તારા મૈત્રક પાર્ટ -૫

પછી તો જયારે આંખ ખુલી ત્યારે… સીધો જ હોસ્પિટલ માંથી જડી આવ્યો..! એકાદ બે નહિ.. પુરા ૧૯ કલ્લાક હું બેભાન રહ્યો હતો .. આવું આમ તો પહેલા ય બન્યું હતું , બીમારેય ઘણી વાર પડ્યો હતો… પણ હોસ્પીટલાઇઝ્ડ કરવો પડ્યો .. એ જરાક વધુ હતું!

જામનગરથી મામા – મામી અને અમદાવાદ થી માસી પણ આવી ગયા હતા. શું થયું હતું મને તો કોઈ જ અંદાજ નોહ્તો..! આ વખતે તો ડો. શાહની દવાઓ પણ કારગત નીવડી નોહતી…! એ એજ જૂની બીમારી હતી કે પછી……………!!!

“અરે, મામી તમે ?? કીધું તો હતું સૌ સારું છે ..??!!!..અને મને આમ હોસ્પિટલ માં કેમ લાવ્યા ટપ્પી ના પડી..!!?? (બીમાર ખુદ બીમારી પૂછી રહ્યો હતો..!! જોરદાર ને..!!)

“પાગલ, શું ધૂળ સારું છે ..?? ૨૦ કલ્લાકે તો તને ભાન આવ્યું છે..! આ તો પેલી છોકરી અને એનો ભાઈ, ઢોલા સાથે મળી તને અહી ના લાવ્યા હોત તો….શું થાત તારું ..??!! હજાર વાર કીધું છે સ્ટ્રેસ અને વર્ક લોડ વધુ ના લે.. સાંભળતો જ નથી ને..!! હવેથી તારું ભણવાનુ જ બંધ કરાવી દઉં છુ જો તું..!! નથી જોઈતો મારે કોઈ સાયન્ટીસ્ટ..!! સાજો થઇ ઘેર આવ એટલે તારો ફેંસલો કરી જ દઉં આ વખતે.. માસી પણ અહીજ છે..!!”

મામી એક જ શ્વાસે બોલી ગયા ત્યારે અંદાઝ આવ્યો…….હું ખરેખર “બીમાર” હતો…!અને આ વખતે થોડો વધુ હતો..!

“પણ મને શું ખબર … ડો. શાહ આવ્યા અને દવાઓ આપી.. પછી ક્યાં ઘર ની બહાર નીકળ્યો!” (રાંડ્યા પછીનું ડહાપણ… બીજું શું..!!)

“બેટા , સ્ટ્રેસ, ઉજાગરો સાથે ડ્રાઈવિંગ ફોબિયા… બધું ભેગું છે.. તારા મામા ડોક્ટર્સ સાથે કન્સલ્ટ જ કરવા ગયા છે. અને તું તો વાત કરતા કરતા જ બેભાન થઇ ગયો હતો… એવું પેલી છોકરી… મીષા કહેતી હતી ! એણે અને એના ભાઈએ તને અહી પહોંચાડ્યો.!! એ હજી બહાર જ બેઠી છે! બિચારી…. કહેતી હતી એનો ફોલ્ટ છે તારી આ દશા માં .!!”

મામી મારા ભાનમાં આવ્યાની ખબર મામા અને ડોક્ટર્સને આપવા બહાર ગયા.. અને ત્યાં જ મીષાની એન્ટ્રી .!

આવીને સીધીજ રડવા લાગી! “અરે, શું થયું ..?? એકદમ કેમ ક્રાયવા (રડવા ) લાગ્યા ..!” આઈ થીંક…. શી ઈઝ વેરી મચ કન્સર્ન અબાઉટ મી..!

મેં વાતાવરણ થોડું હળવું કરવા.. રમુજ આદરી.. પણ .. મીષાની આંખો માંથી “મીષા” વહી જ રહી હતી.. અવિરત ..! ગંગા સાગર ની જેમ .. નર્મદા ની જેમ ! થોડી વાર પછી મારે જ ઉભા થઇ પાણી આપવું પડ્યું ! (બીમાર કોણ હતું .. અને બીમારી શું હતી ….એતો હવે ક્યાં ખબર છે ..!!)

એમણે પીધું અને થોડા સ્વસ્થ લાગ્યા ..! મીષા નો “અશ્રુ પ્રવાહ” ધીમો પડ્યો હતો.. સાબરનાં અમદાવાદ પહોંચતા સુધી ઓછા થઇ જતા પ્રવાહ ની જેમ…! પણ અટક્યો તો નહિ જ..!

“હવે ટેલશો (કહેશો) શું થયું તમને ??”

આઈ એમ સોરી ..! (આંખો ઢળેલી.. થોડા હોઠ ફરકયા..! ઉત્તરના ભાગ રૂપે..!)

કેમ ?? (કેવો અડબંગ જેવો સવાલ નહિ..!!)

“મારા જ કહેવાથી તમે એ દિવસે રાત્રે રોકાયા….અને.. મને ખબર નોહતી તમારો ચોક્કસ પ્રોબ્લેમ શું હતો ! ગઈ કાલે મામી સાથે વાત થઇ ત્યારે જ જાણ થઇ..! તમારું લેગ પુલિંગ કરવામાં તમે ખુબ વધારે ખેંચાઈ ગયા.. એટલે.. ફરીથી માફી માંગું છું.. આઈ એમ સોરી..”

Image

“ઓહ્હ.! આ મામી પણ…!!.. હા, બીમારી તો છે ..! અને આજીવન રહેવાની પણ છે..! માણસની માનસિકતા ઘણી જીદ્દી હોય છે.. બહુ ઓછી બદલાય છે ! છતાં પ્રયત્નો ચાલુ છે ..! અને પરિસ્થિતિ ઘણી સારી છે! એટલે તો છેક તમારા ઘર સુધી જાતે આવી શક્યો હતો..! બાકી પહેલા તો રસ્તા માં ચાલતા ય બીક લગતી..! કોલેજ પણ બે વર્ષ X સ્ટુડન્ટ તરીકે પાસ કરી..! અને એમાં આપનો કોઈ વાંક નથી ..! તમને ખબર ના જ હોય બટ નેચરલી ..! અને ભૂલ તો મારી પણ હતી ને .. મારે જ સમજી ને….. એટલે … ડોન્ટ બી સોરી પ્લીઝ્ઝ્ઝ…” (વાહ વ્યોમ.. નોટ બેડ..! મીષાની સામે પહેલી વાર આખી ચાર પાંચ લાઈન્સ બોલાઈ હતી..!)

આટલી વાતચીત પછી એ થોડી રિલેક્ષ જણાઈ . મામા , મામી , માસી, ડોક્ટર્સ બધાજ સાથે આવ્યા. ચેક અપ થઇ ગયો ..રીઝલ્ટ.. ઓલ ઈઝ વેલ ..! એકાદ દિવસ માં રજા લઇ શકાશે! થોડી વિકનેસ હતી હજી, એટલે સાવચેતી રૂપે આજે તો રોકાવું પડે એમ હતું!

“બેટા , તું ય હવે થોડો આરામ કરી લે .. આખી રાત જાગી છું .. ” મામી, મીષાને ઉદ્દેશી બોલ્યા ! ઓહહ..! પેલો ફેમસ ડાયલોગ યાદ આવી ગયો ! “આપ હમારે લિયે જગી ક્યોં.??..આખિર હંમ આપકે હૈ કૉન.????”

“ના મામી .. વાંધો નથી .. આઈ એમ ઓકે ..!” મીષાજી ઉવાચ..!

(મારા મામી ને એય મામી કહે છે !… સો અંડરસ્ટેન્ડિંગ ..! બટ આઈ થીંક ઇટ્સ માય ટર્ન) “તમે નાહક ની ચિંતા કરો છો ..! મને હવે કૈંજ થવાનું નથી ! તમે કોઈ બોજો રાખશો નહિ .. અને પ્લીઝ્ઝ આપ ઘેર જઈ થોડો આરામ કરો .. અને ઈચ્છા હોય તો સાંજે પાછા આવી જજો .. હું રાત્રે આપને ઘેર મૂકી જઈશ ..!” ( વાહ..! વ્યોમ.. જોરદાર બાકી.. પથારી માંથી સીધો એને મુકવા જઈશ.. રાત્રે.. સેલ્ફ ડ્રાઈવ કરીને..!!!)

“એટલે ફરીથી કાલે પાછો હોસ્પિટલ માં …!!! ( લોલ….મામી એ જ પકડી પાડ્યો…!!)” મામી બોલ્યા અને અમે ત્રણેય હસી પડ્યા !!! “હા બેટા , તું થોડો આરામ કરી આવ .. ત્યાં સુધી હું આ ડફોળ જોડે છું !.. સાંજે આવી જજે.. તારા ઘેર મેં વાત કરી લીધી છે ..! લક્ષ્ય અને તારી મમ્મી અહી આવતા હતા .. પણ મેં જ નાં પડી ..હું તારી ઈચ્છા હશે ત્યારે તને પહોંચાડી દઈશ ..!! હમણાં તું જા .. સુઈ જા થોડું ..! અને હા.., ફ્રેશ થઇ મારા ડ્રેસ ઘેર પડ્યાજ હશે.. કોઈ પણ પહેરી લેજે.. ચિંતા ના કરતી.. તે અમારા ડફોળ ને ઘણો સાચવ્યો છે.. દિલ થી પાડ માનું છું..!!”

“જી મામી .. મારે થોડું સ્લીપવું .. આઈમીન સુવું તો પડશે નહિ તો બાજુના બેડ પર ભરતી થવું પડશે..! સોરી ઈંગ્લીશ થોડું…! ને હા.. ફરીથી આવો પાડ નો પહાડ બાંધ્યો છે.. તો કિટ્ટા કરી દઈશ..!!” (ટુ ગુડ.. ટુ ફ્રેન્ડલી.. ઇવન વિથ મામી ઓલ્સો..! )

“હા હા હા હા … સારું સારું.. ચલ નહિ કહું બસ અને મને ખબર છે દીકરી તારું ઈંગ્લીશ.!!! હવે તો હું પણ અંડરસ્ટેન્ડી ગઈ છું..! અને ખરું કહું તો … મને તો ખુબ ગમી તારી આ ઈંગ્લીશ .. મારા જેવી વાતોડિયણ ને તારા સરીખી કંપની રહેશે ..! ચલ , તું અને માસી ડ્રાઈવર સાથે જાઓ… અને એને કહેજે… ઢોલા એ ટીફીન બનાવી રાખ્યું છે એ લેતો આવે.!”

મીષા ગઈ….એને જતા જોતા .. મામી મને જોઈ રહ્યા ..!

“કોણ છે આ માયા ..??” સીધો પોઈન્ટ બ્લેન્ક એટેક..! મામી નો ..!

તમે જાણી જ લીધું હશે ને ..!! અત્યાર સુધીમાં બાકી થોડી રાખ્યું હશે..!!

હાસ્તો .. પણ તારા મોઢે સાંભળવું છે..!!

ફ્રેન્ડ ની સીસ છે .. (ખબર હતી … જવાબ થી મામી ખુશ નહિ જ થાય !)

એ તો આખી દુનિયા જાણે છે ..!! મારે એ જાણવું છે જે અદ્રશ્ય છે..!!

એટલે ..??

ચલ નાટક ના કર .. સીધે સીધું કહી દે..! ફ્રેન્ડ ની સીસ કઈ એમ ને એમ રાત્રે ના રોકાય બકા….. એટલી તો દુનિયા જોઈ છે તારા રિલાયન્સ પ્રેમી મામા સાથે રહીને..!!!

અરે મામી .. એવું કશું નથી .. સાચું કહું છું ..!! (લૂલો બચાવ..!)

હમમ તો મારે એને પૂછવું પડશે .. સાંજે હું ઘેર જઈ પૂછી લઈશ ..!! બાકી મને તો મજાની લાગી.. મેં તો એની ઇન્ક્વાયરી કરવા… રાજકોટ મારા પિયર પણ કહેવડાવી દીધું છે..!

ઓહ્હ..! પહેલા મને તો પૂછવા દો..!! તમે તો વગર છોકરીએ કંકોતરીઓ વહેંચી નાખી..!

એટલે ..??

હા , હજી તો મારે જ પૂછવાનું બાકી છે .!!

લે , છોકરી આટલી સિગ્નલો આપે છે….અને તું… સાવ ડફોળ જ છું .!!

અરે , પણ એ માત્ર ફ્રેન્ડ તરીકે હોય તો ..?? અમે લગભગ સરખાજ છીએ .. અને હજી તમે તમે કરીએ છીએ .બોલો…!! મને નથી લાગતું કૈંક હોય.. અને આમેય હજી તો ત્રીજી વાર મળી છે..! નોટ મળી.. એક્ચુલી.. જોઈ છે એ શબ્દ વધુ પરફેક્ટ રીતે સેટે (બેસે.! મીષાનું ઈંગ્લીશ..!)

અરે વાહ.. ત્રણ વાર જોઈ એમાં એની ભાષા પણ આવડી ગઈ…!!!…. ઓકે, ચલ એક કામ કરીએ ..!! સાંજે ચા નાસ્તો લઇ એને જ મોકલીશ .. અને બીજું કોઈ નાં હોય એવું સેટિંગ કરી દઈશ..! પછી એકાંત માં પૂછી લેજે.. અને એના મનની વાત પણ જાણી લેજે..!! ત્યાં સુધી થઇ જા મેન્ટલી પ્રીપેર્ડ….!! અને એ પગલી ની ઈંગ્લીશ માં … પ્રીપેડી (તૈયાર ) જા …!!!

ohhhhhooooo મામી તમે પણ .. વાહ..! ચાલો એમજ કરીએ .. ત્યાં સુધી હું થોડો રેડી (તૈયાર થઇ) લઉં ..!! પણ તમને ગમી ને ..??

અલ્યા ડફોળ … તે એમ અમસ્તું તને આગળ વધવા કહું છું ..??!! આમ તો તુય સાવ તારા મામા પર જ ગયો છું ..!! મને હજી નથી ઓળખી શક્યા ..!!

એક જ વેલો ને..!! અમે આમેય સ્ત્રીઓ ને નથી ઓળખી શકયા..!

હાસ્તો.. ચલ સુઈ જા .. નહિ તો પાછો સાંજે એ માયા આવશે અને તું સુતો હોઈશ..!!

હાશ..! મામી તરફથી ગ્રીન સિગ્નલ અને … સાંજની રાહ જોતો .. મીષાની રાહ જોતો .. ફરીથી .. નિંદર રાણીના હવાલે (આ વખતે તો સંપૂર્ણ ભાન માં જ હતો ..!!)

ક્રમશ:
કથાબીજ..: મીષા એહ્સીમ..
~એજ તન્મય..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s