એકલા ઉડવું કદિ જો ફાવી જશે
થૈ અલગ જીવતાં પણ હા આવી જશે
છે હજી આગ રણમાં અગાઉ સમી
ભીંજવવું ઝાંઝવાનું ય તાવી જશે
હું ફર્યો સૃષ્ટી આખી જ્યાં બેઘર બની
તારી આંખો ય પોરો કરાવી જશે
જીવતરમાં તો કદિ લાગણી ના મળી
આ ગઝલ ગાલગા માં ય ભાવી જશે
~એજ તન્મય..!
સ્નેહ શંકા બની જાય તો શું કરું ?
સાથ સપનું થઇ જાય તો શું કરું ?
ખુદથી તો સદા ભાગતો હું રહ્યો,
તું જ સામે મળી જાય તો શું કરું ?
જાતને બાળવાની હિંમત તો નથી,
ઝેર દુનિયા છળી પાય તો શું કરું ?
પ્રાસના બંધને ગૂંચવાયો હવે,
શ્વાસ રૂંધાઇ અહિ જાય તો શું કરું ?
~એજ તન્મય..! (૨૭/૧૧/૨૦૧૨)
જિંદગીની પહેલી સાચી ગઝલ… એટલે તારીખ લખી છે !
આળસને લીધે- હા, સમય ઘણો થઇ ચુક્યો છે એટલે એક્ચુલી વાત શું થઇ હતી એ શબ્દશ: નથી મૂકી શક્યો- લખી નોહ્તો શક્યો, પણ વાત તો એ જ ઘુમરાતી હતી અત્યાર સુધી. ને આજે તો બધી શક્તિઓ (હાસ્તો એક વાર આળસ નામના પ્રાણીને સામે પડજો તો ખરા !!) કામે લગાડી શરુ કરી જ દીધું ! થોડા વખત પહેલા એક ભાઈએ બીજા કોઈકની પોસ્ટ શેર કરી હતી. જેના લખાણ પ્રમાણે… “કૌટુંબિક જીવનમાં ભંગાણ…. માત્ર અને માત્ર “ગૃહિણી” કરે છે !” મેં સ્વભાવ ગત ડીસ એગ્રી કર્યું અને કોમેન્ટમાં એમણે કૈંક કહ્યું. વળી પાછો જવાબ દીધો ભાઈ, જે કઈ દેખાય છે એ અપવાદ છે બાકી “ગૃહિણી” જેટલી સમજદાર વ્યક્તિ આખી દુનિયા માં નહિ જડે, છતાય ન માન્યાં! (હશે જેવી જેની દ્રષ્ટિ, ભોગ એના મારે શું! )
વિષય જ એવો છે કે સહેજ પણ ગોતવા ન જવું પડ્યું. એને બદલે ઉડીને આંખે વળગે એવા કેટલાક ઉદાહરણો આવી પડ્યા નજર સમક્ષ. ચાલો થોડી સાચી ઘટનાઓ (નામ બદલીને ) શેર કરું આપની સાથે…….
દીક્ષીતાભાભી અને ભાર્ગવભાઈ. અરેંજ મેરેજ. બે બાળકો . ૧૫ વર્ષના લગ્ન જીવન પછી ય ભાભીને માર પડે છે અને ભાઈ બહાર બીજે ક્યાંક………..જે વાતની ભાભીને ખબર છે છતાં માત્ર એમના “કૌટુંબિક જીવન” અને બાળકોને ખાતર બધું જ સહે છે ! ભાઈ “પી” ને રાત્રે ઘેર આવે એટલે શરુ થઇ જાય ! “તું ગમતી નથી” ટાઈપની બબાલ ! અલ્યા નોહતી ગમતી તો બાળકો ???!!! …………ભાર્ગવભાઈ msc થયેલા છે !
જ્યોતિકાકી છેલ્લાં ૨૩ વર્ષથી ટીફીન સર્વિસ કરે છે ઘેરથી. જ્યારથી સુરજકાકા કમાતા નથી! એક સમયે એ રોજના ૩૦૦…. રીપીટ ૩૦૦ ટીફીન બનાવતા! (અમેઝિંગ ને. કેમ નહિ. “ગૃહિણી” છે ભાઈ!) પતિને “પીવા” માટે પણ પત્ની પૈસા આપે છે ! રોજ ના ૧૫૦ લેખે! કાકી હજીય આ વૈતરું કરે છે બસ માત્ર “કૌટુંબિક જીવન” બચાવવા માટે ! (જેનું કોઈ કરતા કોઈ અસ્તિત્વ નથી ! ) … કાકા સિવિલ એન્જીનીયર છે !
જીજ્ઞાકાકી મોટી દીકરી પરણી ચુકી અને નાની ની વાત ચાલે છે…. દવે કાકા એડવોકેટ છે અને એમના ઘેર પાડોશીઓએ પોલીસ બોલાવી ઘરેલું હિંસા ૪૯૮/સી અંતર્ગત fir ફડાવી છે ! અહી પણ કાકી એજ “કૌટુંબિક જીવન” જ સાચવી રહ્યા છે !
દિનેશભાઈ નામના પતિને નશાની દવા માટે શ્રદ્ધાબેન એક ગૃહિણી જ પૈસા આપે છે… કેમ કરી ઘર કંકાસ ન થાય અને “કૌટુંબિક જીવન” સચવાઈ રહે !
પંચાલ ભાઈ (પાંચવી ફેલ ) એમના પત્ની પર ૨૧ વર્ષના લગ્ન જીવન પછી પણ ભરોસો નથી મુકતા. દરેક વસ્તુનો હિસાબ જાતે રાખે છે. છતાં એમના પત્ની. (ડબલ ગ્રેજ્યુએટ) કેમ રોકાયા હશે ત્યાં ?? એજ કારણ હશે ને, “કૌટુંબિક જીવન” !
રોઝીને એનો પતિ, પ્રેમલગ્ન હોવા છતાં પસંદ નથી કરતો ! અને એ જ બબાલ હોવા છતાં રોઝી એક જ વસ્તુ માટે રોકાઈ રહી છે, “કૌટુંબિક જીવન”
આવા તો એકોનેક દાખલા છે (આ તદ્દન સાચી ઘટનાઓ જીવાઈ રહી છે મારી આસ પાસ ) જ્યાં “ગૃહિણી” સમ્પૂર્ણ ત્યાગ અને સમર્પણ સાથે પોતાના પતિ અને બાળકોને પાળી ફરી થી કહું છું ………. પાળી રહી છે !
અને એ ઘટનાઓ બહાર નથી આવતી… કારણકે એની ગૃહિણી બહાર નથી આવતી ! હેટ્સ ઓફ ધેમ ! અને સમાજ ….. જાણતા હોવા છતાં નજર અંદાજ કરી દે છે આ ઘટનાઓ ને … સમજે છે આ તો “રૂટીન” છે ચાલ્યા કરે..!!
પણ જયારે કોઈ સ્ત્રી….. વેદના સહન કરવાને બદલે પરિસ્થિતિ બદલવા બહાર નીકળે ત્યારે….. “કૌટુંબિક જીવન”ના ભંગાણ પાછળ એને દોષી સમજે છે… કે એને સમજદારી થી કામ લેવું જોઈતું હતું…!!! સાલા પુરુષ ગામ આખામાં કુતરો બની ફરતો રહે એનું કઈ નહિ… અને સ્ત્રી ઢોર બનવાની “ના” પાડે એમાં દોષિત થઇ ગઈ..??!!!! ફટ્ટ છે આવા સમાજ ને, જે ને સાચી વાત દેખાતી જ્જ્જ્જ નથી..!(એલ્સ જોવી નથી) તમને એમનામાં રોમાન્સની કે અન્ય કોઈ પણ કમી લાગે છે તો લગ્ન શું કામ કર્યા ને ચાલો કરી લીધા બાદ ખબર પડી તો હવે તો છોડો, પકડી શું કામ રાખી છે ???
સ્ત્રીને પણ સંપૂર્ણ હક છે જ… પોતાની જિંદગીના નિર્ણય માટે…. હું બિરદાવું છું સિંગલ પેરેન્ટ તરીકે રહેતી સ્ત્રીઓને …. એ સમર્થ છે પોતાની અને પોતના બાળકોની સંભાળ રાખવા ને પતિ કે પુરુષ ઘણા ઓછા જોવા મળશે માં અને બાપ બન્ને ની જવાબદારી નિભાવતા……
કારણકે ……… માં બનવું ઘણું અઘરું હોય છે !
~એજ ને..!
આક્રોશ તો ઘણો હતો…. સમય સાથે ઓસરી ગયો છે. સૌજન્યશીલ ભાષામાં આટલું તો કહેવાયું …..
~એજ તન્મય..!