બંને ચાલ્યા મોલની બહાર મેક. ની બિલકુલ સામે આવેલ બાકડા તરફ. કોઈ વાતચીત વિના..! આજે આ એક વાત પર બંને સમંત લાગતાં હતા..!
તન્મય હજી ય આ આકસ્મિક મુલાકાતના સરપ્રાઈઝ માંથી બહાર નોહ્તો આવી શક્યો.. શું વાત કરવી કઈ રીતે કરવી… સંજોગો જ કૈંક એવા સર્જાયા હતા કે….. એને તન્વી સાથે વાત “શરુ” કરવા માટે બહાનું ગોતવું પડે એમ હતું..!
સામે તન્વી… શાવ્યાના ફીડબેક અને પોતાની આદત સહજ…. હજીય એમ જ સમજતી કે ‘શી વિલ ડન ઈટ !’ એ એને મનાવી લેશે..! એટલે જ તો એ એઝ યુઝવલ.. ફૂલ ઓફ કોન્ફીડન્ટ.. ક્લીઅર માઈન્ડ & થોટ્સ સાથે હતી અને ગુમસુમ ડગલા માંડી રહેલા એને જોઈ, મનોમન પોરસાઈ રહી હતી… “હા, જો આજે ય તન્મયની તન્વી સામે બોલતી બંધ થઇ જાય છે..!
બસ એક જ વાતનો ડર હતો.. આ વાદળ નામે તન્મય અત્યાર સુધી વરસ્યું નથી.. ને કદાચ એ વરસે તો પોતે માત્ર ભીંજાવાની નોહતી… એ તણાઈ જવાની એ નક્કી હતું..! અસમંજસ તો એને પણ હતી શું કહેવું, શું પૂછવું, આજે વાત તો હતી કરવાને… ને શબ્દો ફ્રીઝ થઇ ચુક્યા જાણે..!
“આ મૌન મારું જોઈ ભૂલો ન દોસ્તો,
આજેય દિલના દર્દની દુનિયા સજાગ છે”…..(ઓજસ પાલનપુરી)
ત્યાં જ તન્મય ડીસેમ્બરની ઠંડી આહ સાથે નર્યા નિસાસા જેવા ઉદગાર માં બોલ્યો.
“હેં..?!……… શું…..શું ….કીધું..??!!!”….. તન્વી તો રીતસરની ચોંકી ગઈ..! અને દસેક મિનીટ થવા છતાં શાંત રહેલા તન્મયના સ્પષ્ટ ગુજરાતી માં બોલાયેલા શબ્દો સાંભળી ક્ષણ વાર માટે પણ…… હલી ગઈ…..અંદરથી.. અને ફાટેલા સાદે બોલી ઉઠી.
કદાચ એ સમજી ગઈ હશે..’ચઢાણ ઘણા કપરા નીવડવાના છે !’ એટલે થોડી પૂર્વ તૈયારી માટે પાસા ફેંક્યા, “તને નથી લાગતું આપણે ક્યાંક સુકુનથી શાંતિ થી મળવું જોઈએ..?”
“ના, જરાય નહિ, શામાટે મળવું જોઈએ?” ભારતની ક્રિકેટ પીચો જેવા તદ્દન સપાટ સ્વરે તન્વય ઉવાચ..! વર્ષો પહેલા આવતા દુરદર્શન સમાચારના ઉદ્ઘોષકના ચહેરા જેવા કોઈ બિનજરૂરી ઉશ્કેરાટ કે અણગમાના ભાવ લાવ્યા વગર !
“પણ મને લાગે છે, મળવું જોઈએ..”
“હા, તો અત્યારે મળ્યા જ છીએ ને.. બોલો…. આઈ મીન.. બોલ શું કહેવું છે..?!”
ફરી થી મૌન છવાઈ ગયું બંને વચ્ચે અને… તન્વીના જવાબની રાહ જોઈ… થોડીવારે… “તો પછી….? જઈશું..??” કહી.. એણે જવા માટે પગ ઉપાડ્યા..!
હવે તન્વીને એનું સ્વમાન ઘવાયું હોય એમ….. “મેં જવા માટે નથી કીધું તન્મય..!” થોડા રુક્ષ અવાજે બોલી.
“હમમ, હજીય ઈચ્છે છે… હું તારી વાત માનું..?!” સામે એટલા જ રુક્ષ અવાજે તન્મય જવાબ આપી રહ્યો.
“અરે એમ નહિ.. તું મારી બધી વાત મને છે.. ને એટલે … હા, હું કહું છું એટલે આપણે મળવું જોઈએ..!” એના તેવર બદલાયેલા જોઈ તન્વીના અવાજ માં મૃદુતા ભળી આવી અનાયાસે જ..
“હું જાણું છું કે તરસ્યા જીવને એ તરફડાવે છે,
પડે છે જેની પાછળ, એને અધમૂવા બનાવે છે..”….(બેફામ) તન્મય આટલું બોલી અટકી ગયો.
હમેશા પેસ એટેક અને બાઉન્સી વિકેટ પર રમવા ટેવાયેલી તન્વી……તન્મયના આવા ગુગલી થી પરેશાન થઇ ઉઠી..!……..
“એવું કઈ નથી ડીઅર…. બસ તને એકાદ વાર મળવાની ઈચ્છા હજી બાકી છે એટલે..” ઓફ્ફ્ફ્ફ મોર હાર્ડર ટૂ ટોક..! બને તેટલા સૌમ્ય અવાજે કીધું….કેમ કરતાય એકાદ વાર વધુ મળે તો… કૈંક કામ બની શકે..!
“હજુ પણ શું કસર બાકી રહી ગઈ જુલમ કરવામાં
જનાઝા પર આવી એ કફન પર મીંટ માંડે છે..!”… (નાઝીર)
“તારી એ ઈચ્છાનો મને વિશ્વાસ હતો… તું એકાદ વાર તો મારી દશા જોવા આવી જ પહોંચીશ.. બોલ, ક્યાં મળવું છે?” કહેતાની સાથે તન્વય થોડો ખુલ્યો.. મોબાઈલ પર આવતા ફોન કોલને કટ કરી રીપ્લયમાં મેસેજ કરી રહ્યો.
“પહેલા તો મને એ કહે આ શું છે..? આટલા બધા શાયરો એક સાથે..! કઈ ખાસ તાલીમ લઇ રહ્યો છે કે શું..?! ” તન્મયનો જવાબ સાંભળી અને ખાસ તો ફોન કટ કરવાની હરકત જોઈ…. ખુદને આપયેલા ઈમ્પોર્ટન્સ થી તન્વીના જીવ માં જીવ આવ્યો !
“મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યા થઇ ગયા છે એ મને ખાસ જાણે છે !”…. (બેફામ)
“કઈ ખાસ નથી ! આતો બસ… શાવ્યાએ ચડાવેલો થોડો ફેસબુક નો ક્રેઝ છે..!” પછી તન્વી ની આંખ માં આંખ પરોવી…બોલ્યો..
“તું નહોતી એ દર્દ કાફી હતું તન્મયને,
દુનિયાએ ક્યાં કસર છોડી ખુશ કરવાને..”
દિલના દર્દને તન્મય બને એટલી બારીકી થી ઘૂંટી રહ્યો હતો..!
“વાહ.. ગમ્યું..! ભલે શૂળ શબ્દો બની ભોંકાઈ રહ્યા હોવા છતાં ગમ્યું..! … એક એક શબ્દ અંતરના ઊંડાણથી આવી રહ્યો છે..! આજે એક સાચા દેવદાસ સાથે પનારો પડ્યો છે..” તન્વી થોડી નોર્મલ બની રહી.
“નાઉ ટેલ.. વ્હેન & વ્હેર.. વિ હેવ ટૂ મીટ..?”
“કાલે જ…. એજ સ્થળ એજ સમય.. થોડી વાતો કહેવી છે…. ઘણી સાંભળવી છે.. અને જો શક્ય હોય તો જૂની યાદો ભુલાવી નવી તરોતાઝા ફ્રેશ મ ફ્રેશ ફ્રેન્ડશીપ કરવી છે..!” આખરે હાર માની જ લીધી..! આવી ગયા એજ શબ્દો જે એ તન્મય પાસે થી સાંભળવા માંગતી હતી.
“નથી કરતાં નિરાશ એ લોકોને કહું છું ક્ષમા માંગી,
બીજી રીતે રીબાવો છો તમે રાખીને આશામાં.!”…. (બેફામ)
“શું કામ ખોટી આશા બંધાવે છે? આજે તું આવી છે આમ અચાનક, અનાયાસે..ફરીથી…. ખબર નથી શા કારણે..? વળી પાછુ દિલ ભરાઈ જાશે તો….. ફેંકી દઈશ પાછો.. જ્યાં થી લીધો છે બાથ માં..! રમકડું તો નથી સમજતી ને..આવી મજાક ના લેવાય કોઈની…?!” તન્મય પણ આખરે કહી ઉઠ્યો જે હતું દિલ માં…
“મજા તો લેવાઈ ચુકી છે.. કોની અને કઈ રીતે.. એ કાલે સમજાવીશ.. જો તારી ઈચ્છા હશે સમજવાની…… તો ! બસ એક વાર મને સાંભળી લેજે પછી તું મુક્ત હોઈશ અગાઉ ની જેમ જ નિર્ણય કરવા માટે..! આઈ વોના ચાન્સ ટૂ……….”
બસ તન્વી વધુ કંઈ જ બોલી ન શકી.. બાકીના શબ્દો એની આંખોએ વહાવી દીધા !
ત્રણેક મિનીટ ના રુદન બાદ……..તન્મયે રૂમાલ ધરતા કહ્યું..” ચલ ફ્રેશ થઇ જા.. શાવ્યનો મેસેજ આવી ગયો છે.. એ લોકો બહાર આવી રહ્યા છે. અને હા, ડન, કાલે એજ સ્થળ એજ સમય.. એજ વાતાવરણ…કહી દેજે જે અધુરપ બાકી હોય એ..”
“થેન્ક્સ…”
“નો નીડ તન્વી ! & એક વધુ વાત.. જે આગાઉ પણ કરેલી જ છે… મેં તને ક્યરેય બાંધી નોહતી બાંધીશ પણ નહિ.. આજે આ સમયે સંજોગે તું એટલીજ ફ્રી છું જેટલી આગાઉ રહેતી ! તારા નિર્ણય પર જ આપણે આગળ વધીશું.. અને હવે જે કરે એ થોડું વિચારી ને કરજે.. એકલી તન્વી નહિ તન્મય ને પણ સાથે રાખીને..!”
“સ્યોર.. વધુ કાલે મળીને..” કહી તન્વી ફ્રેશ થવા મેક. માં ગઈ અને શાવ્યા મમ્મીને લઇ આવી પહોંચી..! હાય હેલો બાય ચાલો…. અને થોડા ઘણા બ્લેસિંગ મેસેજ ની આપ-લે કરી સૌ છુટા પડ્યા..
જાતે સર્જેલી વીટમ્બણાંઓ માંથી મહદ અંશે ઉગરી.. તન્વી હશે સાચા ટ્રેક પર પગલા માંડવા જઈ રહી હતી. આવતી કાલનો દિવસ યાદગાર બનવાનો હતો…
શાવ્યાને આખી મુલાકાત શબ્શ: વર્ણવી…. આવતી કાલ માટે થોડા “લેસન” લેવા જરૂરી સમજી એ શાવ્યાને ઘેર જ ચાલી એની સાથે જ બેંક કે જોબ તો જાણે કે યાદ જ નોહતી એને..!
હવા માં સાંજની નિર્મળતા ઉતરી આવી હતી.. આકાશ પણ ઉનાળાની સવાર જેવું સાફ સુથરું થઇ ચુક્યું હતું…..
~એજ તન્મય..!
અરે વાહ… સરસ 🙂 !
એક બેઠકે લખ્યું લાગે છે… કદાચ મોબાઈલ પર…. લખાણ લ્યુસિડ છે.
(પરંતુ જોડણીનું ધ્યાન રાખવું રહ્યું.)
ji sir…… aapni vat sachi chhe…
hu avshy dhayn rakhish 🙂