મારે ૨૪ કલ્લાક વીજળી પાણીની સગવડ જોઈએ. રસ્તા એકદમ સાફ સુથરા અને નિયોન લાઈટ્સથી ઝળહળતા જોઈએ. સુવિધા સંપ્પન્ન બાગ બગીચા, તળાવો કે રીવર ફ્રન્ટ જેવા ફ્રી માં ફરી શકાય એવા જાહેર સ્થળો જોઈએ. સરકારી સ્કુલ કોલેજોની સ્થિતિ ઇન્ટરનેશનલ હોવી જોઈએ. અત્યાધુનિક અને છેલ્લામાં છેલ્લી અપડેટ્સ વાળી હોસ્પિટલ જોઈએ. આર્થિક સામાજિક ધાર્મિક દરેકે દરેક ક્ષેત્રે પાવર પેક્ડ સલામતી જોઈએ. ટૂંકમાં તકલ્ફ વગરની લાઈફ જોઈએ.. પણ પણ પણ.. વોટ નથ દેવો ! વોટીંગ કરતા તો મારી ઊંઘ અને રજા મહત્વની અને વ્હાલી છે. ચ્યા માઈલા.. કાઈ બોલત રે ! ખ્રિસ્તી સંત જ્હોન કહે છે , “માણસ માટે રજાનો દિવસ ઘડાયો છે. રાજાના દિવસ માટે માણસ નહિ !”
ચાલો આવા કેટલાક નાગરિકોની ઈલ્લોજીકલ દલીલોનો લોજીકલ જવાબો… “મારા એક વોટ ન આપવાથી શું ફેર પડશે?” આમ તો આ વાહિયાત દલીલનો જવાબ એક જ વાક્યમાં આપી શકાય… પેલી ફેમસ અકબર બીરબલ વાળી વાર્તાનો બોધ : “બુંદ સે ગઈ વો હોજ સે નહિ આયેગી!” પણ તમે તો ઉદાહરણોથી જ માનવા ટેવાયેલા ને! સો.. હિઅર ઇટ ઈઝ… કેટલાક ઉદાહરણો ઓછા માર્જીન વડે હારનાર ઉમેદવારોના..
સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની જિંદગીની પ્રથમ ચૂંટણી (૧૯૧૭માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધીકારી તરીકે) માત્ર એક મતથી જીત્યા હતા !
૧૯૯૯ માં પાર્લામેન્ટમાં અટલ બિહારી વાજપેઇની સરકાર માત્ર એક મતથી પડી ગઇ હતી. તેમની સામે અવિશ્વાસનાં પ્રસ્તાવમાં ૨૭૦ મત પડયા જ્યારે એ પ્રસ્તાવની સામે ૨૬૯ મત પડયા.
૧૧મિ લોકસભામાં વડોદરા બેઠક સત્યજીત ગાયકવાડે માત્ર ૧૭ વોટ થી ભાજપ પાસેથી આંચકી લીધેલી.
૨૦૧૨ વિધાનસભાની ચૂંટણીમાં સોજિત્રાના કોંગ્રેસના ઉમેદવાર પૂનમભાઈ પરમાર ભાજપના વિપુલભાઈ પટેલથી માત્ર ૧૬ર મતે જીત્યા હતા. જે તમામ સરકારી કર્મચારીઓના બેલેટ પેપર વાળા વોટ હતા. (મત ગણતરીમાં બંને સરખા હતા!) કલોલના કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે ભાજપના ઉમેદવાર ડૉ.અતુલભાઈ પટેલને ૩૪૩ મતે તો કાંકરેજના કોંગ્રેસના ઉમેદવાર ધારશીભાઈ ખાનપુરાએ તેમના ભાજપના નજિકના હરિફને ૬૦૦ મતે તથા ભાજપના આણંદના ઉમેદવાર દિલીપભાઈ પટેલે તેમના હરિફને ૯૮૭ મતે પરાજય આપ્યો. એજ રીતે ૨૦૦૭ વિધાનસભાની ચુત્નીમાં જાડેજા બ્રિજરાજસિંહ જામજોધપુરથી ૧૭ અને પટેલ હીરાભાઇ લુણાવાડાથી ૮૪ થી જીત્યા હતા. ૧૯૮પ ગોઝારિયા કોંગ્રેસના હરિભાઇ શુકલ સામે ભાજપના મંગળદાસ ૨પ૦ મતે હાર્યા હતાં.
યાદી લંબાઈ શકે છે. આતો ઝટ હાથવગા જાજી ખણખોદ વગર હાથ લાગ્યા એટલા જ છે. આ લોકો નાગરિકોની આવી ઉદાસીનતા ને લીધે જ હારેલા. આથી તમને તમારા મતનું મહત્વ સમજવું જોઈએ. વધુમાં આ લોકોને એમના પક્ષના અન્ય ઉમેદવારની સરસાઈ કોઈ કામે લાગવાની નોહતી. (સલમાને કરી એવી ફિલ્મો ઘણાય પરણિત અભિનેતાઓ કરી શકે… કરી ચુક્યા છે! એટલે આ ઉદાહરણો વધુ ગ્રાહ્ય છે.)
હું ટેક્ષ ભૂરું છું, ટ્રાફિક સુધરાઈ કે અન્ય જાહેર સંસ્થાઓના નિયમો પાળું છું. એ નાતે નાગરિકતાની ફરજ બજાઉં છું. એટલે વોટીંગ માટે સમય ન આપું તો શું ફેર પડશે? …. વધુ એક આંખે હાથ રાખી સુરજના અસ્વીકાર જેવી વાત! ભાઈ ટેક્ષ તું જે કમાય છે, એ પછી તારા (સાચા ખોટા) ખર્ચા, તારી સગવડો (ઘર, ગાડી વગેરેની લોનના વ્યાજથી માંડી, ભિન્ન પ્રકારે લેવાતી સબસીડી બધું જ) તારું ભવિષ્ય ફીનાસીય્લી સ્ટ્રોંગ રહે એ માટે કરતા ઈન્વેસ્ટમેંનટસ (જે બેઝીકલી ટેક્ષ બચાવવા માટે જ કરાતા હોય છે!) વગેરે વગેરે વગેરે સેટિંગ કર્યા પછી ચૂકવતો હોય છે. પેટ ભરાઈ ગયા પછી વધેલું ભિખારીને આપી આત્મસ્ન્તોશ પામે એ રીતે.
અને ટ્રાફિક… ફોલો નહિ કરો તો દંડ ભરવો પડશે. (જે પાછો ટેક્ષમાં બાદ નહિ મળે!) અન્યોને અડચણ થશો તો ક્યારેક ઘર્ષણ પણ થશે.. એ બધું ટાળવા. વિદેશ કમાવા ફરવા જાઓ ત્યારે ટેક્ષ અને ટ્રાફિક ફોલો કરો છો ને ? તકલીફ પડે તોય… એમની સિસ્ટમનો વાંક નથી કાઢતા. ક મને ય ફોલો કરવી પડે છે. જસ્ટ બીકોઝ ઓફ યુ આર નોટ અ સીટીઝન ઓફ ધેટ કન્ટ્રી… મતાધિકાર એક ઉદાહરણીય ફર્ક છે એને એ રહેવો જ જોઈએ…
હવે સમજાયું, “જો વોટ નહિ આપો તો સિસ્ટમને ભાંડવાનો હક નથી?” તે ? મારે તો આ એક જ લીટી લખવી હતી………. જે સમજાવવા આટલું બધું લખવું પડ્યું..! મતદાનની તારીખ ખાસ્સા સમય અગાઉથી નક્કી થયેલ હોય છે. અનિવાર્ય સંજોગો સિવાય મતદાન ટાળવું અપરાધ લેખાશે. ખોટા અને મહત્વાકાંક્ષી માણસના હાથમાં સત્તા આવવાથી શું થઇ શકે?? મહાભારતનું નબળું તો નબળું પણ ટેલીકાસ્ટ ચાલુ છે!
~એજ તો..!
જય હિન્દ…. પ્લીઝ પ્લીઝ પ્લીઝ પ્લીઝ પ્લીઝ વોટ 🙂