તારા મૈત્રક પાર્ટ -૪

“હજારવાર ના પડી છે તને ઉજાગરા ના કર.. પણ તુ ય તારી માં પર જ ગયો છું..!.. મારી વાત તો સાંભળીશ જ નહિ ને..!!!….લે તારી મામી જોડે વાત કર.. આગળ તને એજ સીધો કરી શકશે..!”

મામીએ બીજું દસેક મિનીટ ભાષણ આપ્યું અને.. હાશ..! હવે ફોન મુકાયો! મમ્મી પપ્પા ના કાર એક્સીડન્ટમાં ગયા પછી એજ મારા સર્વસ્વ હતા. છાશવારે.. ઘણું ખરું તો એકાંતરે વાત થતી એમની સાથે! આજે બુધવારે એમનો જ સામે થી કોલ આવ્યો હતો અને હું રવિવારના ઉજાગરા પછી સોમવારે પણ આખો દિવસ બીઝી હતો..

બીજો એક દિવસ જેમ તેમ કરી કાઢ્યો પણ આજે સવારથી જ શરીરે જવાબ આપી દીધો.. “બોસ! હું શરીર છું! મશીન નહિ.. આમ ૨૪/૭ ખેંચવું..મારું કામ નથી! હું તો આ પડ્યો પથારીમાં.. રેસ્ટવાં” (આરામ કરવા! મીષાનું ઈંગ્લીશ.. મારું શરીશ નહિ બોલે તો કોણ.. ઢોલો બોલશે..! ઢોલો.. સર્વન્ટ કમ મિત્ર,)

ઢોલાએ ડોક્ટર શાહ.ને કોલ કરી બોલાવી લીધા.. અને સાંજ સુધી ટેસ્ટ પણ આવી ગયા.. વાયરલ, ગરમી અને થકાન…! ત્રણ દિવસનો સંપૂર્ણ આરામ.. અને એ ઇનસ્ટ્રકશન્સ ઢોલાને આપી ડોક્ટર સાહેબે..(એય મારા ફેમીલી જેવા જ છે..! વેરી મચ કન્સર્ન ફોર મી..!) એટલે બસ થઇ રહ્યું..! લેપટોપ, મોબાઈલ, લેન્ડ લાઈન, બધુજ જપ્ત કરી લેવામાં આવ્યું! આરામ એટલે આરામ..અને હાથમાં બસ.. ટીવી નું રીમોટ પકડાવી દેવામાં આવ્યું!

બીજે દિવસે સવારે… ડોરબેલ વાગી અને…. આઈ એમ સરપ્રાઈઝ…..!!! દરવાજે મીષા અને લક્ષ્ય હતા!

Image

“ઓહહ..! તમે?? અહી..?? વગર સરનામે??” પથારી માંથીજ બોલી ગયો! ઢોલો દરવાજો રોકીને ઉભો હતો..! એને સાઈડ માં જઈ “મહેમાન છે બકા..!” કહી પાણી લાવવા કહ્યું..!

“શાંત ગદાધારી ભીમ શાંત…!! (લો પહેલાજ વાક્ય થી… મેડમનું લેગ પુલિંગ શરુ..!) અમે આસન ગ્રહણ કરવાની ચેષ્ટા કરી શકીએ..?? શું છે કે ઘણા દુર થી ટ્રાવેલીને (સફર કરીને) આવ્યા છીએ ને..!!!!” વાહ..! અમેઝિંગ ઈંગ્લીશ અને ફાડું ગુજરાતી.. શું સમન્વય છે યાર.. ટૂ ગુડ..!

જી.. સોરી.. પધારો.. અને તમારી ભાષા માં “સીટો”…!!!…. અમે ત્રણેય હસી પડ્યા ને એ બંને બેઠા..

લક્ષ્ય : કેમ છે હવે..?? કાલે મેં કોલ કર્યો હતો.. અને આ ઢોલાજીએ તને આપ્યોજ નહિ.. કીધું.. શેઠ સુતા છે અને બીમાર છે.. એટલે ડોન્ટ ડીસ્ટર્બ..!!

હું : હાજી.. એમનું ફરમાન છુટે એટલે મારે માનવુંજ પડે! પણ કેમ આમ અચાનક..??

લક્ષ્ય : ખાસ તો તારી ખબર કાઢવા..! બીજું મારે સીટી માંથી થોડી બુક્સ લેવાની છે! અને ત્રીજું.. તારા ઘરની દીવાલો જોવી હતી મીષાને.. સો એને પણ લેતો આવ્યો.. ઢોલા એ તો સરનામું પણ ના કીધું.. એટલે મેં… ગોમ્ઝી પાસેથી લઇ લીધું..!!

હું : ઓહહ..! સોરી.. એકલો છું એટલે વધારે ધ્યાન રાખે છે મારું.. સોરી બોસ.. દિલથી…

મીષા : એમ સોરી કીધે નહિ ચાલે..! સજા મળશે….!!….ને આ શું એક દિવસના ઉજાગરામાં બીમાર..!!!! બહુ ઢીલા તમે તો..!

હું : જી કબુલ.. આપની આજ્ઞા સર આંખો પર! અને ઉજાગરાની ટેવ નથી ને…!!!.. હું ક્યાં પરણેલો છું..!!!

મીષા : વ્હોટ એવર..! હમમ તો કરીલો ને..! કોણે રોક્યા..!! એમાં પણ દુનિયાનો વાંક કાઢશો કે શું..??!!!

(ઢોલો પાણી આપી ગયો.. અને મેં એને કોફી અને નાસ્તો રેડી કરવા કહી દીધું… સાથે થોડું ખખડાવીને બંને નો પરિચય આપ્યો અને ફરીથી આમ ના થાય એની તકેદારી સાથે… છોભીલો પડી માફી માંગી ચાલ્યો રસોડામાં..)

લક્ષ્ય : અરે એને શ્વાસ તો લેવા દે..! બીમાર છે..! અને તારે જો એની ખેંચવીજ હોય તો ચલ મારી સાથે.. અહી નથી રોકાવાનું…!!

(ઓહહ..! મીષા અહી રોકાઈ જવાની હતી અને લક્ષ્ય એના કામે એકલો જવાનો હતો..!! ઓયે હોયે.. ફરીથી એકાંત………. મિઝ મીષા ધ ગ્રેટ સાથે..!)

મીષા : સોરી સોરી.. પણ આમનો ચહેરો જોઈ નેજ મજા આવે છે.. ખેંચવાની..!.. સોરી તમને પણ… મારી મસ્તી થોડી વધારે રહેવાની..! આગળના ૧૨ વર્ષનો હિસાબ પણ લેવાનો ને..! બધા પાસેથી..

હું : અરે, ૧૨ વર્ષ દરમ્યાન હું ક્યાં પિક્ચર માં હતો…. ચાલો…વાંધો નહિ..! અને સાચું કહું તો મને પણ ગમે છે.. અને હા.. બંને ને અહીજ જમવાનું છે.. કોઈ આર્ગ્યું નહિ ચાલે..!

મીષા : હા તે કરે છે કોણ..! અમે તો જમીને જ જવાના સાંજે.. ખરુંને ભાઈ..!

લક્ષ્ય : સોરી, પણ મારું ઠેકાણું નહિ પડે.. તમે પતાવી લેજો હું ફ્રી પડીશ એટલે આવી જઈશ.. મારી રાહ ના જોતા.. બુક્સ શોધવાની છે એટલે ટાઈમ કેટલો જશે એ નક્કી નથી..!

હું : ચાલો પહેલા નાસ્તો કરી લઈએ.. પછી તારે જ્યાં જવું હોય ત્યાં છૂટ..!

ટેબલ પણ નાસ્તો પતાવી.. લક્ષ્યની વિદાય અને લંચ માં હવે “મહેમાન” હતા! એટલે ઢોલો જરૂરી સમાન લેવા નીકળ્યો અને અમે…. ફરીથી એકલા…!!!
દસેક મિનીટમાં એમની પરવાનગી થી ફ્રેશ થઇ આવ્યો અને… “હમમ કહો. હવે..!” હવે એ બિલકુલ મારી સામે હતી.. લાઈટ પિંક અનારકલી માં સજ્જ. આછા કલર્સ એને આમેય દીપી ઉઠતા! કદાચ એ પણ બખૂબી જાણતી હતી એ વાતને! મીષા કોઈ મોડેલ નોહતી.. છતાય કૈંક ગજબનું ખેંચાણ હતું એના વ્યક્તિત્વ માં.. એ એની ખૂબીઓ અને ખામીઓ સુપેરે જાણતી.. પણ એને મારી ખેંચવામાં આટલી મજા કેમ આવતી એ હજી સમજાતું નોહ્તું..!

બસ, તમે કયો..! બીમાર કેમ કરતા??!!

વાયરલ છે, થકાન અને ઉજાગરો બધું ભેગું..!

હમમ સોરી તમને હેરાન કરું થોડા તો વાંધો નથી ને..!?

વાંધો હશે તો ય તમે કરશોજ ને..!!

હાસ્તો..!..પણ વાંધો હશે તો વધુ કરીશ..! એટલે પૂછ્યું..! બાકી તમારું ઘર મસ્ત છે! વેલ મેન્ટેન..! અહી તો દરેક દીવાલ કોરીજ છે.. તમે કીધી એમ. જ…..!!!

હમમ એને રંગવાની ઇછાજ નોહતી! એટલે જ તો આખા ઘર માં એકજ કલર… ઓફ વ્હાઈટ..!.. પણ હવે તમે આવ્યા છો.. જેમ કરવી હોય એમ છૂટ છે..!!!

“એના માટે તો પછી વિચારશું..! અત્યારે આ લો..” એ સાથે ફ્રેશ ફ્રુટ્સ લાવી હતી.. ઢોલો કટ કરી આપી ગયો.

એક વાત પુછુ..??

હા બોલો ને..??

તમે એ દિવસે સાંજે… ઘેર આવ્યા પછી કેમ ગુમસુમ થઇ ગયા હતા..?? અન્ડરસ્ટેન્ડવશો..??

હેય્યય્ય્ય્ય.. પરફેક્ટ.. તમે તો શીખી ગયા..!! (એની ઈંગ્લીશ પર મારું પ્રભુત્વ..! નોટ બેડ વ્યોમ.. સહી જા રહે હો બોસ..!)

જી.. કીધું હતુંને.. આપ શીખવશો તો જરૂર થી..!! પણ તમે કીધું નહિ..??

કઈ ખાસ નોહ્તું વાત કરવા માટે.. અને હું વાતે ચડી જાત તો પછી તમે મોડ્યુલ પર ધ્યાન નાં આપત.. સો.. બસ…! વધુ કઈ નહિ.. અને હા કોઈ ખોટા ખ્યાલો માં ના રહેતા..!

અરે, પણ તમે તો કાર માંજ ચુપ થઇ ગયા હતા! ત્યાં તો….??!! અને આ ખોટો ખ્યાલ કેવો હોય એય સમજાવો હવે..!

વ્હોટ એવર…! છોડો એ વાત ને..! કૈંક બીજી વાત કરીએ??

હા કહો.. તમે આમેય કલિકાલ સર્વજ્ઞ છો મારા માટે તો..!

ઓહહ..! સંસ્કૃત?? સમજાય છે તમને..?? આ કોણ હતા ખ્યાલ છે..??

હા.. કાલિદાસ.. શકુંતલાના રચઈતા..! મેં ટ્રાન્સલેટ કરીને વાંચી છે..! મસ્ત હતી.. એમને હિરોઈન વિશેની જે ઉપમાઓ આપી છે કે….

બસ બસ.. મને પણ ખબર છે..! તમે એ મને ના કહેતા.. હું હવે સાચેજ શરમાઈ જઈશ..!!!!

ઓહહ.. તો એ ગુણ પણ વસ્યો છે આપ માં.. એમને..!!

શટ અપ.. યાર.. & I think…..Engineers are also not bad in leg pulling..!

હમમ તો પછી.. હજી એન્જીનીયર્સને ઓળખ્યાજ ક્યાં છે તમે..!

એક વાત પુછુ??

જી બોલો ને..!

ગોમ્ઝી અને હું તો સરખા છીએ.. આપની dob જાણી શકું??

મેં કીધી અને ઉત્તર માં મેડમ બોલ્યા..”ઓહહ.. પુરા ૩૬૨ દિવસ મોટા! એટલે તમે કહી શકાય..!” (વાતમાં ને વાત માં એને જણાવી દીધી એની dob વાહ..! ત્રુલી ઇમ્પ્રેસિવ…..!!!)

જોકે ખાસ ફર્ક નથી! આપની મરજી હશે તો આપને એક બીજાને “તું” વડે આસ્કી (બોલાવી) શકીએ..!

હજી વાર છે મિસ્ટર વ્યોમ…!

બાકી તમારી હિમત પણ કાબિલે તારીફ નીકળી.. બેજ દિવસની ઓળખાણ માં તમે આમ ૬ કલ્લાક મારી સાથે.. એકલા.. વીતાવશો..!!!.. ડર ના લાગ્યો..??

કોનો..?? તમારો..!!! હમમ… તમે ઘણા ઊંચા વિચારો બાંધી રાખ્યા લાગે છે ખુદના માટે..!!!

એટલે??

એટલે એમ.. કે કયા એન્ગલ થી તમે ડરાવી શકો કોઈને..!!! એકડો મચ્છર કરડ્યો હશે અને.. વાયરલ થઇ ગયો! સાવ ઢીલા..!

ઓ મેડમ.. પ્લીઝ્ઝ હાને..! હું ગુસ્સે થયો ને તો.. મારો નેચર પણ વાઈલ્ડ બની જશે પછી…!!

વ્હોટ એવર.. તમે અને ગુસ્સો… વાહ..! આજની નવી જોક…! દોસ્ત એક વાત કહું..?? તમે ક્યારેય ગુસ્સો નહિ કરી શકો..! અને આ વાત હું મારા ડ્રોઈંગ સાથે દીવાલ પર લખવા તૈયાર છું!

જોકે વાત તો સાચી છે..! હવે એનું કારણ કહેશો..??

ફરી ક્યારેક.. અત્યારે તો… ઢોલાજી ને રસોઈ માં થોડી હેલ્પ કરાવી દઉં ને.! એ બિચારાને અમારા વાંકે ઘણું સાંભળવું પડ્યું..!

અરે He can manage.. don’t vary..તમે હવે અહી તકલીફ ના લેશો..પ્લીઝ્ઝ..

તકલીફ કેવી.. આમેય ફ્રિ જ છું.. રીમોટ પણ તમારા હાથમાં છે.. એટલે મારી પસંદગીની ચેનલ પણ નહિ જોવાય..! (સો ડફર આઈ એમ..!) અને વાતો.. તમને આવડતી નથી.. સો… કિચનમાં જઈને થોડી કળા કરી લઉને..!!

ઉપ્પસ્સ્સ.. સોર્રી.. એ વિષે તો ધ્યાન જ ના ગયું..! લો તમે જોઈ શકો છો.. (રીમોટ એને ધરતા કહ્યું!)

અરે, કિડિંગ યાર..મને ટીવી પસંદ નથી.. તમે આરામ કરો હું જોઉં તમારું ઘર અને કિચન બંને..! (ઢોલાને બુમ પાડી કિચન તરફ વળી..!.. મંદ મંદ હસતો.. એના વિચારે ચડી ગયો.. ક્યારે ઊંઘ આવી ગઈ એય ખબર ના પડી)

ક્રમશ:
કથાબીજ : મીશા એહ્સીમ..
~એજ..તન્મય..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s