તું અને હું હવે બાકીની સફરમાં
હમસફર બની જઈએ…તો કેવું ?
કાંટાળા રસ્તે ચાલતા
તું…… મ્હારા છાલાં ને
તારી પાંપણ થી પખાળે
અને હું….. તારા કાંટા
મારા “સ્વ” હસ્તે નીકળું !
તો કેવું ?
સાગરે કરેલી ભીની…. એવી રેત પર
બંને નામ લખીએ અને સાગર ખુદ
આવી “સ્વ” હસ્તે એ નામો ને એકાકાર કરી દે
તો કેવું ?
અંધારી રાત્રે એક મેક ના સહારે થાકેલા આપણે
નિરાશ બેસીએ ને પવન પીઠડી પર સવાર..
રાતરાણીની ખુશ્બુ લઇ અજાણ્યો આગીઓ
“સ્વ” હસ્તે રોશની બિછાવે તો કેવું ?
આમ તો “સખી” તારા હોવાને…
હરેક ક્ષણે મહેસુસ કરું…
મનમાં, અંતરમાં, દિલમાં, હદયમાં,
ઘરમાં, અંગનમાં, ગુલમાં, ગુલશનમાં,
પંખીના કલરવમાં, ઉંચે રહેલા નીલા ગગનમાં,
ખુશીમાં, દુઃખમાં, હાસ્યમાં, રુદનમાં,
ઊંઘમાં, સભાનતામાં, શ્વાસમાં, ઉચ્છવાસમાં,
એવી કોઈ ક્ષણ, કોઈ ઘડી,
કોઈ પળ, કોઈ જગ્યા, કોઈ વસ્તુ, કોઈ વાસ્તુ,
તારા વિના મ્હે આજ સુધી અનુભવી હો
એવું યાદ નથી ! છતાય કહું છું…
હવે બાકીની સફરમાં તું તારા “સ્વ” હસ્તે
મ્હારી હમસફર બની જાય…
તો કેવું ?
~એજ તન્મય..!
ye kaha aa gaye hum yuhi sath sath chalate
તેરી બાહો મેં હૈ જાનામ મેરે જિસ્મો જાં પીઘલતે !