જય અંબે મિત્રો…!
=======================================
આજે વાત કરું છું… શ્રીનાથ જી ભગવાન વિષે….. ચોંકી ગયા ને… હેડીંગ માં અંબે માં ને કથા શ્રીજી પ્રભુની..??!! હા મિત્રો આજે વાત કરું છું.. માં બહુચરના અનન્ય ભક્ત શ્રી વલ્લભ ભટ્ટ અને શ્રીજી પ્રભુ વિષે…!!

આજે તમે જે અંબે માં ની આરતી ગાઓ છો એની રચના કરી છે કવિ વલ્લભ ભટ્ટે (મેવાડા બ્રમ્હાણને પાક્કો અમદાવાદી હો…! (તમને ક્યાં થી ખબર હોય કડી સાચી આરતી ગાઈ, સાંભળી તો હશે જ નહિ ને….)
અમદાવાદના નવાપુરા પરામાં ૧૬૯૬ના આસો સુદ ૮ના દિને જન્મેલા કવિ એ પાંચ વર્ષ, પાંચ માસ અને પચ્ચીસ દિવસ પછી તેર વર્ષની ઉંમરે તેઓ મંત્ર-જાપમાં તિલ્લન હતા ત્યારે ઝળહળતા પ્રકાશની ઝાંખી થઇ. બંનેએ માતાજીના અલૌકિ અને દિવ્ય સ્વરૂપનું દર્શન કર્યું. ગદગદ્ કંઠે માની સ્તુતિ કરી. ભટ્ટજી ગુજરાતના માઇભક્તોમાં શ્રેષ્ઠ છે. બહુચરાજીમાં તેમનું સ્થાન આજે મોજૂદ છે.જ્યાં બેઠાં બેઠાં ભટ્ટજી બાળાયંત્રનાં દર્શન કરી શકતા હતા.
આજ માં ના પરમ ભક્તને પણ માં નો પરચો તો થયો જ છે…! બન્યું એવું કે માં ના શ્રુંગાર રચતા એ એવા તો તલ્લીન થઇ ગયા કે અનાયાસે માની નાભીની પ્રશંસા કરી બેઠા…!
માં એ કીધું કે ભટ્ટજી શબ્દો પાછા લઈલો.. પણ ભટજી ના માન્યા ને પછી થી માં એ એમનું શરીર રોગીષ્ઠ કરી દીધું…… કોઈ કામ કરવાને લાયક ના રહ્યા ને આખા શરીર માંથી દુર્ગંધ વ્યાપી ગાઈ…..!
એજ કવિ એવી રોગીષ્ઠ હાલતમાં……પિતા પાસે અરજી લઈને પુગ્યા……. શ્રીનાથજી……., ત્યારે ભૂલથી….. કે પછી રોગ ને કારણે……. મંદિરના પરિસરમાં થૂંકાઇ ગયું !
આથી લોકોએ ફિટકાર કર્યો. એ વખતે એ બોલ્યા કે, ‘ હું કાંઇ જાણીજોઇને થૂંક્યો નથી, ને તેમ હોય તો પણ માબાપના ખોળામાં છોકરા થૂંકે તેથી માતાપિતા ગુસ્સે ભરાતાં નથી.’
ત્યારે મંદિરવાળા બોલ્યાં કે, ‘મા સહન કરે, પણ બાપ સહન ન કરે; ને આ તો બાપનું ધામ છે.’
ત્યારે વલ્લભ ભટ્ટે માં બહુચર ને યાદ કરી કીધું “હે માં….. જો મેં તારી ભક્તિમાં કોઈ કચાશ ન રાખી હોય અને… મારી શૃંગાર સિવાય કોઈ જ ભૂલ ન હોય……. તો આ નથણી હું શ્રીજીને પહેરવા માંગું છું… ને ત્યારે એમને શ્રીજી પ્રભુ પર નથણીનો છૂટો ઘા કર્યો……….. અને શ્રીજી પ્રભુ ને નથણી પહેરાઈ ગાઈ…….પ્રભુજી નો એક હાથ પણ એને કારણે ગરબો લેતા થાય એવો ઉંચો થઇ ગયો……!
આજે તમે જે શ્રીજી પ્રભુ ના દર્શન કરો છો તે પ્રતિમા આજ વલ્લભ ભટ્ટ ની દેન છે…!
=======================================
શ્રી અંબાજી માતાની આરતી : વલ્લભ ભટ્ટ દ્વારા રચિત. શક્ય એટલી સાચી લખવાનો પ્રયત્ન કર્યો છે છતાય ક્યાય ભૂલ કે શબ્દદોષ હોય તો જણાવવા વિનંતી………..
=======================================

જય આધ્યા શક્તિ, મા જય આધ્યા શક્તિ, (૨)
અખંડ બ્રહ્નાંડ નીપજાવ્યાં (૨) પડવે પ્રગટ્યાં મા, જયો…
દ્વિતીયા બેઉ સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ.. (૨)
બ્રહ્ના ગણપતિ ગાયે (૨) હર ગાયે હર મા. જયો…
તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં, ત્રિભુવન… (૨)
ત્રયા થકી તરવેણી (૨) તું તરવેણી મા. જયો…
ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યાં, મા… (૨)
ચાર ભુજા ચૌ-દિશા (૨) પ્રગટયાં દક્ષિણમાં. જયો…
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી… (૨)
પંચ સહસ્ત્રા ત્યાં સોહિએ (૨) પંચે તત્વો મા. જયો…
ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિષાસુર… (૨)
નર નારીના રૂપે (૨) વ્યાપ્યાં સઘળે મા. જયો…
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા, સાવિત્રી મા, મા સંધ્યા… (૨)
ગૌ, ગંગા, ગાયત્રી (૨) ગૌરી ગીતા મા. જયો…
અષ્ટમી અષ્ટભુજા, આઇ આનંદા, મા આઇ… (૨)
સુરનર મુનિવર જન્મ્યાં (૨) દેવો દૈત્યો મા. જયો…
નવમી નવકુળ નાગ, સેવે નવદુગૉ, મા સેવે… (૨)
નવરાત્રિના પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હર બ્રહ્ના, જયો…
દશમી દશ અવતાર, જય વિજયા દશમી, મા જય… (૨)
રામે રામ રમાડ્યા (૨) રાવણ રોળ્યો મા. જયો…
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (૨)
કામદુગૉ કાલિકા (૨) શ્યામા ને રામા. જયો…
બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા, મા બહુચરી… (૨)
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ
મા,જયો…
તેરસે તુળજા રૂપ, તું તારુણી માતા, મા તું… (૨)
બ્રહ્ના વિષ્ણુ સદાશિવ (૨) ગુણ તારા ગાતા જયો…
ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી… (૨)
ભાવિભક્ત કાંઇ આપો, ચતુરાઇ કાંઇ આપો, સિંહવાહની માતા. જયો…
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો… (૨)
વિશષ્ઠદેવે વખાણ્યાં, માક•ડદેવે વખાણ્યાં, ગાઇ શુભ કવિતા…જયો…
સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં, મા સોળસે… (૨)
સંવત સોળે પ્રગટયાં (૨) રેવાને તીરે મા ગંગાને તીરે જયો…
ત્રંબાવટી નગરી, આઇ રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી (૨) મા…
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે (૨) ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી.જયો…
શિવશક્તિની આરતી ભાવે જે કોઇ ગાશે, મા જે કોઇ ગાશે (૨)
ભણે શિવાનંદ સ્વામી (૨) સુખ સંપત્તિ થાશે, હર કૈલાશે જાશે,
મા અંબા દુ:ખ હરશે. જયો જયો મા જગદંબે.
ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, મા નવ જાણું સેવા… (૨)
વલ્લભ ભટ્ટને રાખ્યાં (૨) ચરણે સેવા લેવા.. જયો જયો મા…
માની ચૂંદડી લાલ ગુલાલ શોભા અતિ ભારી, મા શોભા… (૨)
આંગણ કૂકકડ નાચે (૨) જય બહુચર બાળી… જયો જયો મા…
~વલ્લભ ભટ્ટ
=======================================
માં બહુચરનો આનંદનો ગરબો :
=======================================
આજ મને આનંદ, વાધ્યો અતિ ઘણો મા,
ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા. ૧
અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા,
છો ઇચ્છા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા. ૨
સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળ તારો મા,
બાળ કરી સંભાળ, કર ઝાલો મારો મા. ૩
તોતળા મુખ તન્ન, તો તો તોય કહે મા,
અર્ભક માગે અન્ન, નિજ માતા મન લહે મા ૪
નહીં સવ્ય અપસવ્ય, કંઇ કોઇ જાણું મા,
કવિ કહાવ્યા કાવ્ય, મન મિથ્યા આણું મા ૫
કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા,
મૂરખમાં અણમોલ, રસ રટવા વિચર્યો મા ૬
મૂઢ પ્રમાણે મતિ, મન મિથ્યા માપી મા,
કોણ લહે ઉત્પત્તિ, વિશ્વ રહ્યા વ્યાપી મા ૭
પ્રાક્રમ પૌઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીછું મા,
પૂર્ણ પ્રગટ અખંડ, અજ્ઞા થકો ઇચ્છું મા ૮
અર્ણવ ઓછે પાત્ર, અકળ કરી આણું મા,
પામું નહીં પળમાત્ર, મન જાણું નાણું મા ૯
રસના યુગ્મ હજાર, તે રટતાં હાર્યો મા,
ઇશે અંશ લગાર લઇ મન્મથ માર્યો મા ૧૦……….
~વલ્લભ ભટ્ટ
=======================================
રચના અને વિચાર સ્ત્રોત : દિવ્ય ભાસ્કર