She is still unpredictable….!!

Will you finished now..??!!! કારની બહાર ઉભો ઉભો છેલ્લી ૪૦ મિનીટ માં બે ચ્હા પી ચુક્યો હતો! અને મેડમ તન્વીનો “ઓફિસિયલ કોલ” કેમેય કરી પતવાનું નામજ નોહ્તો લેતો..[ 😦 ]

સારી “એકાંતવાળી” જગ્યા શોધી કાર પાર્ક કરતાજ મેડમનો ઓર્ડર આવી ગયો. “રાજનબોસના ત્રણ મેસેજ છે! અત્યાર સુધી ટાળ્યું પણ હવે કોલ કરવો પડશે..! પ્લીઝ્ઝ:

આમેય એની કોઈ પણ વાત ટાળવી મારાથી લગભગ અશક્ય જ હોય છે! “But we are on date..!!” લૂલો બચાવ કરતા મેં કહ્યું..!

Ya sorry for that but work comes always first for me.! & you know that…!

ya I know… k take YOUR time.. [ 😦 ]

કાર ચાલુજ રાખ..! હું અંદરથી જ વાત કરું છું..!! તું રાહ જો મારી બહાર…!!!

લે, Now this is the limit…! મારાથીય છાની વાતો કરીશ..???

હા, Coz its business talk..!!

પણ હું ક્યાં તમારા બ્લડી સો કોલ્ડ બીઝનેસ માં ભાગ પડાવવાનો..!! બેન્કસ તો અલગ જ છે અને બીઝનેસ ટાઈપ પણ અલગ..!!!

હા, અલગ બેંક માં છું એટલે જ ને..! અને આજે નહિ તો કાલે, તારે કલેક્શનનો કુવો છોડી સેલ્સના સાગરમાં આવવુંજ પડશે!

હેય વેઇટ, અમે છીએ ત્યારે તમે આડેધડ ફંડિંગ કરી શકો છો..! અને કુવામાંથી પાણી કાઢવું અઘરું જ હોય, દરિયા માંથી લોટો ભરવા કરતા… માઈન્ડ ઈટ..!!

whatever, એની ચર્ચા ફરી ક્યારેક….!!…Now leave us alone on call..!

કોઈ ટાઈમ લીમીટ ખરી કે ….

ના, પણ જલ્દી પતે એવો ટ્રાય કરીશ…!

Ohh.! Thanks, so nice of you.!

As always, પણ સોરી તને સિગારેટ તો નહિજ આપું..!!

Still unpredictable..! “અરે નથી જોઈતી મારી માં…!! અને For my sake જરા જલ્દી પતાવજે..” કહી હું કારની બહાર આવી ગયો.. એનો જવાબ લીધા વિના!

આને સમજવી ચોક્કસ અઘરી છે! કોલ એટલો લાંબો ચાલ્યો કે આખા મૂડ, ટાઈમ અને ડેટની પથારી ફરી ગઈ! પણ બહાર ઉભો એટલું તો જોઈ શકતો હતો કે આ કોલ કોઈ ‘બિઝનેસ કોલ” તો નથી જ..!! એના એક્ષ્પ્રેશન્સ ચાડી ખાઈ રહ્યા હતા કે……… એની વે… હવે તો કોલ પતે ત્યાં સુધી રાહ જોવા સિવાય બીજો ચારો જ ક્યાં હતો! I know what we feel when our super boss is on call..!! એ ના મુકે ત્યાં સુધી આપણે પહેલ ના કરી શકાય..! કોર્પોરેટવર્લ્ડનો એક વધુ વણલખ્યો નિયમ.. [ 😦 ]

Image

આખરે ૫૫.. નહિ એક્ઝેક્ટ ૫૭ મિનીટ પછી મેડમ બહાર આવ્યા..! અને હું કઈ પુછુ એ પહેલા.. “આ પણ તારી સજાનો જ એક ભાગ..! મેં જાણી જોઇને વાત લાંબી ચલાવી! સામે હોવા છતાં તું મારી સાથે ના હોય એજ તારી સજા..!!”

કૈંક વધુ થતું હોય એવું નથી લાગતું..??!!

ના, એક્ચુલી તો અનાથીય વધુ થવું જોઈતું હતું..!!

હવે છોડ યાર, કેટલી વાર સોરી કહેવડાવીશ! એન BTW રાજને તને એક કલ્લાક સહન કરી..!! વાહ..! મારે એને રૂબરૂમાં કોન્ગ્રેટ્સ કહેવા પડશે.!

હા યાર! He is so nice kind of nature! So smart! So intelligent! So handsome! So dashing! So…..

ઓયે, મિઝ સો… હવે આ રાજનપુરાણ બંધ કર અને અમદાવાદમાં આવી જા!

ઓહ્હ! સોરી માય મિસ્ટેક! પણ યાર એનું વ્યક્તિત્વ જ એટલું કેચી છે કે.. ના ચાહતા પણ રાજ્નબોસ આવીજ જાય છે મારી વાતો માં! બિલકુલ મિતભાષી, શાંત, સૌમ્ય, ધીરગંભીર, મારા જેવા ઉછળતા ઝરણા કરતા તદ્દન વિપરીત, સ્વીટ &… સેક્સી ટુ…!!

ઓયે, કંટ્રોલ યાર.. ! ફીલિંગ જેલસ! જો આ પણ તારી સજાનો જ એક ભાગ હોય તો પ્લીઝ સ્ટોપ ઈટ નાઉ..!!

No, I really mean it.! He is so………

“સ્ટોપ…”

અનાયાસેજ મારો અવાજ થોડો ઉંચો થઇ ગયો અને તન્વી પણ પરિસ્થિતિ પામી ગઈ! એજ ક્યુટ અદાથી બંને હાથે કાન પકડી થોડા હોઠ ફરકાવ્યાં..”સોરી”

અને બસ, આખી સૃષ્ટિમાં જાણે કે નીરવ શાંતિ…!!! હાઈવે પર ૧૮ ટાયરના ટ્રેલરના હોર્ન અને પોતાના માળે પાછા ફરી રહેલા પંખીઓનો કલરવ! બસ બીજું બધુજ સાઈલન્ટ મોડ પર! જાણે યુદ્ધ પહેલાની શાંતિ!

“I think we have to leave now!” લ્યો, મેડમના મુખે થી તદ્દન નવુજ અગ્નિ ૫ નું સફળ પરીક્ષણ થયું!

“કેમ? હવે શું થયું પાછુ..??” મારા સવાલો આવા જ હતા..!

“બસ, કંઈ નહિ. I know થોડું ફન વધી ગયું! તારી “ખેંચવા”માં હુંય ખેંચાઈ ગઈ અને સમય પણ! Sorry dear, I totally spoil your date… I extremely sorry for that..!” બોલતા બોલતા જ મને વળગી ગઈ અને… મારા ડાબા ખભા થી સહેજ નીચે, એની આંખે વહાવેલી ભીનાશ અનુભવી રહ્યો!

It”s okk… I can understand… dinner..??

ના, મારાથી નહિ લેવાય

but …..

“Pliz… don’t forced me.. I really cant take it..અને ઘેર થી sms પણ આવી ગયો છે! They are waiting on dinner table at 8..!” મને અધવચ્ચે અટકાવી બોલી.

“ઓકે તો ચલ એકાદ સિગારેટ જ પી નાખીએ.!” વાતાવરણ ખાસ્સું બોઝિલ થઇ ગયું હતું, હળવું કરવું જરૂરી હતું નહીતો પાછુ હદય પર દબાણ આવી જાત!

યા, પણ સોરી તારે નવી લાવવી પડશે! મેં કોલ દરમ્યાન બંને પેકેટ્સ ડીસટ્રોય કરી નાખ્યા છે! મને ખબર છે હવે તારે એની જરૂર નથી પડવાની… આજીવન.. રાઈટ..??!!

“હમમમ, રાઈટ.. એઝ ઓલ્વેઝ..!” હાશ.! આ સિગારેટ ચેપ્ટર તો પત્યું! પણ હવે નવું ટેન્શન! આ રાજન સાવંત! સાલાને મેં પણ જોયેલો છે! પોસ્ટમાં, પોઝીશનમાં અને ઇવન લુક્સ માં પણ એ મારાથી બે ડગલા આગળ છે!

“એકાદી કોફી તો લઈશ ને..??” એને રોકવા માટે દરેક પ્રયત્નો કરવા પડે ને!

“હા, But now we have to લેઅવે from here …” ઓયે હોયે.. માની ગઈ!

“જો હુકમ મેરે આકા…!!.. & ડોન્ટ વરી ડીયર, આજથી ૧૦૦% સ્મોકિંગ બંધ! જેન્ટલમેન પ્રોમિસ..”

“I know dear, & this is for my bite… not for that blady cigarate..!!” અને……….. કાચી સેકન્ડમાં અમારા ચારેય અધરો એક થઇ ગયા!

દરેક વખતે એજ મેદાન મારી જાય છે! હવે કશુજ કહેવા, સાંભળવા, પૂછવા, વિચારવાનો અવકાશ્જ ક્યાં રહ્યો હતો..! એની આ એકજ હરકતે રાજન વિશેના બધાજ પ્રશ્નો… જડમૂળ માંથી ઉખાડી નાખ્યા હતા!

થોડીવાર એજ મુદ્રામાં બસ માત્ર સમયને વહેવા દીધો અને બંને જાણે સાથે જ હોશ માં આવ્યા! મેં એને કે હલકી બ્લેસિંગ કિસ આપી અને એ ફરીથી હાર્ડ હગ કરતા બોલી.. “તારી ખબર નહિ.. પણ મારી ડેટ તો સાર્થક થઇ ગઈ..!! I had decided for this..!! જે મારાથી થઇ પણ ગયું…!!”

એ ક્યારેય સ્થળ કે સમયની મહોતાજ નથી રહી! એને જોઈતું એ પામીજ લે છે! ભલે આખી દુનિયા જાય ભાડમાં… એનો “ભગ્ગું” (ભગવાન) એની સાથેજ હોય છે!

She is still unpredictable….!!

~એજ..તન્મય..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s