજ મુલાકાતમાં સાવ અજાણ્યા….અને રાત્રી રોકાણ.. નો વે…. ના રહેવાય બોસ..!!
ઉતરીને એ સીધી ફોન પર લાગી ગઈ! ફોન પર વાત કરવાની અદા પણ…….બિલકુલ ધીમે… એકદમ કાને અડાડી.. ઢીલા વાળની અંદર ઢાંકીને.. હોઠજ ફરકે..!… બીજા કાન તો શું… બાજુમાં ગાલને ય સંભળાય નહિ એ રીતે..!
“ઓકે.. મારે ભાઈ સાથે વાત થઇ ગઈ છે! તમારા આંટીને પણ વાંધો નથી…. એન્ડ ઇટ્સ ફાઈનલ..!.. તમારે આજે રાત્રે અહીં જ સ્ટેવાનું છે..! આઈ મીન રહેવાનું છે…!! સોરી માય ઈંગ્લીશ..!.. ” ફોન પતાવીને મેડમ બોલ્યા!
“નો વે.. તમે ખોટા હેરાન ના થાઓ..” અને મેં એના જવાબ ની રાહ જોયા વિનાજ લક્ષ્યને કોલ કર્યો.. કોલ પત્યા પછી….. મને જોઇને…જાણે વિજયની મુદ્રામાં કીધું…….”હવે તો માનશો ને…!!!”
હાસ્તો… કોઈ આરો જ નથી ને… આન્ટીએ જ જવાની ના પાડી…! ચાલો હવે આપને શોપિંગ માં થોડી હેલ્પ કરી દઈએ..!
“હમમ જોયું.. મારી વાત માની લેતા.. તો આ કોલ ચાર્જ ના બચેલા પૈસામાંથી…. પાણી પૂરી ઈટતા ને….આઈ મીન…ખાતાને….!!”
અમેઝિંગ..યાર..!.. કેટલી કોન્ફિડેન્ટ હતી..! બિલકુલ ગુજરાતી… એક એક પૈસાની ગણતરી..!!…અંને આ એના ઈંગ્લીશ શબ્દો..! બધાજ બાઉન્સર જતા.. પાછળ થીજ સમજાઈ રહ્યા હતા.. આઈ મીન પછી!
આ તમારું ઈંગ્લીશ.. જોરદાર છે હોં..! “આઈ મીન” પછીજ……. સમજાય છે..!
ઇટ્સ માય ક્રિએશન! શું હતું કે.. હું આખા પરિવાર માંથી એક ની એક દીકરી…! અને એ પણ છેક ત્રીજી પેઢીએ..! એટલે કોઈક અકળ કારણસર કે પછી જુનવાણી અંધ શ્રદ્ધા ગણો… ૧૨ વર્ષ સુધી નાનુંને ત્યાં અમરેલી રહેવું પડ્યું હતું..! જે ગુજરાતીના પ્રખર ચિંતક હતા.! અને એમણેજ મને આટલી શુદ્ધ ગુજરાતી અને સંસ્કૃત વારસામાં આપી… અને પછી….. હું ઘેર મમ્મી સાથે અહી રહેવા આવી અને..અહી… ભાઈ.. ઈંગ્લીશ માં ઠપકારે.. અને હું ગુજરાતી…! અર્ધું તો તમારી જેમ બાઉન્સર જાય! એટલે આ રીતે વચ્ચેનો રસ્તો કાઢ્યો..! પણ અમે વધુ નથી બોલતા.. અને તમારી સામે કેમ આ શબ્દો નીકળી આવે છે.. સમજાતું નથી…!
ઓહહ.. હવે હું અન્ડરસ્ટેન્ડી ગ્યો..!!!!!
ના, હજી થોડી વાર છે… અન્ડરસ્તેન્ડ્યો આવે…!!!
બંને હસતા હસતા…. માર્કેટ સર કરવા નીકળ્યા..!
શોપિંગ કરી.. કાર માં બેસતાજ fm સ્ટાર્ટ કયું અને… “અજીબ દાસ્તાં હૈ યે…. ” શરુ થયું..! વાહ..! શું ટાઈમિંગ છે fm નું..!
“આજે આ ગીત અલગ રીતે સાંભળવા મળ્યું..! હું તો ખોવાઈ જ ગયો હતો..!” fm નો વોઈઝ વધારતા બોલ્યો..!
મીષા સમજી ગઈ હતી મેં શું સાંભળ્યું હતું..! “એ પણ મારો એક શોખ છે..!” થોડી શાય ચહેરા પણ લાવી કહ્યું..!
હમમ…. એ તો દેખાય જ છે!
શું??
કહું..?? જોજો પાછુ.. ઊંધું ના સમજતા..!
ના, કહો તો ખરા.. સીધું કે ઊંધું.. પછી વિચારીશું..!
ઓકે.. તો સાંભળો…. આજ સુધી.. મેં તમારા જેવી પ્રતિભા કોઈજ છોકરી કે ઇવન સ્ત્રી માં પણ નથી જોઈ! ઘરકામ, વાતચીતમાં છલકતા સંસ્કાર, આત્મીયતા, મહેમાનો પ્રત્યે આદર, ડ્રોઈંગ, કુકિંગ (બપોરની રસોઈમાં એનો ૫૦% ભાગ હતો! સેન્ડવીચ ઢોકળા..અને પાતરા બંને એક સાથે…. મહારાષ્ટ્ર માં ખાવા મળશે..એવું ક્યાં કદીય વિચાર્યું હતું!) સંગીત, ખરીદીની સમજ.. અને હા, પેલી મસ્ત મૌલા લેન્ગવેજ…!! આફરીન… મેડમ..આફરીન…! એકજ શબ્દ આવે આ સૌની તારીફ માં…… સ્પીચ્લેસ…..ટોટલી સ્પીચ્લેસ……
બસ બસ…. વધુ કહેશો તો ક્યાંક પ્રેમ માં પડી જશો મારા….!!! એન્ડ થેન્ક્સ્સ ફોર ઓલ ધીસ કોમ્પ્લીમેન્ટ્સ…!!! શુક્રિયા જી….
અરે, અમે એન્જીનીયરો…. ૧+૧ = ૨ જ સમજીએ છીએ..! એટલે સાચુજ બોલવાના…!! અમને સોક્રેટીસ કે રોમિયો ક્યારેય નથી સમજયા…! એટલે જે કીધું એ તદ્દન ૧૦૦% સુવર્ણ સત્ય… આપની શુદ્ધ ગુજરાતીમાં..!
એક સિમ્પલ સ્માઈલ… અને શર્મીલો ફેસ.. બસ..અને અમે ઘેર પહોંચી ગયા!…સાંજે જમ્યા.. પછી લક્ષ્ય સાથે બીઝી થઇ ગયો અને…. છેક સવારના ૪ ક્યારે વાગી ગયા ખબર ના પડી..! બે કલ્લાકની ઊંઘ ખેંચી….સવારે ૬ વાગે ત્યાંથી નીકળ્યો..!
આખા રસ્તે બસ એજ વિચારતો રહ્યો… ઘેર ગયા પછી…..મીષા વધુ સામે કેમ નાં આવી..?? શું હું વધુ ઓવર વાઈઝ..?? જોકે આમ તો જમવા સાથે જ બેઠા હતા.. અને એ પછી એક વાર પાણી આપવા બસ… પણ ટેબલ કે એ પછી એ એક પણ શબ્દ બોલી નોહતી…! વધુ એક સ્વભાવ જોવા મળ્યો મેડમ નો…
સ્ત્રીઓ તો આમેય સમજવી આઘરી હતી મારા માટે..!!! અને એમાય આ મેડમ.. ઓવર ઈન્ટેલીજન્ટ…!!! ક્યાં જઈને અટકાશે… કોને ખબર………..
ક્રમશ:
કથાબીજ : મીષા અહેસીમ…
~એજ..તન્મય..!