“કેન આઈ લીફ્ટ યુ, મેમ ?”
આજે, સાવ અચાનક, માર્કેટયાર્ડ બસ સ્ટેન્ડ પર સાક્ષીને જોઈ, એને હેલ્પ કરી થોડી જાણવા, સમજવા મળશે એ વિચારી, પરવેઝ થોડો હરકતમાં આવી ગયો. રીખવની ચાવી પડાવી લીધી, એને પોતાનું બાઈક સોંપી સીધો જ કાર લઇ સાક્ષી પાસે પહોંચી ગયો. થપ્પડ પ્રકરણને અંદાજીત એકાદ માસ વીતી ચુક્યો હતો. પરવેઝ શાંત જ હતો…….. અત્યાર સુધી ! સમય નામનું ઓસડ વાપર્યું હતું એણે..! અને સાક્ષીનું વર્તન. એ સમય દરમ્યાન નોર્મલ જ હતું. એક્શન ન હોય તો રીએક્શન ક્યાંથી આવે !
“વ્હેન ?” અકારણ પરવેઝને સામે જોઈ, થોડી ઓકવર્ડ ફીલિંગ સાથે, અસંગત પ્રશ્ન પૂછી બેઠી ! (પ્રશ્નનો સંદર્ભ કદાચ “હા” થાય ! લીફ્ટ લઈશ, તો ક્યાં લઇ જઈશ !)
સાક્ષીના હાથમાં બે ચાર ભરેલી હેન્ડ બેગ્ઝ જોઈ, કદાચ એ ઘર તરફ જઈ રહી હતી, એવા અનુમાન સાથે તીર છોડ્યું, : “ત્મ્મે ક્યો ત્યાં.. મુ તો ઘેર હાલ્યો…! પન આપને મેલતો જઈશ જ્યાં કેવ ત્યાં !”
“યા બટ, ડોન્ટ બોર્ધર.. આઈ ટેક બસ… થેન્ક્સ..” શક્ય હોય એટલા ટૂંકા શબ્દો થી એ ટાળી રહી. સામાન્ય કરતા આજે ઘણી વાર લગાડતી બસની રાહ જોવાનું માંડી વાળી, ઓટો માટે હાથ લંબાવ્યો. એક, બે ત્રણ, ચાર…… એક પણ ઓટો વાળાએ મચક ના આપી ! બપોર થઇ ચુકી હતી… રાજકોટ શહેર ક્યાં થી જાગતું હોય..!! આટલી રીક્ષા જોવા મળે એ પણ બહુ હતું !
પરવેઝ હજી ત્યાં જ હતો. બધું મળી અંદાજે પાંચેક મિનીટ બગડ્યા પછી એ બોલ્યો : “મેમ, ડોન્ટ વેસ્ટ ટાઈમ.. પ્લીઝ ! હું બીલ્કુલનો ચુપથી બેહીશ બસ, ?!”
ફરીથી બીજી પાંચેક મિનીટ પસાર થઇ ગઈ. છતાં પરિસ્થતિમાં કોઈ જ બદલાવ ન આવ્યો…. એટલે પરવેઝે સીધો કારનો દરવાજો ખોલી નાખ્યો ! વધુ કોઈ સીન ક્રિએટ ન થાય, એટલે સાક્ષી ક-મને બેસી ગઈ.
ભર શિયાળે એ પરસેવે રેબઝેબ હતી. કારનું એસી એને આરામ આપી રહ્યું. માર્કેટની ખરીદી હમેશા એને થકવી નાખતી. ઉપરથી આજે ખાસ્સું લેટ થઇ ગયેલું, જેથી વધારે ટેન્સ હતી. સાચા રસ્તે જ કાર જઈ રહી હતી. છતાં ગભરાઈને પૂછી બેઠી., “પણ, ક્યાં લઇ જાય છે ?”
“ST સ્ટેન્ડ.. ત્મ્મોને ઉતાડી, હું આગલ વધી જાહું !”
જવાબ સાંભળી થોડી રાહત તો થઇ. ત્રણ ત્રણ ભારેખમ બેગ્ઝ ઊંચકીને થાકી ગયેલી પાતળી કલાઈઓ ને ગોળ ફેરવતી એકસસાઈઝ કરતા અચાનક જ સેફ્રોન કલર્ડ રિસ્ટવોચ જોવાઈ ગઈ… ટેન્શન તો હતું જ હવે વધી પણ ગયેલું. કપાળનો પરસેવો લુંછવા ગયેલો હાથ, ત્યાજ રોકાઈ ગયો. સાક્ષીની અવસ્થા જોઈ, એસીના પોઈન્ટ વધારતા પરવેઝ બોલ્યો, “એની પ્રોબ્લેમ ? મિઝ ?”
“યાહ, બટ ઇટ્સ ઓકે, આઈ કેન મેનેજ. ડોન્ટ વરી” કપાળે મુકેલો હાથ હટાવવાનું હવે યાદ આવ્યું મેડમને !
આઈ ડોન્ટ થીંક સો, મેમ પ્લીઝ ટેલ, ઇફ આઈ કેન હેલ્પ ઇન સમ વે. ઇટ્સ માય પ્લેઝર તું ડુ ધીસ ! (બિલકુલ જોઈ વિચારી સમજીને બોલી રહ્યો. ક્યાંક કોઈ ગફલત ન થઇ જાય ! સાક્ષી અર્ધે રસ્તે જ ઉતરી શકે એમ હતી.)
એક્ચુલી, માર્કેટમાં ઘણું લેટ થઇ ગયું, ઉપરથી કોઈ સાધન પણ ન મળ્યું. મારા ગામ તરફની છેલ્લી બસ નીકળી ગઈ અને બીજી છેક સાંજે ૪ વાગે મળશે! ત્યાં સુધી હું અહી શું કરું ? અને એ કરતા પણ…………..
પન ?? એનીથિંગ સીરીયસ એટ હોમ મિઝ ?
હા મારી દિકરી આવી જશે, સ્કુલેથી બે વાગે ! એક તો અહી જ વાગી ચુક્યો છે. એક કલ્લાકમાં કોઈ હિસાબે નહિ પહોંચાય. એની પાસે બીજી ચાવી નથી. આજે એક્સ્ટ્રા ક્લાસ નોહતા, એટલે પડોશમાં પણ આપવાનું રહી ગયું છે! એકલી બિચારી શું કરશે ??
જાણે કોઈ ભૂકંપ સાથે સાથે ત્સુનામી આવી ગઈ હોય એમ, પરવેઝના દિલોદિમાગમાં એ વાત છપાઈ ગઈ ! સાક્ષી સિંગલ હતી એ તો ખબર હતી એને…. પછી આ દિકરી ?? ‘ઓહ્હ માય ગોડ! કેટલી મોટી ભૂલ કરી નાખી મેં !પછી પેલી ભડકે નહિ તો શું હારતોરા કરશે !’ મનોમન વિચારોના વાવાજોડામાં મહામહેનતે કાર પર કન્ટ્રોલ રાખીને ડ્રાઈવ કરતો રહ્યો. થોડીવાર એમ જ સુનમુન કાર ચલાવ્યા પછી, સાક્ષી વિષે વધુ જાણવા….. “એક કામ બને. ત્મ્મે ભડકો ની ટો કેવ !”
એની બોલી સાંભળી, આટલા ટેન્શનમાં પણ સ્હેજ હસીને જવાબ દીધો, એનીજ ભાષામાં ! “બોલ, ની ભડકું !”
આંખોના ચશ્માં તો ક્યારના ઉતારી દીધેલા. એસીએ એને ખાસ્સી ફ્રેશ બનાવી દીધી હતી. “ત્રીસીની આસપાસ સ્ત્રી વધુ સુંદર દેખાય છે.” પરવેઝને એ વાત માન્યા સિવાય કોઈ ચારો નોહ્તો દેખાતો.
“આઈ કેન ડ્રાઈવ યુ? હું ત્મ્મોને મેલી જાવ ?”
“નો ઇટ્સ ઓકે, મારું ગામ ખાસ્સું ૫૦km જેટલું થાય અહી થી… તારે નાહકનું ખેંચાવું પડશે ! આઈ ટેક પ્રાઇવેટ વ્હીકલ, ડોન્ટ બોર્ધર”
“પ્રાઇવેટ વ્હીકલ ? ઇટ્સ રાજકોટ મેમ ! બપોરના તો આઈ કુતરું પન ભસતું ની મલે ! એટલે જ કેવ… હું મેલી જાવ ત્મ્મોને !”
વાત તો સાચી હતી. રાજકોટમાં બપોર ભારેખમ હોય છે. દુનિયાના સૌથી વધુ સાંધ્યદૈનિક ધરાવતું આ શહેર, બપોરિયાની લિજ્જત પણ દિલથી માણે છે ! બીજો કોઈ રસ્તો ન સુજતા….. “ઓકે ચલ લઇ લે, પણ એક શરત…. તારે જમ્યા વિના નથી જવાનું ” કહી સાક્ષીએ સમંતિ આપી.
મુક સ્વીકાર…. પરવેઝ વડે…….. અને બંને ચાલ્યા…… સાક્ષીના ગામ અગતરાય તરફ….. એકને ચિંતા હતી પોતાની લાડકીની ………બીજાને કોયડો ઉકેલવાનો હતો…… જેનું નામ હતું….. “””સાક્ષી”””
ક્રમશ:
~એજ તન્મય !