આવરણ…

10620820_460272340781284_1766980147940263967_n

વર્ષો પહેલા કન્નડ સાહિત્યકાર શ્રી એસ એલ ભૈરપ્પા દ્વારા લિખિત સિદ્ધા દીક્ષિત વડે ગુજરાતી અનુવાદિત, વિક્રમી વેચાણ ધરાવતી અને આજ કાલ મારા ફેસબુક વર્તુળમાં ચર્ચામાં છે એવી એક બુક વિષે થોડીક વાતો. એક અઠવાડિયામાં ચારેક પોસ્ટ અને ગઈ કાલે ફેસબુક મિત્ર સાથે થયેલી ઈનબોક્સ ચર્ચા પછી લખવાનું ઈંજન મળ્યું.  આમ તો આ પ્રકારનું લખવું મારો પહેલો પ્રયત્ન છે. એથી પર્સનલી લખાઈ જાય તો દર ગુજર કરશો.

ગુજરાત બહારના લેખકો શું લખે છે એ જાણવાનો ચસ્કો મને આ પુસ્તક સુધી દોરી લાવ્યો છે. મુખપૃષ્ઠ પરથી ફિલોસોફીકલ વાત હશે એમ માની મેં એ ખરીદેલી. (મને ફિલોસોફી ગમતી નથી એ અલગ વાત થઇ!) મેં એ બુક વાંચી છે. આ કોઈ વિવેચન નથી. પ્રશસ્તિ પણ નથી. મને એમાં જે લાગ્યું લગભગ સાચું દેખાયું એ આપવાનો પ્રયાસ માત્ર છે. (એક જ બેઠકે વાંચી ગયો એવી રસાળ લાગી, રાતની ઊંઘ બગાડીને પણ વાંચવા લાયક લાગી… વગેરે વગેરે સ્કીપ કરું છું 😀 )

ખાસ વાત એ છે કે આ પુસ્તકમાં કોઈ નાવીન્ય નથી. જસ્ટ આંખ ખોલો અને દ્રશ્યમાન થાય એવી કેટલીક હકીકતો વાર્તાના ભાગ રૂપે વણી લેવાઈ છે. જે કહેવા માટે લેખકને ધન્યવાદ આપવા ઘટે. નવલકથાનું પાત્ર ખુદ નવલકથા લખે! – એવું કલ્પન અનોખું લાગ્યું. પાત્રો કદાચ કાલ્પનિક હશે, હોવા જ જોઈએ. પણ એમના વડે બોલાયેલ સંવાદો, ઘટનાઓ, વગેરે વિષે લેખકે ખુદ સંદર્ભો ટાંક્યા છે. ૧૨૭ ગ્રંથોના નામ સરનામાં પ્રાપ્યસ્થાન સાથે. એ કાલ્પનિક ન હોઈ શકે. પોતાને કહેવી છે એ વાત સિવાય કલ્પનાના ઘોડા સાતમા આકાશે વિસ્તારી શકાય એવી ત્રણેક જગ્યાએ લેખકે માત્ર એક દોઢ પેરાગ્રાફમાં પતાવી દીધું છે. અનોખી લેખન શૈલી સિવાય અંતની ઉપેક્ષા કરી માત્ર મહત્વની વાત લખવી, પુસ્તકને મુઠી ઉંચેરુ સ્થાન આપે છે. બુકને અંતે ઘણા છેડા ખુલ્લા રહી જાય છે. લેખક કદાચ ધારત તો આખી સીરીઝ આપી શકે એમ હતા! (આજે લખાય છે એમ વાર્તાને ૧૭ માં પગલે એવો વળાંક આપાય જેથી આગળના ૧૬ ભાગ ન વાંચ્યા હોય તો ચાલત!) મને નથી લાગતું આ વિષયક લેખકે આગળ કઈ લખ્યું હોય.

કોઈ પણ ઉંમરે શીખવું શક્ય છે. સાવ ગામડામાં રહેતા જ્યાં ટેલીફોનની સુવિધા નથી એવા એક ચુસ્ત હિંદુ પાત્રને પુત્રી ઇસ્લામમાં પરણ્યા પછી ઇતિહાસમાં રસ જાગે છે અને કન્નડ સિવાય કશું બોલ્યા કે સમજ્યા નથી એ માણસ અલ્ટ્રા હાયર લેવલની ઈંગ્લીશ પુસ્તકો વસાવે છે. વાંચે છે. એ વિષે નોંધો (જે પણ સમ્પૂર્ણ ઇંગ્લીશમાં) ટપકાવે છે. ૫૪ વર્ષે નાયિકા શીખે છે.

તોડી-મરોડી, મારી-મચડીને ખુદને સેક્યુલર સાબિત કરવાની સરકારી ખેવના પર ધીન્ચકના પ્રહાર કર્યા છે. ઈતિહાસ જેમ છે એમ જ આલેખાવો જોઈએ. ઈતિહાસકારે સરકારી પુરસ્કારો કે વેતન-બહુમાનની આશાએ છેડછાડ કરવી એ ગુન્હો છે. તમે જેમ છે એમ જ મુકો. પબ્લીકને નક્કી કરવા દો શું સારું શું ખોટું. હુલ્લડ કે અશાંતિની આશંકાએ ખોટું પીરસવું એ તો ડાયાબિટીસના દર્દીને ખાંડને સ્થાને સેકરીન વળી ચ્હા અપાયા જેવું થાય! સેક્યુલર વિષે ભાષણો ઠોકતા અને ખુદના અનુભવો વડે દાખલો બેસાડવા સેક્યુલારિઝમ જીવતા નવલકથાના જ એક પાત્રને શું તકલીફો પડી એ પણ બખૂબી દર્શાવાયું છે. હિંદુ પ્રોફેસર કેથલિક પત્ની લાવ્યા. જેમના બે બાળકો. દીકરો પંજાબી કુડી લાવ્યો. પુત્રીને હિંદુ કે ક્રિશ્ચયન પરિવાર ન  મળતા સાઉદી રહેતા ચુસ્ત ઇસ્લામિક પાત્ર સાથે નિકાહ (શરિયત મુજબ છોકરીને ઇસ્લામ સ્વીકાર કરાવીને) કરાવવા પડ્યા! એ સિવાય સાચું જાણતી હિન્દુમાંથી કન્વર્ટ થયેલી મુસ્લિમ નાયિકાને થતા સરકારી અનુભવો સરસ રીતે આલેખાયા છે. (ચર્ચા સભાઓમાં બોલવા દેવામાં પાબંધીથી લઇ આ વિષયક નવલકથા લખવા માટે પોલીસ કેસ અને એના પર્સનલ ગ્રન્થ ભંડારને સીલ કરવા સુધીની કનડગત)

આગળ ઓરીજીનલ જે વાત છે, જે તથ્યો છે, જે વાસ્તવિકતા છે, જે વિવાદ છે એ બધા વિષે તમારે પુસ્તક વાંચવું રહ્યું 😛

ઇતિહાસનું ઈશ્વર જેવું છે. તમે માનશો કે નહી એથી એના અસ્થીત્વને કોઈ કરતા કોઈ ફર્ક પડવાનો નથી. વાસ્તવિકતા સ્વીકારી અને એમાંથી ધડો લેવાવો જોઈએ. હિટલરના નાઝીવાદ સામે જર્મન પ્રજાનો સ્વીકાર અને માફી આપણી સમક્ષ છે જ. પ્રજાને થવું જોઈએ કે આ નિર્ણયો અમારા વડવાઓના હતા. જેની અમને પારાવાર તકલીફ છે. પૂર્વજોએ કરેલી ભૂલો અમે વખોડીએ છીએ. (જોકે પૂર્વજો કહેવા એ મિથ્યા છે. હાલમાં હિન્દુસ્તાનમાં વસનારમાંથી સાચા મુસ્લિમો કેટલા?! ) અને આ ભૂલો અમે રીપીટ નહિ કરીએ. એ હિમ્મત, એ નૈતિકતા બતાવવાની વાત છે. બાકી…………………

અંડ ફોડી નાખ્યો છે એથી કઈ પુરુષત્વ થોડી નાશ પામ્યું છે?

~એજ તન્વય..!
ફોટો કર્ટસી : ફેસબુક મિત્ર નિધિ શીયલ