વાત તરસની છે,
તરત કેમની લખાશે ?
એ માટે………..થોડું
તડપવું પડશે તરસવું પડશે
મન ભરી ઝાંઝવા ગટકવા પડશે
મંથન કરી સાગર ઉલેચવો પડશે
હિમાલયની ઘનતા ઓગાળવી પડશે
ત્યારે જઈ ક્યાંક એકાદ શબ્દ
…..”તું”……..
જીવતરની કોરી પાટી પર
આંખના આંસુડે ટપકાવી શકાય!
પણ સાચું કહું ?
હવે બસ યાર, થાક્યો છું.
આજ કાલ કરતા
તારી તરસ છીપશે.. એવી ખેવનામાં
સાત સાત જન્મારા વીતી ચુક્યા !
આઠમો ય પતી જશે?
એમ જ તારી તરસ માં ?
એટલી નિર્દય તો તું ક્યાં હતી ?
કે પછી હું તને ઓળખવામાં ચુક્યો ?
એવું તો કેમ બને ??
જોને…….. આટલા વખત પછી…
તને ઓળખી જ ગયો ને !
મારા મૃગજળ……………….
~એજ તન્મય..!