એક ડાયરીના અધખુલ્લા પન્ના…. પાર્ટ ૩

Image

૦૩/૦૩/૨૦૧૪
Monday

“ઓહ્હ મમ્મીઈઈ”… ૬.૪૫ના એલાર્મથી આંખી ખુલી. લાઈટ કરતાની સાથે જ સામે બેઠેલી આકૃતિને જોઈ આછેરા થડકારા સાથે ચીસ નીકળી ગઈ.

રીલેક્સ ગર્ગ.. ઇટ્સ મી..

વ્હોટ યાર, આવું કરવાનું ??

સરપ્રાઈઝ ડાર્લિંગ..

શું ધૂળ સરપ્રાઈઝ.. જો તો જરા ધબકારા કેટલા ફાસ્ટ થઇ ગયા મારા. (મારી છાતી રાજધાની એક્સપ્રેસ બની ગયેલી..)

યેસ… આઈ કેન સી ધેટ………! (આંખ મીંચકારીને બોલ્યો. )

લુચ્ચા.. સીધો નહિ રહે એમ ને ! (નીગની આંખનો એ ઈશારો પામી લીધો.)

વ્હોટ યાર.. એક તો છેક સાંજે આવવાનો હતો, ને સવારે આવી ગયો, એમા ય તને એલાર્મ વાગે ત્યાં સુધી સુવા દીધી, એ ય મારો વાંક ? નેકી કર ઓર દરિયા મેં ડાલ, એ આનું નામ.

ના ના… કુછ ભી કર ઓર ફેસબુક પે ડાલ.. મી. એફ્બી એડીક્ટ..

વ્હોટ?? ઓકે.. આજે જ લખું… આ લવ માય ઓઅન વાઈફ… સ્ટીલ એટ થર્ટી+… વિ આર ઇન……… સો ડોન્ટ ડીસ્ટર્બ અસ ટુડે !

વ્હોટેવર… લખ તારી મરજી હોય એ… બાય ધ વે..ક્યારે આવ્યો તું? જબરો સ્માર્ટ… કોઈ અણસાર સુદ્ધાં ના આવવા દીધો.

પોણો એક કલ્લાક.. તું તો ઘસઘસાટ ઘોરતી’તી.

બાપ રે! પોણો કલ્લાક ??!! હા, યાર મળસ્કે જ ઊંઘ આવી. એકલી, ને એમા ય ભૂખી….

ભૂખી ?? નોટ મિઝ શાહ, . મારી ગર્ગને તમે ભૂખી રાખી ??!!

નાટક બંધ કર.. બાય ધ વે….. પોણો કલ્લાક શું કર્યું તે ? સુઈ નાં ગ્યો ?

યેસ્સ્સ્સ… આવો ચાન્સ થોડી છોડાય !

ચાન્સ ?!!

ડોબી…. તને…… જોવાનો ચાન્સ બીજું શું.

ઓયે.. ડોબા શંકર મને જોવાનો ચાન્સ મીન્સ ?? રોજ મારા ભૂતને જુએ છે?

અરે… મિઝ RDM , રોજ તો જલ્દી ઉઠીને ઓલમોસ્ટ રેડી થઇ જાય તારા એક્ઝીક્યુટીવ સૂટમાં.. નખશીખ ઢંકાયેલી… ને આજે, લુક એટ યુ ગર્ગ… માથાના વાળથી નાઈટ ગાઉન. ઉપર થી નીચે સુધી બધું જ અસ્ત વ્યસ્ત! ટ્રાન્સ…………

(એને આગળ બોલતો અટકાવી દીધો. ડફર આજે શાબ્દિક વસ્ત્રહરણના મૂડમાં હતો!) નાલાયક, નાઉ આઈ ગોટ ઇટ! શરમ કર સાલ્લા.. શરમ.

કોની?! અરે સાંભળને…

સ્ટોપ ઇટ નિગ… તને તો નથી, મને આવે છે. (ગાઉન સંકોરી બંને હથેળીમાં ચહેરો છુપાવી દીધો.)

આય હાયે.. મારી ગર્ગ…. એ પણ શાય શાય ! ૧૨ વર્ષે પતિથી એકાંતમાં શરમાય એવી પત્ની તો આજે જ જોઈ!

બસ્સ્સ્સસ્સ્સ્સ… કીધું ને ! કેમ આજે કઈ પ્રેમ વધુ ઉભરાઈ આવ્યો છે ?!

કહેતે હૈ કભી કભી…. “અપની” પત્ની સે ભી ઇશ્ક કર લેના સેહત કે લિયે અચ્છા હોતા હૈ !

તે જાને… જે હ્ગલી જોડે જઉં હોય ત્યાં જા.. રોક્યો તને કદી? છુટ્ટો જા.. એશ કર બચ્ચા. (એટલો ભરોસો ન રાખું તો ફટ્ટ છે મારા પત્ની ધર્મને)

અબે આટલી સેક્સી, સ્લીમ ટ્રીમ કૂડી આમ ફ્રિ માં ઘેરબેઠા મળતી હોય તો કોણ ગાંડો પેટ્રોલના ય પૈસા બગાડે !

નાલાયક હવે સાચ્ચે જ માર ખાઇશ હોં !

ચલ આવી જા……… એ બહાને અડકીશ તો ખરી!

…….

વીસેક મીનીટના રોમાન્સને અંતે શું? આજે તો હજી બીજો દિવસ. ને હું નીગને અડી ન શકું? મારી ખામોશી જોઈ, ધીરગંભીર રીતે બોલ્યો… “ગર્ગ, ઇટ્સ ઓકે. હું આવી કોઈ પ્રથામાં માનતો નથી એ મેં તને અગાઉ પણ કહ્યું છે. આખા ઘરમાં નહિ તો એટલીસ્ટ તું મારી સાથે છૂટછાટ લઇ શકે છે. ને સાંભળ મેં મારા બધા જ કામ પતાવી નાખ્યા છે કાલે આખી રાત જાગીને. આજે ઓફ ને તું પણ લઇ લે. આજનો દિવસ જસ્ટ ફોર યુ હની. વી આર ટુગેધર. આખો દિવસ સાથે જ વિતાવશું. કોઈની ખલેલ વગર. એન આઈ નો, મને ખાત્રી જ હતી કે તું જમી નહિ જ હોય, એટલે એ સરપ્રાઈઝ બ્રેક ફાસ્ટ પણ રેડી રાખ્યું છે. તું ફ્રેશ થઇ જા. નાસ્તો સાથે કરશું…. ” પાસે આવી એક બ્લેસિંગ કિસ ચોડી દીધી.

આજે નિગ ખુબ જ પોઝીટીવ મૂડમાં હતો એટલે વળતા હુમલા તરીકે મેં લીપ કિસ ફટકારી દીધી. (જા બચ્ચા ખુશ હો… વાળી મુદ્રા લઈને બોલી) “ઓકે બાબા.. ફુલ્લ ફન ટૂગેધર.. જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે ! બસ્સ”

જે બાત….

ચલ મને જવા દે.. હેવ ટૂ બી ફ્રેશ્ડ આઉટ. “

ક્યાં જવું હવે છે તારે… નિગ વધુ પાસે આવ્યો. ને એની પક્કડ છોડાવતા કહ્યું. “બાથરૂમમાં ડફર!” ને સાલો હજીય ચાન્સ મારતા બોલ્યો…… “હું આવું ??!!”
ઓશિકાનો પ્રહાર અને નોઓઓઓઓઓઓ …. કહેતા હું બાથ લેવા ચાલી ગઈ. નીગે સાચ્ચે જ નાસ્તો તૈયાર રાખેલો……

સીક લીવ ફોન પર જ લઇ લીધી. બંને નીકળ્યા. આર્ટ ગેલેરી અને ગુફા, પછી શોપિંગ અને લંચ, મેટીની શોમાં મુવી, ફરીથી શોપિંગ, સાંજે વસ્ત્રાપુર લેકની પાળે, રાત્રે લાઈટ ડીનર…. ઊફ્ફ સો ટાયર્ડ. ઘણા વખતે આટલું ચાલ્યા હશું. એ પણ સાથે! રાતના ૧૧.૪૫ થઇ છે અત્યારે. ને આ લખી રહી છું ત્યાં સુધી અમે બંને સાથે જ હતા (છીએ). નિગ તો પડતાની સાથે જ સુઈ ગયો. ચેન્જ કે ઇવન શોકસ પણ કાઢ્યા વગર. એ બેડ પર છે ને હું હજી મનથી તૈયાર નથી ત્યાં જવા. (આજે હજી બીજો દિવસ છે)

ફુલ ડે ટૂગેધર. એક ફ્રેશર નવા નવેલા કપલની જેમ જ. ધીંગામસ્તી, રોમાન્સ, વાતો, હગીંગ, …………. વાઉ સો મચ એન્જોય.. કાલની બધ્ધી ઉદાસી હવા થઇ ગઈ. સાવ હળવી ફૂલ. ટોટલ રીફ્રેશ. અને એટલે જ આજનો દિવસ એની એક એક પણ મને અક્ષરશ: યાદ છે.અને રાખવા માંગું છું. બટ લખવા બેસીશ તો આ ડાયરી આખી પૂરી થઇ જશે! પણ સવારની વાત જરૂરી હતી. નીગના ફોર્સથી જ તો હું તૈયાર થઇ & સી.. ટૂ ડે આઈ એમ ધ હેપીએસ્ટ વાઈફ ઓન ધ અર્થ. થેન્ક્સ ડીયર.. થેંક્યું વેરી મચ. આપ કી નજરોને સમજા પ્યાર કે કાબિલ મુજે. દિલકી એય ધડકન ઠહેરજા મિલ ગયી મંઝીલ મુજે….

નિગ તારી નહિ… મારી સવાર સુધરી ગઈ. આઈ લવ યુ જાનું.

અપૂર્ણ….

~એજ તન્વય..!
————————————————————————————-

ફોટો કર્ટસી : http://weheartit.com/entry/20210976/via/YasmineIsNinja ————————————————————————————-

એક ડાયરીના અધખુલ્લા પન્ના…. પાર્ટ – ૨

Image

૦૨/૦૩/૨૦૧૪

Sunday

આજે જયારે આ લખી રહી છું ત્યારે એ ત્રણ ગોઝારા દિવસોમાંથી માયુસી અકળામણ ભર્યો એક દિવસ પૂર્ણ થઇ ચુક્યો છે. લટકામાં એકલતાની ગુંગણામણ સાથે. જનરલી નિહાગ હોય છે જ. બટ સન્ડે હોવા છતાં આજે બરોડા ગયો છે. અને નાઈટ સ્ટે પણ ત્યાં જ કરશે. મારે બીજું તો કોઈ છે નહિ. લવ મેરેજને કારણે ઘરના બધા સબંધોનું તો ઇતિશ્રી થઇ ચુક્યું છે. ક્યારનું. એટલે પ્રમાણમાં બોલકી અને લાડલી નણંદબા દિશુંને બોલાવી હતી. અફસોસ એ ખુદ એના પ્રોબ્લેમ્સમાં ડૂબેલી નીકળી. “ના” કહેવા બદલ બિચ્ચારી કોલમાં જ રડી પડી.

એઝ યુઝવલ, એના કોલમાં આઈ નો… ઇટ્સ ઓકે… ટેક કેર… ચાલ્યા કરે… એવું જ હોય બધે… બાય… આવા બે પાંચ તુટક શબ્દોથી વધારે હું કાઈ બોલી નહિ. બોલી શકી જ નહિ. દિશા અને સાસુ, બંને માં-દીકરી ખરા બોલકા હતા. હું તો ઘરમાં હોઉં કે ના હોઉં, હાજરી વર્તાય એટલો હલ્લો નથી. પણ સાસુ, એમને બોલવા વધુ જોઈતું. અને એ મારા કોઈ જ વાંક ગુના વગર હંમેશા મારાથી નારાજ રહ્યા, ગયા ત્યાં સુધી. એ ખુદ સ્વીકારી નોહતા શક્યા કે……………. હા, બટ બહાર હંમેશા મારું ઉપરાણું લેતા. કહેતા ‘માં બનશે તો બેડોળ થઇ જશે. છો રહેતી નાગરવેલ જેવી!” મિસ યુ મોમ. એન સોરી. આપની ઈચ્છા હું આપના જીવતે જીવ પૂરી ન કરી શકી…

એ ગોઝારા ત્રણ દિવસ એટલે, મેસ્યુંરેશન પીરીયડ. માસિક આવવો. સાવ સામાન્ય વાત. પણ કેવી અસહ્ય! જાણે કે રક્તરંજીત રેપરથી ગીફ્ટ પેક કરેલો બેફીઝુલ શરમનો અહેસાસ. શાસ્ત્રો કહે છે કે સ્ત્રી પાસે એ દિવસોમાં વધુ કામ ન લેવડાવવું. જેનો કારણ દર્શક અર્થ કરું તો… એ દિવસોમાં અશક્તિ વર્તાય છે અને એટલે જ આરામ “પાળવા”ની ફરજ આપવામાં આવતી હશે. એન્ડ સી, સાવ નગણ્ય અને એક હેલ્ધી સ્ત્રી માટે તદ્દન નોર્મલ કહી શકાય એવી આ વાતને કેવા એન્ગલથી જોવાય છે! એમા ય મારા જેવી. સ્ત્રી જે લગ્ન ૧૨ વર્ષ પછી પણ માં નથી બની શકી એને માટે તો ખાસ!

રીપોર્ટસ ચોખ્ખે ચોખ્ખું કહે છે કે હું નોર્મલ છું અને નિહાગમાં કાઉંટ્સ ઓછા છે.. ઈશ્વરની કૃપા થશે તો જ એ પિતા બની શકશે. જે સમયગાળો એક વિક, એક માસ, ત્રણ છ કે બાર મહિના કે પછી આખી જિંદગી.ગમ્મે તે હોઈ શકે છે. હદ તો એ છે કે આ વાતનો સ્વીકાર એણે અનેકોવાર સરા જાહેર પણ કર્યો છે.. છતાં ય મારો જ વાંક ?!

હું એને ખુશ નહિ રાખતી હોઉં…. હું એને અડવા, પ્રેમ કરવાથી રોકતી હોઈશ…. મારે જ છોકરા નહી જણવા હોય…. હું મારી જાન મારા શ્વાસ બની ચુકેલા નિહાગને અળગો રાખતી હોઈશ… વ્હોટ રબીશ યાર! મારા આંસુ, મારું શરીર, મારી વેદના મહિને દર મહિને રક્ત બની સાવ ફોગટમાં વેડફાય છે. એ સ્ત્રાવની અગ્નિ સહન કરું છતાં પણ ???

અરે, એ સ્ત્રાવ છે… મારો સ્ત્રાવ… મારી એકલતાનો શાક્ષી, મારી આંખોની શોધનો થાક, મારા કોશ મારા અંગે અંગનું રુદન જેમાંથી નવું અંકુરણ ન ફૂટી શક્યાનો રંજ. બંજર જમીન પર ઉપસી આવેલી ફાટમાંથી વહી રહેલા લોહીની ટશરો છે એ. હું માં, સર્વ સામાન્ય કુદરતી રીતે માત્ર મારા નિહાગનાં બાળકની માં બનવા માટે ફરી એક વખત નિષ્ફળ ગઈ, એ આરોપનામાં પર મહોર અંકિત કરવા માટેની લાલ સ્યાહી છે એ તો.. એક માંની વિવશતા… એક સ્ત્રીની નિષ્ફળતા… એક પુરુષની અધુરપ.. સઘળી વ્યથાનો મૌન શાક્ષી છે એ. જેનો સમાજ કે પરાણે બની બેઠેલા અમારા સો કોલ્ડ શુભ ચિંતકો એ લેશ માત્ર ઉપહાસ કરવાની જરૂર નથી જ નથી. એ વ્યથા, વેદના, રંજ કે બીજું જે કઈ પણ છે મારું છે અને મારું જ રહેશે…..

નિહાગ તું કહે છે ને કાયમ. થોડી શોશિયલ એક્ટીવ થા. ઓફીસ સિવાય પણ બહાર ફ્ન્ક્શન્સ વગરેમાં જા. ગ્રુપ્સ બનાવ. કિટી અટેન્ડ કર.. etc..etc …બટ શું કામ જાઉં? ઉપર ઉપરથી મળતાવડી લગતી નોટો(!) અંદરથી એટલી જ ટીકા કરતી હોય છે. પીઠ પાછળ વાર કરતી એ સો કોલ્ડ સન્નારીઓ જોવી ય ગમતી નથી વાત તો દૂરની વાત ગણાય. વણજોઈતી સલાહો, ઉપચારો, દોરા ધાગાની સફ્ફાઈઓ એવી ઠોકશે કે જાણે ખુદ પ્રેગ્નેન્સીમાં PHD થયેલી નાં હોય! ડીયર નિગ જોઈ લે, આજ કારણ છે મને સામાજિક થવું નથી ગમતું. કાલ ઉઠીને ફરીથી કોક કહી જશે…………………..

“”આ વખતે પણ તમે આડે બેઠા??””

(અપૂર્ણ)

~એજ તન્વય..!

______________________________________________________________________
ફોટો કર્ટસી : https://bolstablog.wordpress.com/2009/08/

એક ડાયરીના અધખુલ્લા પન્ના…. પાર્ટ – ૧

Image

૦૧/૦૩/૨૦૧૪
Saturday

નિહાગ, એલાર્મ પાસે જ રાખજે.. સવારે કદાચ…. મહા મુસીબતે આઉટ સોર્સની આંટી ઘૂંટીઓ વાંચવાનો ડોળ કરતા કરતા બને એટલા સંયમ સાથે મેં કહ્યું..જવાબમાં સોફ્ટવેર ડીઝાઈનીંગમાં ડૂબેલા, સ્વભાવથી તદ્દન વિપરીત, કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા દર્દીના ચહેરા જેવા ફિક્કા સ્મિત સાથે બોલ્યો….. “શું જરૂર છે ગાર્ગી, આમ પણ આજે ઊંઘ ક્યાં આવશે !”……. અને વધુ સહન ન થતા, મેગેઝીન ફેંકી બેડ પરથી સીધી જ એની છાતી સરસી લપાઈ ગઈ. માંડ ખાળી રાખેલા આંસુ છૂટી પડ્યા. “એક્સટ્રીમલી સોરી નિગ… મને માફ કરી દે.. વન મોર ટાઈમ આઈ ગોન ટૂ બી ફેલ્ડ. આઈ લવ યુ નિગ પ્લીઝ મને માફ કરી દે.. ધ્રુસકા, ડુસ્કા, ત્રુટક, ત્રુટક સાદે…. બોલતી રહી ક્યાય સુધી….

ક્યાય સુધી…. એણે મને વહેવા દીધી… કહેવા દીધી.. રીસ્પોન્સમાં માત્ર મારા વાળમાં આંગળીઓ ફેરવતો રહ્યો. ક્યાય સુધી….જ્યાં સુધી હું સ્વસ્થ ન બની ત્યાં સુધી… નિહાગ, આમ તો મારો પતિ હતો.. પરંતુ સરપ્રાઈઝલી (ગામની વાતો, અનુભવો સાંભળ્યા પછી) મારો સાચો “મિત્ર” પણ એ જ હતો. ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું બખૂબી જાણતો. એની વર્કિંગ ચેર પર બેસાડી (જ્યાં એ દિશાને પણ કદી બેસવા ન દેતો) પાણી લઇ આવ્યો. મારા ખોળામાં માથું રાખી ઘૂંટણીએ બેસતા બોલ્યો…

“કેટલા નાટક કરે છે, કાય્ય્મ ! જભ્ભો આખો ભીનો કરી નાખ્યો!” એના માથાના સીધાસટ ઝીણકા વાળમાં ફરતી મારી આંગળીએ અચાનક રોકાઈ જઈ હળવેકથી ટપલી મારી દીધી.અનાયાસે જ.. “ડફર, નાટક લાગે છે?? જવા દે, તને નહિ સમજાય, કોઝ યુ આર અ મેન”

લે બોલ… એમાં મેન વુમન જેવું શું!?!

જવા દે… કહ્યું ને. આટલા પ્રોફેશનલ પુરુષો જ હોય..

ઓહ્હૂઓ… ભાઈ ભાઈ..આ ખરું. તું આમ રડીને આંખો સાફ કરી લે. ને મારે ચશ્માં આઈ ગ્યા! તારી જોડે તો કાકો લાગુ છું હવે. બધું સમજાય છે. ચલ સુઈ જા, ને મને કામ કરવા દે. નહી તો તારા લટકા મટકાના ખર્ચા ક્યાંથી નીકળશે. મિઝ ગાર્ગી વ્યાસ શાહ.

ઓયે…. હું ય જોબ કરું છું, એઝ અ મેનેજર સમજ્યોને?! તમને ક્યારે બોજ પડ્યો મારો બોલજો તો મી. નિહાગ શાહ…??

વ્હોટેવર, ને હા, તારી સગવડ જાતે કરી લેજે. આજે તો કઈ નથ આલ્વાનો જો તુ. બધું મુ જ કરું ??!!

હા હા તે કરી લેશું. ત્રણ ‘દિ કરવાનું એમાં ય જોર પડે છે. તમે શું સાચવવાના અમને આખી જિંદગી. સાચુકલા છણકા સાથે બેડ પર આવી ગઈ. ભાડમાં ગ્યું આઉટ સોર્સ પણ!

વિજયી મુદ્રા ધારણ કરી, ઇન્ટર લોક નાઈટ ડ્રેસ જભ્ભાના કોલર (!) ઊંચા કરતા, એજ ચિરપરિચિત સ્માઈલ સાથે બોલ્યો… “ધેટ્સ માય ગર્ગ ઈઝ બેક…. નિહાગ…. યુ આર ટૂ ગુડ મેન…! એન બાય ધ વે, ઇવન આઈ ફિલ સોરી. કોઝ આઈ ઓલ્સો બિન ફેલ્ડ વિથ યુ. લવ યુ ગર્ગ. ચલ સુઈ જા, મારી ગાર્ગીને આંખે બ્લેક સ્પોટ હું સાંખી નહિ લઉં મિઝ મેનેજર. ઉસકી કિમત બરાબર ચુકાની પડેગી આપ કો !

અને અને અને……બધી વેદના, બધી વ્યથા, બધા સિસકારા, બધા ડુસકા, એના આ શબ્દો થી જાણે કે ગાયબ થઇ ગયા. સાવ નોર્મલ બની રજાઈમાં લપાઈ ગઈ. અલબત્ત આવનારા ત્રણ દિવસોના ડીપ્રેશન, કમ્મરના દુખાવા, ચિડીયાપણું, અનિંદ્રા અને અપચો જેવા માનસિક અને શારીરિક ફેરફારના થડકાર સાથે.

ક્રમશ:

~એજ તન્વય..!

——————————————————————————

ફોટો કર્ટસી : http://teamof6.blogspot.in/2012/07/dear-diary.html

MH370…. ધ મિસ્ટ્રી

પ્લેન સે પ્લેન……. કાગવાસની પૂરી થોડી ! કે કહી દેશો કાગો લઇ જ્યો… ને બાવો લઇ જ્યો…. !

માર્ચ ૨૨, ૧૯૫૭
યુ એસ. મીલીટ્રી એર ટ્રાન્સપોર્ટ સર્વિસનું વિમાન C-97C-35-BO Stratofreighter 50-0702 … ૫૭ પેસેન્જર અને ૧૦ ક્રુ મેમ્બર્સ સાથે પેસેફિક મહાસાગરમાં ગરકાવ. જેની ભાળ હજી સુધી મળી નથી.

ઓકટો. ૧૩, ૧૯૭૨
ઉરુગ્વે એરફોર્સની ફ્લાઈટ ૫૭૧. દેશની રગ્બી ટીમ સાથે એન્ડીઝની પર્વતમાળામાં ક્રેશ. ૩૦૦૦૦ ફીટની ઊંચાઈ. બરફથી ઘેરાયેલા દુર્ગમ પહાડી વિસ્તરમાં ૨૭ જીવતા માનવોનો જીજીવિષા માટે સતત સંઘર્ષ. અંતે બે મહાનાયકોના પર્વતારોહણ બાદ ડિસે. ૨૩, ૧૯૭૨ ના રોજ ૧૬ સભ્યોને જીવતા બચાવી લેવાયા હતા. આ ફ્લાઈટ પણ રડારમાંથી અદ્રશ્ય થયેલી. (વિસ્તૃત કથા કેટલાક સમય પહેલા “સફારી” માસિકમાં આવી ગયેલી છે.)

જાન્યુ. ૧, ૧૯૮૫
ઇસ્ટર્ન એરલાઈન્સની ફ્લાઈટ ૯૮૦ ટેક ઓફની ગણતરીની પળોમાં અદ્રશ્ય થઇ ગયેલી. યુ એસ એમ્બેસેટરના પત્ની સહિત ૧૯ પેસેન્જર અને ૧૦ ક્રુ મેમ્બર્સ કોઈ પણ ની ભાળ મળી નોહતી. છેક ૨૦૦૬ માં ઈલ્લીમાની પર્વત, (બોલાવીયાનું બીજા નંબરનું ઊંચું સ્થળ ૧૯૬૦૦ ફીટ) પરથી એનો માત્ર કાટમાળ જડી આવ્યો. કોઈ સભ્ય, પ્રવાસી, કે એમની કોઈ પણ નિશાની બચી નહોતી.. ઇવન બ્લેક બોક્સ પણ બરફને લીધે એટલું ડેમેજ હતું કે કોઈ અનુસંધાન ન મળ્યું.

જુન ૧, ૨૦૦૯
એર ફ્રાન્સનું બોઇંગ ૪૪૭ એના ૨૧૬ પેસેન્જર અને ૧૨ ક્રુ મેમ્બર્સ સહીત એટલાન્ટીક ઓશનમાં ગરકાવ. ફ્રાન્સના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના. એની સાથે હવા માં જ ટકરાયેલ એર બસ ૩૦૩ વળી બીજી મોટી હોનારત! એર બસ ૩૦૩ તો એ વખતની કમર્શિયલ પેસેન્જર સર્વિસની સૌથી મોટી હોનારત હતી. બ્રાઝીલીયન નેવીને એનો કાટમાળ શોધતા ૫ દિવસ લાગ્યા હતા. અને બ્લેક બોક્સ મે ૨૦૧૧માં આશરે બે વર્ષ પછી શોધાયું. છેક ૫ જુલાઈ ૨૦૧૨ ફાઈનલ રીપોર્ટ બન્યો.

માર્ચ ૮ ૨૦૧૪
અત્યારે વિશ્વ આખું જેને માટે પ્રાર્થી રહ્યું છે એવી મલેશિયન એરલાઈન્સની ફ્લાઈટ MH370 કુઆલામ્પુરથી બેઇજીંગ જવા નીકળી હતી (છે), ૫ ઇન્ડિયન ૧૫૨ ચાયનીઝ અને ૩૮+૧૨ મલેશિયન સહીત ૨૨૭ પેસેન્જર્સ અને ૧૨ ક્રુ મેમ્બર્સ સાથે. હજી પહોંચી નથી. અંતિમ માહિતી અનુસાર ફ્લાઈટ ગુમ થયાના બે કલ્લાક પછી મલેશિયા અને વિયેતનામ વચ્ચે સમુદ્રને તળિયે ઘટના નોંધાઈ છે. મલેશિયા સ્થિત સીસ્મોગ્રાફ વડે શોધાયેલું સ્થળ ૭૨ માઈલ ઉત્તર પૂર્વ દર્શાવે છે, જ્યાંથી MH370 છેલ્લી વાર પીનપોઈન્ટ થયેલું.

વિ પ્રે ફોર ધેમ………….
Image

૧૪ રાષ્ટ્રો જેની શોધખોળમાં લાગેલા છે એવી આ દુર્ઘટના સંદર્ભે ચર્ચામાં આવેલા કેટલાક ક્રેઝી કહી શકાય એવા મુદ્દાઓ જે બોસ્ટન ડોટ કોમના ક્રીસ કેસરે અલગ તારવ્યા છે…

૧) એલિયન્સ સામેલ છે : ફોર્બીડન નોલેજ ટીવીમાં જેને UFO તરીકે દર્શાવાય છે એ વાસ્તવમાં કોરિયન એરલાઈન્સ ફ્લાઈટ 672 છે! યુ ટ્યુબ સર્ચ મારશો તો જડી આવશે!

૨) આ મુસાફરો હજુ પણ જીવંત છે : યેસ, સમાચાર સાચા હોય તો કેટલું સારું. બટ….. ધરતી પર રહેલા પેસેન્જર્સના સગા એમને કોલ કરે ત્યારે વોઈઝ મેલ પર જાય એ પહેલા રીંગ વાગે છે. એટલે એ કાર્ડ એક્ટીવ હશે એ જરૂરી નથી. જાત તપાસ કરતા ખ્યાલ આવી જશે કે તમે ખુદ તમારો ફોન બંધ કરી બેટરી કાઢશો અને બીજી લાઈનથી એને જોડશો ત્યારે વોઈઝ મેલમાં જતા પહેલા રીંગ વાગી શકે છે.

૩) ચાયનીઝ અથવા અમેરિકન સત્તાવાળાઓ ગુપ્ત રહસ્યો માટે ઉઠાવી ગયા છે : બોલો !! જે ફ્લાઈટ માં ૫૦% થી વધુ (૧૫૨) ચાયનીઝ નાગરિકો મુસાફરી કરતા હોય એને એ જ દેશ ઉઠાવી જાય? અને યુ એસ… માની લો કે એ કરી શકે બટ શા માટે ?! એક પેસેન્જર પ્લેન હાઈજેક કરી એને એવો તો કયો એશિયાના દેશો પર જાસૂસીનો દલ્લો મળી જવાનો હતો ! (થીંક બકા થીંક !)

૪) ઈરાનીયન સંડોવણી : અરે મારા ટોની ઈલીયોટ સાહેબ. UFO વાળી સ્ટોરીની સાપેક્ષ તમારા આ ગપગોળા વડે ઝાડાના થાય તો જ નવાઈ ! બે ચોરાયેલા પાસપોર્ટ વડે ઈરાની નાગરિકત્વ ધરાવનાર ખોટા માણસો મુસાફરી કરે એમાં આખા દેશનો વાંક ?! ઈલીયોટ સાહેબ નોંધે છે કે ફ્લાઈટે યુ ટર્ન લીધો એ છેલ્લી સંજ્ઞા હતી રડારમાં. ઈરાન સરકારની સંડોવણી હોય તો એ એના મિત્ર મુસ્લિમ રાષ્ટ્ર તરફ પ્લેન વાળે નહિ કે ઇસ્ટ તિમોર તરફ! વાત કરહ તે! આ થીયરી ૩૬૦૦૦ ફીટની ઉંચાઈએ ઉડતા એક પેસેન્જર પ્લેન માટે કોઈ કાળે સમર્થન આપતી નથી.

૫) પ્લેન પ્યોંગયાંગ પર લઇ જવાઈ છે : આ વાત જ ભ્રામક છે. પ્યોંગયાંગનું ડિસ્ટન્સ બેઇજીંગ જેટલું જ છે. રડારથી બચવા એને (જે અગાઉ કહ્યું તેમ સડન્લી ઉંચાઈ ઓછી ન જ થઇ શકે) નીચા સ્તરે ઉડવું પડશે. એટલે વધુ ઇંધણની ખપત. ટોટલી રોંગ થીયરી.

૬) ઇલ્યુમેનીટી ઇન્વોલવ્ડ : વ્હોટ રબીશ. વીકીપીડિયા પેજ પર નજર નાખતા સમજાય છે કે આ ૪૦૪મુ બોઇંગ૭૭૭ છે જે દુર્ઘટનાગ્રસ્ત થયું છે! HTTP ૪૦૪ એરર (નોટ ફાઉન્ડ) જેવું ?! અબે આ પ્લેન હતું, માધુરી નહિ કે જેનો ચાર્મ અદ્રશ્ય થઇ જાય ! (હમજી ગ્યા ને ગલગલીયા વીરો ?!)

૭) નવો બર્મુડા ટ્રાયન્ગ્લ : યેલ્લો….. રામ લીલામાં બતાવાય છે એમ, ગુજરાતમાં દારૂ “જાહેર” માં પીવાય અને બંદુક – ગોળીઓની દુકાનો હોય એવી જ વાત ! બોલતા પહેલા કમ્બોડિયા અને બે મલેશિયન ટાપુ વચ્ચેનું ડિસ્ટન્સ તો માપી લેવું ‘તું…. નકશા તો ફ્રીમાં મળે છે ગુગલેશ્વરના મંદિરે…

૮) પ્લેન વિયેતનામમાં છે અને એનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવાની રાહ જોઈ રહ્યું છે : બ્લોગર શાંતિ યુનિવર્સ લખે છે : મને ત્રણ શક્યતાઓ લાગે છે , મુખ્ય યાંત્રિક ભૂલ ( બરાબર ) , એક આતંકવાદી હુમલો ( માની શકાય ) અને 9 /11 શૈલીના હુમલાની પૂર્વ તૈયારી (!!!!)” વધુમાં લખે છે “ફ્લાઈટ ગુમ થયાના ૧૦ મિનીટ બાદ અજાણ્યા પાયલોટે સમ્પર્ક કર્યો હતો. જે વિયેતનામ એરસ્પેસમાં હોવાનો દાવો(!) કરે છે. એટલે એ શક્ય છે કે એક અજ્ઞાત એરપોર્ટ પર લઇ ગયા હશે, જ્યાં પેસેન્જર્સને બંદી બનાવી શકાય અને જરૂર પડે ત્યારે એનો ૯/૧૧ જેવા ભીષણ હુમલા માટે ઉપયોગ કરી શકાય !

લખો ભાઈ જે મન ફાવે તે લખો… ફ્રિ સ્પેસ, ફ્રિ ટાઈમ, (કદાચ) ફ્રિ નેટ પણ ! એટલીસ્ટ કાલ્પનિક (વર્ચુઅલ યુ સી!) દુનિયામાં તો સૌ કોઈ આઝાદ છે જ ! દરેક પ્રકારના વિલાસ માટે !!

૯) ત્યાં એક આઈ ફોન એપ્લીકેશન વડે સંચાલિત મીની હાઈડ્રોજન બોમ્બ વડે બ્લેક હોલ નિર્મિત કરાયો છે : એન્જેલા સ્ત્લક્પ નામ ધરાવતા આ મહિલા પાગલ છે, પ્રતિભા સંપન્ન છે, જીનીયસ છે, માસ્ટરકુલ છે કે પછી નિરાંતે રાગડા તાણે છે… સમજવું જરા અટપટું છે! કાલે ઉઠીને એ એવું પણ કહી શકે કે ડોનાલ્ડ ટ્રમ્પ યુનીવર્સીટી ચલાવે છે… કે પછી રશિયન વ્લાદીમેર પુતિન એડોલ્ફ હિટલરના ૯૨ ક્લોન્સ માના એક છે! (આગળ કહ્યું ને! લખો ભાઈ !!) MH370 થીયરી વિષે એમને ધન્યવાદ તો આપવવા જ જોઈએ ! (એમના દિમાગ વિષે વધુ જાણકારી માટે ટ્વીટર પર  Angela_Stalcup સર્ચ મારી લેજો 🙂

વેલ વેલ વેલ……… તો સત્ય શું છે? વાસ્તવમાં કોઈ જાણતું નથી. આ લખાય છે ત્યાં સુધીના છેલ્લા પ્રાપ્ય સમાચાર અનુસાર, મલેશિયન મીલીટરી પ્લેનને મલાક્કા સ્ટ્રીટમાં ૧૦૦ માઈલ સુધી શોધશે જ્યાંથી એણે છેલ્લા દર્શન દીધા હતા.

જસ્ટ પ્રે ફોર…. કદાચ જીવિત હોય……..
—————————————————————————————————————-
ફોટો કર્ટસી……….
http://www.bloomberg.com/infographics/2014-03-13/vanishing-planes-mapped-since-1948.html