શાવ્યાનું તીર નિશાને પર વાગ્યું હતું.. જેની વેદના ઉપરનું વાક્ય ચાડી ખાઈ રહ્યું.. “હા બોલ ને , શું હતું …?”
I wanna meet him ….
so …..?
so? Offf ….. can u plan for that?
વેરી ફની….. એમાં શું ખાટુંમોળું થઇ જવાનું યાર …?
એ ડફર…. પેલો મને જીવતી નહિ મેલે .. & તારા લીધે હું એટલા સારા દોસ્તને ગુમાવી દઈશ …!
ઓ ડો . શાવ્યા ….? he is from me … હું છું તો એ છે .. અને એ તો પછી હું જોઈ લઈશ ને ..?
ના … કીધું ને ?.. હવે તારો વારો …..
આટલા ભાવ કેમ ખાય છે યાર ..?
બસ ના કીધું ને ..?…. & કઈ નથી .. જસ્ટ સે સોરી ટુ હિમ .. બિચારો એમ ને એમ માની જશે …. I know him
આર યુ સ્યોર ..?
યેસ ડેફીનેટલી … એટલીસ્ટ જ્યાં સુધી હું એને ઓળખું છું , ત્યાં સુધી એ તને ના તો નહિ જ પાડે.
હમમમ … પણ યાર એને ફેસ કઈ રીતે કરવો ? ના બાબા .. I am so afraid …..
લે એમાં afraid ની ક્યાં વાત ….? એ થોડો કઈ વાઘ છે ..? કેટલો શાંત છે ..? મને તો યાર એની ખુબ દયા આવે છે .
એ દયાવાળી …? બહુ પ્રેમ ઉભરાઈ આવ્યો છે ને કઈ?.. અને શાંત છે એટલે જ બીક લાગે છે ને ..? બાકી વાઘ હોત તો ક્યાં વાંધો હતો ..? કોઈ જ react નથી કરતો એ … ઘણી વાર માર્ક કર્યું છે અગાઉ … હાથે કરીને ઉશ્કેરતી તો ‘ય બસ સ્થિતપ્રજ્ઞ બની કોઈજ બિન જરૂરી excitement વગર , તદ્દન સ્વાભાવિક રીતે વર્તતો ..
હમમમ .. તો હવે ..?
એટલે જ તો કીધું … please help me …..
ચલ ઉભી થા
કેમ …?
ચલ ને .. જલ્દી …
ઓફ ઓં ….?.. શું થયું .. પાગલ બોલ તો ખરી ?……(શાવ્યા તો રીતસરની ભાગી … એને જવાબ આપ્યા વગર …અને તન્વી એની પાછળ દોરવાઈ …..)
“હાઈઈઈઇ ” …. ગ્રાઉન્ડ ફ્લોર થી ….શાવ્યાની બુમ સાંભળી તન્વી એ એના શબ્દોની દિશામાં જોયું & શોક્ડ…!… સામે તન્મય અને એના મમ્મી ફર્સ્ટ ફ્લોર પર હતા ..! ઓલમોસ્ટ આખો મોલ ખાલી અને બંને પણ અવાજની દિશામાં જોતા ઉભા રહી ગયેલા … !
તન્વીએ ત્યાંથી જ હાથ હલાવ્યો અને એના મમ્મી એ સ્માઈલ આપતા ઉપર આવવા ઈશારો કર્યો ..!
“ચલ બકા .. તારું કામ થઇ ગયું” .. કહેતા ……શાવ્યા તન્વીને ખેંચી ઉપર લઇ ગઈ…
“અરે પાગલ એની મમ્મી છે.. મને ક્યાં દોરી જાય છે..!” તન્વી એમજ ખેંચાઈ રહી.. એની પાછળ.. દિલ થી જવું હતું.. દિમાગના પાડી રહ્યું તું..!
“કેમ છો આંટી..?!” શાવ્યાના સવાલ થી તન્વી તો હેબતાઈ ગઈ..! જાણે કે વર્ષોની ઓળખાણ હોય એમ.. ઉમળકા સાથે વાત શરુ કરી..
“ઠીક છે..! એક ડો. હમણાંના દેખાતા નથી… એટલે થોડી મજા ઓછી છે..!” આંટી પણ શાવ્યાને એજ રીતે….શું હતું આ બધું… સમજાતું નોહ્તું મેડમ તન્વી ને..!
“હા એતો પેશન્ટ પર નિર્ભર છે ને..! ડો. ને યાદ કરવા કે નહિ…[ :p ] ચાલો આજે અલગ સંબંધે મળ્યા..! ઓહહ સોરી.. આ મારી દોસ્ત તન્વી.. તન્વી જૈન.. બેંક માં છે…આ તમારા તન્મયની જેમ.. આંખ મીચકારી શાવ્યાએ તન્વીની “ઓફીશીયલ” ઓળખાણ કરાવી.. “બંને” સાથે..!
“નમસ્તે આંટીજી..” બીજું તો કઈ સુજ્યું નહિ.. બસ બે હાથ જોડાઈ ગયા.. ત્રાંસી આંખે તન્મયને જોયું..એ થોડો ટેન્સ લાગ્યો..! એને તન્વીની હાજરી કૈંક ખૂંચી રહી હતી. અને મમ્મી સામે એ “ડ્રામાં” કરવા નોહ્તો ઈચ્છતો.. એટલેજ કદાચ ગુમસુમ ત્રણેય ને “સહન” કરી રહ્યો..!
“નમસ્તે બેટા..! તને કદી જોઈ નથી આ પતંગીયા સાથે..! બાકી કદાચ તારું નામ સાંભળ્યું હોય એવું લાગે છે..!” તન્વીના ન્મ્સ્તેના ઉત્તરમાં આંટી બોલ્યા.
“પતંગિયું તો એકલુજ ઉડે છે ને..! અને હા હું સુરત હતી.. હજી રીસંટલી ટ્રાન્સફર લઇ અમદાવાદ આવી છું.. ફેમીલી અહી જ છે..” તન્વી..(ફરીથી પ્રતિભાવ જાણવા…. તન્મયને જોઈ રહી.. પણ…………. [ 😦 ] )
“ઓ ડફર..! હું તો અહીજ હતી સમજી ને.. તું જ ભાગમભાગ કરે છે.. અમારા બધાથી..! અને આંટી આ એજ નમુનો…. જેનું પાર્સલ દેવા અમે એરપોર્ટ ગયા તા… અને આ તન્મય પડી ગયો તો…! યાદ આવ્યું..?!” શાવ્યા એ બાજી સાંભળી લીધી…. ફરી એક વાર..!
“અરે હા, યાદ આવ્યું…! બેટા તારો ફોન તો ઘણો “ભારે” નીકળ્યો મારા ગોગી માટે..! ચાલો, એ બહાને મળ્યું તો ખરું તને..!” આંટી..
“સોરી આંટી.. પણ એમાં મારો શું વાંક.. આજ જોઇને નથી ચાલતો… ક્યારેય..!” તન્વીએ સ્થિતપ્રગ્ન ઉભેલા તન્વયને બોલાવવાનો વધુ એક નિષ્ફળ પ્રયાસ કર્યો.
એની દશા જોઈ…. શાવ્યા બોલી..”પણ આંટી.. તમે આમ ચાલુ દિવસે.. આ મહાશય સાથે..! કઈ સમજાયું નહિ..!”
“અરે કેટલા દિવસથી કીધું છે એને.. પણ કોણ જાણે ક્યાં ખોવાયેલો રહે છે..! આજે તો ધમકી આપી કે શોપિંગ માટે નહિ આવે તો સાંજે રસોઈ બંધ..! નાં છુટકે આવ્યો..! (બીજું કોઈ જાણે કે નહિ… આ બંને માયાઓ જાણતી જ હતી મહાશય ક્યાં ખોવાયા હતા..! અને રસોઈ બંધ તો ક્યાંથી પાલવે.. જમવા માટે તો એ તન્વી નેય ભૂલી જાય એમ હતો..!)
“અરે તો મને કહેવાય ને… હું તો ફ્રી જ હોઉં છું ને..! ચાલો, આ બંને બોરિંગ લોકો ને રહેવાદો સાથે… હું આવું તમારી સાથે.. શોપિંગ કરીએ..!” શાવ્યાએ બંને ને એકાંત મળે એ રીતે….. પાસા ફેંક્યા અને..
“ઓકે ચલ, તારે શું લાવવું છે ગોગી..?!” આંટી એ સંમતી દર્શાવી..! અને તન્વીની આંખો માં તેજ ફૂટી આવ્યું..!
“અરે પણ..” હાશ.. મહાશય બોલ્યા તો ખરા.. એ તન્વી સાથે તો રહેવાનોજ નોહ્તો.. એટલે શાવ્યા બોલી. “ઓ મી..મેનેજર..! તમે અહી અમારા “મિત્ર” ને કમ્પની આપો હું તમારા “મિત્ર” ને આપું છું..! (બંને માં દીકરો મીત્રજ હતા.. અને શાવ્યા એમના ઘેર અવરજવર કરતી એટલે એ વાત સારી રીતે જાણી ગઈ હતી..! તન્વી તો દરેક ક્ષણે સરપ્રાઈઝ પામી રહી..! જે રસ્તે પોતાને આગળ વધવાનું હતું.. એ રસ્તે તો શાવ્યા ક્યાય દુર નીકળી આવી..! એને હવે એય સમજાઈ રહ્યું હતું કે શાવ્યા…. કેમ “નાં” પડતી હતી એમને મળાવવા માટે..! she is really closed with him & his family..)
“ચલ ને હવે.. બેસ શાંતિ થી.. જો તને ગમતી વસ્તુ મળી ગઈ ને…! બોલ તારે શું લેવાનું છે.? હું લઇ લઈશ..!” આન્ટીએ આખરી મહોર મારતા કહ્યું..
“શોકસ લઇ લેજે..” તન્મય પર હારી ચુક્યો..!
“કલર?”
“વ્હાઈટ” તન્વય અને “બ્લેક” તન્વી…. બંને સાથે બોલ્યા..!!
આંટી તો સન્ન થઇ ગયા બંને ને સાથે બોલતા જોઈ…! અને ફરીથી શાવ્યાએ બાજી સાંભળી લીધી..”હા બાબા.. તારા બ્લેક લઇ લઈશ બસ..!”
“ઓહહ.! કલર ચેન્જ.?!” શાવ્યા અને આંટી ગયા અને બંને એકલા પડ્યા..
“હમમ.. પરિવર્તન સંસારનો નિયમ છે…! અને હું હજીય આજ “સંસાર” માં વસું છું..!” શક્ય હોય એટલા સંયમ થી તન્વય બોલ્યો.!
“વેરી ફની… i m not from other planet.. ii m also belonging to this Earth ….!” તન્વી પણ.. એજ ભાષામાં બોલી રહી..!
મને શું ખબર…! વર્તન તો અપ્સરાઓ જેવું હતું..! રમકડું મળ્યું.. રમી લીધું.. એટલે ફેંકી દીધું..!
i think we have to talk…… for my sake તન્મય… પ્લીઝ્ઝ….એટલીસ્ટ અત્યારે તો આપણે થોડો ઈગો છોડી.. સામાન્ય વાત કરી શકીએ..?
એ વિષે મારી ક્યારેય ના નોહતી…!
તો ચલ… ક્યાંક બેસીને શાંતિ થી.. વાત કરીએ.. હું બધુજ કહી દઈશ..! પછી તને જેમ સમજાય એમ વર્તીશું.. બસ… પણ એક વાર.. સાંભળી લે મને..!
ઓકે ચાલો..
ચાલો..?!
સ્ત્રી દાક્ષીણ્ય..! આપના કહેવા અનુસાર..!
વેરી ફની.. જો પાછો… કટાક્ષ.. ની આદત છોડ બકા……[ 😦 ]
ઓકે…. સોરી… ચલ….બસ…!
બંને નીચે ઉતર્યા અને.. આકાશ…. હમમમ… થોડું થોડું પીગળી રહ્યું હતું..! મુશળધાર તો નહિ પણ એકાદ બે બુંદો થી ભીંજવી રહ્યું……. બંને ને..!
~એજ…તન્મય..!