ALL IS WELL..

આ છે કથાનો મારા મુજબનો છેલ્લો પાર્ટ… આનાથી વિશેષ હવે કઈ લખવાનું રેહતું નથી.. હા, આ ભાગ પણ ખાસ્સી લગભગ ૬ માસ પછી આવ્યો છે. જેના કારણો થોડા અંગત હતા. એટલે કહી શકું એમ નથી. ખાસ કઈ નથી છતાં ખુલ્લા છેડા સારા ન જ લાગે… એ પછી વાર્તાના હોય કે…………………….
________________________________________________________________________________________

“આર યુ સ્યોર ?” તન્મયને હજીય વિશ્વાસ નોહ્તો, એટલે ફરી એક વાર કન્ફર્મ કરવા પૂછી લીધું.

હાસ્તો કેમ વળી ? ને હા , જરા ધીરે બાંધજે … આંખો દુખે નહિ ! પાછું તારે જ મસાજ કરવા આવવું પડશે !

“અરે પણ પબ્લિક જોશે ને ?” તન્વીની આંખે એનો પોતાનો સ્કાર્ફ બાંધતા બોલ્યો.

તો શું ? આપણે ક્યાં કદી કોઈની ફિકર કરી છે ક્યારેય !

ઓકે મારી માં… પણ હા, જરા મોઢું હસતું રાખજે જેથી લોકોને એમ નાં લાગે કે તને કિડનેપ કરીને લઇ જાઉં છું !

હે હે હે હે … સો સ્વીટ જાનું …. ઓકે એવું નહિ લાગે બસ .. પ્રોમિસ . હું ચહેરો હસતો રાખીશ. કુલ ડીઅર !

જોજે યાર નામાકુલ ના થઇ જાઉં ..!! ચલ આવું અંદર જઈને… અને કોફીશોપમાં જઈ, શાવ્યાને કોલ કરી તન્વીના આ નવા નાટક વિષે કીધું. સામે છેડે એ પણ રેડી થઇ ગઈ.. એના ભાગની ધમાલ કરવા… ઓફ્ફ આ બંને યાર…….. બચ્ચેકી જાન લે કર છોડેગી !

પાછો આવ્યોને મેડમ બોલ્યા : તું યાર દરે છે બહુ ! ચલ ગાડી ચલાવ જલ્દી…

ઓકે મલ્લિકા એ હુસ્ન … આપકા હુકમ સર આંખો પર ! કહી તન્મય કાર જ્વા દીધી એમના ડેસ્ટીનેશન પર. જ્યાં શાવ્યા અગાઉથી જ આવી ગઈ હતી… એના સરપ્રાઈઝ સાથે !

હિમાલયાથી આલ્ફા વન. બંને મોલ વચ્ચે નો રસ્તો નાનો જ હતો.. પરંતુ પબ્લીકની આંખો એટલી ખૂંચતી કે હિમાલયથી કન્યાકુમારી જેટલો લાગી રહ્યો ! આખા રસ્તે લોકો અમારી સામે જોતા ! કેટલાક હસતા, કેટલાક શરમાતા , કેટલાક શંકાથી જોતા ! બે ચાર જણા તો વળી વળી ને જોઈ રહ્યા તન્વીના નાટક ને ! અને તન્વી.. તો બસ એની એજ ટ્રેડમાર્ક સમી વિજયી મુદ્રામાં બિન્દાસ્ત બેસી રહી. આંખે પાટા બાંધી શકે એટલા ભરોસા સાથે…. શી ઈઝ ટોટલી ફોલ ઇન લવ નાઉ ! સમ્પૂર્ણ સમર્પણ.. ન કોઈ પ્રશ્ન.. ન કોઈ શંકા…બસ એજ તન્મય… જાણે કે સર્વસ્વ હતો હવે એના માટે !

આખરે આવી પહોંચ્યા.. કાર પાર્ક કરી શાવ્યાને ગોતી લીધી… અહી પણ પબ્લિક એમની  સામે જ જોતી હતી.. સામે છેડે શાવ્યાએ એવું જ કૈંક કારસ્તાન કરેલું… ત્યાં “કોઈક” આંખે પાટો બાંધીને ઉભેલું એની સાથે..!

શાવ્યનો ઈશારો…. અને બંને “સરપ્રાઈઝ”ને એકબીજાની બિલકુલ સામે લાવીને……………
૧……૨……૩…..ના માર્મિક ઉદાર સાથે…પટ્ટીઓ ખોલી…

આંખ ચોળી ધીમેક થી ખોલી અને…….ખુલતાંની સાથેજ…સામેનું દ્રશ્ય તન્વી માટે સાચ્ચે જ એક સરપ્રાઈઝ હતું ! “ઓહ્હ… ભાઈસા…. થે…??…. અટે ?? !!! ”  એવી તો ગભરાઈ ગઈ.. કે શબ્દો પણ તુટક તુટક નીકળી રહ્યા અને માંડ માંડ આટલું બોલી શકી…! હા, હજી તન્મય ખાસ્સો દુર અને “ભાઈસા” ની પાછળ હતો એટલી એને રાહત હતી. સામે છેડે “ભાઈસા” ના હાલ હવાલ પણ એવા જ હતા ! “લાડો થું ?” એક હળવી ચીસ સાથેના ઉદગારો.. “ભાઈસા” ની મનો:સ્થિતિ સમજવા કાફી હતા !

બે ત્રણ મિનીટ સુધી કોઈ કૈંજ બોલ્યું નહિ.. તન્વીતો નીચું જોઇને જાણે આંખોથી જમીન ખોદી રહી… “ભાઈસા” પણ અવઢવમાં આજુ બાજુ તન્વી થી નજરો ચૂકવી રહ્યા… આખરે….. ” હાં જી … ઈ હૈ …ભાઈસા રી લાડો… મીન્સ “સ્વીટી” મીન્સ “તન્વી”…. ને ઈ હૈ “તન્વી” રા નૈવેધ “ભાઈસા !” શાવ્યા બંને ને ચીડવતા “ઓફીસીયલ ઈન્ટ્રો” કરાવ્યો !

“હા રે… મન ઠા હૈ ઘણી…. શાવી એ સબ થારા નાટક હૈ..!” અણધાર્યા સરપ્રાઈઝ થી ચોંકી ઉઠેલો તન્વીનો એનાથી બે વર્ષ મોટો ભાઈ નૈવેધ… અચાનક બોલી ઉઠ્યો..!

ઓહ્હોઓ ! ભાઈ સા… તો ઈ હૈ આપ રી….”શાવી” !

હવે શર્માંવાનો વારો શાવ્યાનો હતો.. બંને જણા ચોરી પકડાઈ ગઈ હોય એમ…. એકબીજા સામે જોઈ માથું ખંજવાળવા લાગ્યા ! શાવ્યાએ આંખો પણ કાઢી નૈવેધ સામે !

“ખુબ ભાલો.. ભાઈ સા… પર્સ, બેલ્ટ, પેન, પરફ્યુમ.. હેંગ પર “શાવી” જ દેખણ મિલે… ને પુસો તો જવાબ દે પ્રા.. દુબઈથી મંગાઉં છું.. શાવી રી આઈટમ મસ્ત આવે છે..!! હવે ઠા પડી મન્ને કુણ મસ્ત હૈ….. શાવી રી આઈટમ કે ખુદ શાવી..!!” બંને વચ્ચે ખાસ એજ ડીફરન્સ નોહ્તો એટલે તન્વી આમ જ એના ભાઈસાની ખીંચાઈ કરતી રહેતી.. અત્યારે તો વળી એ વિન વિન કન્ડીશનમાં હતી !

છોકરા આમ પણ સ્ત્રીઓ સામે પાંગળા અને વામણા જ રહેવાના.. ભલે ને પછી નૈવેધ હોય કે તન્મય..! તન્વીને મેદાન મારતી અને બાજી હાથ માંથી સરકતી જોઈ…શાવ્યાએ એનો હુકમનો એક્કો ઉતાર્યો… “ઉભી રહે… તારા “કામની તન્મયતા” બતાવું તારા ભાઈસા ને..!” કહી દુર ઉભા રહી આ બધું નાટક જોતા તન્મયને બુમ પાડી પાસે બોલાવ્યો..! “ઈ આપ રા જમાઈ સા… તન્મય શાહ.. ગુજરાતી દેરાવાસી જૈન ..”

તન્વયને જોઈ નૈવેધનો ચહેરો રંગ બદલવા લાગ્યો. “લાડો ? એ કઈ હૈ ?? થું એણને પસંદ કરે ?”

“ઓયે નૈવું… કુલ યાર.. ઈ બધી હેંગ વાતો પસે… પહેલા કૈંક પેટ પૂજા કરીએ… ભૂખ લાગી છે યાર… થારી લુગાઈ ને !” શાવ્યા સાચ્ચેજ એક ગ્રેટ સેન્સ ઓફ માઈન્ડની માલિક હતી… શબ્દોથી નૈવેધ અને આંખોથી તન્વય.. બંનેને કહી દીધું……… “કુલ !”

” બટ શાવી……. લાડો પ્રેમ લગ્ન કરશે ?? એ વાત પોસીબલ જ નથી યાર… ઓકે તન્મય ઈઝ નાઈસ પર્સન બાય લુક… અને તું ઓળખે છે એટલે નેચર વાઈઝ પણ…સારો જ હશે….બટ યાર સ્વીટી એક રી એક છોરી સે આખા ખાનદાનરી… હાઉ કેન ઈટ પોસીબલ ? હજી તો મારે આપણી વાત કરવા રી બાકી વે ! ઘરમાં ટેન્શન થઇ જશે યાર તને તો ખબર છે કેટલા નેરો માઈન્ડ છે.. પપ્પા અને દાદાજી. જમાઈ સા.. આઈ મીન.. તન્મય જી ડોન્ટ માઈન્ડ બટ.. ઇટ્સ ટૂ રિસ્કી ફોર બોથ ઓફ યુ… હું ખુદ મારી વાત નથી કરી શકતો ત્યાં… ” બને એટલી શાલીનતા જબાન પર લાવી, નૈવેધ બોલ્યો..

“ભાઈ સા.. વે માકો પ્રોબ્લેમ વેય.. થે ટેન્શન ના લો ” તન્વી એની તીખાશ પર ઉતરી આવી… આખરે એ પણ એજ ખાનદાનની છોરી ખરીને..! અને બિચારો તન્મય… સરપ્રાઈઝ દેવા ગયો.. ને ખુદ સરપ્રાઈઝ થઇ ગયો ! (એને શાવ્યા-નૈવેધ વિષે બધી જ ખબર હતી )

“ઓયે ભાઈ સા.. ને એમની લાડો સા… કોઈએ કૈંજ કરવાની જરૂર નથી..! ઓલ સેટ બાય મી.. દાદાજી રી પરમીશન લેવાઈ ગી હૈ.. ! અબ કોઈ ટેન્શન હૈ જ કો ની… છોરો (તન્મય) દાદાજીને પસંદ વેય..ને બાકી રી વાતો પસે કરાં.. નાઉ આઈ ફિલ રીઅલી હ્ન્ગ્રી યાર… પ્લીઝ્ઝ્ઝ્ઝ”

“એટલે ?” નૈવેધને કોઈજ ગેડ પડી નહિ.. અલબત્ત ત્રણેય એકમેક સામે જોઈ રહ્યા આશ્ચર્ય થી !

“એટલે એમ… મારા નૈવું… કે મેં દાદાજી જોડે થી પરમીશન લઇ લીધી છે… “તન્વી-તન્મય અને શાવ્યા-નૈવેધ વિષે.. થોડી આનાકાની, રિસામણા – મનામણા પછી માની ગયા છે..! અને હા, માં સા પણ રાજી છે એમના જમાઈ સા વિષે… એમણે જ મને આ બંને ડફોળો તન્વી તન્મયને ફરીથી મેળવવાનું કામ સોંપેલું…! બસ પાપા રી પરમીશન બાકી વે… જેની જવાબદારી માં સા એ લઇ લીધી છે… અને રહી વાત મારી… તો “થારા નૈવુંને ભગાડી જઈશ !” ની ધમકી પછી કઈ માં રાજી ના થાય ! જોકે માં સા ની પહેલી પસંદ હું જ છું પહેલેથી.. એટલે સુધી કે એમને તમારા આઈ મીન આપણા ખાનદાની જવેલર પાસે ચૂડો પણ બનાવડાવી દીધો છે  ! સો.. ઓલ ઈઝ વેલ નાઉ.. & ગેટ સેટ ગો ફોર પિત્ઝા….” ત્રણેયના હાર્ટ બીટ્સ ઓછા કરતું વિધાન શાવ્યાના મુખેથી…હવે કોઈ જ સવાલ રહ્યો નહિ નૈવેધ પાસે..! શાવ્યા છેક ઘરની સુપ્રીમ કોર્ટની પરમીશન લઇ આવેલી ! ઘણું ખરું ટેન્શન ઓછુ થઇ ગયું, અને વાતાવરણ પ્રેમના ઉન્માદથી તરબતર થઇ ચુક્યું…

“સાલ્લી તે ભાઈ સા પર શું જાદુ કર્યું છે બોલ તો ? હી ઇસ લાઈક ક્રેઝી અબાઉટ યુ !” ડગલા માંડતા તન્વી શાવ્યાને ચૂંટલી ખણતા બોલી..!

“લંબી કહાની હૈ… ફિર કિસી દિન.. સુનાયેંગે… & બાય ધ વે… હવે થી ભાભી સા કેહવા રી આદત પાડો લાડોજી..!! ” કહેતા શાવ્યાએ આંખ મીંચકારી..!

“જી ભાભી સા…. અબ તો શાહીબાગ રોજ આના જાના રહેગા … ફુરસત સે સુનેંગે અંજામે બયાન…. શાવ્યા – નૈવેધ કા !” તન્વી બોલી અને સૌ હસી પડ્યા….

ચારેય પેટપુજા માટે ઉપર તરફ વળ્યા અને અચાનક જ તન્મય થી ઉપર જોવાઈ ગયું….. કુદરત એના એના વણકહેવાયેલા “થેંક ગોડ”ના ઉદગારોને સ્વીકૃતિ આપતું હોય એમ… થોડાક છાંટા વરસાવી રહ્યું………..
Image 

~એજ તન્મય..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s