સરકી રહી

આજે હાથ ભાંગ્યા પછીનો ચોથો દિવસ હતો. અને ગઈ કાલે તો મમ્મા પણ ગઈ.. સ્વીટી’દી સાથે! મેં જ આગ્રહ કરી મોકલી હતી.. એની નણંદના પારણાં હતા! પાલીતાણા.. સ્વીટીના લગ્ન અને એજ વર્ષે પપ્પા પણ……. એટલે હું અને મમ્મા આમ પણ સાવ એકલાજ હોઈએ છીએ..! એટલેજ કદાચ એક બીજાના દોસ્ત બની ગયા આ ૧૦ વર્ષોમાં..! ગઈ કાલે એ અને કુમાર બંને ભાણીયા સાથે આવી મમ્માને સાથેજ લઇ ગયા! કદાચ ત્યાંથી સીધા મહેસાણા એમના ઘેર પણ જશે..! એટલે વધુ દિવસો એકલતામાં.. કેટલું હર્યું ભર્યું ઘર હતું કાલે.. અને આજે……..

જો આ લોચોના થયો હોત તો હું પણ જવાનો જ હતો. સ્વીટી અને બે ભાણીયા.. ટાઈમ નીકળી જાત ને.. અને શનિવારે તો આમ પણ તન્વી આવી જતી.. એટલે વધુ તો નહિ પણ બે દિવસની વિરહ વેદના ઓછી થાતને..!

ત્રણ દિવસ પહેલા શાવ્યા.. ગેટ વેલ સુન.. ફ્લાવર (હા ભાઈ.. સફેદ જ હતા! શું તમેય..!) સાથે મનહર ઉધાસની ગઝલ્સનું સંકલન આપી ગયેલી.. એ પણ હવે તો જાણે કંઠસ્થ થઇ ગઈ હતી!

અને તન્વી…. ભરતી પછી આવતી ઓટની જેમ.. એનીય કેરનેસ ઓછી થઇ રહી હતી.. પહેલા દિવસ ના ૯ ફોન કોલ ગઈકાલ સુધી ૧ થઇ ગયા હતા અને આજે તો જસ્ટ એક SMS બસ…!

ઇન શોર્ટ.. તન્વી સરકી રહી હતી,, દરિયાના પાણી કિનારે રહેલા છીપલાં અને કરચલાને વહાવી લઇ જાય છે એમ, સિગારેટ સળગી ગયા પછી બાકી વધેલી ધુમ્રસેર અને રાખની જેમ, ઘંટી માં પીસાતા ઘઉંની જેમ, હવા માં ગરકાવ થઇ જતી મસ્ઝીદના લાઉડ સ્પીકર થી નીકળતી અઝાનની જેમ, પ્રત્યેક લેવાતા શ્વાસ સાથે જિંદગી ઘટતી જાય એમ… હા, she is gone dam it …!!

એટલે સુધી કે.. મારા ફોન કોલના જવાબ માં બીઝીનો ટેક્સ્ટ મેસેજ “C U LETR “! જાણે કહી રહ્યો હતો…. બેટા તન્મય…! તારા બ્રેકઅપના સમાચાર પણ આજ રીતે આવી જશે.. પહેલા પ્રસ્તાવના વાંચી લે..! સાથે ફોન કટ થવાનો અવાજ! ટૂ…ટૂ…ટૂ… વિદાય વિદાય લઇ રહેલા પ્રેમ ને જાણે.. ૨૧ તોપો ની સલામી આપી રહ્યો..!

કેવો ગાંડો છું હું પણ..! કોઈજ કશુજ એવું અજુગતું બન્યું નથી ને.. બસ વિચારોના કોરણે ચડી ગયો! અરે! મેં જ કીધું હતું એને જવા માટે! પછી.. અને પાછો વિચાર…..’શું મેં ના પડી હોત તો એ ના જાત?? કે પછી મને ધરાર અવગણીને ચાલી નીકળત..!?’ એ ગઈ એ દિવસથી ઉદભવેલી અવઢવ હજીય એમ જ હતી..!

આખા દેશ માં રહી ચુકી છે એટલે પોઝીટીવનેસ અને રાજસ્થાની જૈન.. એટલે પ્રોફેશનલ પણ ખરી ને.! કયા સમયે, કયા સ્થળે, કોને કેટલું ઈમ્પોર્ટન્સ આપવું એ બખૂબી જાણી ગઈ છે!

અહી આવતી.. ત્યારે બસ મનેજ મળતી! લાગણીની એક એક પાયદાન પર એ રીતે ચડતી જાણે.. મુકામ પર પહોંચવા કરતા એને રસ્તો વધુ વ્હાલો હોય! પ્રપોઝ, ડેટ, એકાંતમાં મળવું, ફિલ્મ જોવી, હગીંગ, અને છેલ્લે તો લીપ કિસ પણ..! ઇશ્કની મસ્તીનો ફૂલ ટુ એન્જોય!

અને.. જયારે પછી જાય ત્યારે.. ભૂલી જ જતી.. કોઈક છે એની રાહ જુવે છે! કોઈ વિસાત જ નથી..!.. “તન્મય.. મેં કીધું ને…..I will call you! don’t disturb me.. now..!” એવી રીતે ઝાડી નાખે જાણે એનો કોઈ સેલ્સ એક્સીક્યુટીવના હોઉં..!

બે દિવસ બીજા પસાર.. એમ જ….અને છેક શનિવારે.. સવારે ૫ વાગે એનો કોલ આવ્યો!

હાય્યીઈઇ..!

ઓહહ! મેડમ ફ્રી થઇ ગયા એમ ને… ફરમાવો..

શું કરતો હતો??

એઝ યુઝવલ.. તને યાદ બીજું શું..!

વેરી ફની.. અચ્છા બોલ.. હાથે કેમ છે હવે..??

ઠીક છે.. સોમવારે પાટો નીકળી જશે! એટલે ઓફીસ જોઈન કરી લઈશ!

એવી શું ઉતાવળ છે.. આમેય નવરા તો છો…..!!! ઓક્કે સોરી…ફાઈન.. હેય સંભાળને??

બોલ ને..! એ સિવાય બીજું કામ પણ ક્યાં છે! આમેય નવરો નહિ..!!

વેરી ફની… હાસ્તો.. તું મારો નવરોજ ને… ત્યાં મહારાષ્ટ્ર માં….. પતિ ને નવરો કહેવાય છે….!!!! ઓક્કે ચલ મને કહે કે….આ વખતે આપણે મળશું કઈ રીતે..?? હું લેવા આવું ને તને??

અરે! વાહ..! હવે થી હું એજ મીનીગ લઈશ નવરાનો..!!.. હાસ્તો..! મને શું વાંધો હોય..!

વેરી ફની…..!!!!…..તને નહિ ડફર..!! મમ્માજી.. હશે ને સો..!

ડોન્ટ વરી..! એ નથી.. સીસના ઘેર ગયા છે રોકાશે ૧૦એક દિવસ..

એટલે તું એકલો..??!!!

યા, સો સેડ નહિ..[ [:(] ]

અરે, સેડ શું કામ..?? ગ્રેટ.. બધું ટેન્શન ઉતરી ગયું..! we will met in your house…! ક્યાય બહાર નથી જવું.. બસ.. એક બીજા સાથેજ..!

એટલે..?? r u gone mad??? તું અહી રોકાઇશ????

વેરી ફની.. કેમ નહિ.. આફ્ટર ઓલ.. મારે ત્યાજ તો આવવાનું છે ને..!!

હેય, r u serious..?? પાગલ તો નથી ને..??!!!

ડોન્ટ વરી.. તારા ઘરમાં નહિ.. શાવ્યાને ત્યાં..! & બસ તો ડન, હું બધું અરેંજ કરી દઉં છું.. બસ તમે મને લેવા આવી જજો..! હું એને કોલ કરી, બધું સમજાવી દઈશ..!

પછી તો અમારી વાતો ત્રણેક કલ્લાક ચાલી..! (બધી ના લખાયને દોસ્તો…. સેન્સર બોર્ડ જાતે જ લાગુ પાડવું પડે છે! આમન્યા..!)

ટુંકસાર એ હતો કે એ બસ મારા માટેજ આવી રહી હતી.. થોડા સેટિંગ શાવ્યાનો સાથ અને… સુરત એના કઝીનને બીઝનેસ ટ્રીપ કહીને આવી રહી હતી! (બોસ.! ઇન્ડિયા હજી એટલું મોર્ડન નથી બન્યુંને! છોકરી.. ગમે એટલી ઈન્ટેલીજન્ટ કે સ્માર્ટ હોય.. આજે પણ આન્સરેબલ જ હોવાની..!)
Image
મારે અને શાવ્યાને ૬ વાગે એરપોર્ટ જવાનું હતું.. એને લેવા માટે! શાવ્યા આવી પણ ગઈ ટાઈમ સર! “પાણી?” દરવાજો ખોલી, એને બેસવા કહ્યું અને પૂછ્યું..

ના.. થેન્ક્સ તન્મય જી..

અરે, તમે “જી” ના લગાવશો મેમ.. we r at same age..!

તો?? n btw તમેય મેમ જ કહો છો ને…!

ઓકે તો આપણે એકબીજાને શું કહેવું એ મેડમ તન્વી પર છોડી દઈએ..! એ નક્કી કરે એ ફાઈનલ..

she will not come, tanmay… મેં મારા તરફથી ઉદગાર નક્કી કરી લીધો!

ઓહહ.! તો આજે MR રાજાન એમને કઈ અરજન્ટ બીઝનેસ ટ્રીપ પર લઇ જઈ રહ્યા છે..?? કીધું હશે ને એ પણ… શાવ્યાજી… ????…. હું આટલું કહીશ..!

થોડું મૌન.. અને એણે તન્વીનો SMS વંચાવ્યો જવાબમાં.. RBIની ગાઈડ લાઈન્સ મુજબ મહારાષ્ટ્રના વિદર્ભ જીલ્લામાં કેટલું ફન્ડીંગ કરી શકાય,, એ વિષે.. ૩ દિવસની સેમીનાર કમ ટ્રેનીંગ, આવતી કાલ રવિવાર થીજ શરુ થઇ રહી હતી..! અને એ પણ સડન્લી ઓર્ગેનાઈઝ થઇ હતી બેંક તરફથી બપોરેજ… અને હું આ વાંચી રહ્યો હતો ત્યારે તો….She is already gone for that baldy seminar..!

બીજો મેસેજ મારા માટે હતો… જે અનરીડ હતો! (પ્રાયવસી પણ જાળવી હતી શાવ્યાએ!) જેમાં સોરી, બ્લેસિંગ, લવિંગ, કેરીંગ બધીજ ફીલિંગ્સની ખીચડી હતી!….

ફરીથી એમ જ.. શૂન્ય મનસ્ક… કપાળે પણ હાથ દેવાઈ ગયો… અને હવે પાણી સર્વ કરવાનો વારો શાવ્યાનો હતો!

એને કોઈજ જરૂર નથી આ રીતે જોબ કરવાની તોય કેમ???? અને તકલીફ તો મને પણ નથી કોઈજ એ લગ્ન પછી આસાનીથી જોબ છોડી શકે છે..! તોય શું ભૂત ભરાયું છે બેંક વાળાઓએ.. સમજાતુજ નથી…. [ 😦 ]

“તમે ફેસબુક પર છો??” શાવ્યાએ વાત બદલી..! એમની સમજદારીના વધુ એક વાર દર્શન થયા!

“હા,” થોડું.. સાચવીને.. ડૂમો બહારના આવી જાય એ રીતે બોલ્યો..

તો ચેટ કરતા હશો ને!

ના, તન્વી સાથે કરતો.. પણ પછી તો એય બંધ છે..!

ઓક્કે.. ચાલો આજે હું રાત્રે રીક્વેસ્ટ મોકલી દઈશ..! અમારું એક અલગ ગ્રુપ છે! તમને મજા આવશે થોડી.. you will be relax after chat with us..! અત્યારે તો જાઉં છું.. કોઈ કામ હોય તો કોલ કરજો.. અને હા, રાત્રે ફ્રી રહેજો.. મજા આવશે ગેરેંટી આપું છું..! એક ડોક્ટરની..!

“સ્યોર..!” દરવાજે એને વળાવી.. પાછો એમજ આવી બેસી ગયો.. જમવાની તો ઇછાજ મરી પરવારી હતી.. અને…… ઉંચે તો જોવાયું પણ આકાશ….ના જોઈ શક્યો..! એય ખોવાઈ ગયું જાણે… મારા પ્રેમ.. મારી લાગણી.. મારી તન્વીની જેમ…………..

~એજ..તન્મય..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s