————————————————————————————————————————–
૩.૦૭ અને…. સાક્ષી એન્ટર થઇ લેબમાં ! પરવેઝને એકલો જોઈ…જાણે કે પરિસ્થિતિનો તાગ મેળવી લીધો હોય એમ …. ઉલ્ટા પગે ચાલવા લાગી …. ” આઈ એક્સ્ટ્રીમલી સોરી મેમ… માડો એવો કોઈ જ ઈરાડો ની હતો ! ” પરવેઝે ઊંચા અવાજે બોલી ગયો….
“વ્હોટ ઈઝ ધીઝ ? પહેલા તો ટીચરને પ્રપોઝ.. અને હવે હદપારનું ખોટ્ટું બોલવું..સ્ટડીના નામે ? સ્કોલર છું તો શું થયું…? ધીઝ ઈઝ નોટ ડન પરવેઝ ! વ્હાય આર યુ બિહેવ લાઈક ધીઝ ?! “
આઈ ડોન્ટ નો મેમ…. ખોદાયજી જાણે મન્ને કઈ નું આવું સુજ્યું !
ધેન ગો ટૂ હેલ… મારે કોઈ જ વાત નથી કરવી આ સબ્જેક્ટ પર..
ઇટ્સ જસ્ટ અ હેલ વિધાઉટ યુ મેમ….!
“શટ યોર માઉથ પરવેઝ… માઈન્ડ યોર લેન્ગવેજ… હું કોઈ કોલેજ ગર્લ નથી કે આ બધી વાતો પસંદ કરીશ સમજ્યો.” તમતમી ઉઠેલો લાલઘુમ ચહેરો, પાણીની જગ્યાએ ગુસ્સો પી લીધો હોય એમ ગરદનમાં સોસ…. સાક્ષીને હજીય ગેડ બેસતી નોહતી…. પરવેઝ જેવો વિદ્યાર્થી આવું શા માટે કહેતો હતો ! છાતીના શ્વાસ ખુબ મથામણ પછી શાંત પડી શકી.
જસ્ટ ટૂ મીનીટસ મેમ… પ્લીઝ લીસર્ન મી….
નો વે….. અને જો તારી આજ હરકતો ચાલુ રહેશે તો મારે… કમ્પ્લેન કરવી પડશે કોલેજ ને….
કઈ પણ બોલ્યા વિના નત મસ્તકે ઉભેલા પરવેઝને જોઈ ફરીથી ઉકળી ઉઠી… “ઓકે ફાઈન….. ધેન આઈ હેવ ટૂ રીઝાઈન… હું કાલે જ કોલેજ છોડી દઉં છું…..”
ઓહહ ઊંધું બફાઈ ગ્યું આતો…. “નો મેમ પ્લીઝ… ઓકે..આઈ એમ સોરી….. આવું ક્ડ્ડી પણ ની ઠાય… પ્રોમિસ મેમ ” પરવેઝ એને ઠંડી પાડવાનાં શક્ય એટલા પ્રત્યનો વિચારવા લાગ્યો…! જોકે ખાસ મહેનત ન કરવી પડી… સાક્ષી…. એમ જ નત મસ્તકે ફસડાઈ પડી ચેર માં………….રડતી આંખે !
કઈ બોલવા કરતા………મૌન સારું હોય એમ…… બોટલ કાઢી પાણી ઓફર કર્યું…..
“નથી જોઈતું…….” સ્ત્રી સહજ છણકો !
“ફીલિંગ બેટર..મેમ” વાત વાળી લેવાનો પ્રયાસ..
ખુરશી માંથી જ ગરદન ઊંચકી… આગ ઝરતી નજરે જોઈ લીધું…. શબ્દો ક્યાં જરૂરી હતા.. બસ એ નજર કાફી હતી પરવેઝને પર-વિવશ બનાવવા માટે ! સાક્ષી પાણી પી રહી…… પરવેઝ સુરાહીમાં જામ ઉતરતા જોઈ રહ્યો.. ગરદનની લાલાશ ઓછી થઇ રહી…. ચહેરો નોર્મલ બની રહ્યો..
“આઈ એક્સ્ટ્રીમ્લી સોરી… મેમ.. કાન્ટ હર્ટ યુ ઇન ફ્યુચર … ટ્રસ્ટ મી..” ફાઈનલી પરવેઝ પણ ઢીલો થઇ જ ગયો….અને વાતનું વતેસર ન બને એટલે સાક્ષીએ પણ…. “ઇટ્સ ઓકે… બટ યુ આર અ સ્ટુડન્ટ… બિહેવ લાઈક અ સ્ટુડન્ટ..” કહી પૂર્ણવિરામ મૂકી દીધું.
“સ્યોર મેમ… આગે થી.. તમ્મોને ફરિયાદનો એક બી મોકો ની મલે.. પન રીસર્ચ તો કરશું ની ?” સમયથી અસરકારક ઓસડ હજી તો શોધાયું નથી..! કદાચ પરવેઝને ખબર હતી !
“યેસ, બટ નોટ ઇન ધીઝ વે… મેં એક આખી બેચ તૈયાર કરી છે.. ૭ સ્ટુડન્ટની.. એ બધા આવતી કાલ થી… ૨ વાગે આવશે… તુ પણ !” પરવેઝની તમામ શક્યતાઓ પર સાક્ષીએ પાણી રેડી દીધું ! અને હવે બીજો કોઈ ચારો તો હતો નહિ…. એટલે “સ્યોર મેમ… આઈ વિલ બી એટ ટૂ… શાર્પ…”
“યુ મસ્ટ બી..” કહી સાક્ષીએ ચાલતી પકડી… અને ફરીથી પરવેઝ એકલો…. લેબની દીવાલો સાથે…. શૂન્યમનસ્ક…. આ વર્ષ એનું છેલ્લું હતું આ કોલેજમાં. ચાર વર્ષ થી મનમાં ધરબી રાખેલી ઊર્મિ… અત્યારે બહાર લાવવાની ભૂલ….. અને સાક્ષીના રીએક્શન પછી એ થોડો… થોડો નહિ.. ખુબ જ ડરી ગયેલો… હી થીંક ધેટ હી જસ્ટ લોસ હર..! પરવેઝ અને સાક્ષી બંને લગભગ સાથે જ જોઈન થયેલા. અલબત્ત વિદ્યાર્થી અને પ્રોફેસરની રુએ ! પરવેઝને લવ એટ ફર્સ્ટ સાઈટ જેવું જ થયેલું…! બંને વચ્ચે ઉમર માં આઠેક વર્ષનો તફાવત તો મીમીમમ હશે !
પરવેઝ…… ફૂટડો યુવાન.. છેલબટાઉ નહિ પણ ઉમર સહજ નોટીનેસ… ફયુચરને ખુદના દમ પર બનાવી શકશે એવી નેમ….. પોથી પંડિત નહિ પણ પ્રેક્ટીકલ માં ભરોસો રાખનાર… ટેલેન્ટેડ.. & હા, સ્માર્ટ હેન્ડસમ પણ ખરો ! કોલેજ માં એવી કોઈ છોકરી નોહતી… જેને એ પસંદ ન હોય !
સામે સાક્ષી….. ચાર વર્ષ પહેલા કેમેસ્ટ્રી ફેકલ્ટી તરીકે પાર્ટ ટાઈમર જોઈન થયેલી …. ખુબજ ઇન્ટેલીજન્ટ ટીચર…. એકે ય કેમિકલના નામ મોઢે ન હોય એવું ન બને…. અવનવા રીસર્ચ અને પ્રેક્ટીક્લ્સથી વિદ્યાર્થીઓ માં પ્રિય થઇ ગઈ અને એટલે જ ટ્રસ્ટી ગણ દ્વારા બે વર્ષ પહેલા ફૂલ ટાઈમ ફેકલ્ટી બની ગઈ… હા, હજી એ અલબત્ત “પરમેનન્ટ” નોહતી !… સાક્ષીની એક વાત ઉડીને આંખે વળગેલી આખી કોલેજમાં…. કે એ શક્ય એટલી બદસુરત લાગવાનો પ્રયત્ન કરતી….! શા માટે ? એ પ્રશ્ન હજી ય નિરુત્તર હતો સૌ કોઈ માટે….. તેલથી તરબોળ માથું અને અકારણ જાડા ગ્લાસના ચશ્માં… સાજ સજાવટતો નામથી ય નહિ..! તોફાનીઓ એટલે જ એને “બોચીયણ” કહેતા ! એને વિષે તો ખુદ પ્રિન્સીપાલ પણ અજ્ઞાન હતા ! શી ઈઝ જસ્ટ અ સ્ટ્રેન્જર ફોર ઓલ… લાઈક અ એલિયન…! કોઈ પરગ્રહ વાસી હોય એમ જાતને છુપાવતી સૌ કોઈ થી…………… દુનિયા થી…..
આજ બોચીયણ સાક્ષીને પરવેઝ…. છેલ્લાં ચાર વર્ષથી મનોમન ચાહતો હતો ! ગામ આખાની છોકરીઓની ધડકન વધારતો….. સાક્ષીને જોઈ… ધબકરા ચુકી જતો ! કેમ ? એને ખુદને ય ખબર નોહતી..! પ્રેમ એટલે શું ક્યાં જાણતો હતો ! કદાચ જાણવા માંગતો હશે…એટલે તો ચાર વર્ષ પછી હિમ્મત કરી… સાક્ષીને હાલે દિલ બયાન કર્યું તું …. પણ અફસોસ…. હજીય દોરે ઇન્તઝાર લાંબો ચાલવાનો હતો ! બસ એટલો દિલાસો હતો કે એક્સ્ટ્રા ક્લાસમાં થોડું વધુ જાણી, સમજી, સમજાવી, વિચારી બોલી, બોલાવી શકાશે….. સાક્ષીને…… સાક્ષી વિષે……..
ક્રમશ :
~એજ તન્મય..!