ગઈ કાલનો આ શબ્દ મનમાં ઘર કરી ને બેઠો છે..”ઉત્પાદક” એકાદ બે લીટી લખી ય ખરી. પણ શું થાય.. ખુદ ને જ ના ગમી.. હાઈકુ જેવા ૧૭ અક્ષરોના બંધન… અહી પણ..?! નો વે.. આપણે તો સાધુ.. અને સાધુ તો ચલતા ભલા..! એક તો માંડ માંડ ગેડ બેસે.. ને એમાય પાછો પ્રાસાનુપ્રાસ, મત્લા, રદીફ, કાફિયા, છંદ,… ઓફ્ફ્ફફ્ફ કેટ કેટલા પરિમાણો યાદ રાખવા..! એટલે જ આજે “સમય” કાઢીને લખવા બેઠો..
ઉત્પાદક….એટલે શું..? સૌથી પહેલા સાહિત્યિક શબ્દ આંખ સામે તરવરી ઉઠ્યો… ઉત્પાદક એટલે કદાચ… સર્જક..! પછી થઇ શરુ.. ગડમથલ દિલોદિમાગ વચ્ચે..
દિલ કહે તારણ સાચું છે..! દિમાગ કહે શું ધૂળ સાચું.. સર્જક એટલે જે સર્જન કરે એ.. અને ઉત્પાદક એટલે જે ઉત્પાદન કરે એ.. ફરી પાછુ દિલ બોલ્યું.. ફર્ક શું.. & ગેસ વ્હોટ..! દિમાગ તો ઊછળ્યું.. જાણે કે ગમતીલો પ્રશ્ન આવી ગયો.. 12th કોમર્સ પાસ બાળકો (હા ને.. બાળકો જ કહેવાય હવે.. કોલેજ નાં જાય ત્યાં લગી..!) જાણે CPT (CA ની એન્ટ્રન્સ ટેસ્ટ) આપવા તૈયાર થઇ જાય એમ રેડી થઇ બોલ્યું..
“સર્જક એટલે ઇનોવેશન કરે એ.. જેમ કે સ્ટીવ જોબ્સ! અને બીલ ગેટ્સ! (સર્જન અને મોનોપોલી માં આ બંને ભાઈયો નો જોટો ક્યાંથી લાવવાનો..! બીલજી એ તો ઓફીશાય્લી US માં થયેલ મોનોપોલી વિષયક કાનૂની કેસ માં આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ પણ કર્યું છે..!અને જોબ્સ સાહેબની એપલ સેમસંગ સામે મોનોપોલી વિષયક કેસ જીતી ગઈ છે ( !! ) us માં સેમસંગ પર ઘણી મોટી રકમ નો ચાર્જ લાગ્યો છે ! ) જાતે બનાવે…! અને ઉત્પાદક એટલે સર્જકના સર્જનનું પોતાને ગમે એ રીતે…. માર્કેટેબલ બનાવી ઉત્પાદન કરે એ..! (અહી તમે ઉદાહરણ તરીકે સમસ્ત ભારત દેશ.. ને ગણી શકો…:પી.)
હાશ..! થોડી ઘણી ટપ્પી પડી ખરી..! એમ તો મારું દિલ પાછુ ટ્યુબ લાઈટ .!! શરુ થવા માટે જ સ્ટાટર્ર જોઈએ.. પછી એની મેળે હાલી નીકળે..! દિમાગના ઘોડા તબેલે પુગ્યાને…. દિલની F1 કાર્સ નીકળી અનુભવના રેસિંગ ટ્રેક પર.. એને ય પોતાની રીતે ક્યાસ કાઢ્યો…
એક સારી પ્રોડક્ટ નામે ICL (ઇન્ડિયન ક્રિકેટ લીગ..!) વિચાર સારો..! સર્જક હતી કપિલદેવ & કું. અને ઉદેશ્ય હતો… રીટાયર થતા કે પછી ઓછા ટેલેન્ટેડ ક્રિકેટરો ને આર્થીક રીતે પગભર કરવા..! જેના માથે BCCI એ ખપ્પરનો ઘા કરી બાળમરણ કરાવી દીધું..! અને ઉપસી આવી ઉત્પાદકની પ્રોડક્ટ IPL (જેના વિષે ચર્ચા કરું એટલો ય મુર્ખ નથી..! જે કઈ થાય છે એ બધુ જ છપાય છે… પાર્થિવ પટેલને મળેલ ૩ કરોડ ના કોન્ટ્રક હોય કે પછી શાહરૂખ – MCA કોનટ્રોવર્સી.) એટલે સુધી સૌને છેલ્લી પાટલીએ ધકેલી દીધા ICL વાળાઓને કે.. IPL થકી થયેલી કમાણી માં ભૂતપૂર્વ ક્રિકેટર્સ ને મળનારા “દાન” માંથી પણ બાકાત કરી નાખ્યા..!!
દિલ તો બિચારું સમજી ગયું…… સર્જક “સ્ટીવ” નહિ બને તો ઉત્પાદકો એને “સ્ટોન” બનાવી દેશે…!
ખબર નહિ ક્યાંથી લખાઈ ગયું..! આડું અવળું…. દિમાગ વગરની વાતો… ફાલતું વિચારો.. છતાંય લખાઈ ગયું.. એટલે હથોડો સર્જાઈ ગયો છે તો હવે ઉત્પાદક બની જીંકવો જ પડે ને….
બાકી ગમે તે કહો… સર્જક (ભગવાન) સામે ઉત્પાદક (માણસ) વામણો જ રહેવાનો…!!!
~એજ ને…!