તારા મૈત્રક પાર્ટ – ૯

વ્યોમ એક એન્જીનીયર છે અને એ લક્ષ્ય ના ઘેર એમના કોમન ફ્રેન્ડ દ્વારા કોમ્યુટર મોડ્યુલ શીખવા શહેર થી દુર જાય છે… જ્યાં એની મુલાકાત લક્ષ્ય ની બહેન મીષા સાથે છે.. મીષા ૧૨ વર્ષ સુધી એના નાનુંને ત્યાં (અમરેલી) ઉછરેલી ઘણી બધી કલાઓ માં પારંગત છે અને વ્યોમ કાર અકસ્માત માં પોતાનો પરિવાર ગુમાવી ચૂકેલ સાધન સંપન્ન સુખી પરિવારનો એકનો એક રહી ચુકેલો ગભરું વ્યક્તિત્વ વાળો સીધો સાદો છોકરો.. હસી મજાક અને હળતા મળતા વ્યોમ મનોમન મીષાને ચાહવા લાગે છે.. અને એને જોવા જાણવા માણવાના એકેય પ્રયાસ કોઈ પણ ભોગે છોડવા ઈચ્છતો નથી.. એમ કરતા એ ડ્રાઈવિંગ ફોબિયા થી પીડિત… હોસ્પિટલ માં એડમીટ થાય છે… જ્યાં મીષાની મુલાકાત વ્યોમ ના બાકીના રીલેટીવ સાથે થાય છે.. સૌ કોઈ ને બંને ની જોડી પસંદ આવે છે અને પછી મીષાને પ્રપોઝ કરવાના પ્રયત્નો માં વ્યોમ એના મામી નો સાથ લે છે.. છતાય એ ગભરુ….પ્રપોઝ કરી શકતો નથી અને આખરે…………………………………..

બિચારી શું સમજતી હશે મારા વિષે..!! એના વર્તનમાં પણ હવે એક છુપો અણગમો ઉપસી આવ્યો હતો.. વિચારતી હશે…” આ ડફોળ મારા જ લમણે લખાયો છે કે શું..?! એક છોકરી એની સાથે છે અને એ પાણીપુરી અને કુલ્ફી માં ટાઈમ બગાડે છે…આનું કૈંક તો કરવું પડશે..!”

અને એ સમય પણ જલ્દી આવી ચડ્યો જયારે… એક વાર અચાનક એનો કોલ આવ્યો….”સવારે ૬ વાગે સ્ટેશને આવી જજે… મને લેવા..” ના કોલ સાથે મીષા આવે છે વહેલી સવારે મળવા અને………………………………………
—————————————————————————————————————————————————————————-

ઓકે હવે ડ્રાઈવશો.? કે પછી જોયા કરશો મને..?! સુરજ ઉગી જશે તો હું વાત નહિ કરું… કાલે પાછો બોલાવીશ એટલો વહેલો..!

ઓહહ..! સોરી.. ચલો ક્યાં જઈશું….? FM ઓન કર્યું અને જાણે મારીજ વાત પડઘો બની….સંભળાઈ… “ચલો… તુમ્હે લે ચલે…. જિસ્મ નું એકદમ રોમેન્ટિક સોંગ..ટયુન થયું..!

“બીચ પર.. નાઉ બી ફાસ્ટ વ્યોમ..” સીટ બેલ્ટ બાંધતા મેડમ મીષા ટેલ્યા..! (બોલ્યા)

મીષાને લેવા સમય કરતા વહેલો જ પહોંચી ગયો હતો અને એ પણ એકદમ ડોટ ટાઈમ તો ટાઈમ આવી ગઈ..! મુંબઈની લોકલ ઘણી ટાઈમ સર દોડે છે.. બસ એને પકડવી અઘરી છે..! મીષા આજે કૈંક જુદી લાગી રહી… આટલી અધીરાઈ પહેલા તો કદીય દર્શાઈ નોહતી એના સ્વભાવમાં. ફર્સ્ટ ક્લાસ ની સફર છતાય અકળામણના પ્રસ્વેદ બિંદુ વારે વારે દેખાઈ રહ્યા હતા એના ચહેરા પર.! એના ખુલ્લા વાળ એ બિંદુઓ સાથે ચોંટી જાણે કે સ્નીગ્ધસ્નાતા હોય એમ.. એની સુંદરતામાં ગુણાકાર કરી રહ્યા હતા..!

વ્હાઈટ અનારકલી માં જાજરમાન દિસતી મીષા.. આજે એના સ્વભાવ થી તદ્દન વિપરીત વર્તી રહી હતી.. લોંગ સ્લીવ, કોઈ પણ અલંકાર વિના સાથે મેચિંગ હાઈ હિલ્સ એના વ્યક્તિત્વ સાથે સુમેળે પરિચિત હોય એમ એકરસ થઇ ચુક્યા હતા..શી હેડ હર ઓઅન એસેટ્સ.. અને મારા ઘાયલ બનવાને એટલું કાફી હતું..!

શક્ય એટલી ઝડપ વધારી… બીચ પર પહોંચ્યા ત્યારે બીચ પર કેટલાક જોગર્સ અમને આમ “રેડી” થઇ સવાર સવારમાં આવેલા જોઈ કૈંક અંશે આશ્ચર્ય ભાવ સાથે જોઈ રહ્યા..! કેટલાક બાળકો એમના ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે ધમાલ કરી રહ્યા હતા.. મહદ્દ અંશે મુંબઈ ની બોઝિલ દોડતી ભાગતી સવાર કરતા થોડી શાંતિ હતી અહી.. આજે..!

“જી કહો..” વાતની શરૂઆત કરતા મેં મીષાને… તદ્દન સામે રાખી પૂછ્યું..અત્યારે સુરજ પણ જાણે મીષાની સામે જોઈ ઉગવાની રાહ જોઈ રહ્યો હતો..!

“મારે કૈંક કહેવું છે… સાચા જવાબની અપેક્ષા સાથે..!” તદ્દન ભાવહીન સપાટ સ્વરમાં બોલી..

“બને ત્યાં સુધી… તારી સામે કદી ખોટું બોલવાની જીગર પણ નથી કરી.. છતાય કહું છું….. સાચો જવાબ જ મળશે..!” હવે મારા ધબકાર પણ વધવા લાગ્યા હતા..!

અને પછી…… એકાદ બે મિનીટ નું મૌન અને…….સીધો જ સવાલ…”તારી ફીલિંગ્સ શું છે..? મારી વાત કહું તો આઈ લાઈક યુ.. હા, તું મને ગમે છે..! તું મને પસંદ કરે છે..????” અનિમેષ ગભરુ નયને તાકી રહી વ્યોમની આંખોમાં.. જવાબની રાહ જોતી…..
Image
અણધાર્યા સવાલ થી ચોંકી ઉઠેલો હું….. શું કહેવું નક્કી ના કરી શક્યો ( હાસ્તો ને..mr ડફોળ નું બિરુદ એમને એમ થોડી કમાવાય છે..!) એટલે થોડીક નિરાશ બની…. આંખો જુકાવી પીઠ ફેરવી મીષા આગળ બોલી….”ખરું કહું તો… મને તું ગમે છે..! અને મારી વાત ભાભીના અંગત સગામાં ચાલી રહી છે. અંતિમ નિર્ણય મારા પર છોડાયો છે..જે મારે આજે બપોરે ડાઈનીંગ ટેબલ પર જમતી વખતે આપવાનો હતો…(ઓહ.! હવે સમજાયું આટલી ઉતાવળ કેમ હતી એને..? શ્વાસ લેવા પુરતું અટકી આગળ બોલી..) એટલે જ કહું છું….. પહેલની ઉતાવળ નહોતી.. પણ તને ગુમાવવું પણ પાલવે એમ નોહ્તું એટલે જ તો….”

વ્યોમ…. હજીય શું કહેવું એની અવઢવમાં.. બસ માત્ર કેટલાક ત્રુટક શબ્દો બોલી શક્યો…. “હા….તું મને પણ ગમે છે…!” આટલું બોલવા માટે પણ વ્યોમે ખાસ્સી બે મિનીટ લીધી..

જવાબ સાંભળી મીષા ફૂલ કોન્ફીડન્સ માં આવી ગઈ… અને પછીથી વ્યોમ સામે ટર્ન કરી…. ફેફસામાં ભરાય એટલો શ્વાસ ભરી….. જે “ઓફિસિયલ પ્રપોઝ” કર્યું.. આહ..! વાંચો એનાજ શબ્દો માં……”””I , miss Misha R. in all her presence of mind officially proposes to Mr. Vyom V. that will u like to share rest of ur life with me…? Will you marry me..????”””

વ્યોમની ડોકી હકારમાં ધૂણી એટલે થોડું શરમાઈને એણે આગળ કહ્યું….”””I shall be glad to share rest of my life in your arms. I shall be glad to say your Parents to “my mom & dad”..

I shall be glad to tell your relative to mine & your friend to mine. I feel great privilege to be with you.. ~~ ” I feel I will be safe in your arm…. ” ~~

I feel top on the world if you your mind say “YES” just take my hand and “Kiss”. If “NO” just leave my hands. I will accept both conditions….”””

મીષા બધુજ એકી શ્વાસે બોલી ગઈ અને હવે એનો શ્વાસ ફૂલવા લાગ્યો. ધડકનો તેજ થઇ ગઈ અને આંખો પોતાને જ સહન ન કરી શકતી હોય એમ… ભીડાઈ ગઈ..!

અને આપણા mr .ડફોળ ને તો મોઢું પણ ખોલવું ન પડ્યું અને પતાસું આવી પડ્યું..! અને એય ઉછળી પડ્યો ખુશી થી.. હવે એણે પણ થોડું શુરાતન ચડ્યું અને મીષાને ઊંચકી લીધી…! પછી હળવેક થી નીચે ઉતરતા….થોડી ઘણી હિમત એકઠી કરી……, અત્યાર સુધી વાંચેલી , વર્ણવેલી, અનુભવેલી સઘળી લાગણીઓ નો નીચોડ રૂપે એક પગ ઘૂંટણ પર ટેકવી, મીષાનો દુપટ્ટો અને હાથ એક સાથે રાખી બોલ્યો……….. આવ..
જો તો ખરી મારી આંખોમાં..
તું પણ અનુભવીશ એ દર્દ ને..
જે સહ્યું છે તારા પ્રેમમાં.
સદીયો થી..
એનીજ રાહ જોઈ રહ્યો છું..
તું..
તારો પ્રેમ..
આવ..
વહેંચી લે મારા સપના..
મારી જિંદગી..
બધુજ..
ચૂમી લે મુક્તિના અહેસાસ ને..
બદલી દઈશ તારી જિંદગીને..
પ્રેમ થી હર્યાભર્યા નાનકડા સ્વર્ગમાં..
આવ..
સાગરને પામવા ગાંડીતુર થઇ વહેતી નદીની જેમ…
શબ્દોના તરંગો..
હૈયાના તાંતણે જોડવા.
હદય માં જાણે ઈશ્વર ખુદ ગુંથી રહ્યો છે..
પ્રેમને..
ચાલી આવ..
એજ રસ્તે..
ફૂલો જ્યાં અંકુર્યા છે..
સીધો જ દોરી આવશે પ્રેમમાં..
મુજમાં…!”

એમ જ જોઈ રહ્યો મીષાને..! અને મીષા હવે કંઈક શરમાઈ રહી..! દુપટ્ટા સાથે પકડેલા હાથને ચૂમતા ઉભો થયો અને એક ગાઢ આલિંગન… એટલું ગાઢ કે મીષા શ્વાસ પણ ન લઇ શકી.. થોડીવાર પછી બોલી…”વ્યોમ, જરા ધીમે..! હવે ક્યાંય નથી જવાની …. થોડી તો છોડ.. નહિ તો હોસ્પિટલ જવું પડશે..!!!”

ત્યારે બિચારાને અંદાજ આવ્યો કે એણે મીષાને તદ્દન ભીંસી દીધી હતી..! બંને કોમળ રીતે પાછા ભેટ્યા અને………………. બસ ત્યારે……સુરજ એની પૂર્ણ રવાની ધારણ કરી ચુક્યો હતો.. એમના પ્રેમની જેમ..! અત્યાર સુધી ઘણા કહેવાઈ ચુકેલા શબ્દો પણ જાણે મૌન નો મહોત્સવ ઉજવી રહ્યા..!

કથાબીજ : મીષા અહ્સીમ
~એજ તન્મય..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s