ઘટો ઘટ એમ…….. મેઘાણી (ભાગ ૧)

ઝવેરચંદ મેઘાણી… એટલે કોણ ? હું એમને એક સાહિત્યકારથી વધુ કાંઈ નોહ્તો સમજતો. (કેટલો નાદાન!) પરંતુ વાસ્તવમાં ઝવેરભાઈ કાલિદાસ મેઘાણી…કોણ હતા એનો તાદ્રશ્ય નજારો જોવા મળ્યે એ ધન્ય ઘડીએ… જયારે બુક ફેરના છઠ્ઠા દિવસે નોહ્તું જવું અને પગ ખેંચી ગયા! બેઝીકલી ગઝલ, કાવ્યમાં રસ ખરો…. પણ લોક સાહિત્યનો પરચો………. બાપ રે ! ઝબ્બરનો બાકી હોં…… હારા હંધાય કાનું હવળા થે જ્યા..! મારા પોતાના હથોડા પર આજે કન્ટ્રોલ કરી….. શ્રી વસંતદાન ગઢવી (વી. એસ. ગઢવી) એ શબ્દ દેહે રજુ કરેલ ઝવેરભાઈને માણીએ… (યાદ રહ્યું છે એટલું… એ દિવસે કોઈએ કાગળ પણ નોહ્તો આપ્યો સો સેડ)

Image
****
૧૯૪૩ થી… મેઘાણીભાઈનું…. લોક સાહિત્યનુ ગ્રંથીકરણ થવાનું શરુ થયું. ત્યારે ઉડીને એક વાત આંખે વળગી… આ લોક સાહિત્ય એટલે શું ? એ ક્યાંથી આવ્યું ? કોણે લખ્યું ? લોક સાહિત્ય આવ્યું લોકો માંથી! લોકો થકી, લોકો વડે બોલાયેલું, ગવાયેલું, જીવાયેલું, જીવન, લોક જીવનનું સંવર્ધન, સામાન્ય લોકોની અસામાન્ય વાતો… એટલે લોક સાહિત્ય! અને એ સાહિત્યને ચિરંજીવ કરનાર, શિક્ષિત સમાજને એક વણ ઓળખાયેલા ચોથા પાંચમાં વિશ્વના અશિક્ષિત લોકોની ઓળખાણ કરાવનાર ઝવેરચંદ મેઘાણી!

ગીતો તો… અનાદિ કાળથી ગવાયા છે અને ગવાતા રહેશે. નરસૈયા, દયારામ, દલપતરામ, પ્રેમાનંદ થી ય પહેલા… ગવાયા, પડઘાયા, ઓળખાયા, રમાયા, જીવાયા હશે! લોકગીત લોક સાહિત્ય એટલા માટે અમર છે કારણકે એ લોકો વડે જીવિત છે! લોકોમાં જીવે છે! સામાન્ય લોકોની અસામાન્ય વાતો એટલે જ તો લોક સાહિત્ય!

ધોબીના કપડાં પછાડતા આવતા તાલે જે ગીત ગવાયું હશે, એ આજ તો હશે?!
દરણું દળતા ડોશીમાં ઘંટીના તાલે જે કૃષ્ણે યાદ કરતા પ્રભાતિયા ગાતા હશે, એ આજ તો હશે?!
વલોણાંના તાલે છાસ વલોવતી સન્નારીઓ જે ગાતી હશે, આજ તો હશે?!
વણકરે કપડું બનાવતા જે દિલથી ગાયું હશે, આજ તો હશે?!
પ્રગલ્ભા ગુજરાતણોના ગરબા… જેમાં ટોળાની અરાજકતા નહિ… પરંતુ સમુહની સમાધીનતા દર્શાય ત્યારે ગવાતું સંગીત….. આજ તો હશે ?!

તમે જોશો કે.. પુરાતન કાળ… કાલિદાસના વખતથી કવિઓ ને વર્ષા ઋતુનું વિશેષ આકર્ષણ રહ્યું છે. પણ આખાય વિશ્વમાં વર્ષના આગમનની સૌથી પહેલી ખબર આકાશના બદલાતા રંગો વડે ગોપ ગોવાળોને પડે છે ! કેમ નહિ આખરે વર્ષા એજ તો એમનો ઈશ્વર છે ! અને એમના ગોપનાયકને આમન્ત્રણ…….. વાં વાયાને વાદળ ઉમટ્યા…. ગોકુળમાં ટહુક્યા મોર… શામળિયા હવે આવો.. આપણે રમીએ.. હવે વખત થઇ ગયો…. અને એજ ગોવાળો વરસાદના મોડા પડવાની કે ન આવાની ફરિયાદ પણ કરે જ છે ને ! ઘાણ વ્સુક્યા, કુવા હેઠા ઉતર્યા, ધાન સુક્યાં, ધન ખૂટ્યા… હવે શું કામ આવ્યો ? જયારે ગામ તારું કરવું પડ્યું અમારે ?!
****

Image
આવી તો કૈંક વાતો, દાખલા, સત્ય ઘટનાઓ ધરબાયેલી પડી છે. લોક સાહિત્ય કોઈ કરતા કોઈ કાળે ફેન્ટસી મને તો ન લાગી ! નારી વાસ્તવિકતા… લોકો વડે જીવાયેલી, જીરવાયેલી માત્ર વાસ્તવિકતા…. ઘણા બધા પ્રસંગો યાદ કરાવ્યા જેમાંના બે આપની સમક્ષ મુકું છું… (બેક ટૂ ગઢવી સાહેબ)
****
બગવદરના હેલીબેન.. પાક્કા મેં’ર…. પાસે જયારે મેઘાણીભાઈ કાવ્યો લખવા ગયા ઠરે એમને જોતા જ હેલીબેન છક્ક થઇ ગયા’તા ! રાજ મેહમાન પણ લેશ માત્ર અભિમાન નહિ ! નીચે બેહી જાય, રોટલા જાતે ટીપે, જેમ કયો એમ કરે! હેલીબેન ગામડાના માણહ. એટલે બોલતા ના ફાવે…. ગાઈ હ્મ્ભળાવે ને મેઘાણી મુંડી ઘાલી લખ્યા કરે !.. ઈમને ગાતા જોઈ આસ પાસની મેં’ર બાઇયું ભેળી થઇ ગઈ… ને પસી તો આખો દન ગીતો રાહ્ડા હાલ્યા… રાતે મેઘાણીને કીધું : અમને હામ્ભલ્યાં… હવે તમે ગાઓ… ને મેઘાણીને હામ્ભ્ળી, હેલીબેનતો દંગ રી જ્યાં..! એમના કરતાય સારા લય તાલ સાથે એમના જ ગીતો આ બારથી આવેલો લંબર મુછીયો ગાતો ‘તો ! હેલીબેનને ઘેર જ વાળું કરી, હવારે ચાર ગાઉં છેટે આવેલા બરખલા જાવા માટે તૈયાર ગાડું જોઈ મેઘાણી બોલ્યા : બા આ શું ?
હેલીબેન ગળગળા સાદે બોલ્યા : ભા, ગાડું સે…. ચાર ગાઉની મુસાફરી સે એટલે…
પછી મેઘાણી બોલ્યા : ખાસ કરવો વિના એક સજીવે બીજા સજીવનો ભાર શાને વેઢારવો ??!! હું હાલીને જ જઈશ !
પરજીવ માત્ર પર આવી માણસાઈ આવડા મોટા રાજ કવિમાં જોઈ હેલીબેન એમને આવજો ન કહી શક્યાં… ગળે બાઝેલા ડુંમાં ને લીધે! હું જયારે હેલીબેનને મળ્યો ત્યારે મેં એમની ૯૩ વર્ષની પાકટ છતાં ભીની આંખે મેઘાણીને સદેહે જોયા ! આહ્હ્હ..શું જીવંત મુલાકાત હતી એ…….. માત્ર એક દિવસની !

મહુઆ પાસેનું ખારવા ગામ. જ્યાં એક વૈષ્ણવ શેઠને ત્યાં ભગતબાપા સાથે મેઘાણીને જવાનું થયું. ત્યાં શેઠનું વહાણ ભરાતું હતું…… જેમાં એક ડોશી પણ ઇંટો ભરતી દેખાણી… મેઘાણીથી રેવાયું નૈ ને પુસી બેઠા ડોશીને : માં, આટલી ઉંમરે આવી મજુરી ? છોરો કપાતર નીકળ્યો કે શું ?

ડોશી : ના ભાઈ એ શું બોલ્યા… છોરો તો હતો તારા જેવો.. આ શેઠનું વ્હાણ લઈને જ્યો તો દરિયામાં…… દરિયાને ય ગમી ગયો… તે રાખી લીધો !

મેઘાણી : તે બ… આ શેઠ પાહે વળતર માગ્યું? ન દે તો હું વાત કરું ? મેં’માન સુ એનો… વાત નૈ ટાળે !

ને ડોશી બોલ્યા : ના ભાઈ, મારા છોકરાને હાથે શેઠું આવડું મોટું વ્હાણ ડૂબ્યું…. ને હું વળતર માંગું તો મારી માણસાઈ લાજે દીકરા……….

ડોશી તો આટલું બોલી હાલતા થઇ ગયા.. પણ મેઘાણી ન્યા ને ન્યા જ પોક મેલી રડવા બેહી ગયા! ને પાહે ઉભેલા ભગત બાપાને કીધું….. : બાપા આ શેઠ અને આ ડોશી…. બે માં વૈષ્ણવ કોણ ??!!

જીવતાની હારે જે જીવતો હોય એને જ અધિકાર હોય “પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ…. ” લખવાનો, બાપલીયા!

મેઘાણી ૨૨ માં આવ્યા કલકત્તાથી… ને ૪૭ માં તો હાલી નીકળ્યા…પણ એ પચ્ચીસ વર્ષોમાં ૨૫૦ વર્ષોનું કામ કામ કરી ગયા…! એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપનાર, ગાંધીજીએ એમની શ્રદ્ધાંજલિમાં ફૂલછાબમાં લખેલું : “અત્યારની પરિસ્થિતિના ડોહ્ળાયેલા જનજીવનને નીરક્ષીર તારાવનાર જ ખરા સમયે ચાલી નીકળ્યો! હવે એની ખોટ નહિ પુરાય.

ઝવેરચંદ મેઘાણીને સાદર પ્રણામ………..

Image

****

લોકસાહિત્ય અને એના પર્યાય એવા મેઘાણીનો પરિચય…. એ સંશોધનમાં જાત ખૂપાવી દેનાર.. વી એસ ગઢવી સાહેબના શબ્દોમાં ! થેન્ક્સ AMC વન્સ અગેઇન ! ફરીથી કહું ચુ, મને લોક સાહિત્ય વિષે કોઈ જ ભાન નોહ્તું અને એ ૫૫ મિનીટ પછી હું મારી જાતને સાવ વામણી અનુભવવા લાગ્યો હતો.

સોરઠી સંતો, સૌરાષ્ટ્રની રસધાર, સાવજ વીર, જેસલ તોરલ, સત દેવીદાસ….. નામ જ સાંભળ્યા હતા.. આજે પરિચય થયો હતો. ભલે હું છંદ શીખી રહ્યો છું……પણ સાચું કહું તો PHD માટે ય મેઘની થી વધુ સારો વિષય કોઈ હોઈ ન શકે. શીખવો તો મેઘાણી!

લોક સંગીતનો ખરો જસલો, કલાકારોની કળા અને મેઘાણીનો વધુ પરિચય…. આવતા અંક માં………… (બો લોંબુ થે જાય પસે ! )

નેશનલ બુક ફેર, અમદાવાદ

કાવ્યને સંગીતની કાખઘોડીની જરૂર નથી!

શબ્દો છે તો સંગીત છે.

કાવ્યને સંગીતમાં રજુવાત કરવી એ એક કાવ્ય પ્રસારનું માધ્યમ છે! ગુજરાતમાં સંગીત બે પ્રકારે વહેંચી શકાય.સુગમ સંગીત અને કાવ્ય સંગીત. સુગમ એટલે જે સુગમ અર્થાત સારું ગમે એવું શાસ્ત્રીય રીતે સ્વીકારાયેલું હોય, જેમાં કદાચિત શબ્દ, કાવ્યને અવકાશ ન પણ હોય! જયારે કાવ્ય સંગીતમાં એવો કોઈ બાધ નથી. ગુજરાતમાં સંગીત આજકાલનું નથી. વર્ષો સદીઓથી ચાલ્યું આવે છે. એ તો છે, લગ્નગીતોમાં કોરસ લેતી સ્ત્રીઓનું પણ, અને દુહા આલાપતા અસ્સલ કાઠીયાવાડીનું પણ!

કાવ્ય સંગીત એના ઉદભવથી લઇ પ્રચલિતતા વિષે આશરે વીસેક મીનીટની અર્થપૂર્ણ જાણકારી આપ્યા પછી, સંચાલક શ્રી તુષાર શુક્લે (હા, મારા માટે આજે જે બે મોટ્ટા સરપ્રાઈઝ હતા, એમાં નું એક કાર્યક્રમના સંચાલન તુષારભાઈ ખુદ કરશે!) જયારે શ્રી મનહરભાઈ અને સાથીઓને (આ બીજું સરપ્રાઈઝ!) કાવ્ય સંગીત પીરસવા માટે આમત્રણ આપ્યું, ત્યારે એમને આખ્ખા ઓડીટોરીયમમાં બેઠેલી ચિક્કાર મેદની એક સાથે તાળીયોના ગડગડાટ સાથે વધાવી લીધા. શ્રોતાગણની ઉત્સુકતા અને રસપ્રયાણતા નિહાળી ખુદ મનહરભાઈ બોલી ઉઠ્યા : “હા, આજે ગઝલ એના શ્રેષ્ઠ સ્થાને છે!” જયારે તુષારભાઈએ કહ્યું, “ઓડીયન્સમાં માથે કાળા વાળ વાળા શ્રોતાઓની હાજરી જોઈ લાગે છે, ગુજરાતી ગઝલનું ભવિષ્ય ખાસ્સું ઉજ્જવળ છે!”

વક્રતુંડ મહાકાયના શ્લોકથી શરૂવાત કરી, મનહરભાઈએ પહેલી રચના જનાબ આદિલ મન્સૂરી (જેમને અમદાવાદને દિલથી માણ્યું છે)ની રચના જયારે પ્રણયની જગમાં…. એમના જ મુક્તક થી કરી…
****
એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ,
કોણે કહ્યું કે લયને આકાર નથી હોતા, એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

આદિલ સાહેબ અને એમનો અમદાવાદ, ખાસ કરીને માણેકચોક પ્રેમ યાદ કરતા તુષારભાઈએ એક સ રસ શેર સંભળાવ્યો :

અત્યંત ખાનગી એવી વાત વિષે,
જાહેર સભાઓ ભરાય છે, માણેકચોકમાં!
http://youtu.be/iYPGYKvZsTo
****
બીજી ગઝલ જનાબ બરકત વિરાણી “બેફામ” સાહેબની… થાય સરખામણી તો….. જેના અન રેકોર્ડેડ શેર સાથે અહી આપની સમક્ષ મુકું છું…

થાય સરખામણી તો ઊતરતા છીએ તે છતાં આબરુને દીપાવી દીધી
એમના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી

ઘોર અંધાર છે આખી અવની ઉપર તો જરા દોષ એમાં અમારોય છે
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

આ જગત ને અમારું જીવન બેઉમાં જંગ જે કંઈ હતો જાગૃતિનો હતો
જ્યાં જરા ઊંઘમાં આંખ મીચાઈ ગઈ ત્યાં તરત તેગ એણે હુલાવી દીધી

બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી કોઈએ જાળ પંથે બિછાવી દીધી

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે વાટ કિંતુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો એને આખી કહાણી સુણાવી દીધી

દિલ જવા તો દીધું કોઈના હાથમાં દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ
સાચવી રાખવાની જે વસ્તુ હતી એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી

જીવતાં જે ભરોસો હતો ઈશ પર એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલેને તરાવી નહીં લાશ મારી પરંતુ તરાવી દીધી

-બરકત વિરાણી ‘બેફામ’
http://youtu.be/H686ptl6-IA
****
મનહરભાઈ ત્રીજી રચના લઈને આવ્યા જનાબ મરીઝ સાહેબની… મુક્તક સાથે….. જેને પણ અહી અન રેકોર્ડેડ શેર સાથે મુકું છું.

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી. એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’ દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.

ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.

~મરીઝ
http://youtu.be/vED8FNTEfGE
****
કવિ માત્ર ચાર લીટીમાં કેવી કેવી અંધારી વાત સમજાવી જાય છે… એવા થોડા ઘણા દિલને અડે એવા શેરોની રમઝટ વડે મનહરભાઈએ ખુબ સુંદર વાતો કરી…. જેમાં આજના યુગનું મુક્તક ડો. મુકુલ ચોક્સીનું…. હાસ્યની છોળો ઉડાવી ગયું!

કોણ ભલા ને પૂછે છે, અહી કોણ બુરા ને પૂછે છે. મતલબથી બધાને નિસ્બત છે, અહી કોણ ખરા ને પૂછે છે.
અત્તરને નીચોવી કોણ પછી, ફૂલોની દશાને પૂછે છે. અરે સંજોગ ઝુકાવે છે, નહિ તો કોણ ખુદા ને પૂછે છે.

~ કૈલાસ પંડિત

સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી નિયમ છે પ્રેમનો સાદો કે એ ટકતો નથી
તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો અને મારો સાદો નિયમ છે, હું ભટકતો નથી

~ મુકુલ ચોકસી

એવું નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ. પણ જો પડ્યા તો બેઉને પરવડવું જોઈએ
જો સાચવી ન શકો તો કાઈ નહિ, બસ બહાનું સારું કાઢતા આવડવું જોઈએ!

~મુકુલ ચોક્સી

****
પછી આવ્યો વારો હાલરડાંનો! દીકરો અને દીકરી બંને હાલરડાં સંભળાવી, મનહરભાઈએ સૌને મંત્ર મુગ્ધ કરી દીધા….
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

~કૈલાસ પંડિત
http://youtu.be/9U0uVIW7ZpM
****દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર

દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માતપિતા નું ધન્ય થયી જાય
એક જ સ્મિત માં તારા ચમકે મોતીડા હાજર
દીકરી મારી લાડકવાયી

ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ
રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર
રૂપ માં તારા લાગે મને પરી નો અણસાર
દીકરી મારી લાડકવાયી

કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે
પ પ પગલી ચલાવતા બાપ નું હૈયું ઝૂમે
દીકરી તું તો માતપિતા નો સાચો છે આધાર
દીકરી મારી લાડકવાયી

હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવું
હાલરડાં ની રેશમી રજાઈ તને હું ઓઢાડું
પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર
દીકરી મારી લાડકવાયી

દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર

~મુકેશ માલવણકર
http://youtu.be/9Hj9fflciII

એમાય ઓડીટોરીયમમાં હાજર સૌ નાના નાના ભૂલકાઓને મંચ પર બોલાવી, બાળકોનો “સાચો” ઉપયોગ કર્યો ! બાકી આવા સમારંભમાં બાળકો ફરમાઈશની ચિઠ્ઠી પહોચાડવાના કામે જ આવતા હોય છે !

હાલરડું શબ્દ ખુબ સ રસ છે! હાલરડું એટલે હાલ જે બાળક રડતું હોય એ છાનું રહી જાય એ! માંના ગર્ભ જેવા ખોયામાં સુતેલા બાળકને સુવડાવતી માં…. આનાથી વધુ સારું દ્રશ્ય આ જગતમાં શું હોઈ શકે?! ધાર દાર વ્યંગ : જોકે ડોકટરો હવે ફ્લેટ ઘોડીયાની તરફેણ કરે છે! જેથી બાળકની કરોડરજ્જુને નુકસાન ન થાય! પણ આજેય એ ડોકટરો અને બીજા ઘણા એવા કમ્મરેથી વળ્યા નથી જેઓ ખોયા માં સુતા હતા!

~તુષાર શુક્લ
****
ત્યાર બાદ વારો આવ્યો પ્રચલિત અને એમાય પ્રેમીઓના “રાષ્ટગીત” એવા વેણીભાઈ પુરોહિત વડે લિખિત, અજીત મર્ચન્ટ વડે સ્વરાંકિત અને ગાયક શ્રી દિલીપ ધોળકિયાની મહેનતથી બનેલું, ફિલ્મ દીવા દાંડી નું “તારી આંખનો અફીણી ” સમગ્ર ગીત આપની સમક્ષ….

ગીત વિષે તુષારભાઈએ ખુબ સરસ અને રસાળ વાત કહી… ગવાય છે સોલો અને પાછળથી ફીમેલ કોરસ બની જાય છે ! સ્ત્રી અને ખાસ કરીને પ્રેયસી કે પત્ની, એક જ લીટીમાં ત્રણ ત્રણ વિશેષણો સાંભળી સૌથી મહત્વની વાત ભૂલી જતી હોય છે! “એકલો” ! જે પુરુષનું પ્રતિબિંબ છે.. પણ સ્ત્રી તો બસ, તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પુનમનો પાગલ… જાણે કે અમારા માટે જ ગવાય છે એમ માની સાથે આવેલાંને પણ ભૂલી જતી હોય છે!

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

~વેણીભાઈ પુરોહિત
http://youtu.be/F0jMptcMx8I
****
ત્યાર બાદ… એમના તદ્દન નવા આલ્બમ માંથી મુકેશ માલવણકર વડે લિખિત માતા-પિતાની વાત કહેતું દર્દભર્યું ગીત…. “પિતા કદી મરતા નથી, પિતા હંમેશાં સંતાનોમાં દેખાય, પિતાના દેનના મૂલ્ય, કદીયે સૂકવ્યા ના સૂકવાય…” રજુ કરી સૌ કોઈ ને આજની વાત વિચારવા પર મજબુર કરી દીધા…
****
અને ત્યાર પછી આવી…….. જેનો સૌ કોઈ ને આતુરતાથી ઇન્તઝાર હતો એ… જનાબ બરકત વિરાણી “બેફામ” સાહેબની એવરગ્રીન ગઝલ “નયનને બંધ રાખીને”! ગઝલના સંદર્ભમાં તુષારભાઈએ સ્ત્રીઓની માનસિકતા પર ખુબ જ હળવી રમુજ આપી… પહેલા જ મિસરા પર સ્ત્રી એટલી ઓળ ઘોળ થઇ જાય છે કે બાકીનો મિસરો જે ખરેખર વધુ પ્રેમના ઊંડાણ દર્શાવે એ દબાઈ જાય છે! “તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે!” આવું ક્યારે શક્ય બને ? જયારે કોઈ ક સાચો સાચ દિલમાં વસ્યું હોય ત્યરે જ ને?! પણ હા, તસ્વીર એક જ હોવી જોઈએ….. આલ્બમ નહિ…………!!!!!!!!!!! રજુ કરું છું… અન રેકોર્ડેડ શેર સાથે……જે પાછળથી એકલો જ ગઈ સંભળાવ્યો…..

બીજાની જેમ જ તમે પણ એને પાગલતા ગણી લેશો
નથી હારે છતાં મેં મારી હારે તમને જોયા છે.
………
અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહીં પાછા નયન ના નુર ને વાળી શક્યો નહીં
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને તે આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહીં

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

ઋતુ એકજ હતી પણ રંગ નો’તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે

નહીંતર આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે

ગણી તમને જ મંઝિલ એટલા માટે તો ભટકું છું,
હું થાક્યો છું તો એક એક ઉતારે તમને જોયા છે.

નિવારણ છો કે કારણ ના પડી એની ખબર કંઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.

બીજાની જેમ જ તમે પણ એને પાગલતા ગણી લેશો
નથી હારે છતાં મેં મારી હારે તમને જોયા છે.

નથી મસ્તી મહોબ્બત એવું કંઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચું છે અમે એના મઝારે તમને જોયા છે.

~બરકત વિરાણી “બેફામ”
http://youtu.be/iyOTewbLyJA
****
ત્યાર બાદ…. મનહરભાઈએ પોતાના અપ્રિતમ ગીત “હર કિસીકો નહી મિલતા યહાં પ્યાર ઝીંદગીમેં ” સાથે શ્રોતાગણ અને આમત્રિત મહેમાનો સાથે મિલાપ કરતા AMC અને આયોજકોના આભાર સાથે……એક સાચા મિલનસાર ગુજરાતીને છાજે એવું ભલે ઇંગ્લીશમાં પણ “લવ યુ અમદાવાદ” કહી.. સમાપન કર્યું……… અને સમારંભનો પહેલો મુકામ પૂર્ણ થયો….. ગઝલના અપ્રિતમ યુગ સાથે…
****
તને પ્રેમ કરું છું…. હું તને પ્રેમ કરું છું…..
જાણું નહિ કે કેટલો ને, કેમ કરું છું….!!

અરે અરે..! આટલું વાંચનાર સાચ્ચે જ હકદાર હોય આ પંક્તિના! પણ એ તો છે સમારંભના બીજા દોરના પ્રથમ ગીતની…પંચોળી સાહેબની રચના! (કઈ ઊંધું ન લેતા દોસ્તો) ત્યાર બાદ સૌમિલભાઈ, આરતીબેન, જેવા ઘણા દિગ્ગજોની કળા પેશ થવાની બાકી હતી… પરંતુ મારે સમયના અભાવે ભાગવું પડ્યું…

સો સેડ યાર… પણ ખુશી એ વાતની છે… તુષારભાઈ અને મનહરભાઈ બંનેની જુગલબંધી સાથે બે સવા બે કલ્લાક ક્યાં વીતી ગયા.. ખબર ન પડી. મારી જેમ જ આખું ઓડીયન્સ, આખો કાર્યક્રમ માણવા એઝ ઈટ ઈઝ હતું! ચિક્કાર મેદની અને ઓડીટોરીયમની બહાર મુકેલા સ્ક્રીન પર પણ એટલી જ સંખ્યામાં દર્શકો કાર્યક્રમને નિહાળી રહ્યા હતા. સાચ્ચે છોટી કટિંગનું રસિક મારું અમદાવાદ………. સાહિત્યપ્રેમી બની ગયું…. લવ યુ અમદાવાદ…. અને આભાર AMC

Image

સિર્ફ તુમ અને હમ તુમ…….

Image

ગઈ કાલે એક આઇડીની ફેસબુક પર એક ફ્રેન્ડ રીક્વેસ્ટ આવેલી. (એને જોયા વગર થો કઈ રીતે જાતી નક્કી કરું ? એટલે આઈડી જ ગણાય પહેલી વારમાં તો ! ) આદતને વશ થઈને એમનું અબાઉટ વાંચવા માટે ખોલ્યું. વાહ! શું રેંજ હતી લાઈક્સની! મુવીઝ માં સ્કુબી ડુ, શેરલોક હોમ્સ સાથે ટાઈટેનિક અને હમ તુમ, બુક્સમાં ચેતન ભગતની થ્રી મિસ્ટેક્સ થી લઈને ધ કાઈટ રનર, મ્યુઝીકમાં મહેંદી હસનની સાથે બોન જેવી… પહેલીજ વારમાં શબ્દો સરી પડ્યા… વાઉ..!

ત્યારે બીજી એક આઈડી યાદ આવી ગઈ. જેની રીક્વેસ્ટ પંદરેક દિવસ પહેલા એક્સેપ્ટ કરેલી. એમાં એમને મોવીમાં બેજ નામ સિલેક્ટ કરેલા. એક પહેલું ધમાલ ઠીક છે એમને ગમ્યું હશે…. પણ બીજું હતું….. “સિર્ફ તુમ”! વાહ ! સિર્ફ તુમ ને પસંદ કરનારા પણ હજી જીવે છે આ દુનિયામાં! (સિર્ફ તુમ વધુ માહિતી ગુગલેશ્વર પાસે જઈને પૂછી લેવી)

અને સવાલ આવ્યો. (હાસ્તો એકાઉન્ટ્સનો માનવી સવાલ જ પુછશે ને!) શું સાચો પ્રેમ હજીય લોકો સમજે છે ? પહેલી વાર મેં એ મુવી જોયેલી ત્યારે મને થોડી હમ્બગ જેવી લાગેલી! સીરીયસલી! બટ ત્યારે ઉંમર અત્યારથી અર્ધી હતી. હા, સોન્ગ્સ એઝ યુઝવલ સારા હતા એટલે ગમેલા. પણ અત્યારે એ જ ઉમરની ૧૭-૧૮ વર્ષની કોઈ વ્યક્તિ, સિર્ફ તુમ પસંદગીમાં મુકે, તો એ જરૂરથી એને મુવી જ ગમી હશે. બાકી હીરો હિરોઈન તો જવાદો….. સોન્ગ્સ પણ આજે ૧૪ વર્ષ પછી યાદ રહે એટલા ઝક્કાસ નોહતા!

હા, હું આજે ઘણા વર્ષો પછી એ મુવી પસંદ કરું છું.. ડીટ્ટો લમ્હે! જે એના સમયથી ખાસ્સી પહેલા બનેલી એટલે ફ્લોપ ગઈ હતી. કેમ કે હવે લાગે છે, પ્રેમ વ્યક્તિ કે ઉમર કશું જ નથી જોતો! બટ આજની યુવા પેઢી અમારી સાપેક્ષ વધુ શાર્પ, વધુ ક્લીયર માઈન્ડ સેટ સાથે, જાતને વધુ સારી રીતે સમજી, ઓળખી, પચાવી શકે છે.

હેટ્સ ઓફ યંગસ્ટર્સ…. મને આપની પેઢી પર માન  છે. જે હજીય એક જ સંબંધ આજીવન કાયમ રહે એવી થીમ ધરાવતી……..સિર્ફ તુમ અને હમ તુમ કે પછી કોઈકને કારણે મૃત્યુ વાહલું કરી શકાય એવી ટાઈટેનિક જેવી મુવીઝ પસંદ કરે છે! મોજ મસ્તી, ફલર્ટ, કે પછી બ્રેક અપ………. એક હદ સુધી સારું છે…. બાકી આખી જિંદગી માટે તો સમજદાર એવા કોઈકના સાથની જરૂર પડે છે… જે તમે બખૂબી ઓળખી ચુક્યા છો. 🙂

ગૃહિણી….


આળસને લીધે- હા, સમય ઘણો થઇ ચુક્યો છે એટલે એક્ચુલી વાત શું થઇ હતી એ શબ્દશ: નથી મૂકી શક્યો- લખી નોહ્તો શક્યો, પણ વાત તો એ જ ઘુમરાતી હતી અત્યાર સુધી. ને આજે તો બધી શક્તિઓ (હાસ્તો એક વાર આળસ નામના પ્રાણીને સામે પડજો તો ખરા !!) કામે લગાડી શરુ કરી જ દીધું ! થોડા વખત પહેલા એક ભાઈએ બીજા કોઈકની પોસ્ટ શેર કરી હતી. જેના લખાણ પ્રમાણે… “કૌટુંબિક જીવનમાં ભંગાણ…. માત્ર અને માત્ર “ગૃહિણી” કરે છે !” મેં સ્વભાવ ગત ડીસ એગ્રી કર્યું અને કોમેન્ટમાં એમણે કૈંક કહ્યું. વળી પાછો જવાબ દીધો ભાઈ, જે કઈ દેખાય છે એ અપવાદ છે બાકી “ગૃહિણી” જેટલી સમજદાર વ્યક્તિ આખી દુનિયા માં નહિ જડે, છતાય ન માન્યાં! (હશે જેવી જેની દ્રષ્ટિ, ભોગ એના મારે શું! )

વિષય જ એવો છે કે સહેજ પણ ગોતવા ન જવું પડ્યું. એને બદલે ઉડીને આંખે વળગે એવા કેટલાક ઉદાહરણો આવી પડ્યા નજર સમક્ષ. ચાલો થોડી સાચી ઘટનાઓ (નામ બદલીને ) શેર કરું આપની સાથે…….

દીક્ષીતાભાભી અને ભાર્ગવભાઈ. અરેંજ મેરેજ. બે બાળકો .  ૧૫ વર્ષના લગ્ન જીવન પછી ય ભાભીને માર પડે છે અને ભાઈ બહાર બીજે ક્યાંક………..જે વાતની ભાભીને ખબર છે છતાં માત્ર એમના “કૌટુંબિક જીવન” અને બાળકોને ખાતર બધું જ સહે છે ! ભાઈ “પી” ને રાત્રે ઘેર આવે એટલે શરુ થઇ જાય ! “તું ગમતી નથી” ટાઈપની બબાલ ! અલ્યા નોહતી ગમતી તો બાળકો ???!!! …………ભાર્ગવભાઈ msc થયેલા છે !

જ્યોતિકાકી છેલ્લાં ૨૩ વર્ષથી ટીફીન સર્વિસ કરે છે ઘેરથી. જ્યારથી સુરજકાકા કમાતા નથી! એક સમયે એ રોજના ૩૦૦…. રીપીટ ૩૦૦ ટીફીન બનાવતા! (અમેઝિંગ ને. કેમ નહિ. “ગૃહિણી” છે ભાઈ!) પતિને “પીવા” માટે પણ પત્ની પૈસા આપે છે ! રોજ ના ૧૫૦ લેખે! કાકી હજીય આ વૈતરું કરે છે બસ માત્ર “કૌટુંબિક જીવન” બચાવવા માટે ! (જેનું કોઈ કરતા કોઈ અસ્તિત્વ નથી ! ) … કાકા સિવિલ એન્જીનીયર છે !

જીજ્ઞાકાકી મોટી દીકરી પરણી ચુકી અને નાની ની વાત ચાલે છે…. દવે કાકા એડવોકેટ છે અને એમના ઘેર પાડોશીઓએ પોલીસ બોલાવી ઘરેલું હિંસા ૪૯૮/સી અંતર્ગત fir ફડાવી છે ! અહી પણ કાકી એજ “કૌટુંબિક જીવન” જ સાચવી રહ્યા છે !

દિનેશભાઈ નામના પતિને નશાની દવા માટે શ્રદ્ધાબેન એક ગૃહિણી જ પૈસા આપે છે… કેમ કરી ઘર કંકાસ ન થાય અને “કૌટુંબિક જીવન” સચવાઈ રહે !

પંચાલ ભાઈ (પાંચવી ફેલ ) એમના પત્ની પર ૨૧ વર્ષના લગ્ન જીવન પછી પણ ભરોસો નથી મુકતા. દરેક વસ્તુનો હિસાબ જાતે રાખે છે. છતાં એમના પત્ની. (ડબલ ગ્રેજ્યુએટ) કેમ રોકાયા હશે ત્યાં ?? એજ કારણ હશે ને, “કૌટુંબિક જીવન” !

રોઝીને એનો પતિ, પ્રેમલગ્ન હોવા છતાં પસંદ નથી કરતો ! અને એ જ બબાલ હોવા છતાં રોઝી એક જ વસ્તુ માટે રોકાઈ રહી છે, “કૌટુંબિક જીવન”

આવા તો એકોનેક દાખલા છે (આ તદ્દન સાચી ઘટનાઓ જીવાઈ રહી છે મારી આસ પાસ ) જ્યાં “ગૃહિણી” સમ્પૂર્ણ ત્યાગ અને સમર્પણ સાથે પોતાના પતિ અને બાળકોને પાળી ફરી થી કહું છું ………. પાળી રહી છે !

અને એ ઘટનાઓ બહાર નથી આવતી… કારણકે એની ગૃહિણી બહાર નથી આવતી ! હેટ્સ ઓફ ધેમ ! અને સમાજ ….. જાણતા હોવા છતાં નજર અંદાજ કરી દે છે આ ઘટનાઓ ને … સમજે છે આ તો “રૂટીન” છે ચાલ્યા કરે..!!

પણ જયારે કોઈ સ્ત્રી….. વેદના સહન કરવાને બદલે પરિસ્થિતિ બદલવા બહાર નીકળે ત્યારે….. “કૌટુંબિક જીવન”ના ભંગાણ પાછળ એને દોષી સમજે છે… કે એને સમજદારી થી કામ લેવું જોઈતું હતું…!!! સાલા પુરુષ ગામ આખામાં કુતરો બની ફરતો રહે એનું કઈ નહિ… અને સ્ત્રી ઢોર બનવાની “ના” પાડે એમાં દોષિત થઇ ગઈ..??!!!! ફટ્ટ છે આવા સમાજ ને, જે ને સાચી વાત દેખાતી જ્જ્જ્જ નથી..!(એલ્સ જોવી નથી) તમને એમનામાં રોમાન્સની કે અન્ય કોઈ પણ કમી લાગે છે તો લગ્ન શું કામ કર્યા ને ચાલો કરી લીધા બાદ ખબર પડી તો હવે તો છોડો, પકડી શું કામ રાખી છે ???

સ્ત્રીને પણ સંપૂર્ણ હક છે જ… પોતાની જિંદગીના નિર્ણય માટે…. હું બિરદાવું છું સિંગલ પેરેન્ટ તરીકે રહેતી સ્ત્રીઓને …. એ સમર્થ છે પોતાની અને પોતના બાળકોની સંભાળ રાખવા ને પતિ કે પુરુષ ઘણા ઓછા જોવા મળશે માં અને બાપ બન્ને ની જવાબદારી નિભાવતા……

કારણકે ……… માં બનવું ઘણું અઘરું હોય છે !

~એજ ને..!
આક્રોશ તો ઘણો હતો…. સમય સાથે ઓસરી ગયો છે. સૌજન્યશીલ ભાષામાં આટલું તો કહેવાયું …..

 

શ્રીજી અને માતા જી…..

જય અંબે મિત્રો…!
=======================================
આજે વાત કરું છું… શ્રીનાથ જી ભગવાન વિષે….. ચોંકી ગયા ને… હેડીંગ માં અંબે માં ને કથા શ્રીજી પ્રભુની..??!!  હા મિત્રો આજે વાત કરું છું.. માં બહુચરના અનન્ય ભક્ત શ્રી વલ્લભ ભટ્ટ અને શ્રીજી પ્રભુ વિષે…!!

આજે તમે જે અંબે માં ની આરતી ગાઓ છો એની રચના કરી છે કવિ વલ્લભ ભટ્ટે (મેવાડા બ્રમ્હાણને પાક્કો અમદાવાદી હો…! (તમને ક્યાં થી ખબર હોય કડી સાચી આરતી ગાઈ, સાંભળી તો હશે જ નહિ ને….)

અમદાવાદના નવાપુરા પરામાં ૧૬૯૬ના આસો સુદ ૮ના દિને જન્મેલા કવિ એ પાંચ વર્ષ, પાંચ માસ અને પચ્ચીસ દિવસ પછી તેર વર્ષની ઉંમરે તેઓ મંત્ર-જાપમાં તિલ્લન હતા ત્યારે ઝળહળતા પ્રકાશની ઝાંખી થઇ. બંનેએ માતાજીના અલૌકિ અને દિવ્ય સ્વરૂપનું દર્શન કર્યું. ગદગદ્ કંઠે માની સ્તુતિ કરી. ભટ્ટજી ગુજરાતના માઇભક્તોમાં શ્રેષ્ઠ છે. બહુચરાજીમાં તેમનું સ્થાન આજે મોજૂદ છે.જ્યાં બેઠાં બેઠાં ભટ્ટજી બાળાયંત્રનાં દર્શન કરી શકતા હતા.

આજ માં ના પરમ ભક્તને પણ માં નો પરચો તો થયો જ છે…! બન્યું એવું કે માં ના શ્રુંગાર રચતા એ એવા તો તલ્લીન થઇ ગયા કે અનાયાસે માની નાભીની પ્રશંસા કરી બેઠા…!

માં એ કીધું કે ભટ્ટજી શબ્દો પાછા લઈલો.. પણ ભટજી ના માન્યા ને પછી થી માં એ એમનું શરીર રોગીષ્ઠ કરી દીધું…… કોઈ કામ કરવાને લાયક ના રહ્યા ને આખા શરીર માંથી દુર્ગંધ વ્યાપી ગાઈ…..!

એજ કવિ એવી રોગીષ્ઠ હાલતમાં……પિતા પાસે અરજી લઈને પુગ્યા…….  શ્રીનાથજી……., ત્યારે ભૂલથી….. કે પછી રોગ ને કારણે……. મંદિરના પરિસરમાં થૂંકાઇ ગયું !

આથી લોકોએ ફિટકાર કર્યો. એ વખતે એ બોલ્યા કે, ‘ હું કાંઇ જાણીજોઇને થૂંક્યો નથી, ને તેમ હોય તો પણ માબાપના ખોળામાં છોકરા થૂંકે તેથી માતાપિતા ગુસ્સે ભરાતાં નથી.’

ત્યારે મંદિરવાળા બોલ્યાં કે, ‘મા સહન કરે, પણ બાપ સહન ન કરે; ને આ તો બાપનું ધામ છે.’

ત્યારે વલ્લભ ભટ્ટે માં બહુચર ને યાદ કરી કીધું “હે માં….. જો મેં તારી ભક્તિમાં કોઈ કચાશ ન રાખી હોય અને… મારી શૃંગાર સિવાય કોઈ જ ભૂલ ન હોય……. તો આ નથણી હું શ્રીજીને પહેરવા માંગું છું… ને ત્યારે એમને શ્રીજી પ્રભુ પર નથણીનો છૂટો ઘા કર્યો……….. અને શ્રીજી પ્રભુ ને નથણી પહેરાઈ ગાઈ…….પ્રભુજી નો એક હાથ પણ એને કારણે ગરબો લેતા થાય એવો ઉંચો થઇ ગયો……!

આજે તમે જે શ્રીજી પ્રભુ ના દર્શન કરો છો તે પ્રતિમા આજ વલ્લભ ભટ્ટ ની દેન છે…!
=======================================
શ્રી અંબાજી માતાની આરતી : વલ્લભ ભટ્ટ દ્વારા રચિત. શક્ય એટલી સાચી લખવાનો પ્રયત્ન કર્યો છે છતાય ક્યાય ભૂલ કે શબ્દદોષ હોય તો જણાવવા વિનંતી………..
=======================================

જય આધ્યા શક્તિ, મા જય આધ્યા શક્તિ, (૨)
અખંડ બ્રહ્નાંડ નીપજાવ્યાં (૨) પડવે પ્રગટ્યાં મા, જયો…

દ્વિતીયા બેઉ સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ.. (૨)
બ્રહ્ના ગણપતિ ગાયે (૨) હર ગાયે હર મા. જયો…

તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં, ત્રિભુવન… (૨)
ત્રયા થકી તરવેણી (૨) તું તરવેણી મા. જયો…

ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યાં, મા… (૨)
ચાર ભુજા ચૌ-દિશા (૨) પ્રગટયાં દક્ષિણમાં. જયો…

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી… (૨)
પંચ સહસ્ત્રા ત્યાં સોહિએ (૨) પંચે તત્વો મા. જયો…

ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિષાસુર… (૨)
નર નારીના રૂપે (૨) વ્યાપ્યાં સઘળે મા. જયો…

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા, સાવિત્રી મા, મા સંધ્યા… (૨)
ગૌ, ગંગા, ગાયત્રી (૨) ગૌરી ગીતા મા. જયો…

અષ્ટમી અષ્ટભુજા, આઇ આનંદા, મા આઇ… (૨)
સુરનર મુનિવર જન્મ્યાં (૨) દેવો દૈત્યો મા. જયો…

નવમી નવકુળ નાગ, સેવે નવદુગૉ, મા સેવે… (૨)
નવરાત્રિના પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હર બ્રહ્ના, જયો…

દશમી દશ અવતાર, જય વિજયા દશમી, મા જય… (૨)
રામે રામ રમાડ્યા (૨) રાવણ રોળ્યો મા. જયો…

એકાદશી અગિયારસ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (૨)
કામદુગૉ કાલિકા (૨) શ્યામા ને રામા. જયો…

બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા, મા બહુચરી… (૨)
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ
મા,જયો…

તેરસે તુળજા રૂપ, તું તારુણી માતા, મા તું… (૨)
બ્રહ્ના વિષ્ણુ સદાશિવ (૨) ગુણ તારા ગાતા જયો…

ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી… (૨)
ભાવિભક્ત કાંઇ આપો, ચતુરાઇ કાંઇ આપો, સિંહવાહની માતા. જયો…

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો… (૨)
વિશષ્ઠદેવે વખાણ્યાં, માક•ડદેવે વખાણ્યાં, ગાઇ શુભ કવિતા…જયો…

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં, મા સોળસે… (૨)
સંવત સોળે પ્રગટયાં (૨) રેવાને તીરે મા ગંગાને તીરે જયો…

ત્રંબાવટી નગરી, આઇ રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી (૨) મા…
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે (૨) ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી.જયો…

શિવશક્તિની આરતી ભાવે જે કોઇ ગાશે, મા જે કોઇ ગાશે (૨)
ભણે શિવાનંદ સ્વામી (૨) સુખ સંપત્તિ થાશે, હર કૈલાશે જાશે,
મા અંબા દુ:ખ હરશે. જયો જયો મા જગદંબે.

ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, મા નવ જાણું સેવા… (૨)
વલ્લભ ભટ્ટને રાખ્યાં (૨) ચરણે સેવા લેવા.. જયો જયો મા…

માની ચૂંદડી લાલ ગુલાલ શોભા અતિ ભારી, મા શોભા… (૨)
આંગણ કૂકકડ નાચે (૨) જય બહુચર બાળી… જયો જયો મા…

~વલ્લભ ભટ્ટ
=======================================
માં બહુચરનો આનંદનો ગરબો :
=======================================
આજ મને આનંદ, વાધ્યો અતિ ઘણો મા,
ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા. ૧

અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા,
છો ઇચ્છા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા. ૨

સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળ તારો મા,
બાળ કરી સંભાળ, કર ઝાલો મારો મા. ૩

તોતળા મુખ તન્ન, તો તો તોય કહે મા,
અર્ભક માગે અન્ન, નિજ માતા મન લહે મા ૪

નહીં સવ્ય અપસવ્ય, કંઇ કોઇ જાણું મા,
કવિ કહાવ્યા કાવ્ય, મન મિથ્યા આણું મા ૫

કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા,
મૂરખમાં અણમોલ, રસ રટવા વિચર્યો મા ૬

મૂઢ પ્રમાણે મતિ, મન મિથ્યા માપી મા,
કોણ લહે ઉત્પત્તિ, વિશ્વ રહ્યા વ્યાપી મા ૭

પ્રાક્રમ પૌઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીછું મા,
પૂર્ણ પ્રગટ અખંડ, અજ્ઞા થકો ઇચ્છું મા ૮

અર્ણવ ઓછે પાત્ર, અકળ કરી આણું મા,
પામું નહીં પળમાત્ર, મન જાણું નાણું મા ૯

રસના યુગ્મ હજાર, તે રટતાં હાર્યો મા,
ઇશે અંશ લગાર લઇ મન્મથ માર્યો મા ૧૦……….

~વલ્લભ ભટ્ટ
=======================================
રચના અને વિચાર સ્ત્રોત : દિવ્ય ભાસ્કર

ઉત્પાદક….


ગઈ કાલનો આ શબ્દ મનમાં ઘર કરી ને બેઠો છે..”ઉત્પાદક” એકાદ બે લીટી લખી ય ખરી. પણ શું થાય.. ખુદ ને જ ના ગમી.. હાઈકુ જેવા ૧૭ અક્ષરોના બંધન… અહી પણ..?! નો વે.. આપણે તો સાધુ.. અને સાધુ તો ચલતા ભલા..! એક તો માંડ માંડ ગેડ બેસે.. ને એમાય પાછો પ્રાસાનુપ્રાસ, મત્લા, રદીફ, કાફિયા, છંદ,… ઓફ્ફ્ફફ્ફ કેટ કેટલા પરિમાણો યાદ રાખવા..! એટલે જ આજે “સમય” કાઢીને લખવા બેઠો..

ઉત્પાદક….એટલે શું..? સૌથી પહેલા સાહિત્યિક શબ્દ આંખ સામે તરવરી ઉઠ્યો… ઉત્પાદક એટલે કદાચ… સર્જક..! પછી થઇ શરુ.. ગડમથલ દિલોદિમાગ વચ્ચે..

દિલ કહે તારણ સાચું છે..! દિમાગ કહે શું ધૂળ સાચું.. સર્જક એટલે જે સર્જન કરે એ.. અને ઉત્પાદક એટલે જે ઉત્પાદન કરે એ.. ફરી પાછુ દિલ બોલ્યું.. ફર્ક શું.. & ગેસ વ્હોટ..! દિમાગ તો ઊછળ્યું.. જાણે કે ગમતીલો પ્રશ્ન આવી ગયો.. 12th કોમર્સ પાસ બાળકો (હા ને.. બાળકો જ કહેવાય હવે.. કોલેજ નાં જાય ત્યાં લગી..!) જાણે CPT (CA ની એન્ટ્રન્સ ટેસ્ટ) આપવા તૈયાર થઇ જાય એમ રેડી થઇ બોલ્યું..

“સર્જક એટલે ઇનોવેશન કરે એ.. જેમ કે સ્ટીવ જોબ્સ! અને બીલ ગેટ્સ! (સર્જન અને મોનોપોલી માં આ બંને ભાઈયો નો જોટો ક્યાંથી લાવવાનો..! બીલજી એ તો ઓફીશાય્લી US માં થયેલ મોનોપોલી વિષયક કાનૂની કેસ માં આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ પણ કર્યું છે..!અને જોબ્સ સાહેબની એપલ સેમસંગ સામે મોનોપોલી વિષયક કેસ જીતી ગઈ છે ( !! ) us માં સેમસંગ પર ઘણી મોટી રકમ નો ચાર્જ લાગ્યો છે ! ) જાતે બનાવે…! અને ઉત્પાદક એટલે સર્જકના સર્જનનું પોતાને ગમે એ રીતે…. માર્કેટેબલ બનાવી ઉત્પાદન કરે એ..! (અહી તમે ઉદાહરણ તરીકે સમસ્ત ભારત દેશ.. ને ગણી શકો…:પી.)

હાશ..! થોડી ઘણી ટપ્પી પડી ખરી..! એમ તો મારું દિલ પાછુ ટ્યુબ લાઈટ .!! શરુ થવા માટે જ સ્ટાટર્ર જોઈએ.. પછી એની મેળે હાલી નીકળે..! દિમાગના ઘોડા તબેલે પુગ્યાને…. દિલની F1 કાર્સ નીકળી અનુભવના રેસિંગ ટ્રેક પર.. એને ય પોતાની રીતે ક્યાસ કાઢ્યો…

એક સારી પ્રોડક્ટ નામે ICL (ઇન્ડિયન ક્રિકેટ લીગ..!) વિચાર સારો..! સર્જક હતી કપિલદેવ & કું. અને ઉદેશ્ય હતો… રીટાયર થતા કે પછી ઓછા ટેલેન્ટેડ ક્રિકેટરો ને આર્થીક રીતે પગભર કરવા..! જેના માથે BCCI એ ખપ્પરનો ઘા કરી બાળમરણ કરાવી દીધું..! અને ઉપસી આવી ઉત્પાદકની પ્રોડક્ટ IPL (જેના વિષે ચર્ચા કરું એટલો ય મુર્ખ નથી..! જે કઈ થાય છે એ બધુ જ છપાય છે… પાર્થિવ પટેલને મળેલ ૩ કરોડ ના કોન્ટ્રક હોય કે પછી શાહરૂખ – MCA કોનટ્રોવર્સી.) એટલે સુધી સૌને છેલ્લી પાટલીએ ધકેલી દીધા ICL વાળાઓને કે.. IPL થકી થયેલી કમાણી માં ભૂતપૂર્વ ક્રિકેટર્સ ને મળનારા “દાન” માંથી પણ બાકાત કરી નાખ્યા..!!

દિલ તો બિચારું સમજી ગયું…… સર્જક “સ્ટીવ” નહિ બને તો ઉત્પાદકો એને “સ્ટોન” બનાવી દેશે…!

ખબર નહિ ક્યાંથી લખાઈ ગયું..! આડું અવળું…. દિમાગ વગરની વાતો… ફાલતું વિચારો.. છતાંય લખાઈ ગયું.. એટલે હથોડો સર્જાઈ ગયો છે તો હવે ઉત્પાદક બની જીંકવો જ પડે ને….

બાકી ગમે તે કહો… સર્જક (ભગવાન) સામે ઉત્પાદક (માણસ) વામણો જ રહેવાનો…!!!

~એજ ને…!

ગીતા…. કૃષ્ણની કે વેદ વ્યાસની ?

ઉગતા સુરજની પૂજા અહી, “સામાન્ય” વાત ગણાય છે ;
લખનાર જો કૃષ્ણ ન હો, “ગીતા” પણ પુસ્તક ગણાય  છે !

થોડા સમય પહેલા આ પોસ્ટ મૂકી હતી.. અને પછી એક ભાઈ વડે કોમેન્ટ આવી. ‘ગીતા કૃષ્ણ વડે નહિ મહર્ષિ વ્યાસ વડે લખાઈ છે !’ એ ભાઈ ને કૈંક કહેવું તો હતું પણ વ્યસ્તતા કે આળસ ગણો… આજે બ્લોગ ફફોસતા એ ઉક્તિ વાંચી અને યાદ આવ્યું !

ટેકનીકલી જોઈએ તો હા, વાત સાચી છે (કે હશે) મને એ સંદર્ભે વધુ જ્ઞાન ન હોય નેચરલી (જૈન છું એટલે !) પણ જવાબ કેટલો સાચો ? KBC માં ૩૦૦૦ (સીઝન ૩ માં પૂછાયો હતો !!! ) કે પછી પાંચવી પાસ સે તેઝ માં થોડી ઘણી રકમ જીતવી શકે એવો… “સાચો” જવાબ !

ફરીથી આવીએ મુદ્દા પર. પહેલા તો “ગીતા” શું છે ? એ ભાઈએ મને જણાવ્યું હતું કે  :

“”””ભાઈ “એ જ તન્મય” ગીતા કૃષ્ણ એ નથી લખી.. ગીતા નો ઉપદેશ શ્રી કૃષ્ણ એ કુરુક્ષેત્ર ના યુદ્ધ દરમ્યાન અર્જુન ને આપેલો હતો.. જેને શ્રી વેદ વ્યાસ એ મહાભારત માં ગીતોપદેશ તરીકે આવરેલો છે.. અને ફક્ત એ જ ભાગ ને અલગ થી “શ્રીમદ ભગવદ ગીતા” કહેવા માં આવે છે..

ગીતોપદેશ શ્રી કૃષ્ણ એ મહાભારત ના ઘણા સમય પહેલા પણ કહેલો હતો.. પરંતુ તેનું પુનરાવર્તન કુરુક્ષેત્ર દરમ્યાન ફરીથી અર્જુન ને તેની જવાબદારી અને કર્મ થી વાકેફ કરાવવા માટે કરવા માં આવ્યું.. આ આખી ઘટના ને દસ્તાવેજી સ્વરૂપ શ્રી વેદ વ્યાસ એ મહાભારત ની રચના દરમ્યાન આપ્યું … ફ્યી”””

અહી એક વાત ઉડીને આખે વળગે છે ? વ્યાસે જ જો “ગીતા” લખેલી હોય તો પછી કૃષ્ણ કરતા એમની પૂજા વધુ થવી જોઈએ ને ?!  પણ નથી થતી…!

સિમ્પલ રીતે કહું તો …. “રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ… નામ હૈ ….” કે પછી “મેરે પાસ માં હૈ” “બડે બડે મુલ્કો મેં એસી છોટી છોટી બાતે………” જેવા સુપર હિટ ડાયલોગ્સ કંઠસ્થ હશે જ ને ! અને કોણે બોલ્યા છે, કોણે જીવ્યા છે (ભલે ને પરદા પર જ ) એ તો કેમ કરી ભૂલાય !

પણ કોણે લખ્યા છે એ કેટલાને યાદ હશે.? ડીટ્ટો ફિલ્મી જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ કે પછી પ્રોફેશનલ એક્ટિંગ શીખવતી સંસ્થાઓ વડે કહેવાય તો ખબર પડે ! (આજ કાલ ફિલ્મોના ટાઇટલ્સ કયો ભોજિયો ભા જોવે છે !! ) એટલેજ કહું છું “ગીતા” કૃષ્ણની જ ગણાય !!!! વેદ વ્યાસની નહિ…..

વધુ એક સંદર્ભ…… ઓકે ચાલો માની લઈએ “ગીતા” માત્ર એક ઉપદેશ છે ! તો એનો આટલો સ્વીકાર કેમ ? એના વિષે આટલો અહોભાવ કેમ ? દેશનું આખું ન્યાય તંત્ર માને છે ‘ગીતા પર હાથ રાખી માણસ ખોટું નહિ બોલે’ (અહી વાસ્તવિકતાને નજર અંદાજ કરવાની છે હોં….! :પી ) માત્ર ઉપદેશ ગાથા જ હોય તો અત્યારે કે ભૂતકાળ માં ચોરે ને ચૌટે ઉપદેશ આપનારા સાચા ખોટા સંતો મહંતો થયા જ છે !! તો પછી ..??

યેસ, કારણ કે “ગીતા” માત્ર ઉપદેશ નથી….. વાસ્તવિકતા માં જીવાઈ ચુકેલી જિંદગીનો સાર છે ! જે જીવી ગયો છે.. અફકોર્સ આપણાં સૌનો વાહલો કૃષ્ણ !

સગા મામા કંસ ને મારનાર જ કહી શકે : જા, સામે જે છે એ સગા નહિ શત્રુ છે ! ગોપીઓના ચીર હરનાર જ દ્રોપદીના ચીર પૂરી શકે ! જરાસંઘ ને હરનાર જ જાંઘ પર વાર કરાવી શકે ! સુદર્શન ચલાવનાર જ રથનું પૈડું ઊંચકી શકે.!

ઇન શોર્ટ… “ગીતા” વાસ્તવિકતા થી વધુ નજીક છે એટલે એ સહજ રીતે સ્વીકારાઈ છે ! એટલે જ કહું છું…. “ગીતા” કૃષ્ણ ની જ ગણાય !!!

સોરી વધુ લખાઈ ગયું હોય તો !

એક વાત રહી ગઈ…..

“યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ।।
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ।। ”

લખાયું તો ગીતા માં છે ને ?!!! અને જો એ વેદ વ્યાસે જ્જ્જ લખ્યું હોય તો….. કૃષ્ણે અવતરણ ના અનીયારા સવાલો કેમ પુછાય છે ????!!!!! જવાબ હોય તો આપજો… બાકી……………

~એજ ને…!!!