ફરી થી…સાંજ…

સાંજ…
ફરી થી આવી ગઈ આજે પણ..
રોજ આવે અને જાય છે..!
સાલું આટલું રૂટીન કેમનું ફાવતું હશે ?!
કદાચ એટલે જ સાવ નગણ્ય હશે !
એના જેવા જ રૂટીન…
સુરજના વરસી વરસીને થાકથી..
ત્રાંસા થઇ ગયેલા કિરણો..
સાવ જ નઠારા..
બિનહિસાબી, બિનવારસી,
કસમયે ઉતરી આવેલા કમોસમી..
માવઠા માટે સજ્જ..
વાદળાંને સોનેરી કિનાર વડે ગુંથી લે.
અને કુદરતના એ અપ્રિતમ સૌન્દર્ય….
સપ્તકનો સમન્વય નિહાળવા કરતા…….
Image
રીટાયર dysp દેસાઈ સાહેબ.. ફેક એન્કાઉન્ટર અને “જેવું વાવશો એવું લણશો” પ્રકારની “નૈતિક” ચર્ચામાં મશગુલ બને છે…
જીજ્ઞાબેન કંટાળીને બારીની બહાર પસાર થતા વાહનો નીરખે છે..
ગનીબેન એમની છીંકણીની દાબડી ખોલે છે…
આકાંક્ષાને સાસરે પહોંચવાની ઉતાવળ છે.. રસોઈ બાકી હતી ભાઈ..!
કંડકટરને પૈસા ગણવામાં વધુ રસ હોય એમ… મુંડી નીચી રાખી બસ……..
બિચારો ડ્રાઈવર… એના “રૂટીન” પણાથી થાકીને.. મુકેશનું ગીત લલકારે છે..!
મહમ્મદભાઈ.. પાલનપુરથી પહેલીવાર અમદાવાદ આવે છે.. એટલે એમના ચહેરાપરનો ઉચ્ચાટ ક્ષમ્ય લાગે છે..

એક માત્ર હું… તને જોઈ રહું છું…
એ પણ બાકીના બધા મુસાફરોની…..
“?” માર્ક સમી આંખોને અવગણીને..!
કારણ…?
હા, તું મને હંમેશા પોતીકી જ લાગી છું..!
તું ય વિરહગ્ર્સ્ત .. અને હું ય….
તું ય અલ્પજીવી અને હું ય…..
તું ય નગણ્ય અને હું ય…..
તું ય “રૂટીન” અને હું ય…..

~એજ તન્મય..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s