તારા મૈત્રક પાર્ટ -૬

અઘરું છે નહિ… પ્રેમ માં પડવું અને પાછુ અભિવ્યક્ત પણ કરવું..!! હવે સમજાતુ હતુ પબ્લિક કેમ સ્ટાર્ટિંગ ટ્રબલ અનુભવે છે… આ કળામાં..! જુઓ ને હું પોતે પણ આખી બપોર સુઇ કયાં શક્યો હતો..! સાંજની રાહ જોવામાં..!!

રાહ જોતો હતો મીષાની અને સામે આવ્યા આંટી.. (મામી અને લક્ષ્ય પણ..!)

“હવે કેમ છે બેટા..?” આન્ટી નો વ્હાલસોયો હાથ ફરિ રહ્યો મારા હજિય ૧૦૨* ડિગ્રી માં શેકાઇ રહેલ કપાળે.. મામી, માસી અને હવે આન્ટી… કોઇએ મમ્મી પપ્પાના ગયા પછી એમની ઓછપ આવવા નથી દીધી..!

“બસ, તમે આવ્યાં ને… હવે તો સારું થયેજ છુટ્કો..!” (બોલવામાં તો હવે હું પણ..!)

હ્મ્મ્મ્મ.. એ તો છેજ ને..! ક્યાં સુધી મારા દિકરાને હેરાન કરશે.. તાવ ને ય હારવું પડશે એક માં સામે..!

તમે આવ્યા એ ખુબ ગમ્યું .. પણ નાહકની તકલીફ લીધી ને ..!

એ બધી વાતો પછી …. જયારે બાકીનું મોડ્યુલ શીખવા આવે ત્યારે..!

“એ ના હોં ..!!.. હવે કોઈ મોડ્યુલ ફોડ્યુલ નથી ટીચવાનું …(શીખવાનું..!)! “મામીએ તો આવતાની સાથેજ ધડાકો કરી નાખ્યો અને .. મારી બિલકુલ બાજુમાં બેસતા કહ્યું … “છોકરો આમ ને આમ તો અર્ધો થઇ જાશે મારો ..! નથી બનાવવો એને કોઈ સાયન્ટીસ્ટ.. બાયન્ટીસ્ટ..! (મીષાના ઈંગ્લીશ સાથે જામનગરી લેહ્કો ..! વાહ ..! મામી તો બરોબર ખીલ્યા છે આજે ..!)

તે આમેય ક્યાં શરીરે સુખી છે..! અને શું બનાવવો એ તમે જાણો .. બાકી હું તો આ તમારા વ્યોમને દર રવિવારે મારે ત્યાંજ રાખવાની ..!! એક દહ્ડો તો ઘરનું જમશે બિચારો..!! પેલો ઢોલો એના જેવુજ રાંધશે ને..!! (આંટી..!! ઓહ્હો..! બરોબરની ટક્કર આપી..!)

“હા ભાઈ , પાતરા અને સેન્ડવીચ ઢોકળા ….. બનતા હોય તો રોજે રોજ આવું તમારે ત્યાં ..!” (ડપકું મુકવામાં તો હું પણ ..!)

અરે હા ને , એ ઢોકળા મેકર નેજ ઘેર બોલાવી લઈશું ને.. ફિકર નોટ દીકરા….! (મામીએ આંખ મીચકારી…!!!… અને…હું તો આમેય એન્જીનીયર અને પાછો સાયન્ટીસ્ટ..!!.. એટલે માર્મિક ભાષા માં ટપ્પી જ ક્યાં પડવાની.. .. સો ફરીથી અડબંગ જેવો સવાલ … ) “એટલે ..???” મામી ને પૂછ્યો..!

એટલે એમ ડફોળ …કે તું સાજો થાય પછી મીષાજી તારા ઘરને રીનોવેટ કરવા આવશે ..!!! એ ના પાડતી હતી .. પણ મેં માનવી લીધી છે ..! એમની મમ્મી એટલે કે તારા આ આંટી અને ભાઈ લક્ષ્ય બંનેની સંમતિ મળી ગઈ છે ..!!! એટલે એ આવીને રાંધશે.. ઢોકળા ને પાતરા..!!!….(ઓહ્હ.!!! મામી you આર ટૂ ગ્રેટ ….! પણ મારી ડફોળાઈ એમ તે કઈ થોડી ઓછી થવાની .. એટલે ) “અરે પણ તમને કઈ રીતે ખબર પડી એ ડ્રોઈંગ.. જાણે છે …???” (બેફીઝુલ સવાલ પૂછી બેઠો ..!)

“એ તું એનેજ પૂછી લેજે આવે ત્યારે ..!! ત્યાં સુધી કર આરામ ..!” બંને બહાર ગયા અને હું અને લક્ષ્ય વાતે વળગ્યા.. મોડ્યુલ માટે આગળ શું કરવું..! નક્કી તો હતુજ.. બંને ઘરે થી મને તો ડ્રાઈવ કરવાની પરમીશન નહિ જ મળે..!!

કિન્તુ મારી મીષા ક્યાં છે ..!!??? જાત સાથે આ એકજ સવાલ પૂછી પૂછી ને થાક્યો હવે છેલ્લા ૨ કલ્લાક થી..! અને આ મેડમ પણ જાણે એર ઇન્ડિયા ની ફ્લાઈટ હોય એમ … તરસાવી રહ્યા હતા .. આગમન માટે …!

અને આખરે….. આઇયે આપ કા ઇન્તઝાર થા .. અંતે આવ્યા તો ખરા ..! પણ આ શું ..?! Totally surprised..!!! એની પસંદથી તદ્દન વિપરીત .. (મને ખબર હતી ત્યાં સુધી .. એને લાઈટ કલર્સ વધુ ગમે છે ..!) પ્લેન બ્લેક પટિયાલા માં સજ્જ …..નેક અને બોટમ ડાર્ક મરુન લેસ થી સુશોભિત ..… વાળની ફૂલ આખ્ખી ચોટી, એમાય નીચે રબર બેન્ડની જગ્યાએ ફેન્સી ફૂમતા …. કાન માં મોટા લટકણીયાં .. સાથે હાથમાં બાર બાર ચૂડીઓ નો હાયડો રણકાવતી..!!!..હાઈ હિલ માં પોતાની ઉંચાઈ અઢી ઇંચ વધારતી …!!!…. બિલકુલ પંજાબી કુડી જેવી મિઝ મીષા ધ ગ્રેટ..!! એન્ટર થયા..!.. આ રહસ્યમઈ મીષાને જેમ જાણતો થયો એમ .. એના ઊંડાણ માં વધુને વધુ ખૂંપતો ગયો..!!.

તુસ્સી ચાય લોગે યાં ગન્ને દા જ્યુસ..??!! (જોયું, આવતાની સાથે જ જણાયા .. મેડમજી….!)

જી આપ કો જો સહી લગે વો દેદો ..!!

ઓકે જી.. આપ ના …જ્યુસ હી લો .. ચાય આપ કો સુટ નહિ કરેગી..!

શુક્રિયા જી ..! વૈસે પંજાબ કાફી ખુશ હોગા આજ તો ..! (હવે થોડું ઘણું હું પણ શીખી રહ્યો હતો…. “લેગ પુલિંગ”)

જી ઉસકા ના પુરા ક્રેડીટ મૌસી જી કો જાતા હૈ ..!!! (ત્યારે જ ધ્યાન આવ્યું .. એ માસીની સાથે તો આવી હતી..! વાહ રે વાહ..!! આ માયા તો સાચેજ અઘરી છે..! માસી તો શું ખુદનેય ભૂલી જવાનો..!!!)

“હા બેટા , એ તારી મામી પણ સાવ જામનગર વાળી જ થઇ ગઈ છે ..! જોતી ય નથી કેટલો ફર્ક છે બંને માં..! એના સુટ આને ક્યાંથી સેટ થવાના..!! એટલે મેં એને માટે થોડું શોપિંગ કરી લીધું ..! અને ગીફ્ટ આપી સરપ્રાઈઝ કરીને.. આમ પણ હું એને જોઈ રહી છું ત્યારથી જ સરપ્રાઈઝ છું..! એટલે મેં એને કરી..! અને જો… ખુબ ગમી લગે છે..!!.. અહી હોસ્પીટલમાં પણ આવી રીતે તૈયાર થઈને આવી…! સાચેજ ખુબ મીઠડી છે ..!” માસીના ક્લેરીફીકેશન થી સમજાઈ ગયું કે પસંદગી કોની હતી .!

Image

“ચલ વ્યોમ , હું જમી આવું . પછી અહીથીજ મીષાને લઇ જઈશું અમારી સાથે…. તારા મામી અમને છોડતા જ નથી !!.. કહે છે જમ્યા વગર જાઓ તો મારું આખું ગુજરાત લાજે ..!!” લક્ષ્ય બોલ્યો અને હવે મામીનો પ્લાન થોડો થોડો સમજાયો ..!

હાસ્તો….ને જમ્યા વગર થોડી જવાય એમ ..? આવજે….અને મોડ્યુલ વિષે પછી વિચારીશું.. પહેલા તો મામીને મનાવવા પડશે.. નહિ તો નાખી દેશે મને એજ કપડાના ધંધા માં..!!! ચલ આવજે..!

લક્ષ્યે વિદાય લીધી .. અને માસી .. અમને એકલા છોડી બહાર ગયા .. કારણ આપ્યું .. એસી માફક નથી આવતું …!!! બોલો .. અમદાવાદ એમનો આખો બંગલો સેન્ટ્રલી એસી છે અને …!! હાસ્તો .. મામી નો જ પ્લાન બીજું શું …??

અને હવે મારી ધડકનો વધતી હતી ..! તાવની અસર જાણે કે અત્યારેજ વર્તાઈ રહી ..! હાથ પગ ધ્રુજવા માંડ્યા અને જાણે બધીજ શક્તિ હણાઈ ગઈ હોય એમ ……સાવ સાચુકલો ઢીલો થઇ ગયો ..!

અરે , તમને શું થયું ?? કઈ થાય છે ??

અરે ના .. આતો બધા ગયા એટલે.. પાછુ એકાંત થઇ ગયું .!.. મને એકલા નથી ગમતું એટલે જરા …..

કેમ ?! હું તો છુને ..!!! as per u…. ઓલ ઇન વન ..!

એની ક્યાં ના છે…! BTW એક વાત કહું ..?

બે કહો .. આજે છૂટ તમને…!!

મને ખબર છે ત્યાં સુધી તમને … ડાર્ક કલર પસંદ નથી … તો પછી ..??

હા , સાચી વાત .. પણ માસી એટલા પ્રેમથી લાવ્યા …. એટલે હું ના ન કહી શકી ..!! કોઈની લાગણી નો અનાદર કરવો પણ યોગ્ય નથી ને ..?? એટલે ખાસ .. અને આમ પણ just for a change…… લાઈટ કલર માં એકાદો બ્લેક હોય તો વોર્ડરોબ થોડું વાઈડ રેંજ નું લાગે ને ..!!!

થેન્ક્સ .. આપની સમજશક્તિ પર આજે ખરા દિલથી મુસ્તાક થઇ ગયો….! થેંક્યું વેરી મચ ..! (શું સમજણ હતી એની ..! આને તો “હા ” પડાવવી જ રહી …!)

નોટ ફેર વ્યોમ … એવું નાં બોલશો .. તમારું ફેમીલી પણ એટલુજ ફ્રેન્ડલી છે ..! સાચે જ તમે લકી છો જે આટલા કાળજીવાળા સગા છે ..! બાકી …

બાકી.. .??

કઈ નહિ .. જવાદો ફરી ક્યારેક ..

એક વાત પુછુ ..??

આમ વારે વારે પરમીશન કેમ લો છો ?? ઓકે કહો હવે ..! બીમાર માણસને કોણ ના પાડે …!!

એતો મારી આદત છે અને હા .. તમે આમજ કીધા કરશો (હા પાડતા રહેશો..! ) આજીવન બીમાર રહેવા પણ તૈયાર છું ..!! (કૌંસ ની વાતો જાહેરમાં બોલી શકાતી હોત તો ….)

વ્હોટ એવર ..!!! હવે ટેલશો .???.(કહેશો !)

તમે આટલું બધું મેનેજ કઈ રીતે કરી શકો છો? આઈ મીન … ઘણી બધી પરીસ્તિથીઓ, કળા વિષયક પ્રતિભા સાથે એક સરખો ન્યાય.. !!! રીયલી .. આઈ એપ્રીસિએટ ધેટ …..

ઘણી લાંબી કહાની છે …. આ સમજ .. આ જે કઈ પણ થોડું – ઘણું શીખી છું , એની પાછળ ….!!!! અત્યારે કહીશ … તો બીજો એકાદ મહિનો અહી જ નીકળી જાશે …… !!!! :પી

આડી – અવળી વાતો જ .. કામ ના ૩ શબ્દો .. કેમે’ય કરીને નીકળતા જ નહોતા .. !!! વ્યોમ આજે પોતાની જ બુંદો થી.. સર્જાતી મીષા સામે .. વામણો પુરવાર થઇ રહ્યો …. લાગણી વધી રહી હતી .. ને મીષા નો ચહેરો પણ જોઈ શકાઈ એમ એમ નો’તું …. !!! .. જાણે તેજ – તર્રાર વરસાદ માં સીધી આંખો ખુલે જ નહિ એ રીતે …!!

આજે એક વધુ વાત સાબિત થઇ હતી .. શરમ માત્ર સ્ત્રીઓનું ઘરેણું નથી હોતું . .! મારા જેવા ડફોળ પણ એ ધારણ કરી શકે છે ..!!! થોડી ઘણી હિંમત એકઠી કરી ઉંચે તો જોયું અને ..) તમે ..??

હા , કહોને શું …. તમે ..??

તમે સ્ત્રીઓ હાઈ હિલ કેમ પહેરો છો ..?!!!!! ( ઓફ્ફ્ફ્ફફ્ફ …. ફરીથી બફાટ …! યાર મારું કઈ નહિ થાય . .!)

કેમ ..?? અમારી મરજી .. તમારે પહેરવી હોય તો છૂટ … છે …!!! ( ખબર જ હતી … આવીજ કોઈ સિક્સર આવશે ..!)

ઓ મેડમ .. અમે જેટલા છીએ એટલા જ દેખાઈએ છીએ .. તમારી જેમ વધારે ઊંચા દેખાવાની અમને જરૂર નથી સમજ્યાને ..!! (પત્યું ..! આખોય મૂળ ધૂળ – ધાણી . .!)

એ તમે ઈચ્છો તો ‘ય નહિ કરી શકો ..!

એટલે ..??

એટલે એમ મી.. વ્યોમ …….. કે સ્ત્રીઓ હમેશા તમારાથી વ્હેંત ઉંચેરી જ રહેવા સર્જાઈ છે ..! અને એ વાત તમે જાણવા છતાં સમજતા નથી .. એટલે અમારે જ હાઈ હિલ પહેરી … તમારાથી ઊંચા દેખાવું પડે છે .. એટલે કદાચ તમારે વાત કરવી હોય , ફેસ ટુ ફેસ , આંખો માં આંખો પરોવી .. ત્યારે પણ તમારી પાપણો આખી ખુલ્લી હશે .. અમારી ઉંચાઈ વાંચવા તમારે ગરદન પણ ઉંચી કરવી પડશે .. જયારે અમે …… બાલ્કની માંથી ફિલ્મ જોતા હોઈએ એમ .. થોડી જુકેલી . .!!.. જવાદો .. વધારે કહીશ તો પછી …….

પછી શું ..?? અને આમે ‘ય બાકી શું રાખ્યું .. તમે ..??? ( આખાય પ્લાન ની પથારી ફરી રહી હતી .. અને હું સાચેજ ડફોળ સાબિત થઇ રહ્યો હતો ..!!)

ઓકે .. તો સાંભળો .. એ રીતે જાણે રઝીયા સુલતાન એના કનીઝ સાથે વાત કરતી હોય ..!! સમજ્યા ..?? કે આપું વધારે ડીટેલ ..??

સમજી ગયો મારી માં ..!!

(તરત જ એને ઉભા થઇ … થર્મોમીટર મારા મોં માં મૂકી દીધું .. અને માપી લીધા પછી કહ્યું ..) જોયું .. સ્ત્રી સાથે વાત કરતા તમે નોર્મલ થઇ ગયા ને ..!!!! Congretss .. તાવ ૧૦૦ ની નીચે છે ..!

thankss. .

લ્યો … આમાં ‘ ય thenkss..?? આમ વાતે વાતે કહેશો તો આખી જિંદગી એમ જ કહેતા રહેશો . .!!!

એટલે ..??? (માર્મિક સવાલ .. આ વખતે તદ્દન સાચો ..!)

જોયું ..?.. આ એક વધારે અવગુણ ..! છોકરી જરા સરખી ખુલે … કે બસ .. ફલર્ટ શરુ ..! તાવ માં ય ભાન ના રહે . .!!

મિઝ .મીષા અહી એ વાત ની શરૂઆત તમે કરી છે .. અને તમે જ કીધું ને …. ધેટ આઈ એમ નોર્મલ … સો … તાવ ક્યાં છે હવે ..???!!!

વ્હોટ એવેર .. મારી વાતો તો આવી જ રહેવાની ..! પાલવે તો કહો ..! નહિ તો આગળ વધ ..!!

વધ ..???

ઓહ્હ. .! સોર્રી .. આગળ વધો એમ કીધું ..!

નો નો ઇટ્સ ઓકે … તમે વધ પણ કહી શકો ..! આઈ ડોન્ટ માઇન્ડ …
ના .. ના .. સારું ના લાગે ..!.. તમે તો મોટા છો મારાથી ..

૩૬૨ દિવસ વધારે ના કહેવાય મિઝ ..! તમે કહી શકો છો ..!

નોટ એટ ઓલ ….. (આખી ય વાત – ચીત દરમ્યાન એની ચોટી સાથેજ રમતી ..! વાળની આગળ આવતી લટો સાચવતી .. આંખોથી ય ઘણું ખરું કહી રહી ..!) પણ અહી એક વાત નક્કી હતી .. જો એને પણ એવી કોઈ લાગણી હોત તો અત્યાર સુધી કહી ચુકી હોત ..એટલી તો બિન્દાસ હતી જ …! અને હું પણ માંડ ૫ એક મુલાકાતને પ્રેમ સમજવાની ભૂલ તો નથી કરી રહ્યોને ?.. દિમાગે દિલને ઉત્તર આપ્યો .. બેટા વ્યોમ . . યુ હેવ સ્પેન્ડ સમ મોર ટાઇમ …. વિથ ઈચ – અધર ..! આટલી ઉતાવળ માં ક્યાંક છોકરી ભડકી જશે તો … આખી જિંદગી રોવું પડશે .. વિરહ વેદના માં તન્મય બનીને ..! એટલે થોડો ડીફેન્સીવ બની ગયો ..!)

અરે , જસ્ટ ટ્રાય તો કરો ..!

(થોડી રાહ જોયા પછી કહ્યું ) ઓકે પણ એક શરતે ..!

બોલો જી ……. આપકા હુકમ સર આંખો પર .. !

તમારે પણ મને નામ થી બોલાવી પડશે ..!!

સ્યોર .. પણ લેડીઝ ફર્સ્ટ ..!

ઓહ્હ ..! ઓકે …. વ્યોમ … હવે કેમ છે ………………તને ???..!!! :પી

ઓયે હોયે … સારું છે …………………. મીષા…!!!!

બંને હસી પડ્યા અને અમારો અવાજ સાંભળી … માસી આવી ગયા અંદર ..! (એમને થયું કે વાત પાકી થઇ ગઈ .. મને ઈશારા થી પૂછી જોયું .. પણ ઉત્તર વાંચી .. એજ વર્ષો જૂની ઉદાસી અને વિલાયેલા ચેહરા સાથે બહાર વળી ગયા પાછા ..!)

થોડી ઘણી વાતો વધુ .. અને હવે માત્ર ઓળખતા બે ચહેરા … બે પાત્રો … હવે મિત્ર બની રહ્યા હતા .. લેગ પુલિંગની માત્રા ઓછી થઇ રહી હતી અને …. પસંદગીની વાતો સરખી રીતે થઇ રહી હતી .. બે ફ્રેન્ડ વચ્ચે ..!.. કદાચ આજ રસ્તે આગળ વધવું યોગ્ય હતું.. મારી સમજ મને આજ કરવા કહી રહી હતી……..

ક્રમશ:
કથાબીજ..: મીષા એહ્સીમ..
~એજ તન્મય..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s