સવારે એક મજુર દીસ્યો.
કહે છે.
કીડી મકોડા ય ખુદના
વજનથી વધુ ભાર
“ઊંચકે” છે..!
ઉમર સાત વર્ષ..
ભાર નવ (અંકે નવ પુરા) નો ..!
એ જીવજંતુ ગણાય..?
કદાચ..!
આ ભારત દેશ છે બોસ…
કોણ કહે છે
અહી બાળમજૂરી અપરાધ છે..?!
હોત તો કઈ શાળા ચાલુ હોત..?
શું થાય..!
અહી તો કાયદો જ બને છે
તોડવા માટે..!!
ઓ શિક્ષણને ધંધો ગણતા…
ભ્રષ્ટાચારની બદીમાં ખદબદતા…
સરકારી બાબુશાહીમાં રાચતા
નફફટ, લંપટ મુલાઝીમો…
કૈંક તો વિચારો,
એ સાત વર્ષના મજુર માટે…
ઘેર આવી કમર સીધી કરે છે..
બિચ્ચારો અત્યારથી જ ..!
જોકે આ મજુર શબ્દ પણ મને
થોડો અજુગતો લાગે છે !
કેમ ? અરે ભાઈ…………..
મજુર બીડી તો શાંતિ થી પીવે છે…!
અહી તો પેલા ને…
સ્કુલ યુનિફોર્મ બદલતા
જ બોર્નવીટા પીવું પડે છે..!
~એજ ને..!