ફરીથી આજે સુરજ અડફેટે ચડી ગ્યો !
શું કામ ને પણ હાલી નીકળે છે એ…
રોજે રોજ ઉગી જાય છે બસ પૂછ્યા વિના ?
જોને.. સમય તો હતો ૧.૩૫ બપોરનો…
રાતનો હોત તો, શું ફેર પડતો ?
અરે ! ખાસ્સો ફેર પડતો યાર..
જો ને… સુરજ હતો એટલે જ…
દુકાનો ખુલ્લી હતી…
રાહદારીઓની ચહેલ પહેલ હતી…
વાહનોનો ઘોંઘાટ હતો..
જાહેર રસ્તાની શરમ હતી…
એટલે સુધી કે….
એક મેક સામે જોવું પણ ટાળવું પડ્યું !
પછી તો…ઉધારની રોશની પર જીવતો..
ચન્દ્ર…..
વધુ વાહલો, વધુ સારો, વધુ સમજુ, વધુ પોતીકો !
જ લાગવાનો !
લીટલ પર્સનલ યુ સી…
નાઈટ લેમ્પ જેવું પર્સનલ અજવાળું પીરસતો !
બસ, હું તને જોતો તું મને જોતી…
પણ દુનિયા આપણને ન જોતી !
શરમ, ન તને નડતી ન મને !
અરે યાર,
સાચું તાપમાન માપી ન શક્યો તારું !
હથેળીમાં ચિલ્ડ બિસ્લેરી હતી જે..
સાલ્લા સુરજ્ડા….તારી ની તો… હમણાં કહું એ !
ગરમી ઓછી આપત તો તારા બાપનું શું લુંટાઈ જાત ?
બસ, આવું જ કૈંક દિલ થી વિચારતો…
ને ત્યા જ સોટી વાગી દિમાગની !
અલ્યા ડફોળ,
રાતના ૧.૩૫ હોત ….
તો શું એ તારી પાસે હોત ??!!!
ફરીથી આવી ગયો એજ
જૂની જર્જરિત “ચલાવી લેવાની” લાગણીમાં !
ચાલશે ને…
કિસ હોઠની જગ્યાએ ખભે મળશે તો શું ?
તારો ઉન્નત સ્પર્શ પીઠને મળશે તો શું ?
હાથ પકડી, હદય સરસી ખેંચવાની જગ્યાએ
શેક હેન્ડ થી કામ ચલાવવું પડશે તો શું ?
ખુશ છું…એટલા થી !
~એજ તન્મય !