ફોન કટ……………..[:(]

“હેય, ચાલો આવી જાઓ…! ફેસબુક પર..!” લગભગ ૯ વાગે જ શાવ્યાનો કોલ આવ્યો, અને કામ તો હતું નહિ..! સો.. આમ પણ લાઈન પર હતો.. હવે “ઓન લાઈન” પણ થઇ ગયો!

રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી, અને એને એક ગ્રુપ માં એડ કર્યો! પણ મને ત્યાં ચેટીંગ ફાવ્યુજ નહિ.. (આદત સે મજબુર!…. રિઝર્વ્ડ પ્રકૃતિ ખરીને!) એટલે ચેટ બોક્સ ઓફ કરી…. નોટીફીકેશ્ન્સ જોવા લાગ્યો!.. ત્યાજ.. શાવ્યનો પર્સનલ મેસેજ..”કેમ બાબુ… ક્યાં ખોવાઈ ગયા..!”

મને નહિ ફાવે, એ લોકો ઘણું ફાસ્ટ લખે છે! અને મારી ફિકવન્સી સેટ નહિ થાય!

ઓકે, એઝ યુ વિશ..! પણ મારી સાથે તો થશે ને…!
[ 🙂 ](સાથે એક સ્માઈલી.. મને ક્યાં ફાવે છે યાર!.. આ શું હતું એય સમજાયું નહિ!)

હા, કેમ નહિ..

ઓકે બોલો શું ખાધું.. અને તમારો હાથ..?? દુખશે તો નહિ ને..!!??

નથી લીધું.. મૂડ જ ક્યાં છે… યુ નો ધેટ..! & હા, આર્મ રેસ્ટ છે ચેર માં.. વાંધો નથી…!!

હા, પણ દિલની સજા પેટ ને ના મળવી જોઈએ! એટલું મને ખબર છે! [ :p ] (ફરીથી સ્માઈલી)

જવાદો.. અને હા વિષય બદલીએ તો સારું રહેશે નહિ…!!

કેમ?? મેં એજ તો કર્યું.. વિષય જ બદલ્યોને.. ફોકસ ઓન યુ….!!!… [ :p ]

ઓહહ! હવે સમજાયું..! ઓકે..ચાલો.. એ વાત પર.. કૈંક થઇ જાય..! BTW તમે શું લીધું..??

મેં આજે બીમાર માણસનો ખોરાક..! જોકે બીમાર તો કોઈ બીજા છે તોય..! શીડ્યુલ પ્રમાણે આજે એજ બન્યું છે!

હમમ.. પણ શું..??

સ્પાઈસી હલવો (ખીચડી), અડદની કડક રોટલી (પાપડ), લાલ ટોપીંગ્સ (અચાર) અને સ્વીટ ડીશમાં હોટ આઈસ ક્રીમ.. (કેસરનું ગરમાગરમ દૂધ!)

વાહ..! વાંચીને તો મોમાં પાણી આવી ગયું! હવે મારે પણ કૈંક લેવું જ પડશે..!!!

જોયું.. “મન” થઇ ગયું ને..!! એમ ત્યારે શાવ્યા સાથે રહેશો.. તો એશ કરશો…!!… [ :p ]

હમમ.. મને વાંધો નથી.. પણ તમારી ફ્રેન્ડને પૂછી લેજો…!!! (હવે હું થોડું ખુલી રહ્યો!)

અરે! કેવા બોરિંગ માણસોને યાદ કરો છો..! અને હા, ટોપિક તમે છેડ્યો છે..! એટલે કહી દઉં…. મારે એની પરમીશનની જરૂર નથી!….. [ 😛 ] (વાહ..! શું વાત છે..! છોકરી હોય તો આવી…!)

સ્યોર..?? પણ પછી ક્યાંક.. એક ફૂલ દો માલી…!!!

અરે અહી તો બે ગુલાબ અને એક કાંટો આવે..!!! શું યાર.. ઉપમા તો સરખી આપો.. અમે માળી જેવા લાગ્યા તમને..?? હવે ખબર પડી.. તન્વી કેમ આટલી હેરાન છે તમારાથી…!!!

હેરાન..!!??

કિડિંગ યાર…!!. આવું કહો તો કોઈ પણ છોકરી ભાગી જાય..!!

પણ આ “કોઈ” તમે તો નથી….!!!. કેમ..??

કોઝ.. આઈ નો યુ..! તમને વાતો નથી આવડતી..! ખરુંને..!

બિલકુલ સાચું..! તમારે સાઈકોલોજી ભણવી જોઈતી હતી.. કેટલી મસ્ત રીતે માપી લીધું..મારા મનને..!

હવે અહી તમે સાચા છો..!! હું એજ વિષય પર PHD કરું છું..! એટલે તો તમારો કેસ થોડો ગમ્યો છે! ખુલ્લા આકાશ જેવી તન્વી અને… ઉધારની રોશનીએ જીવતા એક નાનકડા ગ્રહ જેવો તન્મય..! હમમ.. નાઈસ.. ઇનટ્રેસ્ટીંગ…!!

ઓહહ..! ટુ ગુડ.. તમે તો યાર અંતર્યામી છો..ખરુંને…!!

ચાલો.. એ વાત પર કૈંક જમી લો…! વાતો તો થતી રહેશે.. આઈ કેન વેટ..!

અરે ડોન્ટ વરી.. એ ચાલુજ છે.. પીઝા આવી ગયો છે! પાર્સલ માં… તમે ચિંતા ના કરશો.. & થેન્ક્સ ફોર કન્સર્ન..!!

માય પ્લેઝર..આફ્ટર ઓલ તમે જીજુ તો ખરા જ ને..!!

જીજુ તો થઈશ ત્યારે.. અત્યારે તો એક જુ જેવો છું.. કોણ જાણે ક્યારે ફેંકાઈ જઈશ વાળ માંથી..!!!

કોઈ પણ માણસ, ગમે તે પ્રોફાઈલ, ગમે તે સ્ટ્રિપ બીલોંગ કરતો હશે…… પણ જો એ પ્રેમ માં પડશે… તો ચોકસ્સ શાયર કે ફિલોસોફર બનીજ જશે….!!!!!…..[ 😛 ]

હા હા હા.. વેરી ફની… નાઈસ શોટ…!

…………………………………..

રાત્રે લગભગ ૧ વાગ્યા સુધી ચેટીંગ ચાલ્યું.. અને અમારી વચ્ચે સની લિયોન થી માંડી… લંડન માં બનેલા બનાવ (મધરે એમના છોકરાની પીંખી નાખ્યા હતા..!) થી લઈને.. શાહરુખની US કોનટ્રોવર્સી… IPL માં ક્રીસ ગેઈલની બેટિંગ, કેટ કેટલા વિષયો પર ચર્ચા થઇ હશે..! થોડી ગણી ફ્લ્ર્તિંગ પણ..! કેટલું વૈવિધ્ય હતું એની પાસે..! અને હું…. કદાચ….. શાવ્યા તો શું તન્વી પણ સામે હોત… તો કદાચ આટલું ખુલી ના શક્યો હોત.! સોસીયલ નેટવર્ક આ રીતે કોઈની વહારે આવશે.. માનવામાં નોહ્તું આવતું..!….અમેઝિંગ યાર..!
……………………………………………
શાવ્યા સાથે ચેટની શરૂવાત થયાને આજે… ત્રણેક માસ વીતી ચુક્યા હતા! મને કોણજાણે કેમ.. પણ એની આદત થઇ ચુકી હતી… એને માટે તો હું એક જસ્ટ કેસ સ્ટડી હતો..! જે વાત એ દરેક વખતે ક્લીયર કરતી જ હતી..! અને એજ સમય દરમ્ય મેડમ તન્વી…..બસ એકજ વાર આવી હતી અને…. એય માત્ર ૧૪ મિનીટ માટે..! પછી જાણે કે કોઈ પરી હોય એમ જ અલોપ થઇ ચુકી હતી…!

દિવસ માં એકાદ વાર તો એને કોન્ટેક કરવાનો પ્રયત્ન પણ સદંતર નિષ્ફળ જતો..! અને એ ગમે ત્યારે.. રાત્રે ૩ વાગે.. કે પછી સવારે..૬ વાગે.. કોલ કરતી.. અને પ્રેમની કે લાગણીની વાતો નહિ.. બસ મારે આમ અને મારે તેમ.. અહી જવાનું છે.. ખુબ કામ છે.. આટલા ટાર્ગેટ પત્યાં.. આટલા બાકી છે..આજે અહી ને કાલે તહી.. રાજન સાથે ફાવે છે.. બધા હેલ્પ કરે છે.. તારી યાદ પણ આવે છે.. ક્યારેક..(ઓહહ થેંક ગોડ..!) મજા આવે છે.. સેટ થઇ ગઈ છું.. એટસેટ્રા…. એટસેટ્રા…… એટસેટ્રા….. એટસેટ્રા…. એટસેટ્રા….. એને પોતાના સિવાય કદાચ કોઈ જ દેખાતું નોહ્તું..!

કોઈજ કારણ વિના.. બસ એ વાદવિવાદમાં કેમ ઉતરી આવતી સમજાતું નોહ્તું..! અને એય આટલી ઓછી વાતોમાં.. મુલાકાતોમાં.. કદાચ એને હવા જોઈતી હતી.. ખુલ્લી આઝાદીની હવા.. અને મારી સાથે, એ ઘણું બંધિયાર ફિલ કરતી હશે! પીંજરામાં રહેલા પંખીની જેમ. વ્યાકુળ હતી.. અને સ્પષ્ટ રીતે કદાચ એને પણ અંદાજ નોહ્તો.. એટલેજ પેટના દુખાવામાં એ ડીસ્પ્રીન લઇ રહી હતી!

અને આખરે એ દુખાવો વધીજ ગયો અને સાચી દવા પણ લેવાઈ ગઈ…… જયારે એનો છેલ્લો કોલ રાત્રે.. ૩ વાગે આવ્યો અને… “હમમ બોલો મેડમ ફ્રી પડ્યા ખરા એમને..!”

“તન્મય..! શું આમ સ્ત્રીઓની જેમ વાત કરે છે.. હમેશા..!?” મેડમ આજે તીર કામઠા સાથે ઉતર્યા હતા મેદાનમાં!

એટલે.?? (તીખાશ વધુ હતી આજે વઘાર માં..! અને મેં પણ કદાચ સફેદ મરચું વધુ નાખી દીધું હતું!) સોરી યાર.. પણ આપણે આજ રીતે શરૂવાત કરીએ છીએ ને..! સો ..

હા પણ, કોઈનો મૂડ કેવો હશે કેવો નહિ એ જાણ્યા વગર જ બસ શરુ..??

(વાતાવરણ ખુબ ગરમ હતું..!) એ વાત તો દરેકને લાગુ પડે છે ને..!! (ચેટીંગના અનુભવ પછી.. આટલા શોટ તો મને પણ ફાવી ગયા હતા! પણ આજે ડીફેન્સીવ રમવાનું હતું અને હું..સહેવાગ…..[ 😦 ])

વિલ યુ પ્લીઝ.. કીપ ક્વાઈટ..??

કેમ..? સાચું લાગ્યું..?? કે પછી કડવું લાગ્યું..??

ઓહહ.! પ્લીઝ તન્મય.. મને સાંભળીશ કે તારીજ ચલાવીશ..??!!

જી, કહો.. શું કહેવા ૩ વાગે ઉઠાડ્યો છે..??!!

જવાદે.. તું આજે લડવાના મૂડ માં લાગે છે..

ના રે. સોરી.. તું બોલ ને.. પ્લીઝ્ઝ્ઝ (હવે બ્રમ્હ્જ્ઞાન થયું ડફોળ ને..! પહેલાજ ડીફેન્સ કર્યું હોત તો.!!)
Image
ના છોડ હવે.. નથી કહેવું.. એ જે કહેવાનું હતું.. હવે સંભાળ જે નોહ્તું કહેવું..!!

એટલે..??

ઓક્કે.. Tanvay… give me a break .! I just live myself that’s it..! મારે કદાચ વિચારવા માટે સમય જોઇશે.. આપણે કેટલા આગળ વધવું જોઈએ..

વ્હોટ..?? આર યુ સીરીયસ..??

હા, હું સીરીયસ જ હતી.. એટલીસ્ટ આજે તો ખરીજ..! પણ જવાદે શું બન્યું છે અને શું કરવું જોઈએ એ ચર્ચા હવે અસ્થાને છે!

પણ કહે તો ખરી.. શું બન્યું એવું તો કે તું આમ અચાનક…. અને એવી તો શું ભૂલ થઇ મારાથી.. કે આમ… સીધી બ્રેક અપની વાત..??

છોડ હવે કહ્યુંને…અને કદાચ ભૂલ તારી નહિ મારી હતી… અને હા, એક વાત ક્લીયર કરી દઉં.. મારે બીજો કોઈજ સંબંધ નથી કોઈની પણ સાથે! રાજને આજે પ્રપોઝ કરી, થોડી છૂટ લેવાની કોશિશ કરી હતી! અને એના ગાલે પડેલા મારા હાથના આંગળા.. એને મારો જવાબ હતો.. જેનો પીક પણ તને સેન્ડ કરું છું.. એટલે એ સમજવાની ભૂલ ના કરતો.. અને હા.. મારો નિર્ણય અફર જ હોય છે જે તું સારી રીતે જાણે છે! એટલે હવે બંને અલગ વિચારવા માટે સ્વતંત્ર છીએ..! મારે કોઈ સાથે કોઈજ રીલેશન રાખવા નથી.. ઓલ મેન્સ આર સેમ…! છોકરી થોડી ખુલે કે છૂટ લે કે પછી ફ્રી માઇનડેડ હોય.. એટલે બસ ઇઝી ગો હોય એમજ સમજે છે! માય ફૂટ.. ગેટ લોસ્ટ ઓલ ઓફ યુ..

અરે પણ તું એના વાંકે મને કેમ સંભળાવે છે.. અને મેં કયારે તને કઈ ખોટી રીતે ટ્રીટ કરી યાર.. & એના વિષે તો મેં તને પહેલાજ ચેતવી હતી ને.. તો પછી..?? તુજ એ વખતે રાજન પર ઓવારી ગઈ હતી ને… તો હવે એના વાંકે મારે સહન કરવનું..??

એ જે હોય તે.. પણ બસ.. હવે મારાથી વધુ નહિ ખેંચાય.. હું.. લીવ મુકીને અમદાવાદ આવું છું.. કદાચ જોબ જ છોડી દઈશ.. ટ્રાન્સફર માંગી છે જો નહિ મળે તો અલવિદા HDFC બસ..! અને હા એક વધુ વાત…… તું તારી રીતે વર્તવા..વિચારવા સ્વતંત્ર છે… મારી રાહ જોવાની જરૂર નથી… અને જોવી હોય તોય છૂટ છે…બાકી… સોરી.. I cant manage this relations any more… bye take care….. jay jinendra….

ફોન કટ………………………………………… [:(]

અપૂર્ણ રહેવાજ સર્જાયેલો..
~એજ..તન્મય..!

……………………………………………………………………………………………………………………….
મિત્રો, સ્થળ, સમય અને પાત્રોનાં નામ સિવાય, ઓલમોસ્ટ ૮૦% સત્ય ઘટના હતી! અને આવાજ કોઈક બાલીશ કારણસર (કારણ બદલ્યું છે!) બંને અલગ પણ પડ્યા છે! એટલે વધુ ફેન્ટસી એડ કર્યા વિના જે બન્યું જે ચર્ચાયું… બસ આપની સમક્ષ મુક્યું છે..! આનાથી વધુ કઈ પણ લખીશ કે વિચારીશ તો એ પાત્રો સાથે દ્રોહ ગણાશે..! રસ્તા ખુલ્લાજ હતા.. બસ એમને ચાલતા નોહ્તું આવડ્યું!………. આપની અપેક્ષાઓ પર ખરો નથી ઉતર્યો એ બદલ દિલગીર છું…!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s