દરેક સંસ્કૃતિને પોતાની આગવી ઓળખ હોય છે. (હા ભાઈ… ભારેખમ લેખ છે. શબ્દોય ભારેખમ આવશે.. તૈયાર રહેજો) ભાષા, રહેન સહેન, ખોરાક, પોષાક કે ઇવન ઉત્સવ. દરેક માટે એ ભિન્ન અભિગમ હોઈ શકે છે. હોવા જોઈએ. આપણે જે વિષય વસ્તુને મહત્વ ન આપતા હોઈએ એ અન્યો માટે પ્રાણ પ્રશ્ન હોઈ શકે. (હાસ્તો આપણે જે રેડિયો ભંગારમાં નાખેલો એ આમીર માટે…. 😛 ) એનો અર્થ એ નથી કે એ વિષય વસ્તુ આપણને સ્વીકાર્ય જ ન હોય. બે સંસ્કૃતિ વચ્ચે સરખામણી ( કમ્પેરીઝન યુ નો!) કરવી હાસ્યાસ્પદ વાત છે. આ વાત જેમને ગળે નથી ઉતરતી એમને ઉલ્ટી કરવી પડે છે. (જે આપણે જોવી પડે છે) એ વધુ હાસ્યાસ્પદ વાત બને છે.
ખાસ કરીને ઉત્સવ વખતે. આપણે જાણીએ છીએ એમ પ્રશ્ચિમ ડે’ઝ ઉજવવામાં વધુ માને છે. (મધર ફાધર સિસ્ટર બ્રધર વગેરે વગેરે વગેરે વગેરે) જે ખાસ કરીને રવિવારે રજાના દિવસે નક્કી થયેલા હોય છે. જે ત્યાની પ્રજાને પોતાના બીઝી શેડ્યુલ મુજબ અનુકુળ છે. સબંધો સાચવવા એમને આવા દિવસોની જરૂર પડે છે. જે સહજ વાત છે. અને એમના એ દિવસો આપણે ઉજવીએ એમાં ય કશું ખોટું નથી. વાસ્તવિકતા તો વિરોધ નામથી જ ન હોવો જોઈએ. કોઈક એમના ઘરમાં કઈ પણ કરે એથી કોઈ નિસ્બત ન હોવી જોઈએ. બ શર્તે આપના ઘરમાં એમનો ફટાકડો ન પડવો જોઈએ! એ દિવસો ઉજવીને આપણી સંસ્કૃતિ નષ્ઠ થશે એ માન્યતા ગળે નથી ઉતરતી. ઝમાનેમે ઇતના દમ કહાં બચા હૈ! (વર્ષોથી રોક્કળ ચાલે છે ગુજરાતી ભાષાનું શું થશે? શું થયું? એમની એમ જ છે બિચ્ચારી!) આથી આવા આંધળા વિરોધીઓ પ્રત્યે ચોક્કસ ધૃણા જાગે. જાગવી જોઈએ.
દુશ્મન કા દુશ્મન ભાઈ એ નાતે આ વિરોધીઓનો વિરોધ (ઓફ્ફ વિરોધ વધી ગયો નહિ?!) કરનારને ટેકો અપાઈ જાય જાણ્યા વિચાર્યા વગર જ. વિરોધ કરવામાં કળા જોઈએ. (હાવ મોઢવાડિયા કે વાઘેલા બનો એ થોડી ચાલે!) પહેલા પેરાગ્રાફમાં કહ્યું એમ બંને સંસ્કૃતિ અલગ છે. એમના ઉત્સવો પણ. ચેરાપુંજીમાં વરસાદ પડે અને હું રાજસ્થાનમાં હોડકું વસાવું એ કેવું?! બંને ઉત્સવોની સરખામણી શક્ય નથી. “ફ્રેન્ડશીપ, ફાધર, મધર વગેરે કોઈ પણ ડે ન ગમતા હોય તો જન્માષ્ટમી કે રક્ષાબંધન વિશ પણ નહિ કરો ને?!” બોલો છે ને ધીન્ચક વિવાદાસ્પદ વિધાન. આપણને બાલમંદિરથી ભણાવાય છે કે આપના ઉત્સવો ચોક્કસ તિથીએ જ આવે છે. (હા કદાચ કોન્વેન્ટમાં ઘરની બુક્સ ભણીને CBSC ટોપર થયા હોય તો જુદી વાત છે!) જે દરેક ઉજવણી પાછળ કોઈક ને કોઈક કારણ હોય છે. જેમ કે જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણ (કૃષ્ણ હોં…. ક્રિશ્ના નહિ!)નો જન્મ દિવસ છે એ ચોક્કસ તિથી એ જ આવે. એમાં સગવડતા નાં ઉમેરાય કે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે જન્માષ્ટમી જાહેર કરીએ! (૨૫ ડિસેમ્બરે આવતી ક્રિસમસ ડીસેમ્બરના છેલ્લા રવિવારે ઘોષિત કરવા જેવી વાત!) ઉત્તરાયણ સિવાય બધા જ ભારતીય ઉત્સવો તિથી મુજબ હોય છે. હોળીમાં ફાગણનો મહિમા હોય છે. રક્ષા બંધને ભાઈ બહેનના પ્રેમ વિષે વાત હોય છે. દશેરાએ અન્યાય પર વિજય અને દિવાળીએ પ્રભુ રામ ઘરે પધાર્યા એટલે ઉજવાય છે.
શું કહું આ માર્ગ ભૂલેલા જીવન પથિકને? વિરોધ કરવા માટે પાત્રતા હોવી જરૂરી છે. જે અસંખ્ય વાર હું કહી ચુક્યો છું. સોશિયલ નેટવર્ક સાથે જોડાયેલા રહીને ટેગિંગ ગેમિંગથી પરેશાન હોવાના બળાપા કાઢી ન શકાય. એ સહજ વાત છે. સ્વીકાર્ય હોવી જોઈએ. ક્યારેક ઇગ્નોર કરી શકાય છે. ક્યારેક હદથી વધુ હથોડા પડે ત્યારે આમ ઉભરો ઠાલવવો પડે છે. કોઈક મહા જ્ઞાની આ રીતની વાત કરે ત્યારે એમની બુદ્ધિ પ્રતિભાને પોતાના ખર્ચે સાયકોલોજીકલ સારવાર કરાવવાની લાલસા પણ થઇ આવે છે! શું કરીએ….. અમે દિલથી લાગણીશીલ છીએ.
સોરી પર્સનલી થઇ ગયું હોય તો…. 🙂 મારા જ વિચારો છે. તમને છૂટ છે ઈચ્છો એ વિચારી શકો. દરેક ભારતીય તહેવાર રવિવારે આવે એવો ખરડો ય લાવી શકો છો. જેમાં કોઈ સાથ નહિ આપે એ મારી ગેરેંટી (હાસ્તો………. માંડ માંડ જાહેર રજા મળતી હોય ! એમાં ય
)
BTW ત્યાંય ઈન્ડીપેન્ડન્સ ડે તારીખ મુજબ જ ઉજવાય છે…. તમારી જાણ ખાતર!
~એજ તન્વય..!