“દીવાલ” શા કામની ?

484570_433757189997559_1478385957_n

આવી ગયા પાછા બેકફૂટ પર !
સાચું કહું તો દિલોદિમાગમાં
કાચો માલસામાન ખડકાઈ ગયો છે !

યાદોની સરકતી રેતી,
વેદનાની કઠોર કપચી,
સમયનો સિમેન્ટ…
બધુજ….

ને સામે તૈયાર માલ નામે શૂન્ય જ ને !
પ્રોડક્શન બંધ છે ભાઈ… પરફેક્શનની લ્હાય માં !
છંદ બદ્ધતા સારી જ છે કબુલ…

પણ સ્ટ્રેટ ડ્રાઈવ સાચી ન વાગે…
ત્યાં સુધી રમવાનું તો ન છોડાય ને !
પગ-બેટની દિશા-દશા કે બોલના સ્વીંગ વડે નહિ….
સ્ટ્રેટ ડ્રાઈવ મારવી હોય તો વાગે !

એટલે જ ને…. થઇ ગયો તૈયાર…
ફરી પાછો એ જ…. પાવડો કોદાળી લઇ…
લેલા મારનાર કડિયો બની…

કારીગર.. ન થઇ શકું તો શું.. ?
ઓળંબો ત્રાંસો આવે તો ય શું… ?

એકાદ ઇંચ પ્લાસ્ટર લાગણીનું
ક્યાંક થી વધારી ક્યાંક ઘટાડી દઈશું…

આખરે “દીવાલ” શા કામની ?
ખીલી વડે….. ટાંગવા જ ને…?
છબી…….. “રચના”ની……..!

~એજ તન્મય…!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s