ભભૂતિ-જનોઈ ચઢાવ્યા પછી શું?
પ.પૂ. ને ધ.ધૂ. પણ લખાવ્યા પછી શું?
અંતરથી પર્માંતરને પામી શકો ના,
ને પામી શકો જો તો પામ્યા પછી શું?
છે સપનું મિલનનું મધુરું અધૂરું,
સવારે જણાયું કે જાગ્યા પછી શું?
અનુભવનું જાણે કે શબરી અને બોર
હો મીઠાં કે ખાટા એ ચાખ્યા પછી શું?
એ શેખો શરિફોના શાસ્ત્રોની વાણી
સમજમાં સજાવી સમાવ્યા પછી શું?
નથી ભૂખ બાકી હવે શબ્દ તારી
ખુદાને ગઝલ આ ધરાવ્યા પછી શું
~એજ તન્વય..!
૩૧/૦૩/૨૦૧૪
ખુબ જ સુંદર ગઝલ . . .
ક્ષમા કરશો , પણ પર્માંતર એટલે ? . . પરમાત્મા ?
પર્માંતર, પરમનું અંતર… ઈશ્વરની દુરતા… હું કહું છું કે અંતર (મન) થી પરમનું અંતર પામી શકો નહિ… અને જો પામી પણ લો તો પામ્યા પછી શું..??!!
આભાર મિત્ર.. 🙂