છંદ=રજઝ ૭

કણકણ ઘટે;      વળગણ, નડે!
વળગણ ઘટે!     સગપણ, નડે!

અવસર મહી;     સાગરને પણ;
સગપણ ઘટે!      અડચણ નડે!

હો, સ્નેહ તો;      યોવન તણું
ઘડપણ ઘટે!     ઘડપણ નડે!

દાવા ને પણ;    શમણા મહી;
બળતણ ઘટે!    રણઝણ નડે!

આવે ન તું;       આગળ વધું;
રણઝણ ઘટે!    કણકણ નડે!

સાથે તું, હો;      ચૂલા ને પણ;
અડચણ ઘટે!   બળતણ નડે!

~એજ તન્મય..!

બસ તું, મળી જા.

બસ એક વેળા, મનથી મળી જા..
મારી કથા અંતરથી, કળી જા..

કાં પાંગરે છે, એ પ્રીત અમથી
બે આંખને ધીરે થી છળી જા

તારી હકીકતની, ભાળ કાં છે ?
શમણા મહી આવીને, ભળી જા..

કોરાં નયનના માર્ગે, નહોતો
તું એ વળાંકે આવી, વળી જા..

વીતે છે જીવન આખું, એ રાહે
તૂટે ન શ્વાસો બસ તું, મળી જા.
Image

~સ્મિતા પાર્કર

જેવો…!

જો, અવસર તો છે તારી પ્રીત જેવો
હા, માણી લઈએ એને નીટ જેવો!

અરીસાને ત્યજી દે ! આમ જોવું
છળી મરશે શરમની ભાત જેવો!

નથી કાંઠો કદી ડુબાવતો, પણ
કદી વર્તે વમળની રીત જેવો!

રુઠ્યો છે આજ, માની કાલ જાશે;
સમય મારો છે, મારા મીત જેવો!
Image
~એજ તન્મય..!

સૂરજ…

ઉગે રોજ ને રોજ શરમાય સૂરજ ;
બની રાખ રેતીમાં અટવાય સૂરજ

જો શૂન્યાવકાશે દિશા રાહ ભૂલી;
કદી આંગળીએ પરોવાય સૂરજ

પડે સાદ ઢીલા ને લાચાર એના;
બને શ્વાસ ઠંડા ને ભીંજાય સૂરજ

પવન તો છે મારી કથાનો ગગનમાં ;
ખરો એ સુણી આમ મૂંઝાય સૂરજ

જલી જ્યોત આશા તણી એજ “હું”માં;
ઠંડોગાર એથી જો વર્તાય સૂરજ

419306_557401867633090_1031400920_n

~એજ તન્મય..!

મારા મૃગજળ……………….

વાત તરસની છે,
તરત કેમની લખાશે ?
એ માટે………..થોડું
તડપવું પડશે તરસવું પડશે
મન ભરી ઝાંઝવા ગટકવા પડશે
મંથન કરી સાગર ઉલેચવો પડશે
હિમાલયની ઘનતા ઓગાળવી પડશે
ત્યારે જઈ ક્યાંક એકાદ શબ્દ
…..”તું”……..
જીવતરની કોરી પાટી પર
આંખના આંસુડે ટપકાવી શકાય!
પણ સાચું કહું ?
હવે બસ યાર, થાક્યો છું.
આજ કાલ કરતા
તારી તરસ છીપશે.. એવી ખેવનામાં
સાત સાત જન્મારા વીતી ચુક્યા !
આઠમો ય પતી જશે?
એમ જ તારી તરસ માં ?
એટલી નિર્દય તો તું ક્યાં હતી ?
કે પછી હું તને ઓળખવામાં ચુક્યો ?
એવું તો કેમ બને ??
જોને…….. આટલા વખત પછી…
તને ઓળખી જ ગયો ને !
મારા મૃગજળ……………….
Image
~એજ તન્મય..!

સિર્ફ તુમ અને હમ તુમ…….

Image

ગઈ કાલે એક આઇડીની ફેસબુક પર એક ફ્રેન્ડ રીક્વેસ્ટ આવેલી. (એને જોયા વગર થો કઈ રીતે જાતી નક્કી કરું ? એટલે આઈડી જ ગણાય પહેલી વારમાં તો ! ) આદતને વશ થઈને એમનું અબાઉટ વાંચવા માટે ખોલ્યું. વાહ! શું રેંજ હતી લાઈક્સની! મુવીઝ માં સ્કુબી ડુ, શેરલોક હોમ્સ સાથે ટાઈટેનિક અને હમ તુમ, બુક્સમાં ચેતન ભગતની થ્રી મિસ્ટેક્સ થી લઈને ધ કાઈટ રનર, મ્યુઝીકમાં મહેંદી હસનની સાથે બોન જેવી… પહેલીજ વારમાં શબ્દો સરી પડ્યા… વાઉ..!

ત્યારે બીજી એક આઈડી યાદ આવી ગઈ. જેની રીક્વેસ્ટ પંદરેક દિવસ પહેલા એક્સેપ્ટ કરેલી. એમાં એમને મોવીમાં બેજ નામ સિલેક્ટ કરેલા. એક પહેલું ધમાલ ઠીક છે એમને ગમ્યું હશે…. પણ બીજું હતું….. “સિર્ફ તુમ”! વાહ ! સિર્ફ તુમ ને પસંદ કરનારા પણ હજી જીવે છે આ દુનિયામાં! (સિર્ફ તુમ વધુ માહિતી ગુગલેશ્વર પાસે જઈને પૂછી લેવી)

અને સવાલ આવ્યો. (હાસ્તો એકાઉન્ટ્સનો માનવી સવાલ જ પુછશે ને!) શું સાચો પ્રેમ હજીય લોકો સમજે છે ? પહેલી વાર મેં એ મુવી જોયેલી ત્યારે મને થોડી હમ્બગ જેવી લાગેલી! સીરીયસલી! બટ ત્યારે ઉંમર અત્યારથી અર્ધી હતી. હા, સોન્ગ્સ એઝ યુઝવલ સારા હતા એટલે ગમેલા. પણ અત્યારે એ જ ઉમરની ૧૭-૧૮ વર્ષની કોઈ વ્યક્તિ, સિર્ફ તુમ પસંદગીમાં મુકે, તો એ જરૂરથી એને મુવી જ ગમી હશે. બાકી હીરો હિરોઈન તો જવાદો….. સોન્ગ્સ પણ આજે ૧૪ વર્ષ પછી યાદ રહે એટલા ઝક્કાસ નોહતા!

હા, હું આજે ઘણા વર્ષો પછી એ મુવી પસંદ કરું છું.. ડીટ્ટો લમ્હે! જે એના સમયથી ખાસ્સી પહેલા બનેલી એટલે ફ્લોપ ગઈ હતી. કેમ કે હવે લાગે છે, પ્રેમ વ્યક્તિ કે ઉમર કશું જ નથી જોતો! બટ આજની યુવા પેઢી અમારી સાપેક્ષ વધુ શાર્પ, વધુ ક્લીયર માઈન્ડ સેટ સાથે, જાતને વધુ સારી રીતે સમજી, ઓળખી, પચાવી શકે છે.

હેટ્સ ઓફ યંગસ્ટર્સ…. મને આપની પેઢી પર માન  છે. જે હજીય એક જ સંબંધ આજીવન કાયમ રહે એવી થીમ ધરાવતી……..સિર્ફ તુમ અને હમ તુમ કે પછી કોઈકને કારણે મૃત્યુ વાહલું કરી શકાય એવી ટાઈટેનિક જેવી મુવીઝ પસંદ કરે છે! મોજ મસ્તી, ફલર્ટ, કે પછી બ્રેક અપ………. એક હદ સુધી સારું છે…. બાકી આખી જિંદગી માટે તો સમજદાર એવા કોઈકના સાથની જરૂર પડે છે… જે તમે બખૂબી ઓળખી ચુક્યા છો. 🙂