રવિવાર સાંજે ૪.૨૫ કોફીશોપની બહાર, કાર પાર્ક કરતાં તન્મય થી અંદર જોવાઈ ગયું.. એ જ ગમતીલા બ્લેક અનારકલીમાં સજ્જ તન્વી આજે એનાથી વહેલી આવી ગઈ હતી ! થોડું પરિવર્તન… દેખાઈ રહ્યું ! પાંચેક મિનીટની વાર હતી “ઓફીશીયલ” મીટીંગ ટાઈમ શરુ થવા ને ! એણે સીધાજ અંદર જવા કરતાં… પોતાને ગમતું દ્રશ્ય ‘તન્વી’.. નીરખવાનું શરુ કરી દીધું !
એ હજી એટલી જ ઈનોસન્ટ લાગી રહી જેટલી એક વર્ષ પહેલા થયેલી પહેલી મુલાકાત માં હતી ! ચહેરો ખાસ દેખાતો નોહતો પણ સાઈડ ફેસ થી એના એક્સપ્રેસંસ બખૂબી પકડી શક્યો..! આ રીતે જોવાનો અનુભવ હતો ને..! “તન્વી શ્યામા” સમી ભારતીય ત્વચા પર ગોલ્ડન મેક અપ… જાણે પૂર્વ – પશ્ચિમ નો સમન્વય ! લટકતા ઇયરીન્ગ્સ હજીય તન્મયના ધબકાર ચૂકવવાને કાફી હતા !
ઓહ ! તું આવી ગઈ..? ગ્રેટ..!
હા ને ! “કોઈકે” કહ્યું તું ગઈ કાલે… ઘણું બદલાઈ ચુક્યું છે.. ! સો આજે હું વેઇટ કરું છું તારી..!
ગ્રેટ..! બીફોર ટાઈમ જોવાયેલી “રાહ” માટે હું દિલગીર છું… સોરી….!
તન્મય એનું પરમેનન્ટ સ્થાન લેતા બોલ્યો.. જે સાક્ષી હતું બંનેની મુલાકાતોનું…… કોફીશોપનું કોર્નર લાસ્ટ ટેબલ… દીવાલ સામે ચહેરો રાખી બેસતી તન્વી અને સામે આખું કોફીશોપ દેખાય એ રીતે બેસતો તન્મય…
વેરી ફની.. !
“સો એમ આઈ….!” પાસેની ગ્લાસ વોલ પર ટીન્ગેલા શેલ્ફ કર્ટનને અધખુલ્લાં કરતાં બોલ્યો..
“હા, એ પણ ખરું..!” તન્વી તન્મયમાં આવેલું “પરિવર્તન” જોઈ રહી. પ્લેન વ્હાઈટ પોલો ટી – શર્ટ… વિથ ‘ V ‘ નેક & ગ્રે ઇનર કોલર્સ, રેગ્યુલર સિલ્ક ડેનીમ…. સાથે રિસ્ટ થી માંડી શુઝ સુધી બધું બ્રાઉન મેચિંગ…!
“વ્હોટ હેપન મિઝ.?” ચપટી વગાડી ખોવાયેલી તન્વીની તંદ્રા ઉડાડી.
નથીંગ સ્પેશિઅલ બટ… સમથીંગ ઇસ્પેશિઅલ..!
વ્હોટ?
સદાય ફોર્મલ માં રહેવા સર્જાયેલો, ટેવાયેલો તું… ગઈ કાલે વિધાઉટ ઇન શર્ટ અને આજે આમ…….. & અબોવ ઓલ… યુ આર મોર ફીટ ધેન પાસ્ટ…!
લાઈક ઈટ?
યાહ.. ગમ્યું… ખુબ ગમ્યું..! પણ અફસોસ મારા કીધે નથી આવ્યો આ બદલાવ..!
થેન્ક્સ… & BTW ઇટ્સ જસ્ટ બીકોઝ ઓફ યુ..!
મી ? આઈ મીન.. હું કઈ રીતે…? આપણે તો…..મળ્યા જ નથી ને…? & મેં તો ઘણી વાર કીધું હશે.. ને એ વખતે ચેન્જીઝ ગમ્યા નોહતા તને !
“યેસ, રાઈટ ! વેઇટ સમજાવું તને…” કહી વિકાસને (વેટર) બુમ મારી… એમનો “રેગ્યુલર” ઓર્ડર આપ્યો…. અલબત્ત તન્વી ની સંમતિ થી.. રખે ને એમાય પરિવર્તન…!!
“હમમ સાંભળ… તું હતી..પાસે હતી ત્યારે આઈ થીંક… મને દુનિયા આખી મળી ચુકી છે. અને તું…. મારી વ્યસ્તતા માટે પણ ઈનફ હતી ! સવારે બ્રશ કરતા અરીસામાં તું દેખાતી… ત્યારથી શરુ કરી…. આખ્ખો દિવસ… તને બસ તને જ ફિલ કરતા વીતતો…. ત્યાં સુધી… કે જયારે….. રાત્રે સુતી વખતે ફ્રેશ થઇ વાળ ઓળતા પણ સ્ટીલ આઈ વોચ યુ ઇન ધેટ સેમ મિરર…!
વેરી ફની… સુતી વખતે પણ વાળ ઓળવાના..?!
હા ને… સપના માં તું જે આવતી….! BTW મમ્મી ટકોરે છે હજી ય…ને સ્ટીલ આઈ આન્સર્ડ ધેટ.. ‘સપનામાં કોઈ મળી જાય તો ઇમ્પ્રેશન સારી પડવી જોઈએ ને…!!!’
અરે ! મમ્મી સાથે આવી વાત..?! BTW આ બધું તો કદી કહ્યું નહિ તે..?
હાસ્તો એમાં શું… & હા.. તારી વાતો, તારા વિચારો, તારા માંથી બહાર આવું તો ને..?
વેરી ફની……
નો તન્વી.. આઈ મીન ઈટ… મારા માટે તું અને માત્ર તું ફર્સ્ટ પ્રેફરન્સ હતી… બાકી બધુ જ ગૌણ..!
હમમ.. થેન્ક્સ.. મારે તને ઈમ્પોર્ટન્સ આપવું જોઈતું હતું… કદાચ મારાથી આવી નાદાની ન થઇ હોત..!
હશે..! બોલો તમે… આઈ મીન.. તે… તારે શું કહેવું છે?
પ્રસ્તાવના ઘણી લાંબી ચાલી… હવે કૈંક ગાડી ટ્રેક પર આવી ! અને તન્વીએ કરેલી તૈયારીની પરીક્ષા પણ…….
એક વાત પૂછું? આ વિકાસ કહેતો કે તું અહી લગભગ ડેઈલી આવતો? કોઈ ખાસ કારણ?
નથીંગ…. બસ કામ તો હતું નહિ વધુ….એટલે આવી જતો…. શનિ રવિ ખાસ… એક આશા સાથે… મે બી… યુ આર કમ એઝ અ સરપ્રાઈઝ..! બટ……
આંખો પરોવી.. કૈંક એ રીતે બોલ્યો કે….. તન્વી થી નીચે જોવાઈ ગયું. અને એમજ ઢળેલી આંખે બોલી…….
“I know I hurt you. & accept too. Really apologized for very unfair & rude behavior . I said heartily SORRY for that. અને ગઈ કાલનું.. તારું વર્તન સહજ હતું. હું પણ આમ જ બિહેવ કરતી.. કદાચ એથીય વધુ રૂડ બની હોત તારી સાથે…But for god sake, for my sake please forgive me…. Can we re start our friendship now?”
ફરીથી એજ જુનું અને જાણીતું મૌન પથરાઈ ગયું.. બંને ની વચ્ચે. તન્વી કહી ચુકી હતી અને તન્મય કહી શક્યો નહિ…. (એણે કાયમ એક ટ્યુબ લાઈટ ના સ્ટારટર ની જરૂર પડી છે જે કામ આજે વિકાસે પૂરું કર્યું..! હંમેશ ની જેમ… રૂટીન કરતાં વધારે મોડો ઓર્ડર લાવ્યો અને સર્વ કરતાં બોલ્યો….. “સર, આજે સુગર લેશો ને..! મેં પૂછ્યા વિના નાખી દીધી છે..!”
“કેમ?! કોઈ ખાસ કારણ.?” તન્મયએ ચ્હાનો મગ લેતા કહ્યું..
“યેસ… ટુડે… યુ આર નોટ સિંગલ..! સો આઈ થીંક ઇટ્સ ટાઈમ to સેલીબ્રેટ…!” તન્વીને કોલ્ડ કોફી સર્વ કરતાં બોલ્યો…
“ડીપેન્ડ્સ ઓન હીઝ આન્સર, વિકાસ.. થેન્ક્સ..” મગ લેતા તન્વી ગણગણી !
વેલકમ મુદ્રામાં સ્માઈલ આપી, વિકાસ ખસ્ક્યો ત્યાં થી અને તન્મય બોલ્યો……
“ભીંજ્વામાં નડતર જેવું લાગે છે,
શરીર સુદ્ધાં બખ્તર જેવું લાગે છે,
મને કાનમાં કહ્યું પુરાની છત્રીએ,
ઉઘડી જઈએ …. અવસર જેવું લાગે છે…..”(વેણીભાઈ પુરોહિત)
“વ્હોટ?” ન સમજાય એવી તો કંઈ વાત નોહતી.. છતાં કન્ફર્મ કરવા માટે તન્વી બોલી !
“ઓકે આઈ થીંક ઇટ્સ માય ટર્ન.. તને કંઈ અજુગતું ન લાગ્યું ગઈ કાલે..? જયારે તું રડી રહી હતી?
હા, તે રૂમાલ ઘણો મોડો આપ્યો હતો ! અને એ વિષે તો શાવ્યા સાથે ય બબાલ કરી નાખી છે મેં..!
હમમ એની વાત પછી કરશું… હવે સાંભળ…. હું ઈચ્છત તો જલ્દી આપી શકત… આખરે રૂમાલની ડેસ્ટીની માં ભીંજવાનું જ લખાયું છે ! લેકિન, કિન્તુ, પરંતુ…. તારા એ રુદન એ ઘુટન ને બહાર કાઢવું જરૂરી હતું….કવિતાની કટુ વાણી પણ એજ કારણ સર અપનાવી હતી….. જેથી તું તારો દંભ ત્યાગી…. મૂળ સ્વરૂપે પાછી ફરે..!
ઓહ ! અને હું કૈંક બીજું સમજી…. સો મેડ એમ આઈ..!!!
યેસ, યુ આર..! કોઝ યુ સિલેક્ટેડ મી..!
વેરી ફની…
યા ડીઅર… આઈ નીડ યુ… & i wanna back you … એ તન્વી જેને હું જાણતો, માણતો, ઓળખતો, ચાહતો…. એ તન્વી જેની આંખે સચ્ચાઈની ખુમારી રમતી.. ખોટા આડંબરોની નહિ.. એ તન્વી જેની મગરૂરી એના રૂપને આભારી હતી.. વર્ચસ્વ કે પોસ્ટ ને નહિ.. એ તન્વી જેના દિલોદિમાગ પર ચાહતનો નશો છવાયેલો રહેતો… વ્યવસાયિક સફળતાનો નહિ.. આઈ નીડ યુ તન્વી.. એઝ યુ આર.. જેવી છું એવી……. કનીઝ હંમેશા મલ્લિકા એ હુસ્ન કા ફરમાન રહેગા..!
તન્વી ને હજીય નીચે જોઈ મંદ મંદ હસતા જોઈ…. “મારે ” તન્વી ” જોઈએ… ચીલા ચાલુ ગર્લ ફ્રેન્ડ નહિ..!!”
“હમમ..ઓકે.. ” ઊંચું જોયું…અને બોલી…”વિકાસ કહેતો કે તે સુગર બંધ કરી છે..?? કોના માટે?”
હા ને …. તું તો આવી નહિ પાછી… એટલે થયું કોઈ નવી “પટાવવી” હશે તો ફીટ રહેવું પડશે ને… ???
વેરી ફની… ખબરદાર જો બીજી માટે વિચાર્યું છે તો…… ?
અરે તોબા યાર…. આ એક જ વાવાઝોડું… નામે તન્વી…. બસ… કાફી છે મને ધમરોળવા માટે..!!
“હજી તો રંગ જોયા ક્યાં છે અમારા…?
… ” લાગે છે તન્વી રંગ માં આવી ગઈ…
“બતાવો ત્યારે…”
“અહીં ..?! એ માટે તો એકાંત…………..
.”
“ઓયે હોએ… મેડમ શરમાતા પણ શીખી ગયા..! ઓ…કે પણ એ પહેલા એક સરપ્રાઈઝ છે તારા માટે… ચલ” તન્મય બીલ & ટીપ પે કરતાં બોલ્યો..
“ક્યાં?!”
યાર તું હજી ના સુધરી… ‘ ? ‘ માર્ક કેટલા કરે છે.? ભરોસો તો છે ને…?
ઓ …કે…. સોરી બાબા…. ચલ આંખ બંધ… બસ્સ.?… લઇ જા જ્યાં મરજી હોય ત્યાં..!
બંને બહાર નીકળ્યા ને વરસાદ થંભી ચુક્યો હતો… વાતાવરણ નાહી ધોઈ ફ્રેશ થઇ ચુક્યું હતું…તન્વી સરપ્રાઈઝ માટે એકસાઈટ હતી અને… ખુશ પણ… તન્મય જે સાથે હતો… ફરી એક વાર…