સાંજ કેટલી ઘાતક હોય છે નહિ….
કેટલી જલ્દી વહી જાય છે એ…
હજી તો દીદારે યાર પણ થાય ના થાય
અને ગાયબ..!!
અરે! શાંતિ થી બેસ તો ખરી મારી સાથે..
કૈંક વાત કર તારી.. બપોર નો તડકો
કેવો લાગે છે..??
રાત ની ઠંડક ગમે કે નહિ..??
ખુલ્લી ધરતી ની આગોશ માં
છુપાઈ જતો સુરજ..
કે ઉધારની રોશની પર ઇતરાતો ચન્દ્ર
કેવો લાગે છે..??
રાત ની ઠંડક ગમે કે નહિ..??
ખુલ્લી ધરતી ની આગોશ માં
છુપાઈ જતો સુરજ..
કે ઉધારની રોશની પર ઇતરાતો ચન્દ્ર