તન્મયની વાત કરું છું.. જે ના સમજી હોય એટલી “ભોળી” તો નથી જ તું..!
ઓહહ..! તો એ વિષયની જાણકારી મળી ગઈ આપને..! ફોન આવ્યો હશે નહિ.. કમ્પ્લેન કરતો હશે ને મારી ..!!.. આમેય બીજું આવડે છે શું..??!!
નાઉ.. યુ આર ક્રોસિંગ યોર લીમીટસ…… બિચારો કઈ બોલતો નથી એટલે આમ સાવ આ રીતે કોઈને ટ્રીટ કરવાનું..???!!! અને શું ગુન્હો છે એનો એ કહે તો પહેલા..??
ઓહહ..! એ “બિચારા” નું બહુ લાગી આવ્યું છે ને કઈ..?? & BTW આયુર્વેદિક ઉપચાર કરવાના છોડી આમ વકીલાત ક્યારથી શરુ કરી..?
વકીલાત નથી… & ફોર યોર કાઈન્ડ ઇન્ફો.. મને ઓલમોસ્ટ બધુજ ખબર છે…. એટલે આટલા હક થી એની તરફદારી કરું છું……… સમજી, મિઝ.તન્વી જૈન..!
ઓયે હોયે.. મેડમ શાવ્યા તો ઘણા “આગળ” વધી ચુક્યા છે ને કઈ…? ક્યાં મળતા હતા.. ને શું વાતો કરી મારા વિષે.. એ તો કહે.. યાર….. હુ’ય થોડું જાણું…”મારા” વિષે… આફ્ટર ઓલ ઇટ્સ ઓન મી.. સો…..!!!
ઓફ્ફ્ફફ્ફ્ફ્ફ… એ ડફર… અમારી વચ્ચે એવું કશુજ નથી.. સમજી ને..!! તારે જાણવું છે કઈ રીતે એ તો કહે મને ..?? છે હિમત સાચું જોવાની.. વાંચવાની..?? અને મને ક્યારે ખબર પડી તમારી વાતની..???
લેટર..??
તું નહિ સુધરવાની…!!!..ઓકે…….આર યુ ફ્રી..??
હા આમ તો ફ્રી જ ને..! મારી મચડીને ટ્રાન્સફર તો કરાવી લીધું.. એટલે બસ હવે તો અહીજ….. “અમદાવાદ” વી લવ યુ……! અને જો…તને પણ… મળાયું ને.?..આમ ચાલુ દિવસે..!… ઓકે બોલ ક્યાં જવું છે… બે એક કલ્લાક ફ્રી..!
કે.. ચલ ત્યારે.. મેક. માં બેસીને વાંચવું આખી તારી સ્ટોરી…!… અમારી ઝુબાને..! કદાચ પછી જ સમજી શકીશ એને..!! જોઈ લેજે……કે મને ક્યારે ખબર પડી તમારી બંને ની..!
એટલે.??
હા, ચેટ બોક્સ માં કીધું છે બધું એણે..! મારું FB એકાઉન્ટ ખોલીને વંચાવું છું….. તને..! તો જ તું માનીશ.. એ વગર તો…. આમેય તારે સાબિતીઓ વધારે જોઈએ છે ને..!!
વેરી ફની… & BTW ગ્રેટ યાર..! પબ્લીકલ્લી (તન્વય) મારા સિવાય પણ ચેટ કરતો…!!!… અમેઝિંગ.. મને તો ક્યારેય નથી કીધું…..
ઓહ્હો…તો મેડમ ને એનુ’ય દુખ છે..!.. & હાસ્તો… હી ઓલ્સો ડિઝર્વ સમ પ્રાઈવસી..! જોઈ લેજે શરૂવાતનો દિવસ.. તે જયારે અહી આવવાની “ના” પાડી..હતી……. એજ દિવસથી શરુ કર્યું હતું.. એ પણ મારા કહેવાથી….. બકાયદા કોલ કરીને બોલાવ્યો તો FB પર..!
ઓકે..! ચલ જોઈએ…! MR . તન્મય & શાવ્યાના વિચારો..!!!
બંને દાખલ થયા મેક ડોનાલ્ડમાં .. “હિમાલયા મોલ”… બપોરનો ૩ વાગ્યાનો સમય…. ખાસ ભીડ વગરનો…. એકલ દોકલ કપલ્સ દીસી રહ્યા .. એ બંનેને જોઈ કેટલાક હસ્યાં અને કેટલાક શરમાઈ ગયા..! (હસ્યાં કેમ એમ થયું હશે નહિ……? એ ના કહેવાય દોસ્તો….ના સમજાય તો ખાલી હસી લેજો…!!!..તમે પણ..કેમ કે સમજનાર તો આમેય હસવાના…..!)
એક મેક થી ચડિયાતી બે ગર્લ્સ … એકલી.. મોર્ડન લુક્સ માં.. ફ્રી એટીટ્યુડ.! બિન્દાસ… અને ઠાવકાઈ ભરી ચાલ..! એક કપલ વાળી ગર્લને તો જાણે જેલીસી જ થઇ ગઈ..! એનો “MR . ગુજેશ.” એને જોવાને બદલે આ બંને ને જોતો હતો..!! શું થાય બંને હતીજ એવી ને.. કે કોઈ પણ….. એ બાબતે આપણાં હીરો… તન્મય… ઘણા લકી હતાં..!
“આર યુ સ્યોર..? મારે એ વાંચવા જોઈએ..?? આઈ મીન.. પર્સનલ મેસેજ હશે અને આમ કોઈ ને પોતાનું એકાઉન્ટ ખોલીને વંચાવું..?! ઇટ્સ સો રિસ્કી…!” કોર્નર ટેબલ પર તન્વીએ એ દીવાલને અડીને મુકેલી ચેર પર સેટ થતા કહ્યું..!
“તારાથી શું છુપાવવું.?. અને આફટર ઓલ.. વી આર બેઝેડ ઓન યુ..! તું છે તો અમે પણ હતા..! અને એ તુ જ ખાતરી કરી લેજે..!!” શાવ્યા.. એના ટેબમાં નેટ ઓપન કરી, FB ખોલી રહી..
વેટર (આમ તો સેલ્ફ સર્વિસ હોય, પણ આ માયાઓ રેગ્યુલર અહીજ આવતી હોઈ… એમને સર્વિસ મળતી..!) એમનો ઓર્ડર લઇ ગયો.. જૈન ચાયનીઝ ભેલ.. (જૈન વાનગી પીરસ્યાં વગર ગુજરાત માં કોઈ પણ હોટેલ ચલાવવી મુશ્કેલ છે..! જોકે ભેલ નામની “ચાઇનીઝ” વસ્તુ પણ વિદેશ માં જોવા ના મળે..!) અને વેજ. બર્ગર.. (શાવ્યા શુદ્ધ જૈન… & મિઝ..તન્વી બહાર રહીને આલુ ખાતા “શીખી” ગયા હતાં….!)
“ઓકે… હિઅર ઈટ ઈઝ…! મી & તન્મય….! લે વાંચ..” શાવ્યાએ એને ટેબ્લેટ આપતા કહ્યું અને.. થોડા સંકોચ સાથે તન્વીએ વાંચવાનું શરુ કર્યું..
પહેલાતો સ્ક્રોલ કરી… જોઈ લીધા… બધા મળીને પુરા………૨૧૯૮૭ મેસેજ હતા..! અને છેલ્લાં સોએક મેસેજ પછી ખાસ્સો ત્રણેક માસનો ગેપ હતો..!
છેલ્લા મેસેજોની તારીખ ત્રણ દિવસ પહેલાની હતી.. જયારે બાકીના… એના થી ત્રણ માસ જુના.. એટલે કે… ઓહહ..! તન્વય સાથે છેલ્લી વાત થયા પછી છેક પરમદિવસે બંનેને વાત થઇ હતી.. ત્યાં સુધી……. તન્વય કશુજ બોલ્યો નહોતો..! એમના બ્રેક અપ વિષે..! વચ્ચે વચ્ચે શાવ્યાનો એને બોલાવ્યાનો નિષ્ફળ પ્રયાસ પણ વંચાઈ રહ્યો..!
“તને હમણાંજ ખબર પડી કે શું..??” આશ્ચર્ય મિશ્રિત ભાવ સાથે તન્વીએ પૂછ્યું….
“હાસ્તો, અને એય કેટલા કાલાવાલા કર્યા પછી કીધું..!!!…. પાછી બાધા લીધી કે મારે તને કશું કહેવાનું નથી….. એ (તન્વી) ગઈ છે… કદાચ એમજ આવી જશે પાછી..! કોઈ કારણ વિના… સો માય ડીયર તન્વી…….હી ઈઝ સ્ટીલ વેઈટીંગ ફોર યુ…! એટલે મારે તને વંચાવવું પડ્યું…! અને આ બાધા ય ખરીને વચ્ચે…!! ચલ તું વાંચ તો ખરી… સમજી જઈશ.. તન્વય શું ચીઝ છે..!!!” લેકચર આપવામાં તો શાવ્યાનો જોટો ના જડે..!
& નાઉ… મિઝ. તન્વી ઈઝ લીટલ સરપ્રાઈઝડ..! કદાચ એ તન્વયને સમજી જ નોહતી..! કે પછી પોતે જ એટલી કન્ફ્યુઝ્ડ હતી કે સમજવા માંગતી નોહતી..!
હવે એ મશગુલ હતી તન્વયને વાંચવા માટે, સમજવા માટે, અને એ પણ એક થર્ડ પર્સન (શાવ્યા)ના ઇન્ટરફિયરન્સ થી..! એક એક શબ્દને ધારી ધારી ને વાંચતી.. ના સમજાય તો ફરીથી વાંચતી..!…દરેક વખતે… ચહેરાના ભાવો બદલાતા જતા…!!!
ક્યારેક જોક પર હસતી.. ક્યારેક કોઈ સામાજિક વાતથી ચિંતામાં સરી જતી.. કદીક નિર્દોષ કરાયેલા ફલર્ટ પર શરમાઈ જતી.. & એબોવ ઓલ….તન્વય વડે લખાયેલ દર ત્રીજા વાક્યમાં એનું નામ વાંચી પોરસાઈ ઉઠતી.. એક એક ક્ષણમાં જાણે પોતેજ વસેલી હોય એમ….સજલ આંખે કન્વરઝેશન વાંચી રહી…
હા, પર્સનલ મેસેજ પણ ક્યારેક આટલા ઉપયોગી સાબિત થશે… ધાર્યુંજ નોહ્તું..! અને એક એક મેસેજની સાથો સાથ તન્વી પણ બદલાઈ રહી… એની લાગણી પણ જાણે ઉમટી રહી હોય એમ.. છાતીના શ્વાસોની ગતિ… વધી રહી..! આંખો ય જાણે કે અબઘડી એની (તન્વય)ની પાસે પહોંચી જવા… તત્પર હોય એમ.. બેચેન થઇ રહી..
શું હતું આ..? તન્વીનો વર્તાવ શાવ્યાને પણ મૂંજવી રહ્યો હતો.. કદાચ એ નાદાન છોકરીને હવે એહસાસ થયો હતો… “વ્હોટ ઈઝ લવ..!” અને શાવ્યા મનોમન.. પોતાની ચેટીંગ ની આદતને વંદી રહી… આજે એના લીધે.. બે ભટકેલ જીવો ફરીથી એક થવા જઈ રહ્યા હતાં ..!
જોકે એ કહેવું હજી તો ઘણું વહેલું હતું.. કદાચ “પાશેરની પહેલી પૂણી” ની જેમ જ સ્તો…!! પણ ગમે તે કહો… શુકન તો સારા હતા.. અને તન્વીએ સામેથી બોલાવી હતી.. એટલે બધુ આમ તો હતું ખાસ્સું ફિલ્મી પણ એટલું નેચરલી બન્યું કે…. કોઈ પ્રી પ્લાન્ડ હોય એમ નાં લાગ્યું..! (વાસ્તવ માં એ તન્વીને ઘેર બોલાવી ચેટ વંચાવવા માંગતી હતી..!)
આકાશ પણ કોણ જાણે….. અનાયાસેજ સાફ સુથરું થઇ ગયું..! વાદળ હતાં.. જેથી વાતાવરણ પણ બાફથી બોઝિલ હતું.. હવે.. થોડી ફ્રીડમ વર્તાઈ રહી…
~એજ..તન્મય..!
(આખિર હર દોસ્ત…..!!)