નો વે.. સ્ટોપ ઇટ પરવેઝ… એ બન્ને જ સાંભળી શકે એટલા ધીમા સાદે કહેતા, સાક્ષીએ સ્વાભવ થી તદ્દન વિરુદ્ધ જઈ….. એક જોર થી લાફો ઝીંકી દીધો…! અને પરવેઝ…… રાજકોટની પ્રસિદ્ધ….. આત્મીય ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી & સાયન્સ કોલેજના થર્ડ ફ્લોર પર આવેલી કેમેસ્ટ્રી લેબની એકાદ બે બોટલ્સ સાથે અથડાઈ ગયો ! બોટલ્સ પડી ગઈ અને અમોનીયાની તીવ્ર વાસ આખી ય લેબમાં વ્યાપી ગઈ.. સાક્ષીએ ક્લાસ તાત્કાલિક બંધ કરાવી બધા સ્ટુડન્ટસને બહાર ધકેલી દીધા… “ધ ક્લાસ ઈઝ ઓવર નાઉ…! ”
પરવેઝ ઝંખવાણો પડી ગયો…. અને નીચે વીખરાયેલ.. કાચના ટુકડા મોઢે રૂમાલ દબાવી એકઠા કરવા લાગ્યો. “શિવમ કેન ડુ ધીસ…. યુ કેન ઓલ્સો લીવ !” નત મસ્તકે ભારેખમ ડગલા માંડ્યા…. દરવાજાની દિશામાં.
રિખવ બહાર જ હતો.. પરવેઝને જોતા જ “?” માર્કના ઈશારે બોલ્યો : શું થયું યાર ? આ મિઝ બોચીયણ… કાયમ સોય તરીકે રેહતી….આજે કેમ સમશેર બની ગઈ ?
“ટને ના પાડી છે ને રીકલા… માડી સામે એને બોચીયણ ટો ની બકવાનું ?” : ગાલ પર ઉઠેલા સોળ સંતાડવાની નાકામ કોશિશ કરતા બોલ્યો.
ઓકે નહિ કહું, પણ થયું શું ? જે તને લાફો મારી દીધો ?
લાફો ? ના રે.. મને કઈ ઠોકી એવને ?
આર યુ સ્યોર ? જોકે અમને બધાને તો એવું જ લાગ્યું તું !
ના એ તો ફ્લાસ્ક ગરમી થી ટૂઈટો અને હું જબકી ને બોટલ્સ પર પઈડો … ને બે તૂટી ગઈ.. બસ. !
“હમમ, હશે.. ચલ બાય… પછી મળીએ..” કહી રિખવ નીકળ્યો. પરવેઝ એને સમજાવી શક્યો એના સંતોષ સાથે લાઈબ્રેરી તરફ ફંટાયો. રિખવ માની જશે….. તો આખી કોલેજને માનવું પડશે! આખરે ટ્રસ્ટીનો દીકરો હતો. રિખવ પટેલ… પારસી ફેમીલીની ટ્રાન્સફરેબલ જોબ મેં લીધે………… એના ઘેર જ રહેતા પરવેઝનો એક માત્ર દોસ્ત… બંને નાનપણ થી મિત્રો હતા. રિખવની જીદને લીધે જ તો એ હોસ્ટેલની જગ્યાએ એને ઘેર રહેતો હતો.
અચાનક કૈંક યાદ આવ્યું અને ભાગ્યો પાછો રિખવ પાસે ! : બકા, એક કામ હતું બોલની કરીશ કે ?
“બોલ ને યાર” રિખવ સિગારેટ સળગાવી એની બાઈક પર આરામ કરી રહ્યો તો…
“આ છોડ અને છાલની પ્રિન્સીપાલ પાંહે !” રિખવની મિલનું ભૂંગળું એના હાથમાં થી ઝુંટવી ફેંકતા બોલ્યો…
અલ્યા ૭ ની થઇ ગઈ છે હવે.. ને બાપા પોકેટમની નથી વધારતા… આમ શું વેસ્ટ કરે છે ?!
“મારી પાંહેથી લઇ લેજેની બાવા .. પણ ટૂ ચલ…” પરવેઝ એને રીતસરનો ખેંચી રહ્યો હતો..
“પણ કામ શું છે એ તો બોલ..???” રિખવ હવે સાચ્ચે જ અકળાઈને ઉભો રહી ગયો..
“ઓકે… માડે રીસર્ચ માટે લેબ જોઈએ.. ઓલી મેમનું ગાઈડેન્સ પન … એમાં પ્રિન્સીપાલ કઈ ની હેલ્પ કરશે એ પૂછવું છે એવનને !”
Msc કેમેસ્ટ્રી ફાઈનલમાં ભણતો, સતત ૩ વર્ષ થી યુનીવર્સીટી ટોપર રહેલો પરવેઝ….. કોઈ પણ રીતે…. કેમેસ્ટ્રી ફેકલ્ટી સાક્ષીને સાથે રાખવા મથામણ કરી રહ્યો તો… આખરે થપ્પડનો જવાબ પણ લેવાનો હતો ! આમ તો એ ખુદ કહેતો તો ય પ્રિન્સીપાલ એને રોકવાના નોહતા… પણ કોઈ જ રિસ્ક લેવા તૈયાર નોહ્તો….. એટલે રિખવને ખભે બંદુક ફોડવી સલામત લાગી.
“બસ ઇતની સી બાત… તો ઇસમેં ઉસે મિલને કી ક્યાં જરૂરત હૈ મેરી જાન….” ફિલ્મી અંદાઝમાં ડાયલોગ ફટકારી…. બે ચાર ફોન ગુમાવી નાખ્યા… પરવેઝ એની.. કરામતો જોઈ રહ્યો થોડી અકળામણ સાથે…!
“ચલ ક્રિસ્ટલમાં ફરી આવીએ ત્યાં સુધી તારું કામ પતિ જશે ! મેં ડેડને કહી દીધું છે… હી વિલ હેન્ડલ ઓલ ધીસ… પણ હા, મેં મારા નામે કીધું છે એટલે તારે મને સાચવી લેવાનો…! તું મારા નામે રીસર્ચ કરજે… હું એટલો સમય વધુ….. રખડી લઈશ !” રિખવ વિજય મુદ્રા લાવી બોલ્યો.
પરવેઝને ભરોસો નોહ્તો એટલે ક્રિસ્ટલમાં જવાની જગ્યાએ બંને ત્યા જ ઉભા રહ્યા… ને થોડી જ વાર માં…. પ્યુન શિવમ રિખવને બોલાવવા આવ્યો.. પ્રિન્સીપાલ ઓફીસ માં !
“દેખા મેરી જાન… આપકા કામ બન ગયા ! ” બંને ઓફીસ માં દાખલ થયા. રિખવે પરવેઝને પણ સાથે રાખવા પ્રિન્સીપાલને મનાવી લીધા અને બસ…… હવે….. ૩ વાગ્યાની રાહ જોવાની હતી…
સાક્ષી આવશે કે નહિ….. એ પણ નક્કી નોહ્તું. જોકે પ્રિન્સીપાલને “સ્ટડી” નું મહત્વ “સમજાવી” વચન લીધું હતું કે એ કોઈ પણ ભોગે સાક્ષીને મનાવી લેશે !
“જો હું તો નહિ જ આવું…. મને એ બોચીયણ આઈ મીન… રોજ ૫૦૦ મળ તેલ નાખીને સોગીયું ડાચું લઈને ફરથી સો કોલ્ડ ફેકલ્ટીને જોવામાં ય તકલીફ પડે છે…. એટલે એની સાથે રહી કોઈ ફાલતું રીસર્ચ કરવાની વાત વિચારી જ ના શકું… હા, ઇન્ટેલીજન્ટ હશે તો એના ઘેર… તેલ ના નાખે તો એના બાપનું શું જવાનું હતું ?!” રિખવ સાક્ષીને પસંદ એઝ અ ટીચર પણ કરતો નથી… અને પરવેઝને એની જરૂર હોવાથી… એને “સહન” કરી રહ્યો હતો…. બીજું કોઈ હોત તો સાક્ષી વિષે કઈ પણ બોલનારને એ….. જીવતો જ ન રહેવા દેત !
ત્રણ વાગ્યા સુધી રાહ જોવા માટે ક્રિસ્ટલ પર કોફી ડે માં થોડી બેચેની સાથે આરામ ફરમાવી રહેલા પરવેઝને ૪ ઇંચ મોટા મોબાઈલ સ્ક્રીન પર…. જબકેલો મેસેજ જોઈ થોડી રાહત થઇ..! ડીસેમ્બરના ખુશગુવાર વાતાવરણમાં પણ પરસેવા થી ભીના થયેલા વાળ હવા સાથે અસ્ત વ્યસ્ત બની ફરફરી રહ્યા એના દિલ અને દિમાગની જેમ જ તો…!
મેસેજ સાક્ષીનો હતો ! “સોરી… બટ ઇટ્સ ઓલ યોર ફોલ્ટ… કાન્ટ ડુ ધીસ ઇન સચ અ પબ્લિક પ્લેસ લાઈક અ કોલેજ લેબ….! મારી જોબ છે અને કોઈ આછકલું વર્તન ત્યાં ન કરાય… આટલી પ્રતિષ્ઠિત કોલેજના ફેકલ્ટીને આ શોભે ?… મસ્ટ બી થીંક અબાઉટ ઈટ !”
એક ફેકલ્ટીનો હાથ કોઈ સ્ટુડન્ટ પકડે એ શું પરિણામ લાવી શકે એ ભૂલ મેસેજ વાંચ્યા પછી એને સમજાઈ ગઈ હતી.. સાક્ષી આમ પણ પરમેનન્ટ નોહતી… અને જોબ એને માટે શું હતી…….. એ સુપેરે જાણતો હતો..!
આખરે ૩ વાગ્યા અને….. ફરીથી ધોવાઇને સાફ સુથરી થઇ ગયેલી લેબ માં જવા માટે નીકળ્યો…. ધડકતા, ફફડતા, થડકતા હ્દયે… સાક્ષી આવશે ? એને ફેસ કેમ કરવી ? ફરીથી ઝીંકી દેશે તો ? એકોનેક સવાલ સાથે…..લેબનો દરવાજો ખોલ્યો….
એકોનેક સવાલ સાથે…..લેબનો દરવાજો ખોલ્યો….
waiting for next part…..
sure mem… aapish
hmmmmmm waiting..
yaahh… sure