આઈ કાન્ટ……………

શું થયું પાછુ ?
કહ્યુંને…
કવિતા નથી ફાવતી યાર.
હું તો છું સાવ સીધો સાદો..
એકાઉન્ટનો માણસ !
કવિતા ફવિતા ક્યાં કદી પલ્લે પડે મને !
અહી તો “દો દુની ચાર” વાળી વાત કર…
તો કૈંક વાત બને !
ઈમોશનલ નહિ પ્રેક્ટીકલ બન..
તો કૈંક વાત બને !
પ્રેમમાં કળા હોવી જોઈએ.
એટલે કલાકાર જ પ્રેમ કરી શકે?
સીધા સદા માણસને પ્રેમનો અધિકાર જ નથી ?
ઉસ્કા પ્યાર પ્યાર હમારા પ્યાર શાલીમાર?
નથી મારી પાસે… વૈચારિક સુઘડતા..
નથી શબ્દોની ભરમાળ…
નથી હોતા મારા વિચારો… અલોકિક..
નથી હોતા મારા પ્રયાસો એક્સ્ટ્રા ઓર્ડીનરી…
એથી શું થયું ?
આઈ ડોન્ટ… લવ યુ….?
કે પછી આઈ કાન્ટ……………

~એજ તન્વય..!

કોને ખબર..??!!

પાનખરની પસ્તી કરી દઉં
વસંતને ખીલે બાંધી દઉં
ચાંદને ગુન્દરે ચોડી દઉં
કીલીમાંન્જારોને પાદરે જડી દઉં..
એક માત્ર તું રિસાઈ એમાં
સૃષ્ટિની આવી અવઢેલના થઇ ગઈ જો !
કેમ ?? આમ અચાનક ?
ધરપત જ નથી ને !
અધીરાઈ તો સમયની
હરેક ક્ષણ જેવી છે મને!
એક પતે નહિને બીજી હાજર…
કોકે કહ્યું પણ ખરું
ધરપત રાખ બાપલીયા
અલ્યા એકાદ ક્ષણ વીતવા તો દે…
સોડા બોટલના ઉભરા ય શાંત થાય છે
આજ રૂઠી છે તે કાલ માની પણ જશે!
જોકે આમ તો વાત સાચી….
રીસાવાની “આદત” નથી…
ને મનાવવાની આવડત નથી…
પેટ દુખે ને સાલું માથું કુટાય છે!
એમ ને એમ દ્વેત ફંટાય છે!
એક સેકન્ડ માટે જ તું રિસાઈ…
અને બીજી ક્ષણે તો માની પણ ગઈ!
છતાં…
એ બે પળ વચ્ચે વીતેલી સદીઓ
ગોતવામાં…
કેટલા આયખા વીતશે…..
કોને ખબર..??!!

~એજ તન્વય..!

અંગુઠો….

કેટલી અને કેવી?
સતત અને સખત…
આજીજીઓ..અને મનામણા..
લાજ આવે એટલી
રડી રડીને લળી લળીને
કરેલી વિનંતીઓ..
બધી જ નિષ્ફળ ?
તે થાય જ ને.. ફળની આશા
શું કામ રાખે છે બકા!
સાફ દિમાગ અને શૂન્ય
હ્રદય રાખી બસ..
આંખ બંધ કરી જોઈ લે એને…
ખબર પડી જશે સઘળી..
પણ ના.. હું તો માણસ ખરો ને!
મારે મન આજેય……
હથેળી કરતા “અંગુઠો”
વધુ મહત્વનો !

~એજ તન્વય..!

બાળમજૂર…..

સવારે એક મજુર દીસ્યો.
કહે છે.
કીડી મકોડા ય ખુદના
વજનથી વધુ ભાર
“ઊંચકે” છે..!

ઉમર સાત વર્ષ..
ભાર નવ (અંકે નવ પુરા) નો ..!
એ જીવજંતુ ગણાય..?
કદાચ..!

આ ભારત દેશ છે બોસ…
કોણ કહે છે
અહી બાળમજૂરી અપરાધ છે..?!
હોત તો કઈ શાળા ચાલુ હોત..?
શું થાય..!
અહી તો કાયદો જ બને છે
તોડવા માટે..!!

ઓ શિક્ષણને ધંધો ગણતા…
ભ્રષ્ટાચારની બદીમાં ખદબદતા…
સરકારી બાબુશાહીમાં રાચતા
નફફટ, લંપટ મુલાઝીમો…
કૈંક તો વિચારો,
એ સાત વર્ષના મજુર માટે…
ઘેર આવી કમર સીધી કરે છે..
બિચ્ચારો અત્યારથી જ ..!

જોકે આ મજુર શબ્દ પણ મને
થોડો અજુગતો લાગે છે !
કેમ ? અરે ભાઈ…………..
મજુર બીડી તો શાંતિ થી પીવે છે…!
અહી તો પેલા ને…
સ્કુલ યુનિફોર્મ બદલતા
જ બોર્નવીટા પીવું પડે છે..!

Image

~એજ ને..!

મારા મૃગજળ……………….

વાત તરસની છે,
તરત કેમની લખાશે ?
એ માટે………..થોડું
તડપવું પડશે તરસવું પડશે
મન ભરી ઝાંઝવા ગટકવા પડશે
મંથન કરી સાગર ઉલેચવો પડશે
હિમાલયની ઘનતા ઓગાળવી પડશે
ત્યારે જઈ ક્યાંક એકાદ શબ્દ
…..”તું”……..
જીવતરની કોરી પાટી પર
આંખના આંસુડે ટપકાવી શકાય!
પણ સાચું કહું ?
હવે બસ યાર, થાક્યો છું.
આજ કાલ કરતા
તારી તરસ છીપશે.. એવી ખેવનામાં
સાત સાત જન્મારા વીતી ચુક્યા !
આઠમો ય પતી જશે?
એમ જ તારી તરસ માં ?
એટલી નિર્દય તો તું ક્યાં હતી ?
કે પછી હું તને ઓળખવામાં ચુક્યો ?
એવું તો કેમ બને ??
જોને…….. આટલા વખત પછી…
તને ઓળખી જ ગયો ને !
મારા મૃગજળ……………….
Image
~એજ તન્મય..!

લોગ ઇન

Image

એકલતાના થાક થી ઘેરાયેલો..
સાવ નત મસ્તકે..
શૂન્યમનસ્ક બની
રાઈટીંગ ટેબલ પર
કોરા પાના ઉથલાવતો..
વિચારહીન, દિશાશૂન્ય
અચાનક જ બસ,
અમથું કૈંક યાદ આવ્યું અને…
કોમ્પ્યુટરની સ્વીચ દાબી બેઠો..
ઉદાસીના પર્યાય સમો
વાદળી રંગ ….
વિન્ડોઝ્નો અને પછી ફેસબુકનો…
તરવરી ઉઠ્યો…
એ જ ઉદાસિનતાના જવાબમાં..
જળહળતી આંખે.. બળતા શ્વાસે..
તૂટતા હ્રદયે.. ધૃજતા હાથે..
અપૂર્ણ સપનાઓ સાથે..
ક્ષીણ થતી ઈચ્છાઓ સાથે..
વેદનાઓ છલોછલ હ્રદયે….
………………..મેં લોગ ઇન કર્યું

~એજ તન્મય..!

તને ચાહવાનું ઇનામ……..

ના કહી’તી ને….
આઈનો વધારેના જોઇશ..!
લે જો.. ડૂબી ગઈ ને….
પોતાના જ ખંજન માં..!
તલ્લીન થઇ ગઈ ને….
પોતાના જ વિચારો માં..!
ખોવાઈ ચુકી ને….
આજે ખુદના જ વ્યસન માં..!
મગરૂરી તો ખુબસુરતીની આડ પેદાશ છે..!
તે એને પૂર્વશરત માનવાની ભૂલ કરી દીધી..!
હશે.. મારું તો કશું બગડ્યું નહિ..!
ઉલ્ટાની તું વધુ ગમવા લાગી..!
બટ ડીઅર ધ્યાન થી…
ક્યાંક તારી જ નજર ન લાગી જાય..
માટે તો કહું છું…
સદાયને કાળું ટીલું… નામે “હું” સાથે રાખજે..!
કાજળ પણ ઇતરાશે તારા સ્પર્શ માત્ર થી..
તને ચાહવાનું ઇનામ તો મળવું જોઇને………….”મને”
Image
~એજ તન્મય..!