વ્યોમને તો બિચારાને ક્યથી ખબર હોય… મીષા પણ એજ રીતે વિચારી રહી હતી.. અને એનું “લેગ પુલિંગ” કઈ અમસ્તું નોહ્તું..! એક ઉશ્કેરાટ હતો.. દિલની લાગણી અવ્યત્ક્ત રાખવા બદલ એ વ્યોમ પર થોડી ગુસ્સે હતી..!
અને વ્યોમ પાસે તો પાત્રો પણ હતા.. મામી કે પછી માસી.. અને મીષા…. એકલી અટૂલી.. કોઈ સખી કે સાથી વિનાની…. અને અવઢવ પણ ખરી ને.. કદાચ વ્યોમ એને માત્ર દોસ્ત સમજતો હોય તો…!!! એટલે આગ તો બંને તરફ હતી.. એક મેક ના અંતર માં…. અદ્રશ્ય, અસ્પૃશ્ય, અવ્યત્ક્ત લાગણીની આગ..! જોઈએ હવે.. કોણ પહેલ કરે છે…! પ્રપોઝ કરવાને..!
આ પળો પણ કેવી અનેરી હોય છે નહિ..!! કેહવાય પણ નહિ અને…. સહેવાય પણ નહિ..!!
એક તારા મિલનની અદમ્ય ઈચ્છા અને,,
પછી થી એ દરેક શક્યતાનું રિસાઈ જવું..
ઉપરથી વરસાદનું નાહકનું તરબોળ કરવું..
એક ટીશનું મનમાં ઉઠીને આબાદ શમી જવું..
જાણે કોઈ અસ્તિત્વજના હોય..!
આવું કેમ..??
સમજાય તો કહેજે મને…
કદાચ તને તો ખબર હશે જ..!
દિલની લાગણીને વધુ સારી રીતે “ઓળખે” છે ને.!
જો, આજે સવાલ મારો છે..
એટલે જવાબ તારો જ હોવો જોઈએ એ જરૂરી છે ..!
પણ, ખબર છે મને..
એકાદ વાર હસીને ટાળી દઈશ..
આખરે તો તું પણ….
કોણ જાણે કયા જન્મનું વેર લઇ રહ્યો છે..!
પણ જોજે… વધારે લંબાશે તો
ફાયદો મારો ય થશે..!
આખરે દુર ક્ષિતિજે તો વ્યોમ…
મીષાને મળવાનો જ…!!!
ક્રમશ:
~મીષા અહેસીમ..